મેરા ભારત કિતના મહાન?
આજના પ્રજાસત્તાક દિને આત્મપરીક્ષણની આ રસપ્રદ ક્વિઝ ચૂકશો નહીં
એટલે રોજ નહીં તો કમસે કમ આજે તો જરા જાણીએ કે ભારત કેટલે અંશે 'બંધારણીય' છે? બંધારણના પહેલા જ ફકરામાં હાર્દરૂપ જે વાત કહેવાઈ છે તેનો સાર એ છે ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક પ્રજાસત્તાક છે તથા અહીં તમામ નાગરિકોને ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા મળે તે માટે આપણે સૌ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, કટિબદ્ધ છીએ. ભારે શબ્દો ન ફાવ્યા? ઓકે, સહેલા શબ્દમાં કેટલાક સવાલો પૂછું છું અને જવાબમાં તમારે માક્ર્સ આપવાના. એટલું તો સૌને ફાવશે અને ગમશે તેની મને ખાતરી છે. તો, થઈ જાય થોડું આત્મપરીક્ષણ.
પહેલો શબ્દ: સાર્વભૌમ એટલે કે સર્વોપરી, બાહ્ય નિયંત્રણ વિનાનું. આજે આપણા માથે અંગ્રેજોનું રાજ નથી એ સાચું, પણ એ સિવાય, અન્ય દેશોનું આપણા પર નિયંત્રણ કેટલું? અમેરિકાનું આપણા પર જરાય નિયંત્રણ નથી?
જો તમને એવું લાગતું હોય કે આપણા પર અન્ય દેશોનું નિયંત્રણ નથી, તો સાર્વભૌમત્વના મામલે ભારતને ૧૦૦ ટકા માક્ર્સ આપો અને જો તમને એવું લાગતું હોય તો અસલી નિયંત્રણ તો પૂરેપૂરું બહારથી જ થઈ રહ્યું છે તે ૦ માર્ક આપો. તો કેટલા આપ્યા? નોંધી લો.
બીજો શબ્દ: સમાજવાદી, આમ તો ઉત્પાદન અને વિતરણના સાધનો સમાજની માલિકી-નિયંત્રણ હેઠળ હોવા જોઈએ એવા રાજકીય-આર્થિક સિદ્ધાંતમાં માનનાર સમાજવાદી ગણાય. પણ વધારે પડતા સરળીકરણના જોખમે પણ એટલું કહી શકાય કે રાષ્ટ્રીયકરણ એટલે સમાજવાદ અને ખાનગીકરણ એટલે મૂડીવાદ, ૧૯૯૧થી ઉદારીકરણનો વાયરો ફૂંકાયો ત્યાર પછી રાષ્ટ્રીયકરણ-ખાનગીકરણનો આપણો મિજાજ કેવો છે એના આધારે માક્ર્સ આપો. શાંતિથી વિચારીને માક્ર્સ આપો. આપ્યા?
ત્રીજો શબ્દ: બિનસાંપ્રદાયિક. હાશ, આ શબ્દ ખબર હશે. તો, આપો માક્ર્સ કે દેશમાં સાંપ્રદાયિકો કેટલા પ્રમાણમાં છે ને બિનસાંપ્રદાયિકોનું પ્રમાણ કેટલું છે. ગુજરાતમાં બહુ ચર્ચાતી સ્યૂડો સેકયુલરની કેટેગરી પણ ઉમેરવી હોય તો એને પણ ગણતરીમાં લઈને સરવાળે નક્કી કરો કે આપણો દેશ સાચા અર્થમાં કેટલો બિનસાંપ્રદાયિક છે? હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી વચ્ચે સંપ કેવોક? ૧૦૦માંથી કેટલા અપાય?
ચોથો શબ્દ: લોકતાંત્રિક, આપણી લોકશાહી કેટલી મજબૂત છે? લોકશાહીના ચાર પાયા-ન્યાયતંત્ર, સંસદ, અમલદારશાહી અને મીડિયાનું આપણું માળખું કેટલું સ્વસ્થ લાગે છે તમે એ વિચારીને માક્ર્સ આપો.
પાંચમો શબ્દ: ન્યાય. સૌને ન્યાય મળવાની અહીં વાત છે. બોલો, તમને શું લાગે છે? ભારતમાં સૌને સરખો ન્યાય મળી રહે છે? સમયસર ન્યાય મળી રહે છે? અપમાનિત ગરીબથી માંડીને આરોપી નેતાઓ સુધીના મામલે દેશમાં કાયદાનું રાજ કેટલું છે? તો લો, આપો માક્ર્સ.
છઠ્ઠો શબ્દ: સ્વાતંત્ર્ય. આપણા દેશમાં સ્વાતંત્ર્ય કેટલું છે? નાગરિકોને છૂટ કેટલી મળે છે અને કેટલો અંકુશ છે. વાણીસ્વાતંત્ર્યથી માંડીને માનવઅધિકારની જાળવણી બાબતે દેશ કેટલો મોકળો છે? કરો નક્કી. સાતમો શબ્દ: સમાનતા. ન કોઈ ઊચ, ન નીચ, ન કોઈ મોટું, ન કોઈ નાનું. આ આદર્શ સિદ્ધ કરવામાં બંધારણીય ભારતે ૫૮ વર્ષમાં કેટલી પ્રગતિ કરી? લખો માક્ર્સ.
તો, બંધારણના પહેલા ફકરામાં આ સાત શબ્દોવાળા વિધાન પછી તરત જે શબ્દ છે તે છે ફ્રેટરનિટી-ભાઈચારો. અહીં મુદ્દો વ્યકિતના ગૌરવની જાળવણીનો છે. સાચું પૂછો તો જે તે વ્યકિતના વૈવિઘ્યના સ્વીકારની આ વાત છે. આમ તો વૈવિઘ્ય ખમી ખાવું એ ખાવાના ખેલ નથી. છતાં, વિવિધ પ્રાંત-દેશ-વર્ણની વ્યકિત પ્રત્યે આપણા દેશમાં ભાઈચારાની લાગણી કેટલી છે? કેટલા માક્ર્સ આપ્યા? હું ૧૦૦માંથી ૩૫ આપું, પાસિંગ માક્ર્સ ખરા, પણ બહુ રાજી થવા જેવું નથી. પછી નવમી વાત છે એકતા-અખંડિતતાની.
શું લાગે છે? કેટલો એક છે આપણો દેશ? કેટલો અખંડ છે? લખો માક્ર્સ. હવે આ નવેય માક્ર્સનો સરવાળો કરીને તેનો ૯૦૦થી ભાગાકાર કરો. જે જવાબ આવશે તે થશે તમારા ભારતનું તમારું મૂલ્યાંકન. છેવટે, તમે પણ એક ભારત છો. સાચું પૂછો તો ભારતમાં ૧.૧૫ અબજ ભારત છે. તમે જ કહો, આપણામાંથી કોઈ સ્વિડિશ ગામડે પહોંચે તો ત્યાંના લોકો ભારતને એવું જ માનશે જેવી આપણા વિશે એના મનમાં છાપ રચાશે. આપણે સૌ આખા દેશના પ્રતિનિધિઓ છીએ. માત્ર પરદેશમાં નહીં, ભારતમાં પણ.
ભલે પ્રજાસત્તાક દેશની સત્તા નેતાના હાથમાં હોય, પણ દેશ પ્રત્યેની જવાબદારી તો પ્રત્યેકની છે. માટે, થોડું નાટયાત્મક લાગે તોપણ, આજનો દિવસ, કમસે કમ આજનો દિવસ, હું સુરતી, હું હિન્દુ, હું મુસ્લિમ, હું મૂળ મદ્રાસનો એવી બધી અનેક પ્રકારની ઓળખ થોડી બેકગ્રાઉન્ડમાં રાખીને સતત એવી સભાનતા રાખી જુઓ કે 'હું ભારતીય છું, હું ભારત છું,' એ ખરું કે વાંશિક-પ્રાંતીય ઓળખ ઓગાળી ન શકાય અને એની જરૂર પણ નથી, પરંતુ સાથોસાથ 'હું ભારત પણ છું' એટલું તો યાદ રાખી શકાય ને! તો રાખી જુઓ. ૨૬ જાન્યુઆરીની એથી સારી ઉજવણી બીજી કઈ હોઈ શકે? છેલ્લો સવાલ: એક સાચા ભારત તરીકે, એક ભારતીય તરીકે તમે પોતાને કેટલા માક્ર્સ આપો?
Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment