[Fun_4_Amdavadi_Gujarati] કરેલું ��કામું જ���ું નથી...

કરેલું નકામું જતું નથી...
જીવનના છ દાયકા વિતાવી ચૂકેલ પરાગભાઈ પત્નીની અણધારી વિદાયથી એકાકી બની ગયા. આ ઉંમરે એકાકીપણું કદાચ દરેક માણસને આકરું લાગે છે અને તે સ્વાભાવિક પણ છે જ ને? બધી ફરજો, જવાબદારીઓથી મુક્ત થયેલ માનવી જીવનના આ પડાવે પરમ શાંતિ ઝંખે છે. તો સાથે સાથે કોઈ સહૃદયીનો સાથ પણ ઝંખે જ છે. પણ... આપણો સમાજ હજુ એ જરૃરિયાત સમજી શકે, સ્વીકારી શકે એટલો પુખ્ત થયો નથી.
પરાગભાઈના ઘરમાં જોકે દીકરો વહુ, પૌત્રો બધા હતાં જ. પણ એ બધાં પાસે પોતપોતાની આગવી દુનિયા હોય તે સહેજે સમજી શકાય એટલે પરાગભાઈ બધા હોવા છતાં એકલા પડી જાય એમાં નવી વાત નથી જ ને?
સવારના દસ થયા હતા સવારની ચા તો જોકે પીવાઇ ગઈ હતી પણ કોઈ સ્વાદ વિનાની એ ફિક્કી ચા... પરાગભાઈ પરાણે ગળે ઉતારી ગયા હતા પત્ની હતી ત્યારે કેવી સરસ મજાની આદું- એલચી નાંખેલ ગરમાગરમ ચા નિરાંતે પીવા મળતી હતી. આજે તો વહુને યાદ આવે તો. ત્યારે ઠંડી, ફિક્કી ચા મૂકી જતી. પરાગભાઈ જાતે પણ સરસ ચા બનાવી લેતા પણ વહુના રાજ્યમાં એવી છૂટ પણ ક્યાં હતી? રસોડામાં જઈને ખાંખાખોળા કરવાના નથી. વહુની એ તાકીદની અવગણના કરી શકાય તેમ ક્યાં હતી?
પણ આજે તેમને માથું સખત દુખતું હતું એક સરસ મજાની ચા મળે તો? પણ સવારે દસ વાગ્યે બીજી વાર ચા માંગે તો તો ઘરમાં મહાભારત જ સર્જાઈ જાય! એ જાણ હોવાથી મૌન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો થોડીવાર તો તેમણે સૂઈ રહેવાનો પ્રયત્ન કયો. પણ ઊંઘ એમ થોડી આવે? અંતે બહાર જઈને ચા પીવાનો વિચાર આવતાં તેઓ બહાર નીકળ્યા.
થોડે દૂર ગયા ત્યાં એક નાનકડી હોટેલ જેવું દેખાતા અંદર ઘૂસ્યા, હોટેલ નાનકડી પણ ચોખ્ખી દેખાતી હતી. એ જોઈ થોડો સંતોષ થયો. મનમા આશા જાગી કે અહીં સારી ચા મળશે અને જો સારી હોય તો રોજ અહીં આવીને ચા પી લેવી. એમ મનોમન નક્કી પણ કરી નાખ્યું. હોટેલ કંઇ ઘરથી બહુ દૂર નહોતી. ત્યાં હોટેલનો છોકરો શું લાવું. એ પૂછવા આવતાં તેમણે આદુંવાળી ચા મળશે કે કેમ એ પૂછતાં હકારમાં જવાબ મળ્યો. પરાગભાઈને હાશ થઈ. તેમણે એક સરસ મજાની ચા બનાવવાનો ઓર્ડર આપ્યો અને પોતે હોટેલમાં વાગતાં જૂનાં ગીતના શબ્દોમાં ખોવાઇ ગયા.
થોડીવારે ચા આવી, ગરમાગરમ ચાની સુગંધથી જ પરાગભાઈ ખુશ થઈ ગયા. નિરાંતે ચાના સબડકા ભરી પીવાની મજા આવી ગઈ. પત્નીના ગયા પછી કદાચ પહેલીવાર આવી સરસ મજાની ચા મળી હવે તો રોજ અહીં જ ચા પીવા આવવું એ પાક્કું થઈ ગયું. થોડીવાર શાંતિથી બેઠા બેઠા ગીતો સાંભળ્યા, થોડું સારું લાગ્યું.
