[Fun_4_Amdavadi_Gujarati] એકતાનું દર્શન...

એકતાનું દર્શન

સરપંચ શબ્દનો સીધો અર્થ કરો તો સર એટલે માથું અને પંચ એટલે પાંચ. જેને પાંચ માથાં છે એવો એટલે સરપંચ અડધો રાવણ હોઇ શકે છે. આવો એક સરપંચ ધારાસભ્ય થઇ ગયો. એક વાર સાહેબ ગાંધીનગર જતા હતા એમાં માર્ગ અકસ્માત થયો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. સિટી સ્કેન કરતાં ખબર પડી કે સાહેબને મગજમાં ઇજા થઇ છે. પોતાના નેતાને મગજમાં ઇજા થઇ છે એવા સમાચાર મળતાં એમના ટેકેદારો દવાખાનામાં નારાઓ લગાવીને નાચવા લાગ્યા.
unity act seeingસમર્થકો માટે રાજી થવાનું કારણ એ હતું કે સાહેબનાં વિરોધીઓએ અફવા ફેલાવી હતી કે એમને મગજ નથી પણ આ રિપોર્ટથી સાબિત થઇ ગયું કે સાહેબ વાપર્યા વગરનાં પેટીપેક મગજનાં માલિક છે. મગજનાં દાકતરે કહ્યું કે મગજનાં રિપેરિંગની મગજમારી બે-ત્રણ દિવસ ચાલશે, વળી નેતાનું મગજ હોવાથી મારા ભેજાનું દહીં થશે ત્યારે એ ફરી કામે ચડશે. સમર્થકોએ દાકતરને કહ્યું કે આજે શપથ વિધિ છે અને પહોંરયા વગર છૂટકો નથી.
તમે મગજ બહાર કાઢીને ખોપરી સીવી નાખો. મગજ રિપેર થઇ જાય એટલે ફોન કરજો એટલે અમે ફિટ કરાવી દઇશું. ઝાઝા ગાંડા પાસે એક ડાનું શું ઊપજે? અંતે દાકતરે મગજ પોતાની પાસે રાખી નેતાને ડિસ્ચાર્જ કર્યા. ત્રણેક દિવસ બાદ મગજ બરાબર ચાલતું થયું એટલે દાકતરે ઘણાં ફોન કયાô પણ સાહેબના પી.એ. પાસેથી એક જ જવાબ મળતો કે સાહેબ ઉદ્ઘાટનમાં વ્યસ્ત છે.
એક દિવસ તો દાકતરે ગરમ થઇને ફોન કર્યોકે એ તમારો સાહેબ હશે પણ મારો તો પેશન્ટ છે. એ મગજ વગરનાંને કહો કે છેલ્લા એક અઠવાડિયાથી મગજ રિપેર થઇ ગયું છે છતાં ફિટ કરાવવા આવતાં નથી. અહીં સરકારી હોસ્પિટલમાં કૂતરા અને બિલાડાનો ત્રાસ છે. ગઇકાલે એક કૂતરું મગજ મોઢામાં લઇને રોડ ઉપર ચડી ગયું. હું અને નર્સ બંને હાથમાં હાથ પકડીને એક કિલોમીટર પાછળ દોડયા ત્યારે માંડ માંડ મગજ પાછું લાવી શકયા. પ્રધાનનુ મગજ હતું એટલે આટલી મહેનત લીધી બાકી કોઇ નાના માણસનું મગજ હોત તો જવા દીધું હોત.
દાકતરને તપી ગયેલા જોઇ પી.એ.એ સાહેબ સાથે વાત કરી અને દાકતરને વળતો ફોન કર્યોકે મગજનાં સારા ભાવ આવતાં હોય તો કાઢી નાખજો. અત્યારે બજારમાં સખત મંદી છે. વળી નેતાનુ મગજ છે, એટલે જો કોઇ લેવાલ ન મળે તો જેને ભાવતું હોય એને ખવડાવી દેજો, કારણ કે સાહેબ સરપંચ હતા ત્યારે મગજની જરૂર પડતી હતી પરંતુ હવે તો મંત્રી થઇ ગયા છે. આ મગજરહિત મંત્રી એક વાર એક ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં જઇ ચડયા.
સાહેબ પોતાના બાળપણમાં લખોટી, ભમરડાં અને ગીલ્લીદંડાથી આગળ કશું રમ્યા નહોતા છતાં પ્રધાનશ્રીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું. મારા વહાલા મતદાર ભાઇ-બહેનો, આજે જે ટીમ જીતી છે એને મારા લાખ-લાખ અભિનંદન અને જે ટીમ હારી છે એને કયારેય નિરાશ ન થવા વિનંતી. હું છેલ્લાં પંદર વરસથી હારતો હતો પણ કયારેય હિંમત હારતો નહોતો, મારી ડિપોઝિટ ડૂલ થતી હતી પણ મેં કયારેય મારી હિંમતને ડૂલ થવા દીધી નથી માટે મેચ હારો પણ હિંમત ન હારશો.
આ ટુર્નામેન્ટનાં આયોજકોને મારા લાખ-લાખ અભિનંદન, પણ એક સૂચન હું ચોક્કસ કરીશ કે આપણો આવડો મોટો દેશ અને ફાઇનલમાં માત્ર બે જ ટીમ પહોંચી શકી? સવાસો કરોડની આબાદી ધરાવતાં રાષ્ટ્રમાં ઓછામાં ઓછી સવાસો ટીમ ફાઇનલમાં રમવી જોઇએ. જયારે મેચ ચાલું હતી ત્યારે મેં બરાબર ઘ્યાનથી જોયું હતું કે વિજેતા ટીમ ગોલ કરવા જાય ત્યારે એમની ટીમનો ગોલકીપર આરામથી ઊભો રહેતો. આ રીતે રમવાથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ઉપર ખતરો ઊભો થશે. જે દિવસથી બંને ટીમ સાથે ગોલ કરશે અને બંને ગોલકીપર સાથે મળીને ગોલ રોકશે ત્યારે સાચી એકતાનું દર્શન થશે. બોલો ભારત માતા કી જય.


Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.com. Sign up now!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Search Ads

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

All together now

Host a free online

conference on IM.

Yahoo! Groups

w/ John McEnroe

Join the All-Bran

Day 10 Club.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...