રુખ સે પર્દા હટાSource: Madhu Rai, Nile Gagan Ke Tale સન ૧૮૪૦માં અંગ્રેજોના લશ્કરે સિંધ જેર કર્યું, ત્યારે ત્યાં સતી પ્રથા પ્રચલિત હતી. જનરલ ચાલ્ર્સ નેપિયરે તત્કાળ તેની ઉપર પ્રતબિંધ મુકાવ્યો. હિંદુ વડવાઓ કહેવા ગયા કે અમારી રુઢિનો ભંગ ન કરો. જનરલે જણાવ્યું કે અમારી પણ એક રૂઢિ છે, કે કોઇને જીવતું બાળે તે માણસની ડોકે અમે દોરડું બાંધીને ફાંસી આપીએ છીએ. તમે તમારી રુઢિ ચાલુ રાખો તો અમે અમારી ચાલુ રાખીશું. આ દાખલો હાલ યુરોપમાં બુરખા ઉપર પ્રતબિંધ બાબત વાત કરતાં 'વોશિંગ્ટન પોસ્ટ'માં કટારલેખક માઇકલ ગર્સન ટાંકે છે. બેલ્જિયમમાં ચહેરો સંતાડે તેવા પોશાક ઉપર સંપૂર્ણ બંધી થઇ રહી છે. ઇટાલીમાં બુરખો પહેરેલી એક સ્ત્રીને પોલીસે દંડ કરેલો. ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ સારકોઝી કહે છે કે બુરખો ફ્રાંસની ધરતી ઉપર તે સાંખી શકાય નહીં. ફ્રાંસમાં 'ચહેરો છુપાવે તેવાં' કપડાં જાહેરમાં પહેરવાને ગુનો ગણવાનો કાયદો આવવા સંભવ છે. ઇટાલી અને નેધરલેન્ડમાં તેવા કાયદાની ચર્ચા ચાલે છે. ઇંગ્લેન્ડમાં એક નેતાએ કહ્યું કે મારી પાસે સ્ત્રીઓ નકાબ પહેરીને વાત કરે તે મને ફાવતું નથી. અમેરિકામાં બુરખાનશીન ઔરતો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ચહેરાનો ફોટો પડાવવા તૈયાર નહોતી ત્યારે તે વિશે ઉગ્ર ચર્ચાઓ ચાલેલી. સ્વિત્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયા તેવા જ કાયદા લાવવા ઝુંબેશ કરી રહ્યા છે. જર્મન રાજકારણી સિલ્વાના કોચ-મેહરિને જાહેર કર્યું છે કે 'બુરખો તો નારીની હરતી ફરતી તુરંગ છે.' ડેન્માર્કની સરકારે નિવેદન આપ્યું છે કે આખો ચહેરો ગુપ્ત રાખવાની પ્રથા ડેનશિ પરંપરાની વિરુદ્ધ છે. ઓસ્ટ્રેલિયામાં સરકાર અને જનતા બંનેમાં બુરખા પ્રત્યે રોષ છે. ગયા વરસે સ્વિત્ઝરલેન્ડમાં નમાજની બાંગ માટે મિનારા ચણવા ઉપર પણ પ્રતબિંધ આવ્યો છે, તે ઉપરથી મુસ્લિમોએ ઊહાપોહ કર્યો છે કે યુરોપની સરકારો ઇસ્લામને રૂંધવા આ બધું કરે છે. ફ્રાંસમાં ૫૦ લાખ મુસ્લિમો છે, તેમાંથી બેએક હજાર સ્ત્રીઓ બુરખો પહેરે છે. બુરખો પહેરેલી એક સ્ત્રી ઉપર સુપર માર્કેટમાં ખજિવાઇને એક ફ્રેંચ સ્ત્રીએ હુમલો કરેલો. બુરખાના વિરોધીઓ કહે છે કે સ્ત્રીઓના 'જેનિટલ મ્યુટિલેશન'ની જેમ બુરખો પણ પુરુષોની ક્રૂરતાનું પ્રતીક છે. કોઇ કહે છે કે કુરાનમાં ફકત મર્યાદા જાળવવાનું લખ્યું છે, ચહેરો ઢાંકવાની વાત ક્યાંય નથી. અનેક મુસ્લિમ ધર્મગુરુઓ કહે છે કે મોટાભાગની મુસ્લિમ ઔરતો જાતમરજીથી બુરખો પહેરે છે, કોઇની જબરદસ્તી નથી. લોકશાહીમાં પણ લોકોને જે ગમે તે જાહેરમાં પહેરવાની છુટ નથી. શું યોગ્ય ને શું નહીં, કે શું ખતરનાક ને શું સલામત તે કહેવું મુશ્કેલ છે. લગભગ બધે જ નાગા ફરવા સામે પ્રતબિંધ છે. યુરોપમાં અરધા પોણા ભાગની જનતા બુરખા ઉપર 'બાન' લાવવા ઇચ્છે છે, અને અમેરિકાની ત્રીજા ભાગની પ્રજા બુરખાનો વિરોધ કરે છે. 'બાન'ના વિરોધીઓ કહે છે કે તો પછી ગોગલ્સને રોકો કેમ કે તે પણ આંખો ઢાંકે છે, કપડાંની નીચે બોમ્બ સંતાડી શકાય છે, એટલે બિકીની સિવાય તમામ પોશાક ઉપર બાન લાવો. માઇકલ સ્કોટ મૂર નામે એક બીજા પત્રકાર એક બીજો કિસ્સો ટાંકે છે. ફ્રાંસમાં બે માસ પહેલાં પોલીસે નકાબ પહેરીને ગાડી હાંકવા બદલ એક સ્ત્રીને દંડ કર્યો. તેમાંથી બહાર આવ્યું કે તે સ્ત્રીના તવંગર મુસ્લિમ પતિ લાઇસ હબ્બાસની બીજી ચાર બીબીઓ છે, જે સર્વે આસપાસના મકાનોમાં રહે છે, ને ચારેયને તેના મિયાંથકી કુલ ૧૨ સંતાનો છે, ને તે ચારેય માતાઓ ને બારેય બચ્ચાંઓ 'સિંગલ મધર' તરીકે સરકાર પાસેથી ખાઇકી મેળવે છે, ને તે બધું ફ્રાંસના કાયદા હેઠળ સ્વીકાર્ય છે. કેમ કે ફ્રાંસના કાયદામાં તેની વધારાની પત્નીઓ 'રખાત' ગણાય છે. ફ્રાંસના એક મંત્રીએ કહ્યું કે તે હબ્બાસને હદપાર કરવો જોઇએ તો ફ્રાંસના દૈનિકે તેનું રાજીનામું માગેલું. તો હબ્બાસે કહ્યું કે જો રખાત રાખવા સામે કાયદો લાવશો તો અરધું ફ્રાંસ જેલભેળું થાશે. હબ્બાસની માફક નગદ નાણાં કમાવાના કીમિયા અસંખ્ય 'ઇમિગ્રાન્ટ' કરતા હોવાના કારણે ફ્રાંસે એકથી વધુ પત્ની રાખવા ઉપર ૧૯૯૩માં પ્રતબિંધ જારી કર્યો છે. સ્કોટ મૂર કહે છે કે ઘુમટા, નકાબ કે બુરખાની માફક ઘણા પુરુષો અનેક પત્નીઓ દ્વારા સંતાનો પેદા કરી સરકારી સહાય મેળવતા હોય છે, અર્થાત્ પત્નીઓનો ઉપયોગ મશીનની જેમ કરે છે. પોલીસનું કહેવું છે કે બુરખાના કારણે ગુનેગારને પિછાણવાનું મુશ્કેલ બને છે. ફ્રેંચ લોકો માને છે કે બુરખાથી કટ્ટર ઇસ્લામ વધુ ફેલાશે. નવો કાયદો પસાર થશે તો સ્ત્રીને ધરાર બુરખો પહેરાવનાર પુરુષને ૧૪,૦૦૦ પાઉન્ડનો અને બુરખો પહેરનાર સ્ત્રીને ૧૦૦ પાઉન્ડનો દંડ થશે. વિકીપીડિયા કહે છે કે ઇસ્લામ આવતા પહેલાંથી જ ઇરાન, અરબસ્તાનમાં બુરખો પહેરાતો હતો. 'ધ ઇકોનોમિસ્ટ' સાપ્તાહિક કહે છે કે બુરખો નારીના નૈસર્ગિક સૌંદર્યને ગોપિત રાખે છે. પરંતુ લગભગ દરેક પત્રકાર કે માનવ અધિકારના મંડળે બુરખા બાનનો વિરોધ કર્યો છે. 'ધ ઇકોનોમિસ્ટ' મર્મ કરે છે કે કેવી અજબ દાસ્તાં છે. જે સિદ્ધાંતના કારણે ફ્રાન્સ બુરખો 'બાન' કરે છે, તે 'બાન' પોતે જ તે સિદ્ધાંતનો ભંગ પણ કરે છે. ફ્રાંસના વિખ્યાત ચિંતક વોલ્તેર અહીં ચિંતી શકે કે 'આપનો પોષાક મને જરાય ગમતો નથી, પણ તે પહેરવાના આપના હકનું રક્ષણ હું આજીવન કરીશ.' |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment