ઉન્નતિ મળવાથી કંઇ મંજિલ મળી જતી નથી, કંઈક વ્યક્તિને હું પર્વત પર રખડતી જોઉં છું(ચિંતન) કવિ બેફામ અહીં એક સરસ વાત લઈને આવ્યા છે. જીવનમાં જેમ સુખદુઃખ તેમ ચડતી-પડતી પણ આવ્યા કરે છે. માણસ પ્રયત્ન કરતાં કરતાં પોતાનું ધ્યેય સિદ્ધ કરી લે અને ઉન્નતિ-ચડતીના ઊંચા શિખરે પહોંચી જાય પછી એક પ્રકારનો આત્મસંતોષ, એક પ્રકારની તૃપ્તિનો અનુભવ કરતો હોય છે. એમાં માણસનું અભિમાન વધી જાય તેવું પણ બને. રંકમાંથી રાય બનેલા, સ્વપ્રયત્ને આવા અન્યની સહાયથી ઊંચી પદવી મેળવનારા માણસોમાં એક પ્રકારની તુમાખી એક પ્રકારની અન્ય માટેની તોછડાઈ આવી જતી હોય છે તેનો અનુભવ ઘણા માણસોએ કર્યો છે. મન મેળવવા માટે બારણે બારણે ભિક્ષા માગતા, વિનંતી કરતા અને અતિ નમ્ર હોવાનો દેખાવ કરનારા એકવાર ચૂંટાઈ આવે ને પાછા મંત્રીપદ મેળવી લે તો પછી એ કોઈનેય દાદ નથી દેતા. મળવા જાય તો મળતા નથી ને કદાચ મળે તો આવનારની વાત પૂરી સાંભળતા નથી ને ઉડાઉ જવાબથી આવનારને રવાના કરી દે છે. બારણે બારણે મતની ભીખ માંગનાર મંત્રી થયો ત્યાં કેવો બદલાઈ જાય છે ! રાજા થઈ ગયા પછી રાજા દ્રુપદ, પોતાની સાથે ભણનાર સખા દ્રોણને સાવ ભૂલી ગયો હતો. દ્રોણ જ્યારે મૈત્રી દાવે એક ગાય માગવા-પુત્રને દૂધ પાવા માટે દરબારમાં ગયા ત્યારે એણે કેવો તુમાખીભર્યો ઉત્તર દ્રોણને આપ્યો હતો ! બ્રાહ્મણના છોકરાને વળી દૂધ શા ! પાણીમાં લોટ અડવાળીને પાવ.'' ઉન્નતિ મોટે ભાગે માણસની અવનતીનું ર્નિિમત બની જતી હોય છે. ઊંડે ચડેલો માનવી નમ્ર થવાને બદલે અહંકારી થઈ જાય છે. ત્યારે એજ અહંકાર માનવીને ઊંચા શિખરેથી ઉપાડીને તળેટીમાં ફેંકી દેનારો બને છે. કૃષ્ણ જેવા તો કોઈ વિરલ હોય જે રંક મિત્ર સુદામાને મળવા દોટ દે ને અછો અછો વાના કરે. એટલે ઉન્નતિ કાંઈ પૂર્ણવિરામ નથી. જીવનની યાત્રામાં આવતા ચડાવ ઉતરાવ માંહેનો એ પણ એક ક્ષણજીવી મૂકામ છે એ જીવન યાત્રાની અંતિમ સિદ્ધિ કે જીવનની મંજિલ નથી. મંજિલ તો એને કહેવાય જે સ્થાયી હોય, શાશ્વત હોય, એકવાર મળી ગયા પછી ક્યારેય હાથમાંથી સરકી ન જાય. તો જ એને મંજિલ કહેવાય ને ! આથી જ કવિ બેફામ ૧લી પંક્તિમાં કહે છે કે ઉન્નતિ પ્રાપ્ત થઈ જવાથી મંજિલ નથી મળી જતી. ઉન્નતિ જીવનને એક વળાંક એક અલ્પવિરામ છે તે પૂર્ણવિરામ નથી. ઊંચામાં ઊંચી અવસ્થા ને ઉપલબ્ધિ પણ અંતે તો દુઃખદ થઈ પડે છે તે જીવનનંુ શાશ્વત લક્ષ્ય ક્યારેય બની શકતી નથી. અને ઊંચાઈઓ તો ભાઈ અનંત છે. એેનો કોઈ પાર નથી. જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રે ઊંચા શિખરો સર કરવાની એષણા રાખનારાઓએ આ વાત ભૂલવા જેવી નથી. પોતાની વાતના મતના સમર્થનમાં શ્રી બેફામ કહે છે એમણે કૈંક વ્યક્તિઓને ઊંચા પર્વત પર (ઉન્નત સ્થિતમાં) રખડતી જોઈ છે. દિશા વિનાની, મંજિલ વિનાની. કોઈ પણ ભૌતિક ઉન્નતિ ક્યારેય અંતિમ મંઝીલ બની શકતી નથી. સત્તા, સંપત્તિ એ બંનેને એની મર્યાદાઓ છે. ઘણીવાર તો આવી ઉન્નતિઓને ઉપલબ્ધિઓ મંજિલ પ્રાપ્તિનાં માર્ગમાં બાધારૃપ બની જતી હોય છે. મંજિલ તો મરજીવાને મળે ઉન્નતિના લાલચુઓને નહિ. |
Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment