મને કશું આવડતું નથી
બોર્ગ પાસે બંને કોર્ટ પર રમવાની અને જીતવાની સિદ્ધિ છે. બોર્ગ અમેરિકન ઓપનની ફાઇનલમાં ચાર વખત રમ્યા. અમેરિકન ઓપનની ફાઇનલમાં ચાર વખત રમવું એ પણ વર્લ્ડ રેકોર્ડ છે. પરંતુ તેમાં તે એક પણ વખત જીત્યા નહીં. તેનો તેમને વસવસો રહી ગયો. ઇવાન લેન્ડલને વિમ્બલ્ડન ન જીતવાનો ખેદ છે.
અભિમન્યુએ યુદ્ધમાં અઘરા છ કોઠા તોડી નાખ્યા. પરંતુ છેલ્લો ગારાનો સાવ સામાન્ય કોઠો તોડતા તેને ન આવડયું. તેમાં તે ફસાઇ ગયો. તેને દુ:ખ તો થયું જ હશે. પણ તેને વ્યકત કરવા તે જીવી ન શકયો. સંસ્કૃતમાં વાચસ્પતિ થયેલા એક પંડિત હોંશિયાર બહુ તેમની નબળાઇ એ કે તેમને અંગ્રેજી ન આવડે. તેનો તે માનસિક ખરખરો કર્યા કરે.
આવી અનેક બાબતો પરથી એવું ફલિત થાય છે કે કોઇ એક વ્યકિત બધું જાણી ન શકે. બધું કરી ન શકે. કોઇ પૂર્ણ નથી. કોઇ સંપૂર્ણ નથી. પ્રખર બુદ્ધિશાળી વ્યકિતમાં અપૂર્ણતાનો છાંટો કે દરિયો હોય છે. જનરલ થિયરી ઓફ રિલેટિવિટી અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી રજૂ કરી વિજ્ઞાનની દુનિયામાં હંગામો મચાવનાર આઇન્સ્ટાઇનને વૈજ્ઞાનિકો - વિદ્યાર્થીઓ આદર્શ માનતા હોય છે.
તેમની વિખ્યાતિ એટલી બધી કે તે પત્ર લખી નીચે સહીમાં માત્ર A.E. લખતા. તેમની સહી વાંચનારને ખ્યાલ આવી જાય કે આ પત્ર આઇન્સ્ટાઇનનો છે. હજી પણ તેમનું અમેરિકાની પ્રિન્સ્ટન મગજ યુનિવર્સિટીમાં સાચવી રાખવામાં આવ્યું છે. હજી પણ તેમનાં જીવન પર આધારિત લેખો દુનિયામાં છાપાં-મેગેઝિનોમાં પ્રગટ થયાં કરે છે, થયાં કરશે, તેની કોઇ મર્યાદા નથી.
પણ હા, આઇન્સ્ટાઇનની મર્યાદા હતી. કોન્ટમ મેકનિકસ સમજવું તેમને અઘરું થઇ જતું. તેમણે તેમાં બધું જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ કોન્ટમ મેકેનિકસની ગૂંચવણો તેઓ સહેલાઇથી ઉકેલી શકતા ન હતા. તેઓ બોલી ઊઠયાં કે God doesn't play with dice .
વિખ્યાત ભૌતિકશાસ્ત્રી ફિટજોક કેપ્રા ભગવાનના મહિમાની તુલનામાં પોતાની અને સમગ્ર વૈજ્ઞાનિકતાની મર્યાદા કબૂલતા કહે છે, 'ભૌતિકશાસ્ત્રીઓ જાણે છે કે પૃથક્કરણ કરવાની તેમની પદ્ધતિ અને તર્કથી તેઓ કુદરતી ચમત્કારોનો ભેદ એક સાથે કયારેય સમજાવી શકશે નહીં.' પ્રત્યેક માણસની પોતાની એક મર્યાદા છે. તે જો પોતાની મર્યાદા સમજી લે તો એની બુદ્ધિ વિશાળ થતી જાય છે. To know the ignorance is to enter into intelligence
વાસ્તવિકતા એ છે કે માણસ પોતાની મર્યાદાથી પરિચિત થવા માગતો નથી. પરિચિત હોય તો પણ તે સ્વીકારી શકતો નથી. MBA નો અર્થ એ છે કે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. MBA બીજો અર્થ લોકો કરતાં હોય છે કે મને બધું આવડે!
