[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] દેશના ઉદ્ધાર માટે આપણી સાત્વિકતાની શક્તિ જગાડવી પડશે..THIS IS WE MUST DO!!!!

Articles

દેશના ઉદ્ધાર માટે આપણી સાત્વિકતાની શક્તિ જગાડવી પડશે

Human-Beaten, man, thinkingકોઈ પણ ચૂંટણી ભારતમાં જો સાચું લોકતંત્ર કે રામરાજ લાવવાની ૧૦૦ ટકા ગેરંટી હોય તો આપણે હિમાલય ચઢીને પણ મતદાન કરવા જઈશું.

આ ચૂંટણીમાં તમે કોને મત આપશો?- આવો પ્રશ્ન અમને અર્થશાસ્ત્રના અભ્યાસુ માની કોઈ પૂછે તો ધડામ દઈને કહીએ કે ડો. મનમોહનસિંહ વડાપ્રધાન બને તેમ ઇરછીએ. કારણ કે હજી ૨-૩ વર્ષ ચાલનારી વૈશ્વિક આર્થિક કટોકટીને પહોંચી શકે તેવી બુદ્ધિની ત્રેવડ માયાવતી, લાલકૃષ્ણ અડવાણી કે બીજા નેતામાં છે? રામરાજ જવા દો પણ આપણને સુખશાંતિથી રોટલો ખાવા દે તેવી નિરાંત કે શાંતિ- સલામતી ભારતને કોઈ આપી શકશે? તમારો જવાબ 'ના'માં હોય તો તેને માટે કોણ જવાબદાર છે? આ લેખમાં આ કે તે પક્ષને વખોડવામાં આપણી શકિત વેડફવી નથી.

બરાબર ૧૦૦ વર્ષ પહેલાં મહર્ષિ અરવિંદે બંગાળના ભાગલા પડવાના હતા તે કાળે 'ભવાની ભારતી' અને સ્વરચિત ઉપનિષદ લખ્યું હતું. આ બન્ને પ્રેરણાદાયી પુસ્તિકા સ્વહસ્તે લખેલી. પછી કયાંક ખોવાઈ ગઈ. તેમના દેહત્યાગ પછી હાથ લાગેલી. આ ૧૦૦ વર્ષ જૂની પુસ્તિકાના વિચારો સાથે જાખણના 'દિવ્યાયતન' આશ્રમમાં વિરાજેલા તપસ્વી રાજર્ષિ મુનિના વિચારો જોડીએ તો બન્નેના વિચારો મળતા આવે છે.

આ બન્ને તપસ્વીના અતિમૂલ્યવાન સંદેશને આજે સમજવા જેવો છે. લોકસભાની ચૂંટણીના કોઈ પણ પરિણામ આવે, આપણો ઉદ્ધાર દિલ્હીના સિંહાસન પર બેઠેલો જણ કે જણી નહીં કરે. આપણી અંદર જ બેઠેલી જે શકિત પડેલી છે તે જ ઉદ્ધાર કરશે. આપણા પોતાનાં આજનાં અને સંચિત કર્મો-ભૂતકાળનાં કર્મોપ્રમાણે જ પરિણામ આવશે. મહર્ષિ અરવિંદે ૧૦૦ વર્ષ પહેલાં કહેલું કે આપણે હજી આ શકિતને જગાવવાનો પ્રયાસ કર્યોનથી.

ડિટ્ટો આજે રાજર્ષિ મુનિ પણ એમ જ કહે છે. ધારો કે આપણને ભૌતિક સમૃદ્ધિ મળી જાય-અને સમૃદ્ધિ તમારા પ્રારબ્ધ હોય તો જ મળે છે- એ સમૃદ્ધિ છતાં આંતરિક સમૃદ્ધિ કે તમારા મનની શાંતિ મળશે?

મહર્ષિ અરવિંદે તો ૧૯૦૪માં જ ખરખરો કરેલો કે આપણે સૂતેલી શકિતને જગાવવી નથી. આજે ૨૦૦૯- ૨૦૧૦માં પણ શું આપણે ત્યાંના ત્યાં જ છીએ? મહર્ષિ જીવતા હોત તો કહેત અને આજે માર્ચ ૨૦૦૯માં રાજર્ષિ મુનિ કહે છે કે આપણે ત્યાંના ત્યાં જ છીએ? કદાચ વધુ વંઠી ગયા છીએ. અરવિંદે ભવાની ભારતી તેમ જ સ્વરચિત ઉપનિષદ લખ્યાને ૧૦૦ વર્ષ ઉપર થયાં પછી આપણે કયાં છીએ? તે સમયે તેમણે આપણી ખામી બતાવેલી અને પછી ઉપાય બતાવ્યો હતો એ શું હતો? રાજર્ષિ મુનિ શું ઉપાય બતાવે છે?

ચાલો અરવિંદના શબ્દો (૧૯૦૪-૧૯૦૯) જોઈએ: ''હું જયારે ભવાની મંદિર રચવાની વાત કરું છું ત્યારે એ ભવાની માતા કોણ છે? એ એક અનંત શકિત છે. એ શકિત કોઈ વાર પ્રેમનું રૂપ લે છે તો કોઈ વાર જ્ઞાનનું રૂપ લે છે. કોઈ વખત ત્યાગરૂપ છે (આપણને ત્યાગીને ભોગવી જાણવાનું કહે છે- તેને ત્યકતેન ભુંજિથા:) તો કોઈ વખત જ્ઞાનનું રૂપ લે છે. કોઈ વખત કરુણારૂપિણી હોય છે... તો આપણી આંખ ઉઠાવી જગત પર આજે દ્દષ્ટિ નાખીએ... આપણે જયાં જયાં નજર નાખીશું ત્યાં અનેક પ્રકારના વિરાટ સમુદાયો ઊભા થતા દેખાય છે (કમ્યૂનલ-રિજયોનલ ફોર્સીસ) પ્રચંડ વેગીલા અને અજેય એવાં બળો (અગર કુબળો) જોવા મળે છે. શકિતની રાક્ષસી આવૃત્તિઓ પણ દેખાય છે. પાશવી બળવાળાં ભીષણ સંહારક દળો દેખાઈ રહ્યાં છે. હું જે કહું છું તે આ બધાની ઉપરવટ જનારી શકિત કંઈ છે? સાંભળો. વિશ્વમાં જે કાંઈ સર્વ બને છે તે વિરાટરૂપે અને વિશાળરૂપે વિસ્તરતું જાય છે.

(૧) યુદ્ધની શકિત (ટેરરિસ્ટોની શકિત), (૨) લક્ષ્મીની શકિત, (૩) વિજ્ઞાનની શકિત આ બધી શકિત ઇતિહાસમાં કોઈ પણ કાળે નોંધાઈ હોય તેના કરતાં દશ ગણી વધુ સમર્થ અને પ્રચંડકાય બની રહી છે. એ બધી સંહારક શકિતઓની પ્રવૃત્તિ પહેલાં કરતાં આજે ૧૦૦ ગણી વિશેષ ભીષણ- વેગીલી બની રહી છે. એનાં આયુધો પહેલાં કરતાં સહસ્ર ગણા સમૃદ્ધ બની રહ્યાં છે. આજે દરેક સ્થળે (પર્વતો, જંગલો- અફઘાનિસ્તાન, હિન્દુસ્તાન, પાકિસ્તાન, યુરોપ, એશિયા, અમેરિકા, ચીન, તિબેટ વગેરે સ્થળે) સંહારક બળો છે અને દરેક સ્થળે આ ભવાની માતાનું બળ કામે લાગી ગયું છે. એના સમર્થ અને સર્જક હાથ વડે રાક્ષસો, અસુરો અને દેવોનાં વિરાટ સ્વરૂપો આકાર પામીને જગતના મેદાનમાં ધસી આવી રહ્યાં છે.

''પિશ્ચમમાં આપણે મહાન સામ્રાજયનો ધીમો પણ પ્રચંડ રીતનો ઉદય જોયો છે. પૂર્વમાં જાપાનનું આર્થિક અને સૈન્ય બળ જોયું. એમાંની કેટલીક શકિતઓ મલેરછ પ્રકારની છે. મેલા ઇરાદાની છે. તપસ-રજસથી કાળી થયેલી અગર લોહિયાળ છે પણ બીજી શકિતઓ આર્ય કોશની છે. ત્યાગ અને સંપૂર્ણ આત્મબલિદાનની નર્મિળ જયોતિથી ઝળહળતી શકિત છે, પરંતુ આ તમામ શકિતઓ એ ભવાની માતાનું જ પોતાનું જ નૂતન સ્વરૂપ રચીને એની રચનાત્મક શકિત દ્વારા નવું સર્જન કરવા માગે છે. પુરાણી ચીજોમાં ભવાની શકિત આત્મા રેડી રહી છે...''

મહર્ષિ કહેવા માગતા હતા કે ભૌતિક સમૃદ્ધિ કંઈ કામની નથી. જાપાન નારાજ થયું. (૧૯૪૫-૪૬) અમેરિકા આજે નારાજ થાય છે જુદી રીતે. આજે હિન્દુસ્તાનમાં શું છે? ૧૦૦ વર્ષ પહેલાં મહર્ષિએ કહેલું તેવું જ છે- ''હિન્દમાં જીવનનો શ્વાસોશ્વાસ ધીમો ચાલે છે. પ્રેરણાની ભરતી બહુ મોડી આવે છે. આ પુરાણી હિન્દુસ્તાની ભૂમિ એટલે કે આર્યજનની અવશ્ય નવો જન્મ પામવા મથી રહી છે. વેદના અને આંસુપૂર્વક તે પ્રયત્નો આદરી રહી છે. પણ દેખાય છે કે એની મહેનત વ્યર્થ જઈ રહી છે. આ ભૂમિ જ કેટલી વિશાળ છે? અને મહાસમર્થ બની શકે તેમ છે પણ એને કઈ વસ્તુ પીડી રહી છે? આપણામાં કોઈ મહત્ત્વની વસ્તુ ખૂટે છે અને ખૂટતી વસ્તુ શું છે તે શોધી કાઢવું મુશ્કેલ નથી...''

મહર્ષિ અરવિંદ કહેવા માગતા હતા તે આજે ૧૦૧ વર્ષ પછી રાજર્ષિ મુનિ કહે છે. ભારતમાં તપસ્વીઓ, સદ્ધિપુરુષો કે યોગીઓની ખોટ નથી. વિદ્વાનોની ખોટ નથી. પ્રામાણિક લોકો પણ ઘણા છે, પરંતુ કંઈ ખોટ હોય તો તે આપણામાં છે. મારા, તમારા બધામાં છે. આજે ૨૭ વર્ષનો છોકરડો નામે વરુણ ગાંધી કોઈ કોમને 'ગાળો' દઈને અખબારો- ટીવીનાં જબ્બર મથાળાં અને દસ હજારથી લાખ કલાકો કે કટારોને કબજો લઈ શકે છે. એને આ મથાળાં કે ફાલતુપણાને મહત્ત્વ કેમ આપે છે? આપણે જ.

મહર્ષિ અરવિંદે તેની પીડા ૧૦૧ વર્ષ પહેલાં પોતાના શબ્દોમાં વણેલી પછી આજે હિન્દુસ્તાન કે ભારતની સ્થિતિ એવી ને એવી છે. ફરક એટલો છે કે ત્યારે હિન્દુસ્તાન પાસે આજ જેવું વિજ્ઞાનનું ભૌતિકબળ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જ્ઞાન નહોતું. ફોગટિયા શિક્ષણનો ધોધ વહે છે તે નહોતો.

તે સમયે જ (૧૯૦૮) મહર્ષિએ કહેલું ''આપણી પાસે બીજી બધી વસ્તુઓ છે છતાં આપણામાં શકિત નથી. આપણે શકિતહીન છીએ. દુર્બળ છીએ. હકીકતમાં આપણે પોતે 'શકિતને' ત્યજી દીધી છે અને તેથી જ 'શકિત'એ આપણને ત્યજી દીધા છે. આપણાં હૃદયોમાં- ચિત્તમાં કે બાહુઓમાં ભવાની માતા વસેલી નથી.'' જો ધાર્મિક શ્રદ્ધા હોય તો તે બનાવટી છે. સંશયવાળી છે. સ્વાર્થી છે. અસહિષ્ણુ છે. મહર્ષિ કહી ગયા કે ઔધોગિક આંદોલન દ્વારા આપણે દરિદ્ર ભૂમિને સમૃદ્ધ કરવા માગીએ છીએ, પરંતુ જે મૂળ જરૂરની વસ્તુ છે તે એક જ છે અને તે છે- આઘ્યાત્મશકિત, તે શકિત મેળવવા કોશિશ નહીં કરીએ તો આપણે બળની પ્રાપ્તિ નહીં કરીએ. ત્રાસવાદને બંદૂકથી નહીં નાથી શકાય.

કમાલની વાત છે કે મહર્ષિ અરવિંદે કહેલી તેવી સ્થિતિ આજેય છે અને એવી જ વાત તપસ્વી રાજર્ષિ મુનિ જાખણ બેઠાં કહે છે. આપણે જે ભૂમિમાં જન્મ્યા ત્યાંથી જ માનવજાતની શરૂઆત થઈ ત્યારના કાળથી જ ભારતમાં જ્ઞાનના ભંડાર ભરેલા પડેલા છે તેની સામે આજના ઇન્ફોટેકના ફોગટ જ્ઞાનના કચરાના ઢગલા છે. આ જ્ઞાન મૃતવ્રત છે. જ્ઞાન એક શસ્ત્ર બનવાને બદલે બોજારૂપ બની ગયું છે. આજે માનવ જાતિમાંથી બર્બરતાને નર્મિૂળ કરવાનો ભાર ભારત પર છે. જગતને આર્ય બનાવવાની જવાબદારી ભારત પર છે. પણ આપણા 'ધાવણા' રાજકારણી બર્બરતાની બડબડ કરે છે.

રાજર્ષિ મુનિ સાથેની વાતચીતમાં તેમણે હાલના લોકતંત્રની અવદશા વિશે કહ્યું, જૂના જમાનામાં 'યથા રાજા તથા પ્રજા' તેવી કહેવત હતી. રાજા પ્રજાવત્સલ હતા. નેક હતા. પછી બગાડ થતો ગયો પછી ડેમોક્રસીના બાદશાહો ('રાજાઓ') સાવ રેઢિયાળ થઈ ગયા. કોંગ્રેસ હોય કે ભાજપ હોય. આજે કહેવત ઊલટી છે. યથા પ્રજા તથા રાજા. એટલે જ આપણે ભવાની શકિત એટલે આપણી અંદરની સાત્ત્વિકતાની શકિત જગાવવી પડશે. તો જ ભારતનો અને જગતનો ઉદ્ધાર થશે. આવું થશે?



Get your own website and domain for just Rs.1,999/year.* Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Y! Groups blog

the best source

for the latest

scoop on Groups.

All-Bran

10 Day Challenge

Join the club and

feel the benefits.

Group Charity

Give a laptop

Get a laptop: One

laptop per child

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...