નથી શબ્દો તમારા હોઠ પર શહનાઈ છે.
તમારા કંઠમાં બેસી આ કોયલ ગાય છે.
હવામાં ઊડતું એ એક બુંદ પાણી તણું
કિરણ પ્રેમાળ મળતાં મેઘ ધનું સર્જાય છે.
કુવાની પાંસ પ્યાસાને હવે ના મોકલો
કુવાની આંખ પ્યાસાથી ઘણી ગભળાય છે.
જખમના નામ પર આતો તમે શું દઇ દીધું,
બધા મરહમ તણો પાલવ જુઓ શરમાય છે.
તમારું આગમન આ બાગથી નિશ્ચે થયું
જરા સુંઘી જુઓ કાંટા હજી મ્હેકાય છે.
અમેતો વેદના સંતાડી રાખી કેટલી,
છતાં પણ આંખડીમાં વાદળો ડોકાય છે.
'રોહન'કોશિશ રહી સૌ ભૂલવાની નાકામ
કદી હૈયા તણા જખ્મે નમક ફેલાય છે.
તમારા કંઠમાં બેસી આ કોયલ ગાય છે.
હવામાં ઊડતું એ એક બુંદ પાણી તણું
કિરણ પ્રેમાળ મળતાં મેઘ ધનું સર્જાય છે.
કુવાની પાંસ પ્યાસાને હવે ના મોકલો
કુવાની આંખ પ્યાસાથી ઘણી ગભળાય છે.
જખમના નામ પર આતો તમે શું દઇ દીધું,
બધા મરહમ તણો પાલવ જુઓ શરમાય છે.
તમારું આગમન આ બાગથી નિશ્ચે થયું
જરા સુંઘી જુઓ કાંટા હજી મ્હેકાય છે.
અમેતો વેદના સંતાડી રાખી કેટલી,
છતાં પણ આંખડીમાં વાદળો ડોકાય છે.
'રોહન'કોશિશ રહી સૌ ભૂલવાની નાકામ
કદી હૈયા તણા જખ્મે નમક ફેલાય છે.
No comments:
Post a Comment