[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] અપ્રસ્તુત તો આપણે બની ગયા છીએ

અપ્રસ્તુત તો આપણે બની ગયા છીએ

vinesh_antaniઆજના સમયમાં ગાંધીજી અપ્રસ્તુત બન્યા નથી, વાસ્તવમાં આપણે જ વ્યકિત તરીકે અને પ્રજા તરીકે અપ્રસ્તુત બની ગયા છીએ


ઘણા લોકો કયારેક તો પોતે બીજાથી અલગ પ્રકારના વિચારો ધરાવે છે એવું સાબિત કરવા માટે પણ કહે છે કે આજના સમયમાં ગાંધીજી અપ્રસ્તુત બની ગયા છે. ગાંધીજી એટલે એમની વિચારધારા ગાંધીજીએ એમના જીવન અને એમની વિચારધારા વચ્ચે વિરોધાભાસ રહી ન જાય એ માટે પૂરતી સંભાળ લીધી હતી. એમણે જીવતાં-જીવતાં જ એમની વિચારધારા ઘડી હતી અને એ વિચારધારાને એમણે કયારેય છેવટની માની નહોતી.


ગાંધીજીએ એમની આત્મકથા 'સત્યના પ્રયોગો' લખી ત્યારે જણાવ્યું છે : 'આ પ્રયોગોને વિશે હું કોઇ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી.

વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટના ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકએક ભાવને તપાસ્યો છે, તેનું પથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારું છેવટનાં જ છે, એ ખરાં છે, અથવા એ જ ખરાં છે, એવો દાવો હું કોઇ દિવસ કરવા ઇરછતો નથી.


હા, એક દાવો હું અવશ્ય કરું કે મારી દ્દષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે.' ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' ની પ્રસ્તાવનામાં આગળ જતાં લખ્યું છે : 'ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.'


કમનસીબે આજે સત્યનો ગજ ટૂંકો બની ગયો છે. ગાંધીજી ડગલેને પગલે વાણી-વિચાર-વર્તનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્તરે સત્યની શોધ કરવાનો આગ્રહ ધરાવતા હતા અને હવે આપણે હળાહળ જૂઠથી પ્રદૂષિત થયેલા વાતાવરણમાં જીવી રહ્યા છીએ. લોકસભાની ચૂંટણીનો જંગ જેમ જેમ વેગ પકડતો જશે તેમ તેમ જૂઠાણાનું બજાર ગરમ થવા લાગશે. લોકો સામેની વ્યકિતની વાત પર વિશ્વાસ મૂકવા માગે છે, પણ કઇ વાત ઉપર વિશ્વાસ મૂકવો એ નક્કી કરી શકતા નથી.


ચૂંટણી તો આજે આવી છે, એ સિવાયના સમયમાં પણ આપણે વર્તમાન ચારે તરફથી ફેંકાતા જૂઠોથી ખદબદતો વર્તમાન બની ગયો છે. આપણા દરેક પ્રકારના જીવનવ્યવહારમાં જાણે જૂઠ જ એકમાત્ર સત્ય બની ગયું છે. આપણે એટલા બધા નીંભર બની ગયા છીએ કે જૂઠથી અકળાતા પણ નથી. આપણે અકળાઇ શકીએ તેમ પણ નથી, કારણ કે આપણે જાતે જ અલગ અલગ પ્રકારના જૂઠોના હિસ્સા બની ગયા છીએ.


સરકાર અને વિરોધપક્ષો દ્વારા જૂઠો પ્રચાર કરવામાં આવે છે. કોંગ્રેસ-ભાજપનું એક જૂઠ છે, માયાવતીઓ અને જયલલિતાઓનાં બીજાં જૂઠ છે. સરકારી અને ખાનગી વ્યવસાય સંગઠનોના લોકો જૂઠાણાં ફેલાવે છે.


ઔધોગિક સંકુલો અને નાનાં-મોટાં વ્યાપારીક્ષેત્રોનાં પોતાના આગવાં જૂઠ છે. યુનિયનો-કર્મચારીઓ-માલિકોના પોતાનાં અસત્યો છે. સમાજસેવાના નામે અનેક જગ્યાએ જૂઠી પ્રવૃત્તિઓ ચાલે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ જૂઠનો વ્યાભિચાર વધી ગયો છે. નાણાકીય વ્યવહારોમાં જૂઠ સિવાય બીજું કશું દેખાતું નથી. સામૂહિક માઘ્યમો દ્વારા આપવામાં આવતી માહિતીઓના સત્ય વિશે શંકા જન્મે છે.


ઑડિટરોએ હિસાબોની સચાઇની ખાતરી કરવાની હોય છે, પણ 'સત્યમ્' કંપનીના હિસાબોના ગોટાળા બહાર આવ્યા પછી એ કંપનીના ઓડિટરોએ એમાં ભજવેલો ભાગ હવે જગજાહેર થઇ ગયો છે. તબીબી ક્ષેત્રે જ નિષ્ણાતોએ કરેલાં નિદાન પર શ્રદ્ધા રહી નથી. લગભગ આખો દિવસ સંભળાતી-જોવાતી-વંચાતી જાહેરખબરોનાં જૂઠ તો વ્યાપક બની ગયા છે. પતિ એની પત્નીને કહે છે : 'હું તને પ્રેમ કરું છું.' અને પત્નીની આંખોમાં પતિના વિધાન પ્રત્યે અશ્રદ્ધાની રેખા ખેંચાઇ આવે છે.


આજના સમયમાં ગાંધીજી અપ્રસ્તુત બન્યા નથી, વાસ્તવમાં આપણે જ વ્યકિત તરીકે અને પ્રજા તરીકે અપ્રસ્તુત બની ગયા છીએ.



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Do More For Dogs Group

Join a group of dog owners

who do more.

Yahoo! Groups

Everyday Wellness Zone

Check out featured

healthy living groups.

10 Day Club

on Yahoo! Groups

Share the benefits

of a high fiber diet.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...