[Fun_4_Amdavadi_Gujarati] નેતાઓનો નાર્કો��ેસ્ટ થા��� તો તેઓ ���ું બોલે =3F?=

નેતાઓનો નાર્કોટેસ્ટ થાય તો તેઓ શું બોલે?

tarak Mehtaમુંબઇના આતંકવાદી હત્યાકાંડથી બુદ્ધિ એવી તો બહેર મારી ગયેલી કે દિવસો સુધી ટીવીની ન્યૂઝ ચેનલો સામે હું ચોંટી રહેલો. સાંજે બગીચામાં જવાનું પણ સાંભરતું નહોતું. મુંબઇ સાથે મારા ઘણા તાણાવાણા જોડાયેલા છે.
ફકત માણસો સાથે જ નહીં, તાજ અને ઓબેરોયમાં ઘણી સાંજો ગાળી છે. મિત્ર સુરેશ દલાલ મારા સાક્ષી છે. સદભાગ્યે હત્યાકાંડમાં મારા અંતરંગ વર્તુળની કોઇ વ્યકિતને મેં ગુમાવી નથી. જોકે દિવસો સુધી જીવ ઊચો રહ્યો.
ધમકીઓ છતાં બીજી કોઇ ગોઝારી ઘટના બની નહીં ત્યારે હવાફેર કરવા એક સાંજે બગીચામાં પહોંચ્યો. ત્યાં પણ વાતો તો આ જ ચાલી. ખાસ કરીને આતંકવાદ પાછળની માનસિકતાની.
તેમાં વોટ ભૂખ્યા નેતાઓના લવારાઓ વિશે ટિપ્પણી કરતાં બિહારીએ કહ્યું, 'પોલીસવાળા આતંકવાદીઓના વારંવાર નાર્કોટેસ્ટ લીધા કરે છે તો દેશના લીડરોના કેમ લેતા નથી? લીડરો કદી સાચું બોલતા નથી તો રાષ્ટ્રપતિએ એક ખાસ વટહુકમ બહાર પાડી નાર્કોટેસ્ટ વડે લીડરોના મનની સાચી વાત કઢાવવી જોઇએ.
તે દિવસે ઘરે ગયા પછી બિહારીનું સૂચન મારા મનમાં ઘૂમરાતું રહ્યું. રાત્રે તંદ્રાવસ્થામાં એ ચક્કર ચાલતું રહ્યું. આપણા મહાનેતાઓને સત્યકથનનું ઇંજેકશન અપાય તો એ શું બોલે?
'સાચી વાત સમજી લો. પ્રાઇમ મિનિસ્ટર બનવાનો આ મારો છેલ્લો ચાન્સ છે. પેલા લાલીયાઓએ કોંગ્રેસને ટેકો આપી સોનિયાને ચગાવી મૂકી અને સોનિયાએ રાજકારણ સાથે જેને લેવા દેવા નથી એવા પાઘડીવાળાને મારી ખુરશી ઉપર બેસાડી દીધો ને મારી કેરિયરનો કચરો કરી નાખ્યો.
મેં મહમદઅલી જિન્નાના વખાણ કરી મુસલમાનોની વોટ બેંક જીતવા કોશિશ કરેલી તેમાં હું થાપ ખાઇ ગયો કારણ કે જિન્ના મુસલમાનોમાં લોકપ્રિય નહોતા અને આરએસએસએ પણ મારી છબી બગાડી નાખેલી. ભલું થજો નરેન્દ્ર મોદીનું કે એમણે હિંદુ વોટ બેંકને સઘ્ધર બનાવી છે. આ મારો છેલ્લો ચાન્સ છે.
કમનસીબે મારા કરતાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધતી જાય છે. પણ મોદી મને દગો નહીં દે એવું અત્યારે તો મને લાગે છે. મુંબઇના આતંકવાદી હુમલાથી મારા ચાન્સીસ વધી ગયા છે.'
સોનિયાજી નાર્કોટેસ્ટમાં શું બોલે?
'શિવરાજ પાટિલ કોંગ્રેસના સૌથી પુરાણા વફાદાર નેતા છે એટલે અમારે નાછુટકે એમને હોમ મિનિસ્ટર બનાવવા પડેલા. પણ એ નવા કપડાં સિવડાવવામાં જ બિઝી રહેતા હતા. કપડાં કડક હોય તો મિનિસ્ટર કડક દેખાય અને તો જ આતંકવાદીઓ એમનાથી ડરી જાય. પણ આતંકવાદીઓ ડરવાને બદલે અમારી કોંગ્રેસ ડરી ગઇ છે.
