[Fun_4_Amdavadi_Gujarati] ૨.૬૫ લાખ કિલો મેડિકલવેસ્ટ જપ્ત..... A STORY OF DEATH MERCHANTS!!!!

૨.૬૫ લાખ કિલો મેડિકલવેસ્ટ જપ્ત

 Medical west arrestsબાયો મેડિકલ વેસ્ટ કૌભાંડની તપાસમાં કોર્પો.ના આરોગ્ય વિભાગની ટીમે શુક્રવારે અસારવા વિસ્તારમાં ચાર ગોડાઉનો પર દરોડા પાડી ૨૬૫ ટન બાયો મેડિકલ વેસ્ટનો જંગી જથ્થો પકડી પાડયો હતો. ઉપરોકત ગોડાઉનોમાંથી મળી આવેલો સિરીંજ,નીડલ,દવાની નાની મોટી બોટલો તેમજ ગ્લુકોઝની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલોનો જથ્થો રિપિકેંગ માટે રાજયના જુદા જુદા શહેરો તેમજ રાજય બહાર મોકલીને તેને પુન:ઉપયોગમાં લેવામાં આવતો હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.

આટલું જ નહીં આ કૌભાંડમાં દવા બનાવતી કંપનીઓ તેમજ લેબોરેટરીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. બાયો મેડિકલ વેસ્ટ કૌભાંડની તપાસ કરી રહેલા કોર્પો.ના આરોગ્ય વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે નાયબ આરોગ્ય અધિકારી ડોકટર મનીષ ફેન્સી સહિતના અધિકારીઓની એક ટીમે શુક્રવારે સમી સાંજે અસારવા વિસ્તારના ચાર ગોડાઉનોમાં દરોડા પાડયા હતા.

જે પૈકી અસારવા નાગરાજ હોટલ પાસે આવેલી પોપટ આત્મારામની જૂની ચાલી ખાતેના ગોડાઉનમાંથી સિરીંજ,નીડલ સહિતનો બાયો વેસ્ટ તેમજ લાલ-વાદળી રંગના કોથળા અને ગ્લુકોઝ તેમજ સેલાઈનની પ્લાસ્ટિકની બોટલો મળી દસ ટન જથ્થો કબજે કર્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે શુક્રવારે અસારવા બ્રિજ નીચે આવેલા ગોડાઉનમાં દરોડો પાડયો હતો. જયાં એક ગોડાઉનમાંથી રાજય સરકારના આરોગ્ય વિભાગનો વેચાણ કરવા પર પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જડપાયો હતો. દવાના આ કાટૂર્ન પર એકસપાયરી ડેટ મે, ૨૦૦૬ લખેલી છે.

બાયોવેસ્ટના ધંધામાં લાખોની કમાણી

Medical Westબાયો મેડિકલ વેસ્ટ નાશ કરવાના બદલે તેનું રિસાઇકિલંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેની તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. જો કે આ કૌભાંડના મૂળમાં રહેલા ડોકટરો તેમજ હોસ્પિટલ સત્તાવાળા સુધી પોલીસ તેમજ આરોગ્ય વિભાગ હજુ સુધી પહોંચી શકયું નથી.

પરંતુ અમદાવાદમાં ભંગારનો ધંધો કરતા દસ જેટલા વેપારીઓ વર્ષે અઢી લાખ કિલો જેટલો બાયોવેસ્ટનો પાઉડર તૈયાર કરી પ્લાસ્ટિકના દાણા બનાવતા ફેકટરી માલિકો સુધી પહોંચાડી લાખો- કરોડોની કાળી કમાણી કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

અસારવા ચમનપુરા બ્રિજ નીચે ધનલ-મી સ્ક્રેપ નામનું ગોડાઉન ધરાવી ભંગારનો ધંધો કરતા બુધારામ પનારામ કુમાવત (ઉ.વ.૩૫)ના ગોડાઉન પર આરોગ્ય વિભાગે દરોડો પાડી સિરીંજ,નીડલ,પ્લાસ્ટિકની બોટલો સહિત બે હજાર કિલો બાયો મેડિકલ વેસ્ટનો જંગી જથ્થો કબજે કર્યો હતો.

આ ઉપરાંત નજીકમાં જ ગોડાઉન ધરાવતા દેવીલાલ ભીખારામ કુમાવતના ગોડાઉન પર પણ આરોગ્ય વિભાગે દરોડો પાડી બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો કબજે કર્યો હતો. આ બંને જણા વિરુદ્ધ આરોગ્ય વિભાગના અધિકારીએ ગુનો દાખલ કરાવતા શાહીબાગ પોલીસે બંનેની ધરપકડ કરી છે.

પીએસઆઈ એ.જે.ચાવડા તેમજ સ્ટાફના વિવેક બારોટ અને નીરુભાએ બુધારામની પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. બુધારામે પોલીસને જણાવ્યું હતું કે મોડાસાનો ગુલામ રસુલ અલી મહંમદ શેખ મહિનામાં બે થી ત્રણ વખત ટ્રક ભરીને બાયોવેસ્ટ તેને આપી જતો હતો.

ત્યારબાદ તે બાયોવેસ્ટને ઘંટીમાં દળીને પાઉડર બનાવતો હતો અને અઠવાડિયે ૫૦૦ કિલો જેટલો પાઉડર મેમ્કોમાં પ્લાસ્ટિકના દાણા બનાવતા વિષ્ણુભાઇ પટેલને વેચતો હતો. આમ બુધારામ દર મહિને વિષ્ણુભાઇને બે હજાર કિલો પાઉડર લેખે વર્ષે ૨૪ થી ૨૫ હજાર કિલો પાઉડર વેચતો હોવાની કબૂલાત કરી છે. આટલું જ નહીં બુધારામે પોલીસને માહિતી આપી છે કે અસારવા, મેઘાણીનગર, રખિયાલ, નરોડા અને ઓઢવ વિસ્તારમાં તેના જેવા દસ જેટલા વેપારીઓ બાયોવેસ્ટને ઘંટીમાં દળી પાઉડર બનાવે છે.

સ્વીપરોની મદદથી ચાલતું બાયો મેડિકલ વેસ્ટ કૌભાંડ

બાયો મેડિકલ વેસ્ટ કૌભાંડની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે મોટા ભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની સફાઇનો કોન્ટ્રાકટ હાઉસકીપિંગવાળાને આપે છે. જેથી સાફસફાઇ કરવાથી માંડીને વેસ્ટનો નાશ કરવાની જવાબદારી તેમના શિરે હોય છે. પરંતુ હોસ્પિટલના સ્વીપરોના સાથે મળી હાઉસકીપિંગવાળા બાયોવેસ્ટ નાશ કરતા નથી અને તે ભંગારમાં વેચી દે છે.

જો કે ખરેખર હાઉસકીપિંગવાળા બાયોવેસ્ટનો નાશ કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ડોકટરો તેમજ હોસ્પિટલ સત્તાવાળાની હોવા છતાં એક વખત કોન્ટ્રાકટ આપ્યા પછી તેઓ આ દિશામાં કોઇ ઘ્યાન આપતા નથી.

સામાન્ય માણસના રૂંવાડા ઊભા કરી દે તેવા આ કૌભાંડની યોગ્ય તપાસ કરવામાં પોલીસ તેમજ આરોગ્ય વિભાગ હજુ ઢીલ કરી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો ઊઠવા પામી છે.આ કૌભાંડના જડમૂળમાં ડોકટરો તેમજ હોસ્પિટલ સત્તાવાળા જ રહેલા છે. તેની પાછળનું કારણ એ છે કે મોટા ભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની સફાઇ તેમજ બાયો મેડિકલ વેસ્ટનો નાશ કરવાનો કોન્ટ્રાકટ હાઉસકીપિંગવાળાને  અપાય છે.


Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Need traffic?

Drive customers

With search ads

on Yahoo!

Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Special K Group

on Yahoo! Groups

Join the challenge

and lose weight.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...