[Fun_4_Amdavadi_Gujarati] શંકા જે��લી દૂર શ્રદ્ધા ��ટલી નજી���

શંકા જેટલી દૂર શ્રદ્ધા એટલી નજીક

હાથમાં પાસાં નથી તો શું થયું ?
જૂગટું મનમાં રમાતું હોય છે.
- નીતિન વડગામા
superstition and faithશ્રદ્ધા અને શંકા એક-બીજાની પાક્કી દુશ્મન છે. આ બંને વચ્ચે સતત લડાઇ ચાલતી રહે છે. કોણ જીતે છે તેના પરથી જ માણસની હાર-જીત અને સફળતા-નિષ્ફળતા નક્કી થતી હોય છે. ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો મૂર્તિ પણ પથ્થરથી વિશેષ કંઇ નથી. સફળતા માત્ર પ્રયત્નોથી નહીં પણ પોતાના પ્રયત્નોમાં રહેલી શ્રદ્ધાથી જ મળે છે. સંબંધો પણ શ્રદ્ધાથી જ સજીવન રહે છે. એક ખેડૂત હતો. તેણે પોતાની વાડીમાં કૂવો બનાવવાનું નક્કી કર્યું. ત્રિકમ-પાવડો લઇને એ વાડીમાં કૂવો ખોદવા ગયો.ખેડૂતનો નાનકડો પુત્ર તેની સાથે હતો. જમીનમાં ત્રિકમના ઘા મારતો હતો ત્યારે બાળકે પૂછયું, આપણા કૂવામાંથી પાણી નીકળશે?
એ જ સમયે ખેડૂતના કપાળેથી પરસેવાનું એક ટીપું જમીન પર પડયું. ખેડૂતે કહ્યું કે, જો આ એક ટીપું પાણી આવ્યું. તેણે કહ્યું કે, મને પાણી કરતાં મારા પરસેવા ઉપર વધુ શ્રદ્ધા છે. મારો પરસેવો જ કૂવામાં પાણી લાવશે. મહેનત ઉપર શ્રદ્ધા ન હોય તો એ વેઠ બની જાય છે. પરીક્ષા એ બીજું કંઇ નથી પણ શ્રદ્ધાને સાર્થક કરવાની તક છે. એક વિધાર્થીએ કહ્યું કે, પરીક્ષા ન હોત તો કયારેય મને ખબર જ ન પડત કે હું બીજાથી શ્રેષ્ઠ છું. એકલો માણસ ગમે તેટલો ચાલે તો પણ એ કયારેય નંબર વન બનતો નથી.
માણસની સૌથી મોટી સ્પર્ધા હંમેશાં પોતાની જાત સાથે જ હોય છે. માણસે પહેલાં પોતાના પર જીત મેળવવાની હોય છે. જે પોતાને જીતી શકતો નથી એ બીજાને કયારેય હરાવી શકતો નથી. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર એક રમતવીરે કહ્યું હતું કે, જયારે મેં પહેલી વખત રેકોર્ડ બ્રેક કર્યોત્યારે મારે કોઇનો રેકોર્ડ તોડવાનો હતો.
એ રેકોર્ડ તૂટી ગયો પછી મને થયું કે, હવે શું? મેં નક્કી કર્યું કે, હવે મારી સ્પર્ધા મારી સાથે જ છે. મેં મારો જ રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું. મેં મારો જ રેકોર્ડ બ્રેક કર્યોત્યારે મને સમજાયું કે, પોતાને જ હરાવવા જેવો આનંદ બીજાને હરાવવામાં નથી.
દરિયાનું પાણી ગમે એટલું ઊડું હોય તો પણ એ નાનકડી હોડકીને ડૂબાડી શકતું નથી. પણ જો હોડીમાં નાનકડું કાણું પડી જાય તો હોડી ડૂબી જાય છે. શંકાનું પણ એવું જ છે. થોડીક શંકા પ્રવેશી એટલે વહાણ ડૂબ્યું. સાચા નાવિકને દરિયાના ડર કરતાં પોતાની હોડી ઉપર વધુ શ્રદ્ધા હોય છે. સવાલ માત્ર એ જ હોય છે કે તમને તમારી જાત ઉપર શ્રદ્ધા છે? જયાં શ્રદ્ધા નથી હોતી ત્યાં બહાનાં હોય છે. શિલ્પકારને પથ્થરમાં પ્રતિમા દેખાય છે અને તોફાનીને ઘા કરવાનું સાધન. ફર્ક માત્ર શ્રદ્ધામાં જ છે.
વાત સફળતાની હોય કે સંબંધોની, શ્રદ્ધા વગર કંઇ જ સદ્ધિ થતું નથી. આપણને આપણા સંબંધો ઉપર કેટલી શ્રદ્ધા હોય છે? એક ભાઇ એક સર્વે લઇને સમાજશાસ્ત્રી પાસે ગયા. આ સર્વેમાં એવા તારણો હતા કે સંબંધો તૂટવાનું પ્રમાણ વધી ગયું છે. સર્વે જોઇને સમાજશાસ્ત્રી હસ્યા. તેણે કહ્યું કે ભાઇ, આ સંબંધો તું ઘ્યાનથી જો. સંબંધોની સંખ્યા તો એટલી જ છે. સંબંધો તૂટવાની સંખ્યા વધી છે. સંબંધો તો ત્યારે જ તૂટયા જયારે સંબંધો બંધાયા. સંબંધો બંધાયા જ ન હોત તો સંબંધો કયારેય ન તૂટત. સમજવાની વાત એટલી જ છે કે, સંબંધો નથી ઘટયા, શ્રદ્ધા ઘટી છે.
લગ્નના કેસો તો એટલા જ છે, છૂટાછેડાના કેસો વઘ્યા છે. એક પતિ-પત્નીને ઝઘડો થયો. વાત પંચ સુધી ગઇ. પતિ-પત્નીએ એક-બીજા પર આક્ષેપો કર્યા. પતિએ કહ્યું કે, મારી પત્ની જેવું કહે છે એવો હું નથી. પત્નીએ કહ્યું કે, મને મારા પતિ ઉપર શંકા છે. પત્નીની વાત સાચી ન લાગી ત્યારે પંચના વડાએ કહ્યું કે, બહેન તને તારા પતિ પર શંકા છે એમ ન કહો. સાચી વાત એ છે કે, તને તારા પતિ પર શ્રદ્ધા નથી. મોટા ભાગના સંબંધો શ્રદ્ધા ન હોવાના કારણે તૂટે છે. તમારા પ્રેમમાં અને તમારા પ્રયત્નોમાં શંકા ન ઘૂસી જાય એની સાવચેતી રાખો.
શંકા આવશે તો શ્રદ્ધા કયારે સરકી જશે એ સમજાશે જ નહીં. દિલમાં બેમાંથી માત્ર એક જ રહી શકે, કાં શંકા અને કાં શ્રદ્ધા. તમે ધારો તેને તમારા દિલમાં રાખી શકો છો. શંકાને કયારેય જીતી શકાતી નથી અને શ્રદ્ધા કયારેય હારતી નથી. આ વાત સમજી ન શકાય તો છેવટે માણસ જ હારતો હોય છે. શંકાને સબળ ન થવા દો અને શ્રદ્ધાને નબળી ન પડવા દો. તમારી શ્રદ્ધા જ તમને સફળ, શ્રેષ્ઠ અને સારા બનાવશે. '
છેલ્લો સીન જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે. - ગેટે


Add more friends to your messenger and enjoy! Invite them now.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Special K Group

on Yahoo! Groups

Join the challenge

and lose weight.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...