શીલા દિક્ષીતને કાઢવાની અમે ઘણી કોશિશ કરેલી. એ બાઇ જક્કી છે. એને ભાજપ પણ કાઢી શકયો નથી. કેટલાક મીડિયાવાળા તો શીલાને પ્રાઇમ મિનિસ્ટર બનાવવાની વાતો કરે છે પણ હું તો રાહુલનું વિચારું કે શીલાનું?
રાજસ્થાનમાં બાય ચાન્સ જીતી ગયા એટલે અડવાણીના પેટમાં તેલ રેડાયું છે. દિલ્હી અને રાજસ્થાનના રિઝલ્ટ પરથી લાગે છે કોંગ્રેસને આતંકવાદ નડયો નથી.'
નરેન્દ્ર મોદી નાર્કોની અસરમાં શું બોલે?
'મિત્રો, એ વાત સાચી છે, કે દિલ્હીમાં મલહોત્રાએ ઉકાળ્યું એટલે અડવાણીજી થોડી ચિંતામાં પડી ગયા છે. શું થાય? મલહોત્રા રેસનો ઘોડો નથી. શીલા દીક્ષિત પંચ કલ્યાણી છે. રાજસ્થાનમાં બળવાખોર ભાજપીઓએ વસુંધરા ઉપર વેર વાળ્યાં તેમાં ગુજરાત કોંગ્રેસના વિદૂષકો પોતે જીતી ગયા હોય તેમ નાચતા હતા.
એમને તો લઘુશંકા લાગી હોય છે તો બાથરૂમમાં જવા મેડમને દિલ્હી ફોન જોડીને પરવાનગી લેવી પડે છે અને સામે મેડમ ઊચા અવાજે બોલે તો બાથરૂમ સુધી પહોંચી શકતા નથી. એમના અવાજ નીકળતા નથી એટલે અમારા અસંતુષ્ટો પાસે રાડારાડ કરાવે છે. રાડારાડ કરવાથી કંઇ ચૂંટણીઓ જીતાતી હશે?
એમનો રાહુલ બાબો કોઇ ગરીબની ઝૂંપડીમાં દાળરોટી ખાઇ આવે છે તો અહીં બાબાના હજૂરિઆઓને ઓડકાર આવે છે. અહીં નેનો કાર આવી તો એનું ગૌરવ લેવાને બદલે માતમ મનાવે છે. કોંગ્રેસમાં નર્યા કાનખજૂરા ભર્યા છે. આટલા બધા પગ છે છતાં માઇકને ચોંટીને લોકોનાં કાનમાં કરડયા કરે છે. દિલ્હીવાળા આવીને એમને ચૂંટણીઓ જીતાડી આપે તેની રાહ જોતા બેઠા છે.'
નાર્કોટેસ્ટની અસરમાં અર્જુન મોઢવાડીઆ શું બોલે?
'નરેન્દ્ર મોદીને કારણે આખા દેશ ઉપર આતંકવાદીઓની આફત આવી છે. નરેન્દ્ર મોદી જ આતંકવાદી છે. દિલ્હી સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલે છે. તે બધી પોતાની પબ્લિસિટી પાછળ ખર્ચે છે. આતંકવાદીઓ માટે દરિયાકાંઠા ખુલ્લા મૂકી દીધા છે.
પોતાના વરઘોડા કાઢયા કરે છે. પછી કહે છે, હું ખાતો નથી, ખાવા દેતો નથી. અરે, ગુજરાતના ગરીબ ખેડૂતોને પૂછો, એમને પેટ પૂરું ખાવા મળે છે કે નહીં? નેનો... નેનોના પડઘમ વગાડો છો પણ નાના ઉધોગોનું શું?
નરેન્દ્ર મોદી જશે નહીં ત્યાં સુધી ગુજરાતનો ઉદ્ધાર નહીં થાય. રાહુલ બાબા જ એ ચમત્કાર કરી દેખાડશે.'


Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.com. Sign up now!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New business?

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

All together now

Host a free online

conference on IM.

Yahoo! Groups

Everyday Wellness Zone

Check out featured

healthy living groups.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...