[Gujarati Club] Fw: કુંવરબાઇનુંમામેરું

 


----- Forwarded Message -----
From: Mukesh Pandya <mpandya46@yahoo.com>
To: mukesh pandya <mkpandya2000@yahoo.com>
Sent: Thursday, May 30, 2013 10:24 AM
Subject: Fw: કુંવરબાઇનુંમામેરું


----- Forwarded Message -----
From: Kirit Shah <kiritshah@yahoo.com>
To:
Sent: Thursday, May 23, 2013 3:32 PM
Subject: Fw: કુંવરબાઇનુંમામેરું

Great poem.  Expresses inner feelings of a daughter living abroad.  Enjoy
 
Kirit Shah




કુંવરબાઇનુંમામેરું

દીકરીના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં
ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ
શુંજાવું દીકરી માટે?
નથી
ત્યાં ક્શીયે ખોટ. સાયબી છલકે દોમદોમ……

ત્યાં
કુંવરબાઇના મામેરા સમ.
લિસ્ટ
આવ્યું લાંબુ લચક…..!!.

અહીં
ઝળહળતાપ્રકાશના ધોધમાં,
આંખ્યુ
જાય અંજાય...
માટી
નાકોડિયાની મીઠી રોશની લાવજો,
ને
વળી તુલસી કયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લોને
હાયમાં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણના
નાદ બે-ચાર લાવજો.

લાવજો
છાબભરી કોયલના ટહુકા,
ને
ઉષાના પાલવમાંથી ઉગતા-
સૂરજ
નો રાતો ચોળ રંગ……..
ગોકુળની ગલીઓનો ગુલાલ અને,
'
રજ વનરાવનની લાવજો

ખોવાઇ
ગયેલ જાતને જોઇ શકું,
આયનો
એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત
થઇ ગયું હવે પાકું,
ડોલરિયા
દેશમાં
વહાલના
સિક્કા બે-ચાર વીણી લાવજો.

'
કેમ છો બેટા'? કોઇ પૂછતું ભીના કંઠે,
આંસુ
લૂછવા ને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા પ્રદેશમાં..
લાવજો
હાશકારી નવરાશ,
ને
છાંટજૉ કુટુંબમેળાના કંકુ છાંટણા………..
મસમોટા મારા મકાનને..
ઘર
બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી
તો છઇએ લીલાછમ્મ..
પણ
મૂળિયાં તો એની માટીને તરસે…..
પરફયુમ
ડીઓ નહીં.
ભીની
માટીની ભીનાશ ભરી લાવજો

થોડું
લખ્યું,જાજું કરી વાંચજો,
વેલાવેલા
આવી હેતના હલકારા આલજો.....






__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...