[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] હંમેશાં આઉટ ઓફ બોક્સ વિચારો

હંમેશાં આઉટ ઓફ બોક્સ વિચારો

think.jpgદિલ્હીમાં પ્રથમ વખત લોન્ચ થયાના સવા વર્ષ પછી તાતાની નેનો કારનું બુકિંગ શરૂ થઈ રહ્યું છે. નાના માણસના મોટા સપના જેવી નેનો કાર માત્ર ઓટોમોબાઇલ ક્ષેત્રની જ ક્રાંતિ નથી, સામાજિક ક્રાંતિ પણ છે. ભારતમાં અત્યારે અંદાજે ૫.૮ કરોડ ટુવ્હીલર ધારકો છે, તેમને બધાને લાખ રૂપિયાની નેનો આકર્ષિત કરશે.


મઘ્યમ આવક ધરાવનાર એક એવો મોટો વર્ગ છે, જે ફોર વ્હીલર ખરીદવાનું સપનું પણ જોઈ શકતો નહોતો તેને નેનોએ નવી આશા આપી છે. તાતા મોટર્સનું કહેવું છે કે દેશમાં દોઢ કરોડ જેટલા લોકો નેનો ખરીદવાનું વિચારશે. મંદીના સમયમાં આવી રહેલી નેનો કાર બજાર માટે પણ કદાચ આશાનું નવું કિરણ લાવનારી હશે.


માત્ર એક લાખ રૂપિયામાં કાર આપવાનું સપનું રતન તાતાએ સાકાર કર્યું તેનાથી વિદેશી કાર ઉત્પાદકોની આંખો ચાર થઈ ગઈ છે. નેનો કરતાં વધુ કિંમત તો અત્યારે રિક્ષાઓની છે જેમાં બોડી બિલ્ડિંગના નામે ખાસ કશું હોતું જ નથી.


પ્રથમ એક લાખ કાર માટે એક લાખ રૂપિયાની કિંમત રાખવાનો તાતાનો નિર્ણય એક બહુ મોટી બિઝનેસ ટ્રીક સાબિત થવાની છે. ભાવ વધી જાય તે પહેલાં બુકિંગ કરાવવા માટે લોકોનો અભૂતપૂર્વ ધસારો થશે અને એક વર્ષ પછી લોટરીનાં નંબર ન લાગે તો વ્યાજ સહિત રકમ પાછી લેનારાઓ કરતાં બુકિંગ કન્ટિન્યૂ રાખીને વધુ રાહ જોવાનું પસંદ કરનારાઓ વધુ હશે. ૩૦૦ રૂપિયાના એક લેખે ફોર્મના વેચાણમાંથી જ કરોડોની કમાણી થવાની છે.


જોકે, તાતાએ સિંગૂરથી સાણંદ સુધીમાં જે નુકસાન ભોગવ્યું છે તે પણ જેવું તેવું નથી. આટલાં નુકસાન છતાં એક લાખ રૂપિયામાં જ કાર આપવાનું વચન પાળી બતાવવું એ બહુ મોટી વાત છે. નેનો કારના આગમનથી ટ્રાફિકની સમસ્યા પેદા થશે એવી ચિંતા ઘણાને થઈ રહી છે. આ તો સોનાનું સિંહાસન મફતમાં મળતું હોય પણ ઘરમાં રાખવાની જગ્યા નથી એવી ચિંતા કરવા બરાબર છે. નેનો આવે કે ન આવે, ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વણસતી રહેવાની છે.


નેનો સસ્તી હોવાના કારણે વધુ લોકો ખરીદી શકશે એટલે ટ્રાફિક વધશે એ વાત સાચી પણ ટ્રાફિકની સમસ્યાની ચિંતા કરીને જો અટકી ગયા હોત તો હેન્રી ફોર્ડ આખાં અમેરિકાના દરેક ઘરમાં કાર આપવાનું સપનું સાચું પાડી શકયા ન હોત. રતન તાતા એક બિઝનેસમેન છે. તેમણે ગયા વર્ષે ખરીદેલી લેન્ડ રોવર-જગુઆર કંપની માંદી છે.


તાતા મોટર્સ પર એક લાખ કરોડનું દેવું થઈ ગયું છે ત્યારે નેનો જેવી સસ્તી કારમાંથી પણ નફો કમાઈ લેવાની તાકાત તેમનામાં છે. નેનોનું સૌથી મોંઘું મોડલ ૧.૮૪ લાખ રૂપિયાનું છે. સ્ટાન્ડર્ડ નેનો કરતાં લગભગ બમણું મોંઘું અને છતાં તે બજારમાં મળતી કોઈ પણ કારના સૌથી સસ્તાં મોડલ કરતાં પણ વધુ સસ્તું છે. નેનો સોંઘી કાર છે પણ 'ચીપ' નથી. ભારતને એક અલગ ગૌરવ અપાવનાર કારનું ઉત્પાદન ગુજરાતમાં થશે એ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.



Get your own website and domain for just Rs.1,999/year.* Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...