[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] રિટાયર્ડ પણ હર્ટ!....IT IS SHAME!!!!



રિટાયર્ડ પણ હર્ટ!

Ex-Army-Manહવાલદાર બગ્ગાસિંઘ ભારત તરફથી બાંગ્લાદેશ સામે ૧૯૭૧નું યુદ્ધ લડયા હતા. તેમના જમણા પગમાં ૧૨ બુલેટ ઘૂસી ગઈ હતી છતાં તેમણે લડત ચાલુ રાખી. તેમની અદ્વિતિય બહાદુરી બદલ તેમને 'સેના મેડલ' મળ્યો. બાદમાં તેમણે રાજસ્થાન બોર્ડર પર અને છેલ્લે નોર્થ-ઇસ્ટ સરહદે ડયૂટી બજાવી. ૧૯૮૯માં તેઓ નિવૃત્ત થયા. બગલમાં ઘોડી રાખી ચાલતા બગ્ગાસિંઘને આજે દર મહિને સાડા ચાર હજાર રૂપિયા પેન્શન તરીકે મળે છે.

૬૫ વર્ષની ઉંમરે પહોંચેલા બગ્ગાસિંઘ માર્ચ માસમાં પોતાને મળેલા મેડલ્સ રાષ્ટ્રપતિને પરત કરી આવ્યા છે! નિવૃત્ત લશ્કરી અધિકારીઓને અપાતા પેન્શનના અયોગ્ય ધારા-ધોરણોના વિરોધમાં તેમણે મેડલ પરત કર્યા છે. અહીં ઉદાહરણ તો એક બગ્ગાસિંઘનું છે, પણ દેશમાં તેમના જેવા હજારો નિવૃત્ત લશ્કરી અધિકારીઓ છે, જેઓ તેમને થતા અન્યાય બદલ રાષ્ટ્રપતિને મેડલ પરત કરી આવ્યા છે. સો-બસ્સો નહીં પણ પંદર હજારથી વધુ મેડલ પરત થયા છે!

કૌટિલ્યએ લગભગ સવા બે હજાર વર્ષ પહેલા મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને કહ્યું હતું કે જો સૈનિકોએ તેની કોઈ પણ સમસ્યા લઈને રાજા પાસે આવવું પડે તો સમજવું કે એ રાજાને હવે રાજ કરવાનો કોઈ હક્ક નથી!

વન રેન્ક વન પેન્શન!

જો કોઈ સૈનિક ૩૧ ડિસેમ્બર ૨૦૦૫ના દિવસે નિવૃત્ત થાય તો તેનું પેન્શન રૂપિયા ૩,૯૧૭ હોય. તેના એક દિવસ બાદ એ જ હોદ્દો ધરાવતો સૈનિક નિવૃત્ત થાય તો તેને મળતું પેન્શન ૬,૧૦૦ રૂપિયા હોય! કેમ? પહેલી એપ્રિલથી છઠ્ઠા પગારપંચની જોગવાઈઓ લાગુ પડી જાય. અહીં અન્યાય એ વાતે છે, કે એકસરખાં હોદ્દા પર એકસરખું કામ કરનારા સૈનિકોને પેન્શન અલગ અલગ શા માટે?

નિવૃત્ત અધિકારીઓની માંગ 'વન રેન્ક વન પેન્શન' એવી છે. વન રેન્ક વન પેન્શનનો મતલબ સમજાવતા ઇન્ડિયન એકસ સર્વિસમેન મૂવમેન્ટના વાઈસ ચેરમેન રિટાયર્ડ મેજર જનરલ સતબીરસિંઘ કહે છે, 'અમારી માગ સરખી રેન્ક વાળા અને સરખો સમય કામ કરી ચુકેલા લોકોને એકસરખું પેન્શન આપવાની છે. એટલે અમે એ માગને 'વન રેન્ક વન પેન્શન' સૂત્ર હેઠળ દોહરાવીએ છીએ.'

દા.ત. ૨૪ વર્ષ સુધી હવાલદાર તરીકે કામ કર્યા બાદ નિવૃત્ત થતા બધા હવાલદારોને એકસરખું પેન્શન મળવું જોઈએ. અત્યારે સ્થિતિ એવી છે, કે છઠ્ઠા પગારપંચના અમલ બાદ નિવૃત્ત થયા હોય એવા અફસરે નીચા હોદ્દા પર કામ કર્યું હોય તો પણ તેનું પેન્શન પગારપંચના અમલ પહેલા નિવૃત્ત થયેલા તેનાં કોઈ સિનિયર કરતાં વધુ હોય! નિવૃત્ત અફસરોની માગ એ છે, કે એક સરખા હોદ્દા પર એકસરખા વર્ષ સુધી કામ કરી ચૂકેલા અફસરોને સમાન પેન્શન આપો. ભલે તે નિવૃત્ત ગમે ત્યારે થાય.

સુપ્રીમ કમાન્ડરને સન્માન પરત!

નિવત્ત આર્મી-ઓફિસરો લશ્કરની ત્રણેય પાંખના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિને મેડલ પરત કરી વિરોધ નોંધાવી રહ્યા છે. કરૂણતા એ કહી શકાય કે મેડલ પરત કરતી વખતે રાષ્ટ્રપતિને સેવાનિવૃત્ત જવાનોને મળવાનો સમય ન હતો. તેમણે પોતાના સ્ટાફને મેડલ કલેકટ કરી લેવાની સૂચના આપી દીધી! એ વખતે રાષ્ટ્રપતિ એક પુસ્તકના વિમોચન માટે જઈ રહ્યાં હતાં! જોકે પાછળથી એક વખત રાષ્ટ્રપતિએ ચળવળકારીઓને મળવાનો સમય આપ્યો હતો. આ લોકોની ડિમાન્ડ બિલકુલ ખોટી નથી એ વાત પૂર્વ આર્મી ચીફ જનરલ વી.પી.મલિક સહિતના બધા લશ્કરી આગેવાનો સ્વીકારી ચૂકયા છે.

સરકારી વચનો, કાગળ સુધી

દેશભરમાં ૨૪ લાખ નિવૃત્ત આર્મી ઓફિસરો છે અને દર વર્ષે તેમાં ૬૦-૬૫ હજારનો ઉમેરો થતો રહે છે. અન્ય સરકારી કર્મચારીઓની માફક બધા આર્મી ઓફિસરો ૫૫-૬૦ વર્ષ સુધી નોકરી કરતા નથી. સામાન્ય રીતે તેઓ ૩૦ કે ૪૦ વર્ષે નિવત્ત થતાં હોય છે. એ પછીનું આખું જીવન તેણે પેન્શનની આવકના જોરે કાઢવાનું હોય છે. એમાંય ડયૂટી બજાવતી વખતે ઘાયલ થયા તો સ્થિતિ વધુ કફોડી બને.

આ સંજોગોમાં છાશવારે સાંસદોનો પગાર વધારો કરી લેતી સરકાર ચૂપ રહે તે કેમ ચલાવી લેવાય? એલ.કે.અડવાણીએ ૧૯મી માર્ચ, ૨૦૦૯ના દિવસે વિરોધ કરી રહેલા નિવત્ત લશ્કરી અધિકારીઓ સામે જાહેર કર્યું હતું કે અમે સત્તામાં આવશું તો 'વન રેન્ક વન પેન્શન'ની ડિમાન્ડ પુરી કરીશું. પણ પ્રજાએ સત્તામાં આવવાની તેમની ડિમાન્ડ જ પુરી ન કરી! એ રીતે સોનિયા ગાંધીએ ૨૩મી નવેમ્બર ૨૦૦૨ના દિવસે ચંદીગઢના સેકટર ૪૬માં સંબોધેલી રેલીમાં આ ડિમાન્ડ વ્યાજબી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે તેમનો પક્ષ સત્તામાં ન હતો. આ મુદ્દો એ વખતે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ હતો.

હવે લશ્કર કયાં લડે છે?

ફાઈનલી સુપ્રીમ કોર્ટ આ મુદ્દામાં એન્ટર થઈ છે અને હવે સરકારને યોગ્ય કાર્યવાહી કરવા ૩ મહિનાનો સમય આપ્યો છે. સરકાર 'યોગ્ય કાર્યવાહી'માં શું કરે છે એ જોવું રહ્યું...



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New business?

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

Yahoo! Groups

Join people over 40

who are finding ways

to stay in shape.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...