તમને જે 'સત્ય' લાગે તેને જીદપૂર્વક વળગવાથી પણ નઠારાં પરિણામ આવે છેસંસ્કૃતમાં ભાસ નામના નાટકકાર-કવિ જે ૨૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયા તેમણે આજે ૨૧મી સદીમાં લાગુ પડે તેવું કડવાશ ભરેલું સત્ય ઉચ્ચારેલું- 'આજે મારી તમામ સંપત્તિ ખલાસ થઈ ગઈ છે ત્યારે મેં જોયું કે મારા મિત્રોને પ્રામાણિક કે જેન્ટલમેન મિત્ર ખપતો નથી. અપ્રામાણિક થઈને તમે ધનવાન કે સત્તાવાન થાઓ તો ઘણા મિત્રોનાં ટોળાં જામે છે. આજે સર્વત્ર ભ્રષ્ટાચાર, અનીતિ અને સેવા માટે કોઈના ખૂન કરાવવા વગેરેનો માહોલ છે ત્યારે એક અત્યંત પીડાદાયી પુસ્તક હાથમાં આવ્યું છે. તે પુસ્તક સમજવું અઘરું છે, પણ અમેરિકાના બાન્ર્સ એન્ડ નોબલના બુક સ્ટોરમાંથી માંડ માંડ છેલ્લી નકલ મળી છે તેનો સાર મારે કહેવો જ પડશે.
પુસ્તકનું નામ છે. 'મેન ઇઝ ધ મેઝર'. લેખક રૂબેન એબેલ નામના મનોવિજ્ઞાની અને રાજશાસ્ત્રી છે. 'મેન ઇઝ ધ મેઝર'' એ બુદ્ધિમંતો જે ખૂબ વાંચે છે તેમાં આ સૂત્ર પ્રખ્યાત છે. આ સૂત્ર આ પુસ્તકમાં લેખકનું નથી, પણ ગ્રીસ- એથેન્સના ફિલસૂફ પ્રોટેગોરાસનું છે. તેણે જે મૂળ સૂત્ર કહેલું તે આવું છે 'મેન ઇઝ ધ મેઝર ઓફ ઓલ થિંગ્ઝ.' તેના પુસ્તકના રિવ્યૂમાં એક દાખલો આપ્યો છે તે તો સામાન્ય માનવીને સમજાય તેવો છે.
એથેન્સ શહેરના એક પિતાને રાત્રે ઊંઘ આવતી નથી. તેણે આડેધડ પૈસા ઉડાવીને અને ધંધામાં નુકસાન કરીને રાત્રે ૩ વાગ્યે તેના દીકરાને જગાડીને કહ્યું 'બેટા હું શહેરની એક શોખીન છોકરીને પરણ્યો. તેની લકઝરીને કારણે અને મારી ભૂલોને કારણે આજે ભયંકર દેવું થઈ ગયું છે એટલે તું સોક્રેટીસની સ્કૂલમાં જઈને ત્યાં જીવવાનું વ્યવહારુ લેસન લે. એ સ્કૂલમાં ભણીને તારામાં ચપળતા અને લુચ્ચાઈ આવશે.
તારા તિકડમથી મારા લેણદારોને તું છેતરી શકીશ કારણ કે મેં જોયું છે કે જગતમાં પ્રામાણિકતા ફાવતી નથી. માણસે તેની તકલીફો નિવારવા કે ધન મેળવવામાં નીતિ-ફીતિની ઐસીતૈસી કરવી.' ખરેખર સોક્રેટીસ આવી ફિલસૂફીના વિરોધી હતા. પણ તેમણે 'સત્તા કે ધન મેળવવા ગુંડાગીરીથી માંડીને અપ્રામાણિકતાનો એટલે કે પોતાને જ યોગ્ય લાગે તે પ્રમાણે પોતાના જ ધોરણ ઘડવાની છુટ છે' તેવી મનોવૃત્તિનો કટાક્ષ કરતું પુસ્તક લેખલું.
તેમાં કટાક્ષ કરેલો કે માનવીએ પોતાના મનનું ધાર્યું અને પોતાને જે સાચું લાગે તે કરવું (અને વિનાશ નેતાઓ)અથાઁત્ અંગ્રેજીમાં કહીએ તો માણસે સોશિયલ રૂલ્સ પ્રત્યે ડિસરિસ્પેકટ રાખવાની છુટ છે! આ કટાક્ષ હતો. આ થિયરી અજમાવવાથી દેવાદાર બાપનું દેવું ભરાઈ ગયું પણ પછી દીકરો પોતાના જ રૂલ ઘડવા માંડ્યો અને ધન ખાતર તેણે બાપનું પણ ખૂન કરી નાંખ્યું!
આમ મેન ઇઝ ધ મેઝર ઓફ હિમસેલ્ફ ખરેખર માણસને ધન અપાવે છે. તમે જોશો કે (તમે નામ જાણો છો) અપવાદ વગર પ્રણવ મુખરજી ઇન્દિરાના પ્રધાન હતા ત્યારે તેમની દોસ્તી ધનિક ઉદ્યોગપતિઓ સાથે હતી. પ્રમોદ મહાજનની પણ ધનિકો સાથે દોસ્તી હતી, પણ તે રાજકારણી હતા અને વિલાસી થયેલા તેથી જાન ખોયો પણ ઇન્દિરા કે રાજીવ કે નરસિંહરાવ સમયના ધનિકો કરોડપતિમાંથી અબજપતિ બન્યા છે. તેમને કંઈ ન થયું.
આ લેખ લખવામાં પ્રથમવાર મૂંઝવણ થઈ છે. મારે જ ફરી ફરી વાંચવી પડે તેવી પ્રોટાગોરાસની થિયરી હતી અને આજે ૨૧મી સદીમાં રૂબેન એબેલનું આ જ પુસ્તક છે તે એક મહિના સુધી પડ્યું રહ્યું, પણ તેનો સાર લખવાની મૂંઝવણ હતી. તેણે વિસ્તારથી પ્રોટાગોરાસનું સૂત્રનું મથાળું કરીને તારણ આપ્યું છે કે (૧) જો તમે જે કોઈ કર્મ કે વસ્તુને સત્ય માનતા હો-દ્રઢપણે તેને સત્ય માનતા હો તો દરેક ચીજ તમારી દ્રષ્ટિએ 'સત્ય' છે. સમાજ, સરકાર કે પતિ-પત્નીની ઐસી તૈસી.
(૨) પ્રોટાગોરાસે દાવો કર્યો કે ટ´થ ઈઝ રિલેટીવ ટુ ઈન્ડિવિડ્યુઅલ અર્થાત દરેક વ્યક્તિ માટે સત્ય સાપેક્ષ છે. પ્રાસંગિક છે. વિષયાનુકુલ છે. તમારી પોતાની માન્યતા પ્રમાણે 'સત્ય' અનુરૂપ કે સમુપયુક્ત છે! ધીરુભાઈ અંબાણીથી માંડીને અને અમેરિકાના રોકફેલરથી માંડીને જ્યોર્જ બુશ અને ભારતમાં તમામ ધનપતિ અને ઉદ્યોગપતિઓએ પોતાનું 'સત્ય' નક્કી કર્યું છે. મીઠાનો ઉદ્યોગ કે રિફાઈનરીનો ઉદ્યોગ નાંખો અને હજારો ખેડૂતોની જમીન ઝૂંટવાય તો ઐસી તૈસી. તમારું સાહસ જ 'સત્ય' છે અને તેમાં સત્તાધીશો મદદ કરે છે.