થોડીવારે ઊભા થઈ ચાના પૈસા દેવા ગલ્લા પાસે ગયા કેટલા આપવાના? એમ પૂછતાં જવાબ મળ્યો. 'કંઇ નથી આપવાનું."
પરાગભાઈને આશ્ચર્ય થયું. કંઇ ન સમજાતા તેમણે ગલ્લા પર બેસેલ માલિક સામે જોયું અને મૌન રહીને પૂછયું.
ત્યાં તો માલિક ઊભો થઈ પરાગભાઈને પગે લાગ્યો, પરાગભાઈને કંઇ સમજાયું નહીં પેલાએ કહ્યું, "શેઠ, ઓળખો છો?"
પરાગભાઈના મનમાં મૂંઝવણ થઈ આવી આને તો ક્યાંય જોયાનું યાદ નથી આવતું! તેમણે નકારમાં માથું ધૂણાવ્યું.
"તમે મને નહીં ઓળખો. પણ હું ક્યારેય તમને નથી ભૂલ્યો. મને તો આજે યે  પંદર વરસ પહેલાંનો એ દિવસ યાદ છે. હું સ્ટેશન પર ભીખ માગતો હતો ત્યારે તમે મારી સામે જોઈને કહેલ કે આમ  સાજો સારો થઈને ભીખ માગતા શરમ નથી આવતી? કામ કર... કામ..."
અને મેં કહેલ કે "મને અનાથને કામ કોણ આપે? શું કામ કરું?
તમે મને ત્યાં જ તમારી સાથે જ ગરમાગરમ આદુંવાળી ચા પીવડાવી અને પછી મારા હાથમાં સો રૃપિયાની નોટ મૂકેલ અને કહેલ કે જો પૈસામાંથી બૂટ પૉલિશનો સામાન લઈ બૂટપોલીશનું કામ કર. મહેનત કરીને ખાતા શીખ.
અને સાહેબ, મને ખબર નહીં કેમ પણ તમારી પૂરી સહાનુભૂતિથી બોલાયેલ એ શબ્દો એવા તો સ્પર્શી ગયાં કે મેં ખરેખર એ પૈસામાંથી બૂટપૉલિશનો ધંધો શરૃ કર્યો. અને પછી થોડાં પૈસા એકઠાં થતાં ચાની રેંકડી શરૃ કરી. અને આજે બે વરસથી આ નાનકડી હોટેલ ચાલુ કરી છે સાહેબ, આ બધો તમારો પ્રતાપ. આજે તમને અચાનક અહીં જોયા અને હું ન ઓળખું એવું કેમ બને? આ હોટેલ તમારી જ છે. અને રોજ આ તમારી હોટેલની ચા પીવા તો તમારે આવવું જ પડે ને? અને સાહેબ, હું પણ હવે તમારી જેમ જ કોઇ તંદુરસ્ત છોકરાને ભીખ માંગતાં જોઉં છું... ત્યારે તમને યાદ કરી તમારું ઋણ ચૂકવવા તમારા જ શબ્દો દોહરાવી મારાથી બનતી મદદ જરૃર કરું છું. પછી જેવા તેના નસીબ."
પરાગભાઈની નજર સામે ટીંંગાતા ગીતાસંદેશ લખેલ કેલેન્ડરમાંના શબ્દો પર સ્થિર થઈ ગઈ. "કરેલું નકામું જતું નથી."


Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Dogs Owners Group

Join Do More For Dogs

pet community

Yahoo! Groups

Everyday Wellness Zone

Check out featured

healthy living groups.

Get in Shape

on Yahoo! Groups

Find a buddy

and lose weight.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...