Re: [Gujarati Club] Russian ExileD paper that screwed Ambani

 

આંધ્ર પ્રદેશમાં ટીવી ૫ના માલિકો સામે કેસ
Print Print Print E-mail Print Comment
Viewed 1121
Rate 0
Rating
Read in English
Bookmark The Article

 
 

હૈદરાબાદ, તા. ૮

આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય.એસ. રાજશેખર રેડ્ડીના મોતમાં જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના હાથ હોવાના પાયાવિહોણા અને ખોટા અહેવાલો પ્રસારિત કરવા બદલ ન્યૂઝ ચેનલ ટીવી ૫ના માલિકો સામે કેસો નોંધ્યા છે. ચેનલના અહેવાલ બાદ આંધ્ર પ્રદેશમાં હિંસા ફાટી નીકળી હતી અને રિલાયન્સના સ્ટોર્સ પર હુમલા શરૃ થયા હતા અને આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૃ કરી દીધી  છે અને તે પુરાવા એકત્ર કરી રહી છે જેમાં રેડ્ડી મુસાફરી કરી રહ્યા હતા તે હેલિકોપ્ટર તૂટવા પાછળ અંબાણી બંધુઓના હાથ હોવાનો આરોપ કરતા વિડિયો ટેપ સહિતનો પણ સમાવેશ થાય છે. ચેનલે રશિયાની એક વેબસાઇટના રિપોર્ટના આધારે પોતાના સમાચારો વહેતા કર્યા હતા.

  • મુખ્ય પ્રધાન વાયએસઆરના મોતમાં મુકેશ અને અનિલ અંબાણીના હાથ હોવાના અહેવાલો પ્રકાશિત કરાયા

ટીવી ૫ સામે જ્યુબિલી પોલીસસ્ટેશનમાં આઇપીસીની કલમ ૧૫૩/૩એ (રમખાણ ફાટી નીકળે તે ઇરાદો પાર પાડવા) અને ૫૦૨ એ (અપમાનજનક બાબતને આવરી લેતાં પ્રિન્ટેડ કે અન્ય પ્રકારના તત્ત્વનું વેચાણ) હેઠળ કેસો નોંધવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ આર.આર. કુમારે જણાવ્યું હતું કે અન્ય ટીવી ચેનલોને પણ નોટિસો પાઠવવામાં આવશે. ટીવી ૫એ ગુરુવારે આ અહેવાલને પ્રકાશિત કરવાની શરૃઆત કરી ત્યારે અન્ય કેટલીક ચેનલો પણ તેને સમર્થન આપવા લાગ્યા હતા.

આ અહેવાલો બાદ રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી રિલાયન્સનાં બન્ને જૂથોની મિલકતો પર હુમલાઓ શરૃ થઇ ગયા હતા. પોલીસે ૧૮૫ લોકોની ધરપકડ કરીને ૯૬ કેસો કર્યા છે. આ અંગે સ્પષ્ટતા કરતાં ગૃહપ્રધાન પી. સબિતા ઇન્દ્રાએ જણાવ્યું હતું કે કાયદો તોડનાર સામે સરકાર કડક પગલાં લેશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન કે. રોસૈય્યાહે હેલિકોપ્ટર તૂટવાના કેસમાં ઝડપથી સીબીઆઇ તપાસ પૂર્ણ કરાવવાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમને અનુરોધ કર્યો છે.

પોલીસ વડા કુમારે આજે ચેતવણી આપી હતી કે, હિંસામાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. લોકો એકત્ર ન થાય તે માટે પ્રતિબંધક આદેશો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં સ્વર્ગીય મુખ્ય પ્રધાનના વફાદારોએ આપેલા બંધના આહ્વાન બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.

વાયએસઆરના પુત્ર અને કડાપાના સાંસદ જગમોહન રેડ્ડીએ લોકોને હિંસાનો આશરો નહિ લેવાની અપીલ કરી છે. દરમિયાન દરેક પક્ષના નેતાઓએ રિલાયન્સની દુકાનો પરના હુમલાઓની ટીકા કરી હતી અને આવી ઘટનાઓને અટકાવવા માટે ટેલિવિઝન ચેનલો પર અંકુશ લાવવાની તેમણે માગણી કરી હતી.



On Fri, Jan 8, 2010 at 1:09 AM, rakesh15 <no_reply@yahoogroups.com> wrote:
 

Here is the link:::

It says Ambani;s were involved in YSR death.

http://img31.imageshack.us/img31/6161/ysrsd.jpg

 

Read more here,..

http://www.r2iclubforums.com/forums/f38/ysr-s-death-allegations-reliance-ambanis-16062/

 

,,

,

,

 

 

 

 




--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...