[Gujarati Club] Fw: [New post] આખરી ચીસ !!

 

 
V.BARAD
"Three things you cannot recover in life: The moment after it's missed, the word after it's said, and the time after it's wasted."
"Never argue with fools, First they bring us to their level & then they beat us with their experience."

www.vishwadeep.wordpress.com


On Sunday, June 25, 2017 1:17 PM, ફૂલવાડી <comment-reply@wordpress.com> wrote:


પોસ્ટ: આખરી ચીસ !!
Posted  : જૂન 25, 2017 પર 12:17 પી એમ(pm)
લેખક: વિશ્વદીપ બારડ
શ્રેણીઓ: લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના


શિલા જ્યારે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે તેણીના છેલ્લા શબ્દોઃ

" મનીષ, મારા હૈયાનો ટુકડો તારી પાસે છોડી જાવ છું. આપણી દીકરી ટીનાનું તું ધ્યાન...."

વાક્ય પુરું થાય એ પહેલાંજ આખરી શ્વાસ લઈ પોતાના માર્ગે મને એકલો અધુરો, સાથે એક સ્વપ્ન પાછળ છોડી જતી રહી. ટીના માત્ર એક વર્ષનીજ હતી, "મા...મ"શબ્દ બોલવાની શરુઆત હતી. એક ડ્ર્ન્ક ડ્રાવરે મારી અર્ધાંગીનીની જિંદગી છીનવી લીધી.શિકાગોની ઠંડીથી કંટાળી, ટેક્ષાસ મુવ થયા અને માત્ર છ મહિનામાંજ વેદનાભારી ઘટના બની ગઈ..

ટીના,એજ મારું લક્ષ, શિલાના અધુરા સ્વપ્નને સાકાર કરવાનું. ટીના આજ નવ વર્ષની થઈ ગઈ.એક માઁ ની પણ ફરજ મારે બજાવવાની. ટીનાને ડૉનટ્સ અને સ્વીટ ખાવાનો બહુંજ શોખ અને મેં કદી કોઈ વસ્તુંમાં ના નથી કહી, શરીર થોડું હેવી થઈ ગયેલ એથી હું લાડકોડમાં "મોટી" કહેતો. હા એ ભણવામાં બહુંજ હોશિયાર હતી..ત્રીજા ગ્રેડમાં હતી પણ દરેક સબ્જેકટમાં "ઍ" આવતાં એનો મને આનંદ હતો. બપોરે સ્કુલ પુરી થતાં સ્કુલબસમાંથી ઉતરી એ બેબી સિટરને ત્યાં ત્રણ કલાક રહેતી હું છવાગે ટીનાને પીક-અપ કરી ઘેર લાવતો..મને રસોઈમાં હેલ્પ કરતી.અને સુતા પહેલા હોમવર્ક કરી અમારા ફેમિલી ડોગ 'મીત" સાથે અમો બન્ને મસ્તી કરતાં.એ અમારો ફેમિલી મેમ્બર બની ગયો હતો. માત્ર અમારા ત્રણ જણાંની દુનિયા,વિશાળ બ્રહ્માંડ સમી હતી.બહુંજ આનંદથી રહેતા હતાં.

શિલાના ઘણાંજ ગુણ ટીનામાં હતી બહુંજ ચાલાક અને હોશિંયાર હતી.એક વખત કઈ પણ શિખવાડું , તેણીને યાદ રહી જાતું. દરવર્ષે સ્કુલમાંથી રમત-ગમત થી માંડી એકેડેમિક સ્કિલમાં એવૉર્ડસ લઈ આવે.

"ડેડ, મારે ડાયેટ કરવું છે". 'કેમ...? ડેડ તમેજ મને મોટી કહો છો અને સ્કુલમાં મારી બહેનપણીઓ..ચબી..ટીના કહી મશ્કરી કરે છે. તો પછી આજથી ડોનટ્સ,સ્વીટ ઘરમાં લાવવાના બંધ..ઘરના બજેટમાં ખર્ચ ઓછો. 'ડેડી...'.

આવી મીઠી વાતો કરે છતાં મારી લાડકીની સ્વીટ બંધ નથી થઈ.. થોડી મજાક-મસ્તી અમારા વચ્ચે ચાલતી.

"ડેડી, હું હવે મોટી થઈ ગઈ, કાલથી હું હવે મારી રૂમમાં સુઈશ.""
"ઑકે..." પણ મને ખબર છે કે અર્ધ રાત્રીએ... "Dad, I can not sleep. can I sleep in you room? ((પપ્પા, મને ઊંઘ નથી આવતી, તમારા રુમમાં સુઈ શકું? જેવો માથે હાથ ફેરવું તુરત ઘસ-ઘસાટ સુઈ જાય...અને હું પણ નસીબદાર ડેડ, તુરત મારી નાની-પરીના પ્રેમ-આલિંગનમા નિદ્રાદેવીને આધિન થઈ જાવ.આજ અમારો નાનો સુખી સંસાર! ઘરની વાડીના ફૂલના વખાણ કોણ કરે? ઘરનો માલિક...હા મારી લાડકવાય દીકરી છેજ એવી..મને કોઈ પણ જાતની ઉણપ લાગવા દેતી નથી. એક બે વખત મને મજાકમાં કહ્યું ..

