જંગલમાં ઊગતાં ફળ : પ્રતિકારક શક્તિનાં મૂળKanti Bhatt ઉપનિષદ શું કહેવા માગે છે? તમે ફળ ખાઓ અને ખાસ કરીને કુદરતી રીતે જંગલમાં ઊગતાં ઝાડનાં ફળ ખાઓ એટલે આખી પૃથ્વીનું તત્વ તમને મળી જાય છે. બાઇબલમાં કહ્યું છે, 'હે ઈશ્વર! મને ગરીબાઈ ન આપો, મને ધન ન આપો પણ જે ખોરાક મને મરતાં સુધી તંદુરસ્ત રાખે તેવો જ ખોરાક આપો અને સૌથી વધુ પુષ્ટિ અને દીર્ઘાયુ આપનારા જંગલમાં ઊગતાં ફળ છે. શબરીનાં એઠાં બોર પણ ભગવાન રામને ઘણી પુષ્ટિ આપી ગયેલાં. ખાસ તો જાંબુ ખાઈને વાંદરા, હનુમાન અને તે પછી રામ-લક્ષ્મણને શક્તિ અને મેધા મળેલી. તમામ ફળોમાં જાંબુ જે હવે ગુજરાત-સૌરાષ્ટ્ર-મુંબઈમાં મે મહિનાથી જ આવવા શરૂ થયાં છે અને છેક જુલાઈ સુધી મળશે, તે ઔષધરૂપ ફળો મુંબઈમાં દેવીપૂજકકુળની બહેનો સૂંડલા ભરીને વેચવાનું શરૂ કરે છે. હમણાં જાંબુનાં ઝાડ દુર્લભ થયાં છે. ભારતમાં જંગલો ગમે તેટલાં કપાયાં તોય ઘણાં સાબૂત છે. હેન્રી ડેવિડ થોરોથી માંડીને કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને પર્યાવરણવાદી વંદના શિવા એ તમામ જંગલપ્રેમી હતાં અને છે. ફ્રોઇડે તેના સેક્સના પુસ્તકમાં પણ લખ્યું છે કે માનવજાતનું જંગલ સાથે અને જંગલનાં તમામ ફળો સાથે અને સ્ત્રીઓ સાથેનો લગાવ એક સરખો છે. હેન્રી ડેવિડ થોરો શહેર છોડી જંગલમાં જઈને જંગલમાં જે ફળો મળે તે ખાતા. ટાગોર અને વંદના શિવાએ કહેલું કે 'અમે ભારતના લોકો જંગલમાંથી જ લોકશાહી શીખ્યા છીએ. જંગલ કહે છે-બધું જ તમારું છે. તમે સહિયારું-સહિયારું ભોગવો. હેન્રી ડેવિડ થોરોએ પણ જાણે ભારતનાં જંગલમાં ઊગતા ફળનાં ઝાડ જોયાં હશે. પીલુડીનાં પીલુ, બોરડીનાં બોર, વડલાના ટેટા, ગુંદીના ઝાડનાં ગુંદા, આંબલી ઉપર પાકતા કાતરા (ચટણીમાં નાખવાના), ઉમરા (દેશી અંજીર), કચ્છના દરિયાકાંઠે કુદરતી રીતે ઊગતી થેગનાં બિયાં, આ તમામ ફળો તેમજ ભાષામાં અને કચ્છના દરિયાકાંઠે પાકતી થેગ એ બધાં ઔષધીય તત્વો ધરાવે છે. ખાસ કરીને હવે તમે બજારમાં જાંબુ જોશો તે તો ઔષધનો ખજાનો છે. જંગલી ફળો ખાઈને જીવેલા હેન્રી ડેવિડ થોરોએ લખેલું 'ધ મોસ્ટ એલાઇવ ઈઝ ધ વાઇલ્ડેસ્ટ ઓલ ગુડ થિંગ્ઝ આર વાઇલ્ડ એન્ડ ફ્રી એન્ડ ધ વાઇલ્ડનેસ ઈઝ ધ પ્રિઝર્વેશન ઓફ ધ વર્લ્ડ.' હેન્રી ડેવિડ થોરોને આ જંગલ અને તેનાં વૃક્ષો-ફળોનું મહાત્મ્ય બહુ નાની ઉંમરે સમજાયેલું. ૧૮૪૫માં તે અમેરિકાના કોન્કોર્ડ વિસ્તારના એક તળાવ નજીક ઝૂંપડું બાંધીને રહેતા ત્યારે તેમને જંગલી ફળોનું મહત્વ સમજાયું. જંગલમાં જે છે તે બધું જ કલ્યાણમય છે અને બધું મફત છે. તમને એરકન્ડિશનરને બદલે વૃક્ષો વીંઝણો વાય છે. અંગ્રેજીમાં બુલબુલ અગર કોયલને ફ્રુટસકર કહે છે. ફળ-ફૂલોને ચૂસીને જ કોયલ તેનો સ્વર મધુર રાખે છે. તેમાં ખાસ તો ગાયકોએ, કથાકારોએ અને ગળાનો બહુ ઉપયોગ કરનારે જાંબુ ખાવા જોઈએ. આલૂ બુખારા, અગર જરદાળુ, અગર આલૂ બદામ કે ખુબાની કે શાહઆલૂ તરીકે ઓળખાતું ફળ મૂળ ભારત અને ચીનનું હતું. ૩૦૦૦ વર્ષ પહેલાં તે ઉત્તમ ફળને યુરોપ-રશિયા પછી અમેરિકા હાઈજેક કરી ગયા. આજે આપણને જંગલમાં પાકતા તાજા જરદાળુ મળતાં નથી. માત્ર સૂકવેલાં અને અનેક રાસાયણિક પ્રિઝર્વેટીવ્ઝવાળા નુકસાન કરનારાં સુક્કાં જરદાળુ જ મળે છે. ખરેખર તો મારે હવે કેરીની મોસમ વિદાય લેશે પછી જાંબુ મળવા શરૂ થશે તે જાંબુના ગીત ગાવા છે. જાંબુનું ઔષધીય તત્વ આપણે જૂનાગઢના વૈદો પાસેથી જાણીશું. દરમિયાન ગૌરવ લેજો કે જાંબુ તો સો ટકા ભારતનું કુદરતી ફળ છે. તેનું અંગ્રેજી નામ પણ યુજેનિયા-જામ્બોલીના રાખવું પડ્યું છે. સંસ્કૃતમાં જાંબુ, હિન્દી-ઉર્દૂમાં જામુન, તમિળમાં નાગપઝમ, તેલુગુમાં નાર્દ પાન્દુ, કન્નડમાં નૈરલે હન્નુ, મરાઠીમાં જાંબુલ, ઉડિયા ભાષામાં જામોકોલી, બંગાળીમાં કાળોજામ અને વનવાસીઓ તેને લાંબુલ કહે છે. જાંબુની રાશિ વૃષભ (ટોરસ) છે અને તેથી જ આ રાશિના લોકોનાં ગળા મધુર હોય છે-ગાયક હોય છે.આપણા આખા દેશને જ જાંબુલદ્વીપ કહેવાતો એમ પશ્ચિમના ગ્રંથકારો કહે છે તે સાચું ન હોય તો તેને માફ કરજો પણ જાંબુના ગુણગાન ગાઈએ તેનું મહત્વ ઓછું કરશો નહીં. હૈદરાબાદના ડો. અમ્મને જ રિસર્ચ કરીને પુરવાર કર્યું કે જાંબુના રસમાં ડાયાબિટીસને સારો કરવાના તત્વો છે. તે રક્તશર્કરા ઓછી કરે છે. રોજ સવારે પંદર જાંબુ ચાવી ચાવીને ખાવા. આગળ પાછળ બે કલાક કંઈ મોંમાં ન નાખવું. અમિતાભ બચ્ચનનું લીવર માર ખાઈ ગયું છે તેને રોજ સવારે જાંબુનો રસ પીવાનું કહેવું જોઈએ. દૂઝતા હરસ હોય, પેશાબ ટુકડે ટુકડે આવતો હોય તેમજ હાર્ટ ટોનિક તરીકે જાંબુ સારા છે. આંધ્રના હકીમ વૈદ્ય હકીમ ખાન તેની પદ્ધતિથી લોહતત્વવાળું જાંબુનું સત્વ બનાવીને સેક્સ લાઇફને બળવત્તર બનાવવા પુરુષોને આપતા! વૈદોના કહેવા પ્રમાણે જંકફૂડ અને આથેલી ચીજો વધુપડતી ખાવાથી લીવર બગડે છે. રોગપ્રતિકાર શક્તિ ઓછી થાય અને મેન્ટલ સ્ટ્રેસ વધે ત્યારે ડાયાબિટીસ વકરે છે. ખાસ કરીને આર્થરાઇટિસમાં સ્ટીરોઇડ્ઝ કક્ષાની એલોપથિક દવા ને આલ્કોહોલ (દારૂ)ડાયાબિટીસને વકરાવે છે. શ્રેષ્ઠ કુદરતી ઇલાજ જાંબુ જ છે. વૈદો તો ઘણા દર્દીને ઉનાળામાં જાંબુના ઝાડ નીચે સૂવરાવતા. વીંછીના ડંખ ઉપર જાંબુડીના પાંદડાનો રસ અપાતો. પેટમાં વાળ ગયો હોય કે લોખંડનો અંશ ગયો હોય તે તમારી જાણ વગર તમને અકળાવે છે. જાંબુનો રસ પેટમાં ગયેલા વાળ કે લોહને ઓગાળી નાખે છે. આજની ગરમીમાં ઘણાને રાત્રે સૂવા ન દે તેવી ખંજવાળ આવતી અળાઈ થાય છે. જાંબુ તેનો ઇલાજ છે. પેટના તમામ રોગ માટે યુનાની હકીમો જાંબુનો રસ આપે છે. ફરી લખું છું કે દારૂ પીને લીવર બગાડી ચૂકયા હો તો તો (અમિતાભને ખાસ) આ મોસમમાં જાંબુ ખાજો. જ્યારે કેન્સરનો એલોપથિક ઇલાજ કરો (કીમોથેરપી કે રેડિયેશન) ત્યારે જાંબુ જરૂર ખાજો તે એલોપથિક ઉપચારની આડઅસરને હળવી કરે છે. સ્મિતા પાટીલે સેક્સી ગીત મરાઠીમાં ગાયેલું 'જાંબુલ પીકલ્યા ઝાડા ખાલી ઢોલ કુણાચા વાજી?' કદાચ તાત્પર્ય એ હશે કે જાંબુ અને તેનું સત્વ ખાઈને કોઈ વરણાગિયો પુરુષ ઢોલ વગાડે છે? શું જાંબુ ખાવા (પ્રેમ કરવા) એ સેક્સી પુરુષ નિમંત્રે છે? |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment