[Gujarati Club] Inspiring:Warren Buffet

====================
શ્રીમાન વોરેન બુફેટ
[Mr. Warren Buffet]

બીજા નંબરના સમૃદ્ધ ધનવાન.
====================
એક ઊડતી નજરે તો જુઓ:
૧.જગતનો બીજા નંબરનો આ ધનવાન.
૨.૩૧ [એકત્રીસ] અબજ ડોલરનું દાન.
૩.ફક્ત ૧૧ વર્ષની ઉમ્મરે શેરમાં રોકાણ.
  [મનમાં માને છે કે આ તો બહુ મોડું શરુ કર્યું!!!]
૪.છાપાંની ફેરી કરતાં કરતાં બચતમાંથી ૧૪ વર્ષની ઉમ્મરે પહેલું ફાર્મ/ઘર ખરીદ્યું.
૫.ઑમાહાના [અમેરિકા] ત્રણ બેડરુમના ઘરમાં ૫૦ વર્ષ પહેલાં પરણ્યા ત્યારથી આજ સુધી ત્યાંજ રહે છે.
  એ માને છે કે આ ઘરમાં તેમની જરુરિયાતની બધી જ ચીજો ઉપલબ્ધ છે.
  એમના ઘરને ચારે બાજુ વાડ કે ચોકી નથી.
૬.જ્યાં જવું હોય ત્યાં જાતે જ ગાડી હંકારી જાય છે.ગાડી ચલાવવા ડ્રાઈવર નથી રાખ્યો કે
   સલામતી માટે ન કોઈ ચોકીદાર .
૭.પોતાના ખનગી જેટમાં એ ક્યારેય મુસાફરી નથી કરતા.અને મજેદાર વાતતો જુઓ:
  જગતની મોટામાં મોટી જેટ કંપનીના પોતે માલિક છે!!!!
૮.Berkshire Hathaway કંપનીના આ માલિકના તાબામાં ૬૩ કંપનીઓ છે.
  દર વર્ષે બધી કંપનીઓના મુખ્ય અધિકારીઓને ફક્ત એકવાર એ પત્ર લખે છે
   અને એ વર્ષે જે લક્ષ પ્રાપ્ત કરવાનું હોય તેની સૂચના એ પત્રમાં આપે છે.નિયમિત રીતે એ
   સભાઓ ભરતા નથી અને અધિકારીઓને ફોનકૉલ કરતા નથી.

મુખ્ય અધિકારીઓને એમણે બે નિયમોનું પાલન કરવા કહ્યું છે:

નિયમ નંબર એક:
શેરધારકોના પૈસા ગુમાવા ન જોઈએ.

નિયમ નંબર બે:
નિયમ નંબર ૧ [એક] કદિ પણ વીસરતા નહીં.

૯.ઊંચી સૉસાયટીઓમાં ભળવાનું એ પસંદ કરતા નથી.સાંજે ઘરે આવ્યા પછી જાતે જ
   પૉપકૉર્ન [ધાણી] બનાવીને ટેલીવીઝન સામે બેસવાનું પસંદ કરે છે.

૧૦.વિશ્વનો સહુથી ધનવાન બીલગેટ ફક્ત પાંચ વર્ષ પહેલાં જ વૉરેનને મળ્યો.એને પોતાને
    વૉરેનમાં ખાસ અસામાન્ય જેવું કશું પણ લાગ્યું ન હતું.તેથી તેણે ફક્ત અર્ધો કલાકની
    મુલાકાત ગોઠવી હતી.પણ મુલાકાતની શરુઆતતો થઈ અને એ ચાલી પૂરા ૧૦ [દશ] કલાક.
  બસ,તે ક્ષણથી બીલગેટ વૉરેનનો પરમ ભક્ત બની ગયો.

૧૧.વૉરેન ક્યાંય પણ સેલફોન સાથે લઈ જતા નથી.એમના ટેબલ પર કૉંપ્યુટર પણ નથી.

વૉરેનનો યુવાન લોકોને માટે આ સંદેશ છે:
"ક્રેડીટ કાર્ડથી દૂર રહો અને સમગ્ર શક્તિ સ્વયંમા રોકો."
 
અને
સદૈવ યાદ રાખો:

A.
પૈસો મનુષ્યનો સર્જક નથી;મનુષ્યે પૈસાનું સર્જન કર્યું છે.

B.
સાદામાં સાદી રીતે જીવન જીવવાનું શીખો.

C.
બીજાઓ શું કહે છે એ પ્રમાણે ન વર્તો.બીજાઓ શું કહે છે તે સાંભળો
અને તમને જે સારું લાગે તે પ્રમાણે જ વર્તો.

D.
મોટાં મોટાં Brand નામો પાછળ ભાગો નહીં;પણ જેમાં તમને સુખ અને ચેન મળે તેવાંજ વસ્ત્રો પહેરો.

E.
બિનજરુરી વસ્તુઓ પર પૈસા ન વેડફો;પણ જેને જરુર છે એવા લોકો માટે પૈસા વાપરો.

F.
આ જિંદગી છે તમારી પોતાની.
એ જીવવાનો હક તમારો છે; બીજાઓને એ હક ન આપો.


[Translation from English by Shah Pravinchandra Kasturchand]
=============================END=============================


--
My Own Poetry in Gujarati,English and Hindi at following website and only Gujarati Poetry on Blog:
====================================
http://www.angelfire.com/poetry/pravinchandra/
http://pravinchandra.wordpress.com
============================

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

Special K Group

on Yahoo! Groups

Join the challenge

and lose weight.

Cat Fanatics

on Yahoo! Groups

Find people who are

crazy about cats.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...