હોઠ પર વાવી હતી એ વેદના
મૌનમાં ઢાળી હતી એ વેદના
ગીત સમજી એમણે ગાઈ લીધી
રાગમાં મારી હતી એ વેદના.
મહેક સમજી લોક પણ સુંઘ્યા કરે
ફૂલને પ્યારી હતી એ વેદના.
સોણલાના ઓશિકે પોઢી ગઈ
આંખને ભારી હતી એ વેદના.
એ તિમિરના દર્દમા ખોવાઇ ગઈ
ચાંદમાં નાહી હતી એ વેદના.
એવફાશબ્દો મહીં સરકી પડી
સંગથી ભારી હતી એ વેદના.
.
No comments:
Post a Comment