[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] બીજાની લાગણીને સમજો....Think from othres point of viwe!!!

બીજાની લાગણીને સમજો...

feelingભોપાલમાં 'અરુષિ'નામની એનજીઓ ચલાવતા અનિલ મુદ્ગલે મને પિશ્ચમ-મઘ્ય રેલવેનું રિઝર્વેશન ફોર્મ બતાવ્યું, ત્યારે તેમાં કંઈક વિશેષ ન શોધી શકવાને કારણે હું થોડો ભ્રમિત હતો. વાસ્તવમાં આ ફોર્મ એક બાજુ હિંદી અને અંગ્રેજી ભાષામાં છપાયેલું હતું, જયારે તેની બીજી તરફ બ્રેઇલ લિપિમાં કંઈક લખેલું હતું!


તેમણે મને કહ્યું 'મોટા ભાગના કિસ્સામાં તો આપણે કોઈના વિશે કંઈ પણ ધારી લેવામાં બહુ જિદ્દી વલણ અપનાવતા હોઈએ છીએ. કારણ, આપણે કોઈ વ્યકિતને સારી રીતે જાણતા નથી હોતા. પરિણામે તેની ભાવનાઓને સમજી નથી શકતા.' પછી અનિલે તાર્કિક રીતે આ વાતને રિઝર્વેશન ફોર્મની પાછળ બ્રેઇલ લિપિમાં છપાયેલ સૂચનાઓ સાથે જોડી. આ પ્રયાસ અરુષિને કારણે સફળ થઈ શકયો.


તેમના કહેવા અનુસાર કોઈ ખાસ સ્થિતિને સમજવા માટે તેના વિશે જાગરૂકતા ફેલાવવી એકમાત્ર ઉપાય છે. આથી તેમણે નેત્રહીનો પ્રત્યે લોકોને જાગરૂક કરવા માટે રેલવેને માઘ્યમ બનાવવાનું વિચાર્યું. તેના પહેલાં પિશ્ચમ-મઘ્ય રેલવેના રિઝર્વેશન ફોર્મ એક તરફ હિંદી અને બીજી તરફ અંગ્રેજીમાં છપાતું હતું. આ જોઈ અરુષિના લોકોએ રેલવે પ્રશાસન સામે આ ફોર્મની સાર્થકતા વિશે સવાલ ઉઠાવ્યો.


તેમનો તર્ક હતો કે ફોર્મની એક બાજુએ જ બંને ભાષાઓમાં સૂચનાઓ છાપવાથી ખર્ચ બચશે. ત્યારબાદ તેમણે ફોર્મની પાછળની બાજુએ બ્રેઇલ લિપિમાં સૂચનાઓ છાપવા વિશે જણાવ્યું. આ અંગે તેમનો તર્ક સામાન્ય હતો. રિઝર્વેશન માટે લાઇનમાં ઊભા રહેલા લોકોમાંથી થોડા પણ જો બ્રેઇલ લિપિમાં છપાયેલા ફોર્મને જોશે તો તેમને ખબર પડશે કે પ્રજ્ઞાચક્ષુઓ સામાન્ય કામ માટે પણ કેટલી મુશ્કેલીમાંથી પસાર થાય છે. આ રીતે તેઓ સમજી શકશે કે અંધજન સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ.


આ એક નાનકડી શરૂઆત હશે, પરંતુ તેનો ઉદ્દેશ્ય બહુ મોટો છે. અહીંયાં વાત માત્ર પ્રજ્ઞાચક્ષુઓની નથી, પરંતુ તેનો આશય દરેકને યથાયોગ્ય સન્માન અને પ્રેમ આપવાનો છે. ફંડા એ છે કે હંમેશાં સામેની વ્યકિત માટે ત્યારે જ આપણા મનમાં દ્વેષભાવ આવે છે, જયારે આપણે તેને સમજતા નથી હોતા. જો આપણે એકબીજાને સમજીએ, તો રાગદ્વેષ જેવી લાગણીઓ ઘટી જશે.



Connect with friends all over the world. Get Yahoo! India Messenger.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...