[Gujarati Club] બીગબોસ-ગાળાગાળી-ગ્રાહકસુરક્ષા.

 

 
બીગબોસ-ગાળાગાળી-ગ્રાહકસુરક્ષા.
 
પ્રિય મિત્રો,
લેખ વાંચતાં પહેલાં એક જરુરી ખુલાસો કરવાની અનુમતી આપવા વિનંતી,ટી.વી.શૉમાં દર્શાવાતી તમામ સામગ્રી આપણા સીધાં કે આડકતરાં ચૂકવેલાં નાણાં થી પિરસાય છે.એટલેકે આપણે ગ્રાહક છીએ,તો પછી આપણા માથે મરાતા ગાળાગાળીથી ભરપૂર પ્રોગ્રામ વિરુધ્ધ અવાજ ઉઠાવવાનો આપણો ધર્મ,અધિકાર છે
આગળ વાંચો.........
 
બીગબૉસ સિઝન- ના પ્રતિસ્પર્ધી ભાઇ શ્રીકમાલ રશીદખાન,અન્ય અતિ સુંદર કુ.ક્લાઉડીયા ક્લીએસ્લા(જર્મન મોડૅલ)ના પ્રેમમાં એવા પડ્યા કે,
"આઇ લવ યુ"શબ્દ સાંભળવા ગાંધીચીંધ્યા માર્ગે આમરણાંત અનસન ઉપર ઉતરી ગયા.
 
મારા સ્વપ્નમાં,બીગબૉસે સર્વે પ્રતિયોગીઓને એક નાટક ભજવવાનો હુકમ કર્યો,જેમાં નીચે દર્શાવેલ કેટલીક શરતોનું પાલન કરવા જણાવ્યું
 
.કોઇ તૈયાર સ્ક્રીપ્ટ મળશે નહીં.નાટકની શરુઆતથી અંત સુધી ઑન સ્પોટ સંવાદ જાતે બોલવાના રહેશે.
 
.નાટકનું નામ"અકબર- બિરબલ-અનારકલી" રહેશે.નાટકનું કથાવસ્તુ પણ આજ થીમ પર ઑન સ્પોટ તૈયાર કરવાનું રહેશે..
 
.દરેકે નીચે મુજબ પાત્ર ભજવવાનાં રહેશે.
 
અકબર-કમાલખાન,---જોધાબાઇ-પૂનમ ધિલ્લોં,---સલીમ-રોહિત વર્મા(ફેશન ડિઝાઇનર),---અનારકલી-ક્લોઉડિયા ક્લીએસ્લા,
બિરબલ-રાજુ શ્રીવાસ્તવ,---સેનાપતિ-બિંદુ દારાસિંગ, ----રાજા માનસિંહ-ઇસ્માઇલ દરબાર,---રંગલો-રંગલી-બખ્તિયાર-તનાઝ.
બાકી સર્વેએ દરબારી તરીકે ભાગ ભજવવાનો રહેશે.
 
બીગબોસ ચાહતેં હૈં-"નાટક "અકબર- બિરબલ-અનારકલી" તાલ સે શુરુ...કીયા જાય...!!"
 
(સ્ટેજ પર લાઇટ ફૂલ થાય છે,બાદશાહ અકબરના દરબારનું દ્રશ્ય-દરબાર ભરાયો છે.જ્ઞાન-ગમ્મત-ગોષ્ઠિ ચાલે છે.)
 
(દરબારમાં,રંગલો અને રંગલી ફેરફૂંદરડી ફરતાં-ફરતાં દાખલ થાય છે.)
 
"તા..થૈયા..થૈયા તા થૈ."(રંગલો અને રંગલી અકબરને કુરનિશ બજાવતાં)"તા..થૈયા..થૈયા તા થૈ."
 
રંગલો-જીલ્લેઇલાહી સલામત રહે,"તા..થૈયા..થૈયા તા થૈ."
 
રંગલી-"તા..થૈયા..થૈયા તા થૈ.",
 
રંગલો અને રંગલીને ડાંસ કરતાં જોઇ સલીમ સિંહાસન પરથી ઉતરી,એમની સાથે ઉછળી,ઉછળીને ડાંસ કરવા લાગે છે.
 
દરબારીઓ ખી...ખી...ખી...હસે છે.
 
અકબર(લાલઘૂમ થઇને)-"સલી.ઇઇઇ.., યે ક્યા કર રહે હો?"
 
(પહેલવાન બિંદુ)સેનાપતિ ખડમાંકડી જેવા સલીમને ફક્ત એક હાથે ઉંચકી ફરી સિંહાસન પર ગોઠવી દે છે.
 
સલીમ(ગુસ્સે થઇને)-"દેખ તું સેનાપતિ હૈ,તો સેના કે પતિકી તરહ રહે,મેરા પતિ બનનેકી કોશિશ મત કર સમજા ક્યા?
મુઝે કોઇ ટચ કરતા હૈ તો મૈં ડિપ્રેસ હો જાતા હું."
 
અકબર(ફરીથી લાલઘૂમ થઇને)-"સલી...ઇઇઇ....,યે ક્યા બક રહે હો?"
 
સલીમ-"પાપા,ઇતના ચિલ્લાનેકા નહીં ક્યા?બ્લડપ્રેશર નહીં બઢતા ક્યા? થોડાસા ડાંસ કર લીયા તો ક્યા ગુનાહ હુઆ?"
 
બિરબલ(રાજુ)-"સલીમભાઇ? આપ ઇસ તખ્તકે વારિસ હોકર નાચેં..!! યહ બાદશાહ સલામત કી શાનકે ખિલ્લાફ હૈ.વૈસે,મેરી અસ્સી સાલકી નાની ભી ઐસેહી નાચા કરતી થીં,આપને તો મુઝે નાની યાદ દીલા દી."
 
અકબર-"યે સબ છોડો,રંગલા-રંગલી તુમ યહાં ક્યા ફરિયાદ લેકર આયે હો?"
 
રંગલો-"હુજૂર,અમે ફરિયાડ લઇને આવીયા છે.રાજમહેલમાં અમે સપ્લાય કરેલી બાંદી અનારકલીકો શાહજાદા સલીમ લવ નહીં કરટા,
ઇસ્ટોરી આગલ કેમ વધશે?"
 
માનસિંગ(ઇસ્માઇલ દરબાર)-"દેખ રંગલા,તુમ યે ગલત બાત કર રહે હો,હમ ઐસી ફાલતુ બકવાસ સુનને નહી આયે હૈં.નાટક જાય ભાડમેં."
 
(માનસિગના ઇશારે,સેનાપતિ બિંદુ રંગલા-બખ્તિયારને મારવા દોડે છે.રંગલી વચ્ચે પડી રંગલાને છોડાવે છે.)
 
જોધાબાઇ-"સલીમ,તેરી ક્યા ઇચ્છા હૈં,હમ જબરજસ્તી નહી કર સકતે,ઔર યે ઔરતોંકી તરહ બારબાર હાથ યું-યું કરના છોડ દો."
 
અકબર-"મૂઝે કોઇ કુછ પૂછતા ક્યું નહીં હૈં? અનારકલી કહાં હૈ,અભીતક મૈંને ઉસે દેખા નહીં હૈ."
 
સેનાપતિ(જોરથી)-"અનારકલી કો હાઝિર કીયા જા......"
 
અનારકલી(ક્લોડિયા),ચહેરા ઉપર છાતી સુધી નકાબ સાથે,લટકમટક ચાલતી ધીમેથી આવી કુરનિશ બજાવે છે.
 
અકબર-"તુમ અનારકલી હો? કહાંસે આયી હો?"
 
રંગલી(તનાઝ)-"હુજૂર,જર્મનીસે આયી હૈ,ગાટી ભી હૈ,નાચટી ભી હૈ,અનારકલી થોરા નાચીને બતાવ જો....ઉં."
(અનારકલી કાચી-પાકી હિંન્દીમાં ગાઇને નાચે છે)
 
અનારકલી(ડાંસ કરતાં)-"પિયાડ કીયા ટો ડર્ના ક્યા,પિયાડ કીયા કોઇ ચો...ચો...થેફ્ટ નહી કી....ઇઇઇઇ..!!પિયાડ કીયા...આઆઆઆ."
 
બિરબલ-"વાહ-વાહ,અનારકલીજી?આપ ફીર કબ નાંચેગીં,હમેભી બુલાઇયો,થોડા નયનસુખ મીલ જાયેગા.મુઝે નાની યાદ દીલા દી"
 
અકબર-"બિરબલ,નાની કો છોડ,ઐસે નકાબમેં કોઇ ડાંસ કરતા હૈ ક્યા? રંગલી,અનારકલી કા નકાબ હટાયા જા..આઆઆઆ..."
 
રંગલી ધીરેથી અનારકલીનો નકાબ ઉઠાવે છે.અનારકલીની સુંદરતા જોઇ બધા "વા...........ઉં",કરી મોં માં આંગળાં નાંખે છે.
 
અકબર-"આફ્રિન,આફ્રિ.......!! અનારકલી આજસે તુમ મેરી...!!! હુઇ. એક બાર આઇ લવ યુ કહે દો,વર્ના મૈં ખાના-પીના છોડ દુંગા."
 
માનસિંહ-"યે ગલત હો રહા હૈ,મુઝે નાટક નહીં કરના.પહેલે બહેન જોધા કે સાથ અબ અનારકલી?તુમ તો કમાલ કે ચાલુ કિસમકે ઇન્સાન હો યાર?"
 
જોધાબાઇ-"સલીમ તુમ કુછ કહોના?કહાનીમેં અનારકલી તેરી લવર હૈ,તુમ ઇસકે લીયે અપને બાપસે બગાવત કરતે હો."
 
સલીમ-"મૉમ,અનારકલીસે મેરા કોઇ લેનાદેના નહીં હૈં.અનારકલી મેરી બહેન જૈસી હૈ.હમ દોનોં સગ્ગી બહેને જૈસી હૈ.અન્ડરસ્ટુડ?
 
બિરબલ-" સલીમ,પહેલે તુમ યે ડિસાઇડ કરલો કી તુમ શાહજાદે સલીમ હો યા શાહજાદી સલમા?"
 
દરબારીઓ ખી..ખી..ખી..હસે છે.
 
સલીમ-"વૈસે ભી,મેરા બાપ એક નંબરકા કમીના ઇંસાન હૈ,મૈં ઇસ ઝમેલેમેં નહીં પડના ચાહતા."
 
અક્બર "ખા...મો..." ત્રાડ નાંખે છે.
 
અનારકલી-"આઇ ડૉ`ન્ટ લવ હીમ.હાઉ કેન આઇ સે-આઇ લવ યુ? મૈં જૂ..ઉઉઉ... ..હી.બો.. સક્ટી."
 
રંગલો-"જીલ્લેઇલાહી,યે નહીં હો સકતા,અસલી કહાનીમેં ટ્વીસ્ટ જાયેગા,આપ પચાસ સાલકે બુઢ્ઢે ઔર અનારકલી સિર્ફ બાઇસ સાલકી?."
 
અકબર-"ક્યા...આઆઆઆ..તુને મૂઝે બુઢ્ઢા કહા? રંગલા,અબ તુ હીઅનારકલી કો સમઝા વર્ના મૈં તુમ દોંનોંકો દિવારમેં જિંદા ચૂનવા દૂંગા...આઆઆઆ."
 
રંગલી(કંટાળીને,કાંડું કાન પાસે આઘુંપાછુંકરીને))-"ડિસ ઍપિઅર...ડિસ ઍપિઅર...ડિસ ઍપિઅર...ડિસ ઍપિઅર..."
 
સેનાપતિ-"દેખ અનારકલી,તુ એક બાર બાદશાહ કો આઇ લવ યુ બોલ દે,બાકી સબ મૈં સંભાલ લૂંગા,મૈં ભી પહેલવાનકા બેટા હું"
 
અનારકલી-"મૈં જૂ..ઉઉઉ.. ..હી.બો... સક્ટી.આઇ ડૉ`ન્ટ લવ હીમ."
 
(સહેજ બાજુમાં લઇ જઇ સમજાવતાં)સેનાપતિ-"યે કમીના હૈ,પાગલ હૈ,ખ્વાંમખ્વાહ મેરે હાથસે પિટેગા.યે સબ નાટક હૈ,બોલદે-બોલદે આઇ લવ યુ."
 
અનારકલી-"મૈં જૂ..ઉઉઉ.. ..હી.બો... સક્ટી."
 
સેનાપતિ-"બાદશાહ સલામત,ક્યા કરેં? યે માનતી નહીં હૈં.આપ ઉપવાસ કરના હૈ તો શુરુ કરીયે."
 
અક્બર-"અરે મૈં તો ઐસે હી બોલ રહા થા,કોઇ દેખો મેરા હૉલૅન્ડસે દૂધ ઔર ફ્રાન્સસે પાની આયા કી નહીં,દરબાર બરખ્વાસ્ત કીયા જાય,મેરે ભોજનકા સમય હો ગયા હૈ.મૈ કોઇ ઉપવાસ-બુપવાસ કરનેવાલા નહીં હું,"
 
(બીગબૉસ-"આપકે સાપ્તાહિક કાર્ય કા સમય અબ સમાપ્ત હોતા હૈ.આપ કાર્યમેં અસફલ હુએ હૈં,આપકા અગલા સાપ્તાહિક બજેટ શૂન્ય રહેગા.")
 
મિત્રો,જોકે પછી શું થયું? તે તો બધાયને ખબર છે..!!
 
ભાઇ આમિરખાન,તેં તગડી રકમ લઇ "ફૉરેનર્સ આપણા અતિથિ દેવો ભવઃ કહેવાય",તેવી એક જાહેરાત બનાવી હતી.
જેમાં તારા "અતિથિ દેવો ભવઃ"ના ભાષણથી પ્રેરાઇ,એક ફૉરેનર લૅડીને હેરાન કરનાર બદમાશને,જનતા ધોઇ નાંખે છે.
 
ભાઇ કમાલખાન તગડી રકમ લઇ "દેવ સમાન અતિથિ",પરદેશી ક્લોડિયાને પરાણે પ્રેમ કરવા સતાવે છે.
 
ભાઇ આમિર તું હવે શું કરીશ?
 
ભાઇ,કમાલખાન આકાશમાં બહુ ના ચગીશ,ભૂંડો લાગે છે..!! બહાર કોઇ દેશપ્રેમી તને "દેશદ્રોહી" સમજી ખરેખર ધોઇ નાંખશે.હા....આઆઆ..
 
તા..આપને નથી લાગતું? સાવ ગયેલા કેસ જેવા પાગલ પ્રતિસ્પર્ધીઓને કારણે સૂત્રધાર તરીકે,શ્રીઅમિતાભ બચ્ચનજી પણ વેડફાઇ રહ્યા છે?
 
બાય વૅ -"કૌન બનેગા---જેવી મઝા નથી આવતી બૉસ--------ભાઇ બિંદુજી,ખૂદ બીગબૉસકો જૈલ મેં ડાલા જાય પ્લી...."
 
પ્રિય મિત્રો,
 
મ્યુઝીકલ સ્ટોરી"કમાલ કા ફ્લોપ લવ શૉ ?",
 
 
સાથે "દેશદ્રોહી" કમાલખાનના આખાય પ્રેમપ્રકરણની શરુઆતથી અંત સુધીના બધાજ ડાયલૉગ્સ,લીટલ ચેમ્પમાં હેમંત બ્રીજવાસીએ ગાયેલું "સાંવરિયા",ઉપરાંત અન્ય સોંગ્સને નવેસરથી,રિએરેન્જ,રિમીક્સ,રિરેકોર્ડેડ કરી આખીયે મ્યુઝીકલ સ્ટોરી"કમાલ કા ફ્લોપ લવ શૉ ?"તૈયાર કરી છે. ફ્લોપ લવ શૉ ને ઑડિયો સ્ટોરીસ્વરુપે રજૂ કરું છું,આશા છે આપને ગમશે..!!
 
નોંધઃ- કેવળ કટાક્ષ છે,એનો એજ અર્થમાં હળવાશે અનુભવ કરવો. લેખને ગંભીરતાથી લેવો નહીં
બંધબેસતી પાઘડી પહેરવી નહીં.લાગણી દુઃભાયાના નામે મને પજવવો નહીં.
માર્કંડ દવે.તા.૧૮-૧૦-૨૦૦૯.

__._,_.___
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...