[Fun_4_Amdavadi_Gujarati] CHIKI MOBLIE

ચાઇનાનાં 'વોઇસ ચેન્જર મોબાઇલ' પ્રેમીપંખીડાઓમાં હોટ ફેવરિટ     

યુવકના અવાજને બદલીને યુવતીના અવાજમાં ફેરવી નાખતાં ચાઇનાનાં 'વોઇસ ચેન્જર મોબાઇલ ત્રાટકયા...!

રૂપિયા ૩૫૦૦થી લઇને ૪૦૦૦ હજારમાં જ મળતા ચાઇના મેડ વોઇસ ચેન્જર મોબાઇલ

રાહુલ: યાર, અંજલિ સાથે વાત કરવી છે પણ અંજલિનો મોબાઇલ તેના પપ્પા પાસે હોય છે. અંજલિ ફોન પર છોકરાઓ સાથે વાત કરે એ તેના પપ્પાને પસંદ નથી.

પ્રેમ: ચિંતા મત કર યાર, રિલીફ રોડથી 'વોઇસ ચેન્જર મોબાઇલ ફોન' લઈ આવ. અંજલિના પપ્પાને ખબર જ નહીં પડે કે ફોન પર અંજલિ સાથે તેની બહેનપણી નહીં પણ તું વાત કરી રહ્યો છે...

આ વાત સાંભળીને તમને હસવું જરૂર આવે પણ આ કોઇ હસી કાઢવા જેવી વાત નથી પણ હકીકત છે. યુવકનો અવાજ બદલીને યુવતીના અવાજમાં ફેરવી નાખતાં ચાઇનાનાં 'વોઇસ ચેન્જર મોબાઇલ આજકાલ અમદાવાદી પ્રેમીપંખીડાઓમાં ભારે હોટ ફેવરિટ બન્યા છે. યુવાનો હોટ કેકની જેમ વોઇસ ચેન્જર મોબાઇલ ખરીદી રહ્યા છે. મમ્મી-પપ્પાની બાજનજરથી બચવા શહેરનાં યુવક-યુવતીઓ 'વોઇસ ચેન્જર મોબાઇલ ફોન'નો ઉપયોગ કરી રહ્યા છે.

અમદાવાદનાં બજારોમાં રૂ. ૩,૫૦૦ થી ૪ હજારમાં વેચાઈ રહેલા અધતન વોઇસ ચેન્જર મોબાઇલની ખાસિયત એ છે કે વોઇસ ચેન્જર ફંકશન દ્વારા ફોન કરનાર વ્યકિતના અવાજને યુવક કે યુવતીના અવાજમાં ફેરવી શકાય છે. તેથી યુવાનો પોતાના અવાજને યુવતીના અવાજમાં ફેરવી નાખતા હોય છે.

ફોન યુવક કરી રહ્યો હોય પણ સામે છેડે યુવતીનો અવાજ સંભળાતું હોય છે. તેથી યુવતીઓ ઘરે મમ્મી-પપ્પા સામે બેધડક પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોય છે અને ઘરના સભ્યોને એવું લાગતું હોય છે કે તે પોતાની કોઈ બહેનપણી સાથે વાત કરી રહી છે. રિલીફ રોડ પર સ્થિત મોબાઇલ બજારમાં ચાઇનીઝ મોબાઇલનુુુું જથ્થાબંધ વેપાર કરતા એક વેપારી કહે છે, ચાઇનીઝ મોબાઇલમાં દર બે-ત્રણ મહિને કઈંક ને કઈંક નવીન સોફટવેર ઉમેરાતું હોય છે. અત્યારે લેટેસ્ટ વોઇસ ચેન્જર મોબાઇલ આવ્યા છે જે યુવાનોમાં એટલા લોકપ્રિય થયા છે કે સ્ટોક ખલાસ થઈ જતો હોય છે.

'વોઇસ ચેન્જર મોબાઇલ' ઉપરાંત અમદાવાદનાં મોબાઇલ બજારોમાં 'વોઇસ ચેન્જર હેંડ્સ ફ્રી' પણ ઉપલબ્ધ છે જેની કિંમત ૧૫૦થી ૨૦૦ રૂપિયા હોય છે એટલું જ નહીં આ 'વોઇસ ચેન્જર હેંડ્સ ફ્રી' કોઈ પણ મોબાઇલમાં ફિટ કરી શકાય છે.

મોબાઇલમાં વોઇસ એડિટ કરી શકાય એવા કેટલાક સોફ્ટવેર પણ આવતા હોય છે. આવા સોફ્ટવેર તમામ પ્રકારનાં મેમરી કાર્ડ બેઝ મોબાઇલમાં લોડ કરી શકાતા હોય છે. એમ સોફટવેરનાં એકસપર્ટ વિક્કી શાહે જણાવ્યું હતું.

વોઇસ ચેન્જર, બ્લુટૂથ, ટીવી, કેમેરા મેમરી કાર્ડ, એમ.પી.થ્રી સહિતના તમામ ફંકશન ધરાવતા ચાઇનીઝ મોબાઈલ રૂ. ૩૦૦૦થી ૪૦૦૦માં મળી જતા હોવાથી બ્રાન્ડેડ મોબાઇલનાં બજારને પણ ફટકો પડયો છે. બ્રાન્ડેડ કંપનીઓનાં મોબાઇલ ચાઇનીઝ મોબાઈલ કરતા ચાર ગણા મોંઘા હોય છે તેથી યુવાનો બ્રાન્ડેડ મોબાઇલ કરતાં ચાઇનીઝ મોબાઇલ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે.




hi5 country icons


Messenger blocked? Want to chat? Here is the solution.

__._,_.___
**************************************************************************
World's Biggest Gujarati Portal, click the link below to join.
http://www.f4ag.com ( http://www.fun-4-amdavadi-gujarati.com )

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Check out the

Y! Groups blog

Stay up to speed

on all things Groups!

Featured Y! Groups

and category pages.

There is something

for everyone.

Y! Messenger

Instant smiles

Share photos while

you IM friends.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...