પ્રોફેસર હેન્રીચે નીરાંતનો દમ લીધો.
સ્વીટ્ઝરલેન્ડથી મુંબાઈની
યુની.માં એકાદ મહીના પહેલાં એ વીઝીટીંગ પ્રોફેસર તરીકે આવ્યા
હતા. એક જ વીષયના અભ્યાસી હોવાના નાતે અને સ્વભાવનો મેળ પડવાને કારણે આટલા ટુંકા
ગાળામાંજ પ્રોફેસર સુધાકર સાથે તેમની ગાઢ મીત્રતા થઈ ગઈ હતી. બન્ને ઘણી વખત સાથે ફરવા જતા.
પોતે એક સારા અને સાચા ખ્રીસ્તી હોવાનો હેન્રીચને ગર્વ હતો. મધર ટેરેસાએ દરીદ્રનારાયણની કરેલી
સેવાથી તેઓ ઘણા પ્રભાવીત હતા. ભારતમાં ગરીબોની હાલત જોઈ તેમને ઘણું દુખ થતું. પોતે આ
બાબતમાં શું કરી શકે તેનો હમ્મેશ તેમને વીચાર આવ્યા કરતો.
અને એક દીવસ તેમને આ બાબતમાં આગળ ધપવાનો મોકો મળી ગયો. તે દીવસે સુધાકર સાથે
તેઓ મુંબાઈના
.. વીસ્તારમાં ચાલવા ની