ધાર્મિક નહીં, આઘ્યાત્મિક
ઉદાહરણ તરીકે મને યાદ છે કે હું ૧૨ વર્ષનો જ હતો ત્યારે પપ્પાની બદલી શહેરબહાર થઇ ગઇ હતી અને મારે સગાંવહાલાં અને એમના પરિવાર સાથે જ રહેવું પડેલું. આ ઘટનાથી મારા મનમાં એ વિચાર ઊગ્યો કે મારે કારણે મારા સગાંવહાલાંને કોઇ તકલીફ ન થવી જોઇએ અને મારે તમામ સ્થિતિમાં સહકાર સાધવાનું શીખવું જોઇએ. હું ઇશ્વરને નિરાકારરૂપે જોઉં છું અને મને લાગે છે કે ઇશ્વરને શાંતિ અને ફાયદો પહોંચાડનારી શકિતરૂપે જોવાને બદલે એણે જે કંઇ આપ્યું છે એ બદલ આપણે એનો આભાર માનવો જોઇએ. એટલે મુશ્કેલીના કે કટોકટીના કાળમાં હું વિચારું છું કે આ સમય પણ નીકળી જશે. એ વખતે મારી ઇરછા અને વિશ્વાસ એટલાં જ હોય છે કે હું જે કરું એ યોગ્ય હોય. સમય વહેવા સાથે હું નક્કી એ બિંદુએ પહોંચી જ જઇશ કે મુશ્કેલીઓ પાછળ રહી ગઇ હશે અને ફરીથી એ સ્થિતિ સર્જાવાની શકયતા ઘટી ગઇ હશે. આ સમજ મને મારા સંતુલન થકી મળે છે. જિંદગીમાં લક્ષ્ય હોવો ખૂબ જરૂરી છે. ખુશીનો અર્થ પણ એ જ છે: જિંદગીમાં ઉદ્દેશ્યો નક્કી કરવા અને સતત એને પૂર્ણ કરતાં જવું. ઉદ્દેશ્યને કારણે તમને સવારે પથારીમાંથી ઊભા થવાનું અને કામ કરવાનું પ્રયોજન મળશે. વિચારી તો જુઓ કે આપણી પાસે કોઇ ઘ્યેય-લક્ષ્યનું કારણ જ ન હોય તો એવી જિંદગી કઇ દિશામાં ઘસડાશે! એ માત્ર એક સાર્થક જિંદગી માટે જરૂરી છે એવું નથી, પરંતુ વ્યકિતગત આત્મવિશ્વાસના દ્રષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આમ ઉદ્દેશ્ય નક્કી કરવા, એમને સમજવા અને એને સાચી દિશામાં લઇ જવા એ દરેક વ્યકિતની પ્રાથમિકતા હોવી જોઇએ. મારો વ્યકિતગત અનુભવ છે કે ઉદ્દેશ્ય હોવાથી મારા સંતોષ, ખુશી અને સ્થિરતાના સ્તરમાં મોટો ફેરફાર થયો છે. એણે મને એક બહેતર માનવ બનાવ્યો છે. હું એવું અનુભવું છું કે દુનિયામાં પ્રભાવશાળી કાર્યોકરવા માટે મારે મારી વિશિષ્ટ સ્થિતિનો ફાયદો હરસંભવ રીતે ઉઠાવવો જોઇએ. અઘ્યાત્મ અહીં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આમ તો આ બધું મારાં કામો અને પ્રવૃત્તિથી અભિવ્યકત થઇ જાય છે, પરંતુ લોકોનું હિત મોટા પાયે મારા કામ સાથે જોડોયલું હોય ત્યારે અઘ્યાત્મ અને નિષ્પક્ષરૂપે વિચારવામાં મદદ કરે છે એવું મને લાગે છે. ઘણી બધી ચીજોમાં પરિવર્તન લાવવાનો અવસર મારી પાસે છે, એટલે હું એ અંગે ઊંડાણથી વિચાર કરું છું અને એમ કરવામાં મને ભરપૂર સંતોષ મળે છે. એની સાથે હું સતત આત્મવિશ્લેષણ કરતો રહું છું કે મારી ભૂમિકા શી છે, હું કેવી રીતે પરિવર્તન લાવી શકું છું અને કેવી રીતે નિષ્પક્ષ રહી શકું છું. જોકે, આ આઘ્યાત્મિક સમજ વિકસવામાં ઘણો લાંબો સમય લાગ્યો છે, પરંતુ એનાં પરિણામો અદ્ભુત છે. તમે પોતાની સાથેસાથે બીજાઓ સાથે પણ પરિપકવ વિચારણા અને સમજ સહિત જોડાઓ છો. તમે અનુભવો છો કે એકાગ્ર હોવું કેટલું મહત્ત્વપૂર્ણ છે અને એ પણ સમજો છો કે એ જીવનનાં બધાં પાસાં-ક્ષેત્રોને કેટલાં પ્રભાવિત કરે છે. ઇશ્વર સાથે જોડાવા માટે કોઇને કોઇ માઘ્યમ કે રસ્તો બધા જ અપનાવે છે, હું પણ એમનાથી જુદો નથી. હું રોજ થોડો સમય પ્રાર્થના કરું છું. સાંઇબાબાને પણ માનું છું. જોકે રોજેરોજ પૂજાપાઠમાં ખાસ સમય નથી કાઢી શકતો, પરંતુ ગાયત્રીમંત્રનો જાપ જરૂર કરું છું. હું મંદિર નથી જતો, પરંતુ થોડી ક્ષણો મળે ત્યારે ઇશ્વર સાથે વાત જરૂર કરું છું. પરંપરાગત અર્થમાં હું ધાર્મિક નથી એ વાતનો હું ઇનકાર નહીં કરું પણ હું આઘ્યાત્મિક છું. અલૌકિક શકિતમાં મને વિશ્વાસ છે. જિંદગીના અનુભવો આ વિશ્વાસને પકવ બનાવે છે. ઉદાહરણ માટે સફળતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિમત્તા અને સખત મહેનત બન્ને જરૂરી તત્ત્વ છે, પરંતુ ભાગ્યની પોતાની નિિશ્ચત ભૂમિકા છે. માત્ર સમજદાર અને બુદ્ધિમાન હોવું પૂરતું નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય સ્થળે હોવું પણ મહત્ત્વનું છે. હું અસાધારણ રીતે ભાગ્યશાળી રહ્યો છું અને એને અલૌકિક શકિતની ભેટ સમજું છું. ભાગ્યની સાથેસાથે સાચાં મૂલ્યોનો તાલમેળ બહેતર ભવિષ્યની પુષ્ટિ કરે છે. વાસ્તવમાં જિંદગીમાં તમારી પાસે મૂલ્યોની સાચી સંપત્તિ હોવી ખૂબ જરૂરી છે. દરેક સમયે નૈતિક રહેવું, લોકો સાથે નિષ્પક્ષ રહેવું, મૂળભૂત રીતે ઇમાનદાર રહેવું, ષડ્યંત્રોથી બચવું, ઉદાહરણરૂપ બનવું એ કેટલાંક એવાં મૂલ્યો છે, જેમાં હું ¼ઢપણે માનું છું અને એનો અમલ પણ કરું છું. |
Get an email ID as yourname@ymail.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment