[Gujarati Club] ૫૦૦૦૦ ક્લિક્સ અને અધ્યારૂ નું જગત

પ્રિય વડીલો, વાચકો અને મિત્રો,

 

જૂનું વર્ષ વીતી ગયું. રાત ગઈ સો બાત ગઈ કરીને નાખી દેવાનું એ વર્ષ કે સમય નથી. માનવજીવન કાંઈ ક્ષણોનો ભાગાકાર નથી. એ તો છે થયેલી ભૂલોના પુનરાવર્તનની બાદબાકી અને મળેલા ઉપકારના ગુણાકાર કરી પાછો વાળવાની અનોખી તક. સમય તો સરતો જ રહે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, કબૂલ પણ નિયમમાંય અપવાદો હોય છે. માણસો એટલી ઝડપથી નથી બદલાતાં. કેટલાક તો ક્યારેય નથી બદલાતા.

 

વીતેલા એક વર્ષે મને ખૂબ આપ્યું છે. સાહિત્ય જગતમાં અસંખ્ય મિત્રો, વાંચવા માટે અખૂટ સામગ્રી, લખવા માટે ગણ્યા ન ગણાય એટલા વિચારો અને આ સૌથી ઉપર, "અધ્યારૂ નું જગત"નો એ વિચાર જે ૧ જાન્યુઆરી, ૨૦૦૮થી પ્રવૃત્ત લેખન શરૂ કરી આજે એક વર્ષના આરે આવી ઉભો છે. વીતેલા એક વર્ષે મને મારા જીવનઆનંદનું દર્શન કરાવ્યું છે, ખૂબ મૌજ કરાવી છે.

 

આજે અધ્યારૂ નું જગત નામની આ નાનકડી યાત્રા આપ સૌના સહકારથી ૫૦,૦૦૦ ક્લિક્સ પૂરી કરીને આગળ વધી રહી છે. આશા છે આપ સૌના સાથ સહકાર અને પ્રતિભાવો આમ જ મળતા રહેશે. નવા વર્ષે આ બ્લોગને "નવીન પ્રવૃત્તિઓના સીમાચિન્હ રૂપ" આધારસ્તંભ બનાવવો એવી ઈચ્છા સાથે આપ સૌ વડીલોના આશિર્વાદ અને મિત્રોની શુભેચ્છાઓ જોઈએ છે.

 

આપ સૌ ને નવું વર્ષે ખૂબ આનંદમય, સુખદાયક અને લાભકારી નીવડે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

 

- જીગ્નેશ અધ્યારૂ.



Get your own website and domain for just Rs.1,999/year.* Click here!

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

All together now

Host a free online

conference on IM.

Group Charity

Loans that

change lives

Kiva.org

Yahoo! Groups

Everyday Wellness Zone

Check out featured

healthy living groups.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...