[F4AG] જાતને જીતે તે સાચો ધાર્મિક

 

જાતને જીતે તે સાચો ધાર્મિક  
 
 
મૂર્તિ ક્યારે પૂજવા લાયક બને ? મૂર્તિના આકાર માટે કાન, નાક, ખભા જેવી આકારો ઉપસાવવા તે પથ્થરમાંથી વધારાની રજ ખોતરી કાઢવી પડે


dh10.gif ભારતે વિશ્વમાં શાસ્ત્રક્ષેત્રે પોતાનો સાંસ્કૃતિક વિકાસ કરીને વિશ્વને પોતાના જેવા શ્રેષ્ઠ સુસંસ્કૃત બનાવવાનો અખંડ પ્રયાસ કરેલ છે. માનવમન એવું પ્રમાદી છે જે પાણીની જેમ નીચાણ તરફ વહી જાય છે. ચઢવું હોય તો તકલીફ પડે ગબડવું હોય તો વાર નહિ લાગે. આપણા મનની આદત પણ આવી જ છે. તે મલિનતા તરફ આપમેળે ખેંચાય છે. સંસ્કૃતિ વિનાનો મનુષ્ય પશુ બરાબર છે.

ધર્મનો વાસ કેવા હૃદયમાં થાય ? ધર્મ શુદ્ધ અંતઃકરણમાં જ વસે. સજ્જન માણસનું એક સ્વપ્ન હોય છે કે, મારા હૃદયમાં રામ, ધર્મ આવીને વસે. હું પવિત્ર બનું. જેને પોતાની વિચારધારાને શુદ્ધ બનાવી લીધી છે, જે સત્યને માર્ગે ચાલે છે, તેના હૃદયમાં રામ આવે અને તે ઘણુંબઘું માનસિક સુખ પ્રાપ્ત કરી શકે છે.

ઘરને વાળી ઝાપટીને સાફ કરીએ છીએ. શરીર-કપડાંને મેંલ સાબુથી સાફ કરી દઈએ છીએ. પણ પોતાના તન-મન-ધન હૃદયને સ્વચ્છ રાખીએ છીએ ખરા ? ઘરનો કચરો વાળીઝૂડી સાફ કરીએ છીએ પણ હૃદયમાં તો દુનિયાભરનો કચરો ભરી રાખીએ છીએ.
કાળજીપૂર્વક વહુ ઘર સાફ કરે, છતાં સાસુ વહુને બતાવશે કે જો આ હાખે, બાખે, ગોખે બાવલાં રહી ગયાં. ખરી વાત ? ઘર બરોબર સાફ કરવું પડે નહિ તો ગંદવાડ ત્યાં મંદવાડ. સાસુ ઘરની કાળજી રાખે છે તેવી પોતાના મનમંદિરની રાખે છે ?

ઘરમંદિર કરતાં મનમંદિર મોટું છે. તેમાં કચરો ભરાશે તો જીવન બરબાદ થઈ જશે.  મનની શુદ્ધિ માટે સદ્આચરણ અને ચિત્તની શુદ્ધિ માટે સેવા કરવી પડે. જો ધર્મને હૃદયમાં પધરાવવો હોય તો સ્વભાવ સરળ બનાવવો પડે. હૃદય ચોખ્ખું કરવું પડે. જીવ માત્ર પર દયા દાખવવી પડે. મલિન હૃદયમાં ધર્મનો વાસ થતો નથી.

હૃદય ચોખ્ખું હોય જીવન સરળ હોય તો સરળતા ધર્મને ખેંચી લાવશે. પણ આત્માને સરળ શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કોણ કરે છે ? મનુષ્ય પ્રયત્નશીલ થઈ દયા, મૈત્રી, સરળતા, પરોપકાર, સત્ય, પાવિત્ર્ય વગેરેની વૃદ્ધિ કરશે તો હૃદયના શુદ્ર વિચારોનો નાશ થશે અને પવિત્રતા આવશે.

દિલ સાફ કેવી રીતે થાય ? તપશ્ચર્યા, પુરૂષાર્થ અને નિષ્ઠાપૂર્વકનું આચરણ રાખીએ તો થાય. ખરાબ કચરો પંચેન્દ્રિઓ મારફત જીવનમાં પ્રવેશે છે. અંતર આત્માનો મેલ કાઢીએ ત્યારે દિલ સાફ થાય. દિલનો મેંલ કાઢવા મેંલ ક્યાં છે ? કેટલો છે ? કેવો છે ? કેવી રીતે ભરાયો છે ? તે જોવું જોઈએ. અંતઃકરણપૂર્વક તપાસીએ તો મેંલ જડે. તે માટે આત્મખોજ કરવી પડે. દિલનો મેંલ થાય છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ વગેરે મેંલ છે. આ કચરો દૂર કરવા આપણે જાતે જાતદોષ શોધક બનવું પડે.


દોષ શોધન કોનું ? પોતાનું, ખોટા વિચાર, સ્વાર્થની ભાવના, અહમ, બુરા આચારવિચાર જીવનમાંથી કાઢવા પડે. આ દોષ શોધવાનું કામ સતત ચાલું રાખવું પડે. પણ બીજાના દોષ શોધવાની આપણને ટેવ હોય છે. આવા બીજાના દોષ શોધીશું તો પોતાને ધર્મ દર્શન નહિ થાય.


સ્વાર્થ માનવને આંધળો બનાવે છે. પ્રપંચ પાંખાઈ રહ્યું છે અને ચારિત્રને વાસનાએ દત્તક લઈ લીઘું છે. સંસારી જીવ માત્રને પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ માનીને તેની સેવા કરો. સૌ પ્રાણધારી પરમાત્માની મૂર્તિઓ છે.
મૂર્તિ ક્યારે પૂજવા લાયક બને ? મૂર્તિના આકાર માટે કાન, નાક, ખભા જેવી આકારો ઉપસાવવા તે પથ્થરમાંથી વધારાની રજ ખોતરી કાઢવી પડે. પથ્થરની વધારાની રાજ દૂર થતાં મૂર્તિ બને અને પૂજાય. એમ આપણે પણ આપણી અંદરનો કચરો દૂર કરતાં શીખવું પડે.

આપણી આંખમાં અમી છે કે ઝેર ? વાણીમાં કડવાશ છે કે મીઠાશ ? અવાજમાં હુકમ છે કે વિનંતી ? મનમાં આદર છે કે અનાદર ? તેની ખોજ કરો. માનવની ધર્મિષ્ઠાનું સાચું માપ તેના આચરણની ગરીમાની શ્રેષ્ઠતાથી નીકળે છે. ધાર્મિક દેખાવા કરતા ધાર્મિક હોવાની જરૂર છે. સાચો ધર્મ નીતિમત્તા આચરણમાં છે.

ધર્મ સંસાર માટે નહિ, સુખી થવા માટે પણ નહિ સારા થવા માટે કરવાનો છે. ધર્મ સારા થવાનું કારખાનું છે. મોક્ષ માટેનું મુક્તિધામ છે.
હાલ ધર્મ ભૌતિક તરફ ઢળ્યો છે. આચરણમાં આણવાની જરૂર છે. પણ વિકૃતિને જ સંસ્કૃતિ ગણવાની આપણી દ્રષ્ટિ થઈ ગઈ છે.

આ ટૂંકી જિંદગીમાં સૌએ સહકાર, સહનશીલતા, સહાનુભૂતિ, સરળતા અને ત્યાગની વૃત્તિ કેળવી જીવન નિઃસ્વાર્થ અને ઉચ્ચગામી ધાર્મિક બનાવવું જોઈએ. ધાર્મિક આચાર વિચારોને કારણે મનુષ્ય ખુશ રહી શકે છે. ચાલો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલીએ. જે ધર્મ છોડી દે છે તેને બધા તરછોડી દે છે. ધર્મની રક્ષા કરે તેની રક્ષા થાય છે.
- કાન્તિલાલ જો. પટેલ

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Do More for Dogs Group. Connect with other dog owners who do more.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...