મુકિતની માયા માટે જાણે હોડ લાગી છે
આજે દરેક ચેનલ પર સવારે ધર્મ અને રાતના અપરાધનો એક કાર્યક્રમ હોય છે.
બીજી તરફ, સ્વામી અવધેશાનંદગિરી જેવી હસ્તીઓ પણ છે, જે પોતાના વ્યકિતત્વ તથા ધાર્મિક શ્રદ્ધાના પરસ્પર સુમેળથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે.
એક બીજા વિદૂષી છે પ્રેમા પાંડુરંગ. રામાયણ, મહાભારત, ભગવત ગીતા, ભાગવતમ્ અને નારાયણીયમ્ પર એમનું પ્રવચન શ્રોતાઓને પ્રભાવિત કરે છે. તેઓ પોતાનાં પ્રવચનોને વર્તમાન તેમ જ વાસ્તવિક જીવનની આસપાસ ગૂંથે છે, જેથી શ્રોતાઓ રસપૂર્વક સાંભળે. ભારતીય સંસ્કૃતિ અને પારંપરિક મૂલ્યો સાથે પિશ્ચમી ફિલસૂફીને વણીને તેઓ આ કામ કુનેહથી કરે છે.
પ્રવચન ઉપરાંત તેઓ ધન-પુણ્ય અને સંસ્કૃતિને ટકાવી રાખવાના કાર્યોમાં પણ સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ શ્રીપેરુમબુદુરમાં આશ્રમ ચલાવે છે, જેનું સંચાલન ક્ષેત્રોપાસના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. એમણે ચેન્નઇની પ્રતિષ્ઠિત પ્રેસિડેંસી કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે બે દાયકા સુધી કામ કર્યું છે. એમણે ઘણાં પુસ્તકો ઉપરાંત તમિળ અને હિંદીમાં ૩૦૦થી વધુ ભજન પણ રચ્યાં છે.
એમના કહેવા મુજબ ટેકનોલોજી અને વિજ્ઞાનની પ્રગતિ સાથે વ્યકિત બૌદ્ધિક રીતે પણ વિકાસ સાધે છે, પણ એ બધામાં જીવનનો મહત્ત્વપૂર્ણ અંશ કયાંક ખોવાઇ રહ્યો છે અને એમનો ઉદ્દેશ્ય છે કે માણસ પોતાની જીવનનૌકાને સ્થિર કરવા એક લંગર શોધે.
લંગર-સ્થળનો અર્થ છે આસ્થા, જે એક દિવ્ય શકિત છે અને એક પ્રકારનો દયાળુ આત્મા પણ, જે માર્ગદર્શન, સલામતી અને નિયંત્રણનું કામ કરે છે. આ બધું વ્યકિતને અંદરથી વધુ સુંદર બનાવે છે. માનવનું હૃદય કુદરતી રીતે પ્રેમ માટે બન્યું છે અને માણસનું દિમાગ વિશ્વાસ કરવા માટે. આ વિશ્વાસને જાગૃત રાખવા માટે પ્રાચીન સત્યોને નવા રૂપમાં લાવવા જરૂરી છે.
આ બાજુ રાજધાનીના માનસરોવર પાર્ક અને બક્કરવાલામાં બે ભવ્ય આશ્રમ બન્યા ત્યાં સુધી સુધાંશુ મહારાજ પીતમપુરાના એક ફ્લેટમાં નિવાસ કરતા હતા. હવે તેઓ કીર્તિનગરના એક આલીશાન મકાનમાં રહે છે અને જગ્યા બદલવાની સાથે એમનો પરિચય પણ બદલાઇ ગયો છે.
વિશ્વ જાગૃતિ મિશન અનુસાર સુધાંશુજીને થાઇલેન્ડમાં આઘ્યાત્મિક જ્ઞાન લાધું અને ત્યાર બાદ આઘ્યાત્મિક ઉત્થાન માટે દેશવિદેશમાં યાત્રા કરવા લાગ્યા.
સુધાંશુજીનો જન્મ સહારનપુર(ઉત્તરપ્રદેશ) પાસે એક ગામડામાં ૨ મે ૧૯૫૫ના રોજ થયો. એમનું સાંસારિક નામ હતું યશપાલ. યશપાલે પોતાની આઘ્યાત્મિક સામાજિક યાત્રા આર્યસમાજના મંચ પરથી ભજનોપદેશથી કરી. આજે પણ એવા ઘણા લોકો છે, જેમણે એમને હાર્મોનિયમ પર ભજન ગાતા અને ઉપદેશ દેતા અનેક કાર્યક્રમોમાં જોયા હતા.
યશપાલ અને પછી આચાર્ય યશપાલ અને ત્યારબાદ સુધાંશુ મહારાજના આશ્રમ હવે પૂણે, કુલુ મનાલી, પંચકુલા અને હૈદરાબાદ સુધી ફેલાઇ ગયા છે. દિલ્હીના બક્કરવાલા સ્થિત આશ્રમમાં મ્યુઝિક સેન્ટર, બતક ઘર, સંસ્કૃતિ શિક્ષા કેન્દ્ર, ગૌશાળા, યજ્ઞશાળા વગેરે છે.
સુધાંશુજીનું માનવું છે કે મનુષ્યની ભીતર અપાર ક્ષમતાઓ ઠાંસીઠાંસીને ભરી છે, તેઓ ઇશ્વરના અંશ છે અને સૃષ્ટિમાં એમનો એક વિશેષ પ્રતિનિધિ છે. આ ક્ષમતાઓને જગાડવા એક સાદની જરૂર છે.
યુવા કથાકાર કિરીટભાઇજીનો કથા-સંસાર કથા-પ્રવચનથી ચાલે છે અને પાઇલટ બાબાનો શ્રદ્ધાથી. હવે તો કથા, પ્રવચન, ઉપદેશ અને શ્રદ્ધાની ગંગામાં સ્નાન કરવા માટે પાંચ-છ ધાર્મિક ચેનલ ઊભી થઇ ગઇ છે અને ન્યુઝ ચેનલો પણ સવાર-સવારના અડધો કલાક ફાળવે છે.
આશ્ચર્યની વાત છે કે દરેક ચેનલ પર સવારે ધર્મ અને રાતના અપરાધનો એક કાર્યક્રમ જરૂર હોય છે. શું એ કહેવું પર્યાપ્ત નથી કે મુકિતની 'માયા' ભેગી કરવામાં કોઇ પાછળ નથી રહેવા માગતું?
... અને વિપશ્યના
આ એક ઘ્યાનપદ્ધતિ છે અને માત્ર ધર્મ સાથે એને સાંકળી ન શકાય, તેમ છતાં એની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.
બર્માના એક વેપારી પરિવારમાં જન્મેલા સત્યનારાયણ ગોયેન્કાની સનાતન ધર્મમાં રુચિ તો હતી પણ બૌદ્ધયોગ પરંપરાઓમાં કોઇ લગાવ નહોતો. માથાના દુખાવાના ઇલાજ અર્થે એક પરિચિતના આગ્રહ બાદ તેઓ સાદગીથી જીવતા ગુરુ સા. ઉ. બા. ખિનને મળ્યા.
તેઓ પોતાનો વ્યવસાય કરતા હતા અને વિપશ્યના માટે પણ સમય ફાળવતા હતા. ભારતથી બર્મા પહોંચેલી આ ઘ્યાનપદ્ધતિએ ગોયેન્કાને માથાના દુખાવાથી છુટકારો અપાવ્યો, એટલું જ નહીં પણ પૂરા દેશમાં વિપશ્યના કેન્દ્રોની સ્થાપના કરવા પ્રેરિત કર્યા.
તેઓ એક સાધારણ ગૃહસ્થની જેમ જીવી રહ્યા છે અને આજે વિપશ્યના શ્રદ્ધા કરતાં એક જીવનશૈલી બની રહી છે. એમને સલાહ આપવામાં આવી હતી કે 'પહેરવેશ બદલો અને માર્કેટિંગ કરો' પણ ગોયેન્કાજી કહે છે - 'આ પ્રકારની નાટકીયતામાં મને બિલકુલ વિશ્વાસ નથી.'
Get your own website and domain for just Rs.1,999/year.
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment