[Fun_4_Amdavadi_Gujarati] જે હાથમ��ં છે તેને ચાહો

અનેક લોકો 'ડિફરન્ટ' કામો કરતાં હોય છે પણ તે જ કામ તમે 'ડિફરન્ટલી' કરો તો કામની મજા આવશે

આપણે જે નોકરી શોધીએ અથવા ઇચ્છીએ અથવા આપણને જે નોકરી મળવાની હોય છે તે માટે આપણા મનમાં એક-બે ખાસ વાતો હોય છે. તે નોકરી માન-મોભાવાળી હોય, જે કામ કરવાનું હોય તેનાથી સંતોષ મળે, તેના બદલામાં રૂપિયા સારા મળે.

કદાચ એવું પણ હોઇ શકે કે તે નોકરી ગ્લેમરસ હોય અને તેથી તેનું આકર્ષણ જળવાઇ રહે. પરંતુ જયારે નોકરી મળી જાય છે પછી સાચી વાતનું ભાન થાય છે કે તે નોકરી એટલી ગ્લેમરસ પણ નથી અને કામ કરવાની મજા આવે તેવી પણ નથી.
શરૂઆત કર્યા પછી થોડા જ સમયમાં તે બોરિંગ લાગવા લાગે છે. કયારેક એવું પણ થાય છે કે સામાન્ય સંજોગોમાં આપણે જે કામ કરવામાં કંટાળો અનુભવીએ છીએ એ જ કામ આપણા ભાગે આવે છે.
આવા સમયે આપણે એ ભૂલી જઇએ છીએ કે એક સુંદર કામનું સફળ રિઝલ્ટ લાવવા માટે ઝીણું-મોટું બોરિંગ કામ કરવું પડતું હોય છે. આવા કામને જેટલું એવોઇડ કરીએ તેટલું જ સામે આવતું હોય છે.
તેથી મનમાં એક વાતની ગાંઠ વાળી લેવી જોઇએ કે આપણને મનગમતી નોકરી ન મળે તો જે નોકરી મળે તેમાં 'મનને શું ગમે તેવું છે? ' તે શોધી કાઢવું જોઇએ.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે તે એ કે આપણે આપણી નોકરી પ્રત્યે કેટલા પ્રામાણિક અને નિષ્ઠાવાન છીએ તે આપણા એટિટયૂડથી ખબર પડે છે. આમ પણ દરેક નોકરીમાં કંઇ ને કંઇ આકર્ષણ હોય જ છે, જરૂર છે માત્ર તે તત્ત્વને શોધવાની અને તે માટે આપણી સમજણ કેળવવાની.
આ પ્રકારની સમજણથી જ આપણે ખુશી મેળવી શકીએ છીએ કે બોર્ડમ ફીલ કરીએ છીએ. આપણી ઓફિસ દ્વારા શરૂ કરેલા કોઇ ઓપરેશનમાં આપણું સ્થાન બહુ નીચું હોય કે કામ સાવ નાનું હોય પણ તે પણ આખા ઓપરેશનને સફળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય તેથી તેને નિષ્ઠાપૂર્વક પૂરું કરવાની આપણી નૈતિક ફરજ છે.
વળી દરરોજના ટાઇમટેબલમાં એવું તત્વ ઉમેરી દેવું જોઇએ જેથી આપણે એક દિવસમાં એક વસ્તુ નવી શીખી શકીએ કે પછી આપણું કામ વધુ સારી રીતે કેવી રીતે થાય તે સમજી જઇએ.
કોઇ પણ પડકારનો શાંતિથી, ક્રીએટિવલી અને રસપ્રદ રીતે સામનો કરવાની શરૂઆત કરવી જોઇએ.આપણને સોંપેલા કામને 'વન્ડરફુલ' બનાવવું કે 'મિઝરેબલ' એ આપણા જ હાથમાં છે. આપણને આપણામાં વિશ્વાસ હોવો જોઇએ એ આપણા એટિટયૂડમાં જ સમાયેલો છે.


Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Y! Messenger

Group get-together

Host a free online

conference on IM.

Yahoo! Groups

Going Green Zone

Find ways to go green.

Join a green group.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...