[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] જીવનની અંધાધૂંધ અવસ્થામાં કેમ ટકી રહેશો?

જીવનની અંધાધૂંધ અવસ્થામાં કેમ ટકી રહેશો?

આત્મા ચિત્તમ્
કલાદીનાં તત્વાનામ વિવેકો માયા
મોહાવરણાત સિદ્ધિ:
મોહ જયાદવત્તા યોગાત્સહજ વિધાજય:
જાગૃતિ દ્વિતીય કર:
(આત્મા ચિત્ત હૈ. તુમ્હારા ચિત્ત તુમ્હારી આત્મા કી હી
એક પરિણતિ હૈ-લહર ઔર સમુદ્ર: લહર ભી સાગર હૈ
ચિત્ત ભી પરમાત્મા કા હૈ. ક્ષુદ્ર મેં ભી વિરાટ છિપા હૈ
તુમ વિરાટ સે જૂડે હો. અપનકો અલગ મત માનો)
- શિવ સૂત્ર

kanti_bhattમારી લાઈબ્રેરીનાં ૨૦,૦૦૦ પુસ્તકો- ફાઈલોમાં એક પુસ્તક ૨૫ વર્ષથી પડયું છે. તેનું નામ છે 'એનટ્રોપી- એ ન્યુ વલ્ર્ડ વ્યૂ.' આ પુસ્તક મેં લગભગ ૩૦-૪૦ વખત હાથમાં લીધું છે અને થોડાંક પ્રકરણો વાંચી પાછું મૂકી દીધું છે. મને બરાબર ન સમજાય તો વાચકોને શું સમજાવું? પણ જાન્યુઆરી ૨૦૦૯માં હું ૨૦ વર્ષે પ્રથમ વાર બે-ત્રણ દિવસ તાવમાં ખાટલાવશ રહ્યો ત્યારે ૧ ડિગ્રી તાવમાં મને 'એનટ્રોપી' પુસ્તકમાં કાંઈક ગતાગમ પડી. નહિતર મેં એ પુસ્તકનું નામ કળણ પાડેલું. કળણમાં પગ નાખીએ અને પાછા કાઢવા જઈએ તો વધુ ખૂંપતા જઈએ: પણ આ વખતે એ 'એનટ્રોપી'ના કળણમાં હું ખૂંપતો ગયો. કાદવથી ખરડાતો ગયો અને જે સમજાયું તે તમારી પાસે રજૂ કરું છું.

અંગ્રેજીમાં પ્રથમ તમને એનટ્રોપીનો અર્થ કહેવો પડશે. Entropy means measure of a system's energy that is unavailable for work or of the degree of a system's disorder. આ અંગ્રેજી લાંબી વ્યાખ્યા ન સમજાય તો કંઈ નહીં પણ એટલું સમજી લેજો કે અમુક પદ્ધતિ જે પદાર્થ વિજ્ઞાનમાં કે સામાજિક, આર્થિક વ્યવસ્થામાં જે ઊર્જા હોય તેને પૂરેપૂરી કામે ન લગાડાય તેનું એક માપ. અગર તો કોઈ પદ્ધતિ કેટલી હદે વંઠી ગઈ છે તેનું માપ.

આ આખા બ્રહ્માંડમાં એક જબ્બર ઊર્જા છે, જે કદી ઓછી થતી નથી. તે ઊર્જાને તમે કેવી રીતે વાપરો છો તેના ઉપર બધો આધાર છે. તમારામાં કેટલી બધી શકિત- શારીરિક કે માનસકિ વાપર્યા વગરની પડી છે તેનું તમને ભાન નથી. મને બે ડિગ્રી સુધી તાવ આવ્યો. તાવને ચઢવા દીધો. મને ખ્યાલ હતો કે ખાધા- પીધા વગર પડયો રહીશ તો જખ મારીને તાવે ઊતરવું જ પડશે અને ખરેખર દવા વગર ઊતરી ગયો. આ વધુ પડતો સામાન્ય અર્થ કરી નાખ્યો છે. પરંતુ વધુ પડતો હોય તો પણ એ પોઝિટિવ- રચનાત્મક અર્થ છે. એટલે વિજ્ઞાનીઓ એનટ્રોપીનો જે કોઈ અર્થકરે તે કરવા દો.

આપણે ફિઝિસસ્ટિ રુડોલ્ફ કલોસયિસ નામના જર્મન પદાર્થ વિજ્ઞાનીએ ૧૮૫૦માં 'એનટ્રોપી' શબ્દ આપ્યો તેના આભારી છીએ. તેણે વિજ્ઞાનની ભાષામાં કહ્યું કે એનટ્રોપી એ એવી હાલત છે જે થર્મોડાયનેમિકસના બીજા નિયમ જેવી છે. થર્મોડાયનેમિકસ શબ્દથી મૂંઝાવા જેવું નથી. આ જગતમાં, શરીરમાં કે કોઈ પણ વ્યવસ્થામાં ઊર્જા, પ્રવૃત્તિ, તાપમાન અને ગરમી વચ્ચે શું સંબંધ છે તે સમજવાનું શાસ્ત્ર એટલે થર્મોડાયનેમિકસ. આપણે તો સખત ગરમ પાણી કે સખત ગરમ ગેસમાં ઠંડું પાણી કે ઠંડો ગેસ ઉમેરીએ છીએ ત્યારે બિચારા પાણીમાં કેવો વલેપાત થતો હશે?

હવે જયારે તમે તમારી જીવનશૈલીમાં કેટલી અંધાધૂંધી છે એ સમજી લો ત્યારે એનટ્રોપીનો અર્થ સમજાઈ ગયો. દરેક અંધાધૂંધ સ્થિતિમાંથી જ વ્યવસ્થા પેદા થાય છે જયારે બરાક ઓબામાને તેની માતાએ છોડી દીધો. તે પહેલાં પિતાએ છોડી દીધો ત્યારે સૌએ આ બરાક હુસૈનના નામનું નાહી નાખેલું. આપણા ઘણાના જીવનમાં આવું બન્યું હશે કે આપણા નામનું ઘણાએ નાહી નાખ્યું હોય કે તમે બરબાદ થઈ જશો તેવી આગાહી કોઈએ કરી હોય છે.

અમેરિકા એક એવો દેશ છે જેને માટે ઓબામા હજી કિશોર હતો ત્યારે જ સૌ માનતા કે આ દેશ છિન્નભિન્ન થઈ જશે. કેરળ અને મદ્રાસમાં અંગ્રેજી ભણેલા- બાપને પેટે જન્મેલા વધુ પડતા ભણેલાગણેલા લોકોએ ૧૯૬૦ના દાયકામાં ભારતને નામે નાહી નાખ્યું હતું. 'એનટ્રોપી' નામનું પુસ્તક ૨૯ વર્ષ પહેલાં લખાયું હતું. ત્યારે ઓબામા ૧૯ વર્ષના હતા. તે સમયે જ એનટ્રોપીના લેખક જેરેમી રિફકીને આ પુસ્તક પ્રગટ કરેલું. પણ તેના મનમાં આ પુસ્તક તો બે-ત્રણ વર્ષથી દૂધવાળું હતું. તે સમયે તેણે જે લખ્યું તે લાંબો દાખલો તમને આપું:

'આપણે રોજ સવારે ઊઠીએ છીએ ત્યારે આ દુનિયા આપણને વધુ મૂંઝાયેલી, વધુ ગભરાયેલી અને વધુ અવ્યવસ્થાવાળી (ડિસઓર્ડર્ડ) લાગે છે. (યાદ રહે કે આવું લેખકે ૩૦ વર્ષ પહેલાં કહેલું). આપણી આગલી રાત્રે જે કંઈ હતું તેના કરતાં વધુ વધારે બગડેલું લાગે છે. આપણી જિંદગી જાણે રોજ રોજ બેહાલ થતી જાય છે. તેને રોજ રોજ રિપેરિંગની જરૂર લાગે છે. જાણે આપણે સતત જિંદગીને થીગડાં દેતા હોઈએ તેવું લાગે છે.

આપણા રાજનેતાઓ પણ કન્ફયુઝ્ડ છે. તેમને કોઈ માર્ગ સૂઝતો નથી. તેથી નિરૂપાય થઈ માફી માગી લે છે- હાથ ઊચા કરી લે છે. દરેક સમયે જયારે આપણને લાગે કે કટોકટીમાં માર્ગ જડી ગયો છે ત્યારે જ ઘણી વખત બધું આડું ફાટે છે. એની એ હાલત પેદા થાય છે જે કાંઈ પરિસ્થિતિ હોય તેને ઉકેલવા જતાં નવી સમસ્યા ખડી થાય છે. કેટલીક વખત તો તમે ઉકેલ કરવા માટે સમસ્યાને હાથ લીધી તેના કરતાં ખરાબ હાલત પેદા થાય છે...'

ઉપરની વાત લેખકે જગત આખાને લાગુ કરીને લખેલી. પણ અમેરિકા માટે તેણે અનેક સમસ્યામાં એ દેશના આરોગ્યની કથળેલી હાલતની વાત પણ કરેલી. આરોગ્યની બાબતમાં આજે પણ ૩૦ વર્ષ પછી આખા જગતમાં એ જ હાલત છે. પણ જેમ જેમ એલોપથિક દવાઓ શોધાતી જાય અને વપરાતી જાય તેમ બીમારી વધતી જાય છે. આડઅસરો બીમારીની પીડા કરતાં વધુ આકરી હોય છે.

જેરેમી રિફકીને તેના પુસ્તકમાં (એનટ્રોપી) ૩૦ વર્ષ પહેલાં અમેરિકાની આરોગ્યની હાલતની કેવી હોપલેસ દશા ભાંખેલી તે અહી રજૂ કરું છું:

'અમેરિકામાં આજે આરોગ્યની ઈન્ડસ્ટ્રી ત્રીજી મોટી ઈન્ડસ્ટ્રી છે. (૨૦૨૫માં તો હેલ્થ ઈન્ડસ્ટ્રી પ્રથમ નંબરનો ઉધોગ ભારત, યુરોપ અને અમેરિકામાં હશે જ). અમેરિકાની રાષ્ટ્રીય પેદાશનો ૯ ટકા હિસ્સો આરોગ્યની ઈન્ડસ્ટ્રી પડાવી જાય છે. ૧૫૦ અબજ ડોલર જે મેડિકલ ફિલ્ડમાં વેડફાઈ જાય છે તે બધો ખર્ચ નવી જટિલ અને સોફિસ્ટિકેટેડ ટેકનોલોજિકલ સાધનોમાં (દવા બનાવવાનો ઉધોગ, સર્જરી, હોસ્પિટલોમાં વાઢકાપ અને કૃત્રિમ રીતે જિવાડવાનાં સાધનો) ખર્ચાઈ જાય છે. મોડર્ન કિલનિકમાં (૧૯૮૦ના દાયકાની વાત થાય છે. યાદ રાખો) નિદાન માટેનાં સાધનોનો ગંજ ખડકાયેલો. હેલ્થ ઈન્ડસ્ટ્રીનો ખર્ચ વઘ્યો તે આ બધાં મેડિકલ હાર્ડવેર થકી છે. એક દર્દીની સારવાર કરવા માટે દર્દી દીઠ કેટલાં બધાં ખર્ચાળ સાધનો વપરાય છે.'

'એનટ્રોપી'ના પુસ્તકની વાત ચાલુ રાખીએ: 'અમેરિકામાં ૧૯૫૦થી ૧૯૭૬ વચ્ચે માથાદીઠ આરોગ્ય ઉપરનો ખર્ચ ૭૬ ડોલર હતો. તે ૨૬ વર્ષમાં ૫૫૨ ડોલર થયેલો...' વગેરે વગેરે.

આરોગ્ય જ નહીં 'એનટ્રોપી'માં પર્યાવરણ, શિક્ષણ, સામાજિક સંબંધો વગેરેમાં પણ અંધાધૂંધ વ્યવસ્થાની વાત લેખકે કરી છે. આજે ૨૦૦૯માં શું છે? હજી દુનિયા એવી ને એવી ચાલે છે. એવી જ હાલતમાં બરાક ઓબામા પ્રમુખ બન્યા છે. એવી જ એનટ્રોપી અગર તો અંધાધૂંધ- ગેરવ્યવસ્થા છોડીને જયોર્જ બુશ ૮ વર્ષના અંતે ગયા છે. પરંતુ ઓબામા આશા બતાવે છે. ધારો કે તે ઈશ્વરકૃપાથી બધું જ ચાર કે આઠ વર્ષમાં સમુંસૂતરું કરશે તો કોઈ બીજો અમેરિકન કપાતર તેને વંઠાવશે. આ ક્રમ ચાલ્યા જ કરવાનો છે. વિનાશનું તાંડવ નૃત્ય ચાલ્યા કરશે. યુદ્ધો થશે પણ પાછું વલવલાટ પછી બધું શાંત થઈને નવી કટોકટી માટે આપણે સૌ મથીશું!!! અલેવા સેલવી નામની કવયિત્રીએ તો 'એનટ્રોપી'ના મથાળાથી જ એક કવિતા લખીને ભેંકાર ભાવિ ભાંખ્યું છે.

Entropy Wisdom, grace and beauty can be had three for a dollar as they head for a recession Latter-day prosodists will be compelled to go for menial poultry-farms supply will continue to outspace dernand and the best of the lot will remain unread.

તમે અંગ્રેજી જાણતા હો તો ભાગ્યશાળી. કવયિત્રીએ કહ્યું છે કે જગતમાં એવી એનટ્રોપી-અંધાધૂંધ હાલત થશે કે ડહાપણ, અનુકંપા, કરુણા, શિષ્ટતા અને સૌંદર્ય શોખના ભાવમાં ખપશે. (જગત સુંદરી ઐશ્વર્યા રાય પૈસા ખાતર સસરા સાથે લંગોટ જેવું સ્કર્ટ પહેરીને નાચશે). ડહાપણ કે શિસ્તતામાં પણ મંદી આવશે. પ્રોસોડિસ્ટ એટલે છંદવાળાં કાવ્ય કે બંધારણવાળાં કાવ્ય લખનારા છંદશાસ્ત્રી કવિઓને ભૂખે મરવાનો વારો આવશે! તેમણે મરઘાં- બતકાં પાળવા જવું પડશે! દરેક ચીજોનો પુરવઠો (ખાસ કરીને સાહિત્ય- કવિતા- પ્રેરણાદાયી પુસ્તકો) એટલો બધો વધશે કે ડિમાન્ડ કરતાં સપ્લાય વધી જતાં જગતનાં શ્રેષ્ઠ કાવ્યો કે પુસ્તકો તો વંચાયાં વગર પડયાં રહેશે!

મને લાગે છે કે એનટ્રોપીનો અર્થ આપણને વિજ્ઞાનીઓ કરતાં એક કવયિત્રી વધુ સારી રીતે સમજાવી ગઈ. પણ સાર શું કાઢો છો? સાર એટલો જ કે એનટ્રોપીની હાલત ઘૂરતી બેઠી છે. પણ કદી તમારે હાથ ઊચા કરી લેવા નહીં... 'હવે આ છેલ્લો ઠેલો માર્યો... હવે હાશકારો લઈ હેઠા બેસીશું.' તેવું કદી વિચારશો નહીં. સતત સંઘર્ષ માટે તૈયાર રહેજો અને તમને પ્રતીતિ થશે કે તમારામાં કષ્ટો સામે ઝૂઝવા માટે કેટલી બધી શકિત વપરાયા વગરની પડી છે! ઈશ્વર સ્થિતિ પ્રમાણે શકિત આપતો રહે છે. દરેક વિકાસનો રકાસ થાય છે. નિરાંતવા થઈ બેસવાને બદલે સતત જાગૃતિ રાખનારો માનવ જ ૨૧મી સદીમાં વીર લેખાશે.



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...