મને બધું આવડે છે - હું જીનિયસ છું. એવો દાવો લોકો કરી લેતા હોય છે. કલીન શેવ કરી મૂછ મરોડતા હોય છે. આવા લોકોનું તખલ્લુસ હોય છે. જોકે અર્થાત્ જાણિયા કાકા. આવા વર્ગમાં આવનારને ઘણીવાર કશું આવડતું હોતું નથી. વાસ્તવમાં તો જેને ઘણું બધું આવડે છે તે ચૂપ થઇ જાય છે.
જાણનારો પોતાને અજ્ઞાની કહે છે. સોક્રેટીસ એવું કહેતા I know one thing that I know nothing. જાણનારો-જીવનારો આવું બોલી શકે. એક સંતે પ્રમુખસ્વામી મહારાજને સોક્રેટીસની આ ભાવના કહી. સ્વામીજી કહે : 'આટલું બોલવા માટે તેણે કેટલું બધું જાણ્યું હશે!' માણસ જેમ જેમ વધુ જાણે છે તેમ તેમ વધુ શાંત થતો જાય છે. આવી વ્યકિત જ્ઞાની છે. તે બધું જાણનારો છે, બધું કરનારો છે. આપણે માઇકલ એન્જેલોની વાત કરીએ. શિલ્પની દુનિયામાં તેમનું નામ અજોડ છે.
પિએટા! કલા અને વિજ્ઞાનનું સુભગ દર્શન. પિએટા જોયા પછી કોઇને પણ તેમની કલાક્ષમતા માટે શંકા ન થાય. પથ્થરમાં પુષ્પની કોમળતા અને પમરાટ એટલે માઇકલ એન્જેલો. ડેવિડ! તેમણે ઘડેલું ડેવિડનું શિલ્પ જોઇ લોકો આજે પણ આફરિન પોકારી ઊઠે છે. એની આંખોમાં ઘૂંટાતો આત્મવિશ્વાસ જોઇ મનમાં એવું થઇ જાય કે હવે ગોલિયથ ગયો!
તેમણે કવિતાઓ પણ લખી છે. તેમના પર ઇરવિંગ સ્ટોને 'એગની એન્ડ એકસ્ટસી' નામનું સરસ પુસ્તક લખ્યું છે. આમ છતાં એન્જેલો એવું કહેતા I am learning alphabet of my art તેમની મહાનતા એમની આવડત નહીં પણ આવી જીવનભાવના છે.
આઇઝેક ન્યુટન માનવ ઇતિહાસમાં પ્રભાવશાળી વ્યકિતઓની યાદીમાં સ્થાન પામે તેવા છે.૨૦૦૫માં રોયલ સોસાયટીએ કરેલા સર્વેમાં તેમને આઇન્સ્ટાઇન કરતાં વધુ મત મળેલા.ન્યૂટન પ્રખર બુદ્ધિશાળી તો હતા તેની સાથે સાથે તેઓ પોતાની મર્યાદાને પણ સારી પેઠે જાણતા હતા. આમ થવાનું એક કારણ એ છે કે તેઓ ખૂબ ધાર્મિક હતા.
તેઓ પોતાના સીમિત જ્ઞાનને માટે કહેતા : દુનિયા સામે હું કેવો લાગું છું તેની મને ખબર નથી. પરંતુ મારી દ્રષ્ટિમાં હું સત્યના વણ શોધાયેલા મહાસાગરના કિનારે રમતા અને સુંવાળા પથ્થર અથવા સુંદર છીપલાં વીણવામાં મશગૂલ એવા એક અબુધ બાળક સમાન છું.'
આપણે એટલું જ સમજવાનું છે કે મને કશું આવડતું નથી.આપણે 'મને બધું આવડે' તે ભૂમિકાથી ન્યૂટનની જેમ 'મને કશું આવડતું નથી' એ ભૂમિકાએ જવાનું છે. અને જયારે ગુણાતીત સંત મળે ત્યારે એમને નમ્રભાવે એટલી વિનંતી કરવાની કે અધીહિ ભગવ. હે ભગવાન! આપ મને ભણાવો.
Get your own website and domain for just Rs.1,999/year.
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment