[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] પ્રેમનું અક્ષયપાત્ર એટલે અસ્તિત્વનો ઉત્સવ



પ્રેમનું અક્ષયપાત્ર એટલે અસ્તિત્વનો ઉત્સવ

સ્વીકારની ચરમસીમાએ 'મળવાનું' શકય બને ત્યારે મઘ્યરાત્રિનું અંધારું પણ પ્રિયજનના ચહેરાને ઢાંકી ન શકે. આત્મીયતાથી ઊભરાતી અને ભાવનીતરતી બે આંખો અંધકારને પણ ઉજમાળો બનાવી દે છે

gunvant_shah

જેને મળવાની ઝંખના અત્યંત ઉત્કૃટ હોય એ પ્રિયજન કદી પણ આપણાથી દૂર હોઇ શકે? વિયોગ માટે સંસ્કતમાં 'વિપ્રયોગ' શબ્દ છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. 'મળેલા જીવ' કોઇ કારણસર છૂટા પડે તે બે દેહ છૂટા પડયા, પરંતુ જો મનથી અને હૃદયથી એકમેકમાં ઓતપ્રોત હોય, તો વિયોગ પણ વિશિષ્ટ યોગ બનીને સાર્થક થાય. આજના યુગને કલિયુગ કહીને વગોવશો નહીં. વિખૂટા પડયા પછી પણ હૃદયથી એકત્વ પામનારાં પ્રેમી યુગલો આજે પણ ઓછાં નથી. આવાં અવિખ્યાત યુગલો વંદનીય છે.


પ્રત્યક્ષ મળવું એ જ જો 'મળવું' ગણાય, તો એ મિલન કેટલા કેરેટનું?

ભરતમિલાપની ક્ષણ ચૌદ વર્ષ પછી આવી પહોંચી, તે પહેલાં શું ભરત અને રામ એકબીજાથી 'વેગળા' હતા ખરા? કષ્ણે ગોકુળ છોડયું પછી કદીય ગોકુળ પાછા ન ફર્યા અને રાધા તો ગોકુળમાં જ રહી ગઇ! શું રાધા અને કષ્ણ એક ક્ષણ માટે પણ એકબીજાથી દૂર હતાં ખરાં? જો ભૌતિક અંતરનું જ મહત્ત્વ હોય, તો એક જ ઘરમાં સતત સાથે રહીને ઝઘડનારાં પતિ-પત્ની વચ્ચે કોઇ જ 'દૂરતા' નથી એમ કહેવું પડે. એકબીજાંને પામવાની અદમ્ય ઝંખના પ્રિયજન વચ્ચેના સ્થૂળ અંતરને સ્મરણમાધુરીમાં ઓગાળી નાખે છે. એવી સ્મરણમધુરા ક્ષણે બે જણ વચ્ચે થાય તે પ્રત્યાપન ટેલિફોન, ટેલેકસ, ફેકસ અને ઇન્ટરનેટ કરતાં અનેકગણું ઝડપી અને સંતર્પક હોય છે.


'મળવું' કેટલું સૂક્ષ્મ હોઇ શકે તે મહાકવિ કાલિદાસે 'મેઘદૂત'માં બતાવી આપ્યું છે. આ જગતમાં ઉન્નત સ્નેહ અને ઊડી ઉત્કટતાથી લખાયેલા પ્રેમપત્રથી અધિક પવિત્ર ચીજ જડવી મુશ્કેલ છે. આપણાં યુવક-યુવતીઓને પ્રેમપત્ર લખતાં નથી આવડતું, બાકી દહેજની તે શી મજાલ કે એકવીસમી સદીમાં પણ ટકી શકે. કલાક અને કિલોમીટરનું કેદખાનું ખરી પડે પછી જ 'મળવું' સાર્થક બને છે. ગાંધીજી અને મહાદેવ દેસાઇનું 'મળવું' આવું ઊઘ્ર્વમૂલ હતું. જેઓ છૂટા પડી શકે તે એવા લોકો છે, જેઓ કદી મળવાનું માધુર્ય પામ્યા નથી. જેઓ હજારો કિલોમીટર છેટા હોય તોય 'મળેલા' હોય તેઓ ધન્ય છે.


શું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન એકબીજાને કદી પણ 'મળી' શકે ખરા? શાહજહાં અને ઔરંગઝેબ એકબીજાને મળે તેને 'મળવું' ગણાય કે? માર્ટિન બુબર જેવા યહૂદી મહાત્મા કહેતા : 'રીલેશનશિપ ઇઝ મિટિંગ.' રામ અને શબરી એકબીજાને મળી શકયાં, પરંતુ દશરથ અને કૈકેયી એક જ મહેલમાં રહ્યાં તોય 'મળવાનું' ચૂકી ગયાં! 'મળવું' એ મહાન ઘટના છે. એ ઘટનાનું ગૌરીશંકર એટલે રાધા અને કષ્ણનું અદ્વૈતતીર્થ! આ પૃથ્વી પર પ્રતિક્ષણ અસ્તિત્વનો ઉત્સવ ચાલી રહ્યો છે.


બે જીવ એકબીજાને પામે તે ક્ષણે ઇંટચૂના વિનાનું, પૂજારી વિનાનું અને મંત્રોચ્ચાર કે ઘંટનાદ વિનાનું પ્રેમમંદિર રચાતું હોય છે. આવા મંદિરમાં મૌન એ જ મંત્રોચ્ચાર અને એકાંત એ જ ઘુમ્મટ! વ્યવહારુ સમજદારી કરતાંય અવ્યવહારુ માસૂમિયતનું જોર વધી જાય ત્યારે જ 'મળવાની' ખરી શરૂઆત થાય છે. સ્વીકારની ચરમસીમાએ 'મળવાનું' શકય બને ત્યારે મઘ્યરાત્રિનું અંધારું પણ પ્રિયજનના ચહેરાને ઢાંકી ન શકે. આત્મીયતાથી ઊભરાતી અને ભાવનીતરતી બે આંખો અંધકારને પણ ઉજમાળો બનાવી દે છે. ઝૂરવું એ પણ મિલનની જ એક રીતે બનીને સાર્થક થાય છે. ભાષા જયારે ઉદ્ગારની ઊચાઇ પ્રાપ્ત કરે ત્યારે મૌનને આકાશનો ઓટલો પ્રાપ્ત થાય છે. કલિયુગ એમાં કદી પણ વચ્ચે નથી નડતો.


આઇન્સ્ટાઇન પ્રેમીજન હતો. એનો બુદ્ધિ અંક ઘણો ઊચો હતો, પરંતુ તે સાથે એ અંતર્બોધ (ઇન્ટયુઇશન) ના રહસ્યમય આશીર્વાદનો સ્વીકાર કરનારો હતો. એ વિજ્ઞાનીના ઉદ્ગાર કાન દઇને સાંભળો :


અંતર્બોધથી રસાયેલું મન
એ પવિત્ર ભેટ છે અને
બુદ્ધિગમ્યતાથી ભરેલું મન
વફાદાર નોકર છે.
આપણે એવો સમાજ
રચી બેઠાં છીએ કે
જે નોકરનો આદર કરે છે,
પણ ભેટને ભૂલી ગયો છે.


પ્રતિક્ષણ પર્વત ક્ષીણ થઇને પણ દૂર દૂર ઊછળતા સાગરને મળવા માટે મથે છે. પર્વતની ઝંખના નદી બનીને વહેતી રહે છે. પર્વતના અહંકારના ચૂરેચૂરા ન થાય, ત્યાં સુધી એ વહી નથી શકતો. પર્વતની અહંકારયુકત બેચેનીને લોકો 'લેન્ડસ્લાઇડ' કહે છે. બે 'મળેલા જીવ' વચ્ચે ઝંખનાનો સેતુ રચાય તે કદી લોખંડી નથી હોતો. એ તો ઝાકળભીની ગુલછડીનો સુગંધમય સેતુ હોય છે. અહંકારના કિનારા ઓગળી જાય ત્યારે સેતુ ખરી પડે છે અને જે અદ્વૈત રચાય તેને 'આત્મમિથુન' કહે છે. ઝરણા પર સેતુ ન હોય. બે કાંઠાને જોડવા માટે એક જ ઠેકડો પૂરતો છે. બે આંખો વચ્ચે એક નાક હોય છે. એક

આંખમાંથી કરુણા અને બીજી આંખમાંથી મુગ્ધતા વહેતી રહે છે. અહંકારના સંકેતસમું નાક ધીરે ધીરે ઓગળતું રહે છે. નાક યુદ્ધ કરાવે છે. નાક દ્વેષ અને ઇષ્ર્યા પેદા કરે છે. વાતવાતમાં માણસ કહે છે : 'આ મારા નાકનો સવાલ છે.' બધાં યુદ્ધો 'નાકયુદ્ધો' હતાં.

g_shahઆત્મીયતાથી ઊભરાતી આંખોમાં રાધાકષ્ણની શાશ્વત એકતાનો નિવાસ હોય છે. આપણી નવી પેઢીને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતામાં પડેલી વિચારસમૃદ્ધિનો પરિચય ન થાય તેની ભારે કાળજી રાખવામાં આવે છે. આ તો ખોટનો ધંધો છે. આપણા ભારતીય વારસા અને વૈભવથી અજાણ્યા રહેવામાં ગૌરવ અનુભવવાની ફેશનને 'બિનસાંપ્રદાયિકતા' કહેવાનું યોગ્ય નથી.