(૩) પ્રોટાગોરાસની આવી - માનવને સત્તા કે ધન માટે અપ્રામાણિક બનવાની ફિલસૂફી આપનારા ઉપર ઈમ્પેઈટી એટલે કે નાસ્તિકતા કે અધર્મતાની શીખ આપવા બદલ તેને મૃત્યુદંડ થયો, પણ પ્રોટાગોરાસ તે સજામાંથી પણ તિકડમ કરીને તેને દરિયામાં ફેંકાયો ત્યારે તરીને સીસલી ટાપુમાં જઈને જલસાથી જીવ્યો અને અહીં એથેન્સમાં ગુણવાન, નીતિવાન અને સત્ય ઉચ્ચારનારા સોક્રેટીસને મૃત્યુદંડ થયો!
(૪) દરિયામાં ફેંકાતા પહેલાં 'મેન ઇઝ મેઝર ઓફ હિમસેલ્ફ' ના સૂત્રને પ્રોટાગોરાસે વિસ્તારીને કહ્યું ''જે વસ્તુ તમને દેખાતી નથી કે જેનાં પરિણામ તમે ભોગવશો તે ચોક્કસ નથી તો એવો કાંઈ નિયમ જગતમાં છે જ નહીં. તેના એક ગુરુનું વાક્ય તેમણે બેવડાવ્યું 'ઇટ ઇઝ સો ઇફ યુ થીંક સો'. બધા જ એજ્યુકેટેડ લોકોએ આ નવું કલ્ચર શીખ્યું છે. જે સૂત્ર ૨૦મી અને ૨૧મી સદીમાં આપણા કોંગ્રેસીઓ, ભાજપીઓ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી અપનાવે છે, પરંતુ એક વાત દરેક રાજકારણીએ યાદ રાખવી કે તેને જે 'સત્ય' લાગ્યું હોય તેને ખુશામતખોરો સત્ય તરીકે સ્વીકારે તો સત્તાધીશને ખોટું કરતાં સંકોચ થતો નથી.
ઇમરજન્સી લાદવાથી માંડીને અને પત્રકારોને (જયપ્રકાશ સુધી) જેલમાં નાખવાથી માંડીને ઇન્દિરાએ સુવર્ણ મંદિર ઉપર હુમલો કર્યો. રાજીવ ગાંધીએ ઘર (ભારતનો વહીવટ) સંભાળવાને બદલે અમિતાભ સાથે દોસ્તી કરી તેને રાજસ્થાનના જંગલમાં લઈ જતો. અમિતાભ સરકારને ખર્ચે દિલ્હીથી રેખાને કલાકોના કલાકો સુધી ફોન કરતો. રાજીવે પારકી પંચાત કરીને શ્રીલંકાના તમિળ ટાઈગરો સામે લડવા લશ્કર મોકલ્યું અને જાન ખોયો. ઇન્દિરાએ શીખ બોડીગાર્ડને હાથે જાન ખોયો તો.
નરેન્દ્ર મોદી સાવધાન! મેન ઇઝ ધ મેઝરનું પુસ્તક વાંચવાનો તમને ટાઈમ નહીં મળે પણ તેની ઊંધી થિયરી મુજબ તમે વર્તન કરી રહ્યા છો. અમે તમારા શુભેચ્છક છીએ ,તમારી પોતાની પ્રામાણિકતા માટે માન છે પણ ઇન્દિરા નીચે ભયંકર પ્રધાનોનો ભ્રષ્ટાચાર હતો તેનો ચેપ લાગતાં ઇન્દિરા ગાંધી પોતે જ ચૂંટણીનાં નાણાં ઉઘરાવતા અમે જોયાં-જાણ્યાં છે.
તે રીતે નરેન્દ્ર મોદી નીચે સત્તા માટે તેના સાથીદારોની અપ્રામાણિકતા, તિકડમબાજી કે સત્તા ટકાવવા ખૂન સુધી પહોંચી જનારા પ્રધાનોની આખી જમાત છે. તેનાથી તમારે ચેતવું જોઈએ. તમારું બે જોડી કપડાંનું (આર.એસ.એસ) વળગણ આજે જબ્બર ફેશનેબલ કપડાંનો વોર્ડરોબ બન્યો છે. સત્તા માટે તમને બીજા પ્રધાનોનો ચેપ ન લાગે તે જોજો. બેસ્ટ લક.
No comments:
Post a Comment