.'.ડેડ તમે બીજા મેરેજ કરીલો ને...મને સારી મમ્મી પણ મળી જાય......હું પણ એને કહેતો મમ્મી જો સારી ના નિકળી તો? અને તને કોઈ નારાજ કરે તો મારો તો ભવ બગડી જાય.તારી આંખમાં મારે દુઃખના આંસુ નથી જોવા..મોટી..".

શુક્રવારની સાંજ હતી, શુક્રવારે ડીનરમાં"પીઝા",સલાડ અને ગાર્લિક બ્રેડ જમતા હતાં ,સાથે સાથે ટીવી પણ નિહાળી રહ્યા હતાં. ઈમરજન્સી સમાચાર આવ્યા.."Warning:Heavy storm and tornedo in Harris county..Becareful...stay in side your house or find shelter near you".( ચેતવણીઃ હરીસ કાઉન્ટી એરિયામાં ભારે તુફાન સાથે વર્ષાદની આગાહી...ઘરમાં રહેજો અથવા કોઈ નજીકના એરિયા આસરો મળે ત્યાં જતાં રહો).
જલ્દી જલ્દી ડીનર પતાવી મેં અને ટીનાએ મીણબતી. ટૉર્ચલાઈટ,વિગેરે શોધી લીધા. ટીનાને પણ ખબર છે કે ટૉરનેડો હીટ થાય તો ઘરમાં બાથરુમ અથવા ઘરના ક્લોઝેટમાં જતું રહેવાનું( જે સેઈફ ગણી શકાય)..

અડ્ધી કલાકમાં જોર શોરથી પવન ફૂંકાવા લાગ્યો, ટીના મારી સાથે સોફામાં બેઠી હતી..મેં કહ્યું બેટી, લાગે છે કે ટૉરનેડો આપણાં એરિયા હીટ થાય. પવનની સ્પીડ બહુંજ છે જાણે...હું વાક્ય પુરું કરું પહેલાં બહાર મોટો ધડાકો થયો જાણેકે વિજળી અમારા યાર્ડમાં પડી!

ડેડ...કહી ટીના મને બાઝી પડી..અમો બન્ને બાથરૂમમાં આસરો લેવા જતાં હતાં અને ટીનાને યાદ આવી ગયું, બોલી

" ડેડ.. મીત!! ક્યાં છે ઘરમાં નથી લાગતો....બહાર યાર્ડમાં લાગેછે...હું લઈ આવું.. એ બીકમાંને બીકમાં મરી જશે!! હું ના પાડૂં એ પહેલા બેકયાર્ડનું ડૉર ખોલી..બેકયાર્ડમાં ગઈ..ટોરનેડો અમારા બેકયાર્ડમાંથી પસાર થઈ રહ્યો હોય એવો ભાસ થયો. એની સ્પીડ ૧૫૦ માઈલ પર અવર્સની હોય જાણે કોઈ ફૂલ-સ્પીડમાં હેવી ટ્રેઈન પસાર થઈ રહી હોય !.....મેં ટીનાની જોસમાં ચીસ સાંભળી..".ડેડ!"

પવનની એટલી સ્પીડ હતી કે હું બંધ થય ગયેલું બારણું ખુલ્લી ના શક્યો...મીત અમારો ડૉગ ગભરાયને બેડ નીચે જઈ સંતાય ગયેલો હતો..પાચ મિનિટમાં પવન થંભી ગયો હું બહાર દોડ્યો...ટીના....ટીના...કોણ સાંભળે.....????...પવનની સ્પીડના ઝપાટામાં સપાડયેલી મારી લાડકી...રોડ પર ફેંકાઈ ગઈ હતી!!!આજ એકલો અટુલો માત્ર ઘરમાં"ટીના...ટીના"ના પડઘા અને હું. જ્યારે જ્યારે ઝડપથી પવન ફૂંકાય છે ત્યારે ત્યારે..એક નાના બાળકની જેમ ગભરાય જાવ છું..જાણે ડેવીલ વીન્ડ મને પણ ભરખવા આવી ગયો છે!!!

આપનો પ્રતિભાવ આપશોજી.

વિશ્વદીપ બારડ, યુ.એસ,એ.


--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions

Unsubscribe:


__._,_.___

Posted by: Vishwadeep Barad <malibarad@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.


.

__,_._,___

__gurlzgroup__ Hot Selfie

 
__,_._,___

__gurlzgroup__ Instagram Hot Celebrity — Ketika Sharma

 
__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...