આજનું સમગ્ર ભારત અધૂરા ભારતીય નાગરિકોથી ભરેલું છે. કદાચ આવી ખોટ પૂરવા માટે ભવિષ્યમાં પિશ્ચમમાંથી એન.આર.આઇ. નાગરિકો આપણી મદદે આવશે. પોતાની માતા કેટલી સુંદર છે, તે જાણવા માટે પણ બાળકે માતાની ગોદમાંથી બહાર જવું પડે છે. યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા આપણા દેશના નાગરિકોને 'સવાયા ભારતીય' કહેવાનો લોભ થાય છે. તેમણે સંસ્કતિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ જાળવી જાણ્યો છે.


પ્રેમતત્ત્વની ભીનાશ વિનાનો આલીશાન બંગલો બેકાર છે અને 'મળેલા જીવ' વચ્ચેના રોમેન્સથી છલોછલ ઝૂંપડી ઝળહળ ઝળહળ! કયારેક મારા રેશનલ મનમાં પ્રશ્ન ઊઠે છે. શું સારું? અશ્રદ્ધાના રણમાં ઊગેલો ગાંડો બાવળ સારો કે વગડામાં કયાંક ઊગેલો ધંતૂરો? રામકથા કે ભાગવતકથા સાથે જોડાઇ જતી અંધશ્રદ્ધા ખૂંચે છે, તોય એ થોડીક સહ્ય જણાય છે. એ અંધશ્રદ્ધા કે વ્યકિતપૂજા ટળે તો ઉત્તમ, પરંતુ ગાંડા બાવળ કરતાં ધંતૂરો ખોટો નહીં. અંધશ્રદ્ધાળુ રેશનલિસ્ટ હોઇ શકે? હા, એવા ઘણા નમૂના જોયા છે. પ્રેમમાં અને ભકિતમાં શ્રદ્ધા સાથે થોડીક અંધશ્રદ્ધાનો ભેગ હોય છે.


આંધળી અશ્રદ્ધા પણ સાવ તર્કપૂર્ણ કયાં હોય છે? એક માણસ અંધશ્રદ્ધાપૂર્વક શરાબ પીએ, સિગરેટ ફૂંકે અને જુગાર રમે છે અને બીજો માણસ અંધશ્રદ્ધાપૂર્વક માનતા રાખે, માળા ફેરવે અને અગિયારસ કરે છે. બંનેમાં ઓછો ઉપદ્રવ શેમાં? પ્રેમ અને શ્રદ્ધાના મધપૂડાને લોકો માતા કહે છે. માતૃત્વ સ્વભાવે થોડુંક અંધશ્રદ્ધાળુ હોય, તો તે ક્ષમ્ય છે. માતામાં માનનારા માટે પરમેશ્વરમાં માનવાનું ફરજિયાત નથી. પ્રેમના અક્ષયપાત્ર જેવું હૈયું સદાય ઠલવાતું રહે અને છતાંય છલકાતું રહે એવી ઘટનાનું નામ માતૃત્વ છે. માતૃત્વ તો ગણિકાનું હોય તોય પવિત્ર છે. પંચતંત્રમાં કહ્યું છે : 'બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્યના રસપાનમાં વીતે છે. મૂર્ખાઓનો સમય વ્યસનોમાં, નિદ્રામાં અને ઝઘડામાં વીતે છે.' અસ્તિત્વનો ઉત્સવ માણવા માટે પ્રેમના અક્ષયપાત્ર તરફ વળવું પડે. નારદે આવા પ્રેમને 'પ્રતિક્ષણવર્ધમાનમ્' કહ્યો છે. જીવન બોજ નથી, એ સેલીબ્રેશન છે.


પાઘડીનો વળ છેડે

અમેરિકાની સેટન હોલ યુનિવર્સિટીમાં બધા વિધાર્થીઓ માટે ગીતાનો અભ્યાસ અનિવાર્ય ગણવામાં આવ્યો છે. એ યુનિવર્સિટીના સંચાલકો એવું માને છે કે વિધાર્થીઓને સામાજિક વ્યવહારો કેવા હોય તેનો પરિચય કરાવવા માટે ગીતાથી ચડિયાતું કોઇ માઘ્યમ ન હોઇ શકે. સન ૧૮૫૬માં સ્થપાયેલી આ કેથલિક યુનિવર્સિટીમાં ૧૦,૮૦૦ વિધાર્થીઓ છે, જેમાં ત્રીજા ભાગના બિનખ્રિસ્તીઓ છે. આ યુનિવર્સિટી ન્યૂ જર્સીમાં આવેલી છે


Own a website.Get an unlimited package.Pay next to nothing.* Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Search Ads

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Y! Groups blog

the best source

for the latest

scoop on Groups.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...