[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] પાના, માણેક, એમરલ્ડ, સેફાયર અને રુબીની જબ્બર બજાર



પાના, માણેક, એમરલ્ડ, સેફાયર અને રુબીની જબ્બર બજાર

gems_ruby_saffireસ્પેન ઉપર જયારે મુસ્લિમ રાજા અબ્દે રહેમાનનું રાજ હતું ત્યારે ૯મી સદીમાં તેણે રાણીનું સૌંદર્ય અને સેકસીપણું પર્યાપ્ત ન લાગતાં એક અદભૂત સૌંદર્યવાળી સેકસી પ્રેમિકા રાખી હતી. તેને 'રખાત' કહેવી તે સૌંદર્યનું અપમાન છે તેમ રાજા કહેતા.

એક વખત તેના જીવનની પેશનેટ પળોમાં રાજાએ અતિ કીમતી હીરાઓ, રુબી, સેફાયર અને એમરલ્ડનો કીમતી હાર તેની પ્રેમિકાના ગળામાં પહેરાવ્યો ત્યારે તેના દોઢડાહ્યા દીવાને કહ્યું કે આ દુર્લભ રંગીન રત્નોનો હાર અતિકીમતી છે. કોઈ વખત ભીડ પડે ત્યારે તમને કામ લાગશે ત્યારે રાજાએ કહેલું, ''તમને માત્ર હીરાનાં રત્નોની કિંમતે આંજી દીધા છે પણ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? મારી આ પ્રેમિકાના જીવતા સૌંદર્યની સામે આ રંગીન પથ્થરોનું કંઈ મૂલ્ય નથી.'' આ વાત ૧૨૦૦ વર્ષ પહેલાંની છે. જે આજે પણ સાચી છે.

આજકાલ સફેદ હીરાની બજાર મલ્ટિનેશનલ હીરા કંપનીઓના પાપે અને તેના લોભ થકી ડાઉન છે. પણ રુબી, સેફાયર અને એમરલ્ડની પરખ હોય તેને માટે આ રંગીન રત્નોની બજાર અને તેના વેપારીઓ એવા ને એવા બડકમદાર છે. ધનિકોની માગ હજી તાજી છે, કારણ કે પ્રેમિકાઓ માટે મોંઘાં રંગીન રત્નો ખરીદવાં તે ધનિકોનો પેશન છે.

ઇંગ્લેન્ડના રાજા હેન્રી સાતમાની અતિ સુંદર પુત્રી મેરીના પ્રેમમાં ફ્રેંચ રાજા લુઈ બારમો પડયો ત્યારે ભાવિ સસરાના પ્રતિનિધિને પેરિસના મહેલમાં ફ્રેંચ રાજાએ એક પટારો ઉઘાડીને તેમાં રુબી અને ડાયમંડની જવેલરીનો ખડકલો પડેલો તે બતાવ્યો. અને કહ્યું જયારે મેરી મને પરણીને આવશે ત્યારે આ તમામથી હું તેને શણગારીશ પણ તેના ગળામાં રુબીનો હાર પહેરાવીશ તે પહેલાં તેણે મને ઘણાં ચુંબનો આપવાં પડશે!

આ હેન્રી સાતમાથી આજ સુધી પત્ની કે પ્રેમિકાને કે રાણીઓને રિઝવવા દાઉદ ઈબ્રાહિમથી માંડીને પંજાબના છેલ્લા મહારાજા દુલિપસિંહે રંગીન કે સફેદ હીરાના હારનો ઉપયોગ કર્યો છે! રાણી વિકટોરિયાને ખુશ કરવા કોહિનૂરનો હીરો રાજા દુલિપે આપેલો.

કોહિનૂર વિશે ખૂબ લખાયેલું છે. ૧૬મી સદીમાં મળેલો આ ભારતીય ખાણનો હીરો ૭૮૭ કેરેટનો હતો અને મોગલ શહેનશાહોના તાજમાં પણ મઢાયેલો. અફઘાનોને જીતીને દુલિપસિંહના પિતા મહારાજા રણજિતસિંહે કોહિનૂર મેળવેલો. બાર વર્ષ પહેલાં સ્વિસ બેન્કર્સ એસોસિયેશને તેમની બેન્કોના વોલ્ટમાં પડેલાં કીમતી નંગો-રત્નોનું લિસ્ટ બહાર પાડેલું. ત્યારે ખબર પડી કે ફ્રેંચ રાજાઓ, સ્પેનિશ સરમુખત્યારો, દાણચોરો, ચાંચિયાઓ અને ભારતીય રાજાઓનાં કીમતી રત્નોવાળાં આભૂષણો બેન્કોના લોકરમાં પડેલાં હતાં. દુલિપસિંહ તો પછીથી પ્રિન્સેસ કેથરીન હિલ્ડાના પ્રેમમાં પડેલા. તેમના નામની ગોલ્ડ જવેલરી અને મોતીની માળા અને રત્નોના હાર પણ સ્વિસ બેન્કોમાં પડેલાં.

રાજસ્થાની વેપારીઓ પત્નીઓને રુબી એમરલ્ડના હાર ખરીદીને રિઝવવાની સ્પર્ધા કરતાં તે સ્વિડનના રાજા ગુસ્તાફની પ્રેમિકાથી માંડીને નેપોલિયને તેની મહારાણી જોસેફાઇનને ખુશ કરવાથી ચાલ્યું આવે છે. તેથી જ કીમતી નંગોની જવેલરી અને રુબી એમરલ્ડની બજાર કદી મંદ થવાની નથી. આજે ભલે છૂટાછેડાના કેસોમાં કેટલાક નુગરા પતિદેવો પત્નીને પ્રેમથી ભેટ આપેલા કીમતી ઝવેરાત પાછાં લઈ લે છે, પણ જૂના જમાનાના રાજા અને ખાસ કરીને ફ્રાંસના રાજા ફિલિપ ભેટ આપેલા ઝવેરાતને કદી જ પાછા લેતા નહીં.

૧૨૬ વર્ષ પહેલાં ઇંગ્લિશ લેખક અને વિશ્વ મુસાફર સર રિચાર્ડ બર્ટને 'કામસૂત્ર ઓફ વાત્સ્યાયન'નો ગુપચુપ અનુવાદ કર્યો હતો. પછી આવા ભારતીય પુસ્તકના અનુવાદ કરવાના ગુના બદલ જેલની સજાના જોખમ સાથે 'અનંગ રંગ' નામની પ્રેમિકાઓને ખુશ કરવા (ભેટો તેમ જ કામક્રીડા) અંગેની પુસ્તિકાનો અનુવાદ કર્યો હતો. તેણે 'એનેટોમી ઓફ મેલંકલી' અર્થાત્ ગમગીનીનું અંતરંગ શાસ્ત્ર લખ્યું હતું.

તેમાં તેણે લખેલું કે કીંમતી રત્નો જેવા કે રુબી અને એમરલ્ડ કે સેફાયર માત્ર રાજાઓને ખુશ કરતા નથી, માત્ર તમારી આંગળીને શોભા આપતા નથી, પરંતુ કીમતી નંગો પહેરવાથી તમારા ઉપર કોઈ મૂઠ મારી શકતા નથી. શયતાની તત્ત્વો ભાગે છે. તમારી તંદુરસ્તી જાળવે છે. અમુક રત્નોની ભસ્મ તમારા રોગ સારા કરે છે. તમારી પાસે સાચું નંગ આવી જાય તો તમારા મેલંકલી મૂડ એટલે કે ચિંતાગ્રસ્ત મિજાજને કે ડૂબેલા મનને તાજું કરે છે!- વિદ્વાનોનાં આવાં પ્રમાણપત્રોને કારણે રંગીન હીરાનો પેશન આજ લગી દુનિયાના પ્રેમીઓને (પ્રેમિકા ખાતર) સતાવે છે.

એરિસ્ટોટલ જેવા ફિલસૂફે પણ પ્રેસિયસ સ્ટોનને માટે કહ્યું છે કે કુદરત તેના પેટાળમાં 'બુદ્ધિપૂર્વક'નું મંથન કરે છે ત્યારે હીરારૂપી (રંગીન) બીજ ઊગે છે. એ પછી એરિસ્ટોટલના શિષ્ય તીઓફાસ્ટસે પણ લખેલું કે હીરો તો ભગવાનને પણ પ્રિય છે એટલે આજે સિદ્ધિ વિનાયકથી માંડીને તિરુપતિને માણેકથી મઢવામાં આવે છે. એક પિતાએ તેની વહાલી પુત્રી માટે મે-૨૦૦૯માં બાર્બી ડોલને ૧૦ લાખ ડોલરના રંગીન હીરાથી મઢાવી હતી. રુબી પહેરવાથી ખરાબ તત્ત્વો ભાગી જાય અને સુંદર તત્ત્વો ભલે આકર્ષાતાં હશે પણ કીમતી રુબીના જગતના પુરવઠામાંથી ૯૦ ટકા મ્યાનમાર(બર્મા)થી આવે છે. તે રુબી ત્યાંની મિલિટરી સરકારના ભંડાર તો ભરે છે. સિએરાલીઓન અને સાઇબેરિયાને તેના આંતરિક યુદ્ધમાં રુબી કામ લાગે છે.

જયપુરના રાજસ્થાની જૈનો રંગીન હીરા કે પ્રેસિયસ સ્ટોનના વેપારમાં આગળ છે. ન્યૂ જર્સી પાસે એક પર્વત ઉપર સિદ્ધાચલમ નામનું જૈનમંદિર બનાવાયું, તેમાં જયપુરના જેમ્સના વેપારીઓએ કરોડો રૂપિયા પાણીની જેમ વેર્યા હતા. જયપુરમાં જેમ ટ્રેડમાં ૩૦ જેટલા રાજસ્થાની વણિકોનાં કુટુંબોની લગભગ મોનોપોલી છે. જયપુરની ટિ્રપોલિયા બજારમાં તમને મનપસંદ રુબી, એમરલ્ડ કે સેફાયર મળી રહેશે. ૧૧ વર્ષ પહેલાં આ રાજસ્થાની વેપારીઓ જેમસ્ટોનની નિકાસમાંથી ભારતને ૫.૬ અબજ ડોલરનું હૂંડિયામણ કમાવી આપતા.


હરિદાસજી કોટાવાલા ૧૯૬૦માં ન્યૂ યોર્કમાં આવીને તેના કોટના ગજવામાં કીમતી નંગો લઈને ફરતા તે વખતે અમેરિકન-યહૂદીઓ જેમ ટ્રેડની મોનોપોલી ધરાવતા હતા તેને જયપુરિયાઓએ તોડી હતી. તે વખતે ૪૧ વર્ષ પહેલાં ન્યૂ યોર્કના મેનહટ્ટન વિસ્તારમાં માત્ર બે ભારતીય રેસ્ટોરાં હતી અને થોડાક હજાર ભારતીયો હતા. આજે પાંચ લાખથી વધુ છે. જેમ ટ્રેડમાં ૨૩૦ કંપનીઓ છે. કોટાવાલા જે પગે ચાલીને દલાલી કરતા તેની જર્મની, બેંગકોક, હોંગકોંગમાં ઓફિસો છે.


જર્મની જાઓ તો ઈડર-ઓબરસ્ટેન ગામે જેમ- જવેલરીની ભારતીય દુકાનો હશે. નાની ખોલીમાં ભાડે રહેતા હરિદાસ કોટાવાલા આજે ન્યૂ યોર્કના કવીન્સ વિસ્તારમાં સફેદ રંગના આલીશાન મહેલમાં રહે છે. તેમના પૌત્રો હિન્દી જાણતા નથી. અંગ્રેજી માઘ્યમમાં ભણીને મોટા થયા છે. આમાંથી ઘણા રાજસ્થાનીઓ કષ્ણભકતો પણ છે. ૪૧ વર્ષ પહેલાં ન્યૂ યોર્ક આવ્યા ત્યારે માંડ રવિવારે ફોનથી વતનમાં વાત કરતા. આજે યંગ જનરેશનના પુત્રનું સગપણ થાય એટલે તેના સંતાન મિનિટના ૬૯ ડોલર આપીને પ્રેમિકા સાથે વાત કરી ૫૦૦ ડોલરનું ફોનનું બિલ કરે છે. આ તો ૧૦ વર્ષ પહેલાંની વાત છે!


લગ્ન પછી તો રાજસ્થાની પુત્રો ધંધામાં લાગી જાય છે. જીનિવામાં કે હોંગકોંગ કે સિંગાપોરમાં એમ્સ્ટરડેમ, દુબઈ, મિલાન (ઇટાલી) કે પેરિસમાં કીમતી નંગોનું લિલામ હોય ત્યાં સંતાનને લઈને રંગીન હીરા પારખતા શીખવે છે અને જૂના જમાનાના રાજાઓના કે ભીડમાં આવેલા અબજપતિએ વેચવા મૂકેલાં રત્નો ખરીદે છે.


૨૦૦૮-૨૦૦૯માં હવે ઘણાં કીમતી નંગના ઝવેરાત ખરીદનારા તો ઇન્ટરનેટ ઉપરથી પણ લિલામમાં ભાગ લે છે. ૨૦૦ વર્ષથી આ લિલામ ચાલે છે. ક્રિસ્ટીનો લિલામનો બિઝનેસ સૌથી મોટો છે. કાર્ટિયર બ્રાન્ડના હીરાથી મઢેલા કફલિંકના અહીં રૂ.૭૫૦૦૦ ઊપજે છે. ક્રિસ્ટીએ ભીડમાં આવેલા ધનિકોનાં રત્નોજડિત ઝવેરાતનું રૂ.૨૦૦૦ કરોડનું લિલામ કરેલું. 'પ્રિયતમા' નામની ફિલ્મને આજથી ૩૩ વર્ષ પહેલાં અણધારી સફળતા મળતાં તેના નિર્માતા ટી. સી. દીવાને સુલક્ષણા પંડિતને પ્લેટીનમમાં મઢેલાં રત્નોનું આભૂષણ ભેટ આપેલું. રિચાર્ડ બર્ટને તેની પત્નીને તે સમયે થતા રૂ.૧ કરોડનો રત્નોનો હાર ભેટ આપેલો.


આ ઝવેરાત કે રાજાનાં રત્નો પછી ખરાબ સમયમાં લિલામના જીનિવા પહોંચી જાય છે. