[F4AG] ઇતિહાસ અપના અપના

 

ઇતિહાસ અપના અપના

Dipak Soliya

ઇતિહાસના મામલે ગ્રંથને બદલે ગ્રંથિના આધારે તલવાર તાણવાનો શો અર્થ?

ભારત-પાક ભાગલાનું મુખ્ય કારણ કયું? ૧, ઝીણા. ૨, અંગ્રેજો. ૩, હિન્દુ-મુસ્લિમ કોમનું એકમેક પ્રત્યેનું વૈમનસ્ય. ૪, નેહરુ-પટેલ. ૫, આમાંનાં અમુક કારણ. ૬, આમાંનું એકેય નહીં. સવાલ એક જ છે, પણ ભારતીય, પાકિસ્તાની, બ્રિટિશ, ઝીણાતરફી, સરદારપ્રેમી વગેરે લોકો આ સીધાસાદા લાગતા સવાલના જવાબમાં અલગ અલગ વિકલ્પ પસંદ કરશે. તો સાચો જવાબ કયો?

કોઈ પણ ઘટનાનો ઇતિહાસ જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ તેના પર સમયની ધૂળથી માંડીને પ્રચાર-અપપ્રચાર-ભેળસેળ વગેરે થર બાઝવાને કારણે સરચાઈ વધુ ને વધુ ધૂંધળી થતી જાય છે. છઠ્ઠા ધોરણનું એક છોકરું ઇતિહાસમાં નાપાસ થયું. બાપાએ બરચાને લબડધક્કે લીધું ત્યારે મા વચ્ચે પડી: 'મારા છોકરાને શું કામ ખીજાવ છો? ઇતિહાસના પેપરમાં જે કંઈ પૂછાયેલું એ બધું એના જન્મ પહેલાંનું હતું.'

આ ટુચકો સાવ સામાન્ય છે, પણ એક વાત વિચારવા જેવી ખરી કે આપણા જન્મ પહેલાંનો ઇતિહાસ તો દૂરની વાત થઈ, નજીકના ઇતિહાસ વિશે પણ પૂરી ખાતરી સાથે કશું કહી શકાય ખરું? સાવ જ નજીકના, ગયા જ અઠવાડિયાના 'ઇતિહાસ'ની વાત કરીએ. ગયા અઠવાડિયે જસવંતસિંહને ભાજપમાંથી કાઢી મુકાયા. શું કામ? ૧, ઝીણાનો બચાવ કરવાને લીધે. ૨, રાજનાથ-અડવાણી વગેરે નેતા સાથે વાંકું પડવાને લીધે. ૩, પક્ષમાં શિસ્ત જાળવવા માટે કોઈકનો ભોગ લેવો જ હતો એટલા માટે. ૪, સંઘના દબાણના કારણે. ૫, સરદારની ટીકા કરવા બદલ. ૬, લોકસભાની ચૂંટણીમાં થયેલી હારની હતાશા ઠાલવવા. ૭, આમાંના અમુક કારણસર. ૮, આ સિવાયના કોઈ કારણસર. સ્વાભાવિક છે કે અલગ અલગ લોકો આમાંના અલગ અલગ જવાબ પર ટિક કરશે. તો સાચો જવાબ કયો? સરચાઈ નક્કી કઈ રીતે કરવી?

ઓકે, ગયું અઠવાડિયું પણ જવા દઈએ. એકદમ વર્તમાનની વાત કરીએ. સાવ સાદામાં સાદો સવાલ લઈએ: શું જસવંતસિંહના પુસ્તકમાં સરદાર પટેલની ટીકા કરવામાં આવી છે? મોટા ભાગના લોકો કહેશે: હા, જસવંતસિંહે સરદારની ટીકા તો કરી જ છે. એટલે જ તો આટલો હોબાળો મચ્યો, એટલે જ તો નરેન્દ્ર મોદીએ પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ મૂક્યો. પણ એક મિનિટ. પુસ્તક વાંચી ચૂકેલા પત્રકારનો અહેવાલ જણાવે છે કે પુસ્તકમાં કયાંય સરદારની ટીકા તો છે જ નહીં. પુસ્તકમાં કુલ છ જગ્યાએ સરદારનો ઉલ્લેખ છે (પાના નં. ૧૩, ૨૮૯, ૪૧૮, ૪૫૯, ૪૬૧ તથા ૪૮૮). એમાં સરદાર વિશે 'ઘસાતું' કહી શકાય એવું લખાણ છે જ નહીં.

કરો વાત. એક પુસ્તક, કે જે પ્રગટ થઈ ચૂકયું છે, જે બજારમાં મળે છે એમાં ખરેખર શું લખ્યું છે એ વિશે પણ જો વિરોધી વાતો વ્યકત થઈ રહી હોય તો દાયકાઓ અને સૈકાઓ પહેલાંની ઘટના વિશે, ઘટનાનાં કારણો વિશે, કોઈ વ્યક્તિ વિશે, તેના વ્યક્તિત્વ વિશે છાતી ઠોકીને કંઈ પણ કહેતા પહેલાં કમ સે કમ એક પળ તો અટકવું રહ્યું.

કહેવાનો મતલબ એવો નથી કે ઇતિહાસમાં તથ્ય જેવું કશું હોતું જ નથી. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ નથુરામ ગોડસે નામની વ્યક્તિએ ગાંધીજીની હત્યા કરી એ સરચાઈ છે. એમાં કોઈ કન્ફયુઝન નથી. જોકે જે.કૃષ્ણમૂર્તિ નામના વિચારકે ગાંધીહત્યા બાદના પ્રવચનમાં શ્રોતાઓને પૂછેલું: 'ગાંધીજીની હત્યા કોણે કરી, ખબર છે? આપણે બધાએ. આપણી અંદર જે કોમી ધિક્કાર છે એનું પરિણામ છે ગાંધીજીની હત્યા.' આ તો અતિ સૂક્ષ્મ વિશ્લેષણ થયું. આટલી સૂક્ષ્મતા ન ફાવે તોપણ, કૃષ્ણમૂર્તિની વાત સાથે સહમત ન થઈએ તોપણ, ઇતિહાસના મામલે દસ્તાવેજી હકીકતોથી વધુ આગળ વધતી વખતે સાવધાની, નમ્રતા અને ખુલ્લું મન જરૂરી છે.

થાય છે એવું કે જે વાત માનવા માટે આપણી પાસે પૂરતો આધાર નથી હોતો એવી વાત વિશેની આપણી માન્યતામાં અજાણતાં જ લાગણી (ખાસ તો ઝનૂન) ઉમેરાઈ જાય છે. કોઈ કહેશે કે બે વત્તા બે બરાબર પાંચ તો આપણને ગુસ્સો નહીં આવે, કારણ કે આપણે પૂરા આધાર સાથે, પુરાવા સાથે જાણીએ છીએ કે બે ને બે પાંચ નહીં, ચાર થાય. પણ કોઈ કહે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને માત્ર પોતાના રજવાડામાં જ રસ હતો, દેશમાં નહીં, તો આપણે ગુસ્સે થઈ શકીએ, કારણ કે લક્ષ્મીબાઈ વિશે આપણે પૂરતા આધાર-પુરાવા-માહિતી-અભ્યાસ વિના દ્રઢપણે ધારી લીધું છે કે એ મહાન યોદ્ધા, દેશપ્રેમી વગેરે વગેરે હતાં. અહીં સવાલ એ નથી કે રાણી લક્ષ્મીબાઈ ખરેખર કેવાં હતાં. સવાલ એ છે કે રાણી લક્ષ્મીબાઈ વિશે અભિપ્રાય વ્યક્ત કરતાં પહેલાં કમ સે કમ મનોમન એટલું સ્વીકારવું જોઈએ કે 'એમના વિશે હું પૂરેપૂરું નથી જાણતો-જાણતી.'પરંતુ આવું સ્વીકારવું આપણને નથી ફાવતું, કારણ કે કોઈ પણ વાતે જલદી તારણ પર પહોંચી જવાની વત્તીઓછી ઉતાવળ લગભગ બધા જ માણસોમાં હોય છે.

આ ઉતાવળ સારી નહીં. બસ, આટલો જ મુદ્દો છે કે ઇતિહાસમાં ઊડા ઊતરવું હોય ત્યારે તારણ પર પહોંચવાની ઉતાવળ નહીં, પરંતુ વિગતોને ઊડાણપૂર્વક જાણવા-સમજવાની ધીરજ વધુ જરૂરી છે. એટલી બધી ધીરજ ન હોય તોપણ, કમ સે કમ ઇતિહાસના મામલે વાત કરતી વખતે ગુરુભાવ (સામેના માણસને કશુંક શીખવવાનો ભાવ) ધારણ કરવાને બદલે શિષ્યભાવ (કશુંક સમજવા-શીખવાનો નમ્રભાવ) કેળવી શકાય તોય ઘણું.

આ બધું બહુ પેચીદું લાગતું હોય તો એક સાદી કવાયત કરવા જેવી છે કે કમ સે કમ આજનો દિવસ, અથવા એક કલાક, અથવા ફક્ત પાંચ કે ઇવન બે જ મિનિટ એક વિચારને પકડી રાખો કે ઝીણા કે સરદાર વાસ્તવમાં કેવા હતા એ વિશે મારી પાસે સોએ સો ટકા જાણકારી નથી... મને બધી ખબર નથી... મને બધી ખબર નથી...

ન જાણતા હોવાની આ અવસ્થા, ગ્રંથિમુક્ત થવાની આ કસરત, આપણા જ્ઞાનની અલ્પતાની અનુભૂતિ, વાસ્તવની વિરાટતાનું ભાન, આપણી મર્યાદાનો સ્વીકાર... આ બધી બાબતો ફકત ઇતિહાસને સમજવામાં જ નહીં, ઈશ્વરને પામવામાં પણ કદાચ ઉપયોગી નીવડી શકે. ટ્રાય કરી જોવામાં શું ખોટું?


Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...