[Gujarati Club] બે કવિ અને એક ગઝલ!

વિ.સં.૨૦૪૧માં આ અકસ્માત ગુજરાતી કવિતા સાહિત્યમાં સર્જાયો હતો એ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે.બે કવિઓ અને સાથે મળી એક ગઝલ સર્જે અને રચનાકાર તરીકે બનેએ કવિઓનું નામ લખાય; આ અકસ્માત કંઈ નાનોસૂનો તો નથી જ નથી.૨૦૪૧ના મુંબઈ સમાચારના દીપોત્સવી અંકમાં આ ગઝલ છપાઈ છે.તો ચાલો ત્યારે એ ગઝલ આપણે માણીએ અને ૨૦૪૧ની દિવાળી અત્યારે ૨૦૬૫માં ઊજવીએ.
આશા છે કે આવા ધડાકા હવે પછી ગુજરાતી કવિતા સાહિત્યમાં સર્જાતા રહે.જો આવું થશે તો બીજી જાતના ધડાકાઓ આપમેળે બંધ થઈ જશે
========================================
====================
ઈચ્છા
(સહિયારી ગઝલ)
-દીપક ત્રિવેદી 'દીપ'
-મનસુખ નારિયા 'દોસ્ત'
=========================
એક ઈચ્છા ઈન્કલાબી નીકળી
લાજવાબી -ને- શરાબી નીકળી.

એક ઘટના ફૂલથી આગળ ધપી
અંતમાં ખાનાખરાબી નીકળી.

મહેંક-સ્પર્શ-ફૂલ વિશે શું કહું?
શબ્દની ડાળો ગુલાબી નીકળી.

ઝંખનામાં સૌ સિકંદર હોય છે
લો,હકીકત પણ નવાબી નીકળી.

સૌ તરફ પ્રશ્નો જ ગૂંચવાતા રહ્યા
તું ફક્ત હાજરજવાબી નીકળી!!

=========================

તા.ક.ગઝલ તંતોતંત જેવી છપાઈ છે તેવી જ અહીં મૂકી છે.

--
My Own Poetry in Gujarati,English and Hindi at following website and only Gujarati Poetry on Blog:
====================================
http://www.angelfire.com/poetry/pravinchandra/
============================

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

All together now

Host a free online

conference on IM.

Yahoo! Groups

Do More For Dogs Group

Join a group of dog owners

who do more.

Yahoo! Groups

Going Green Zone

Save the planet.

Your resources to go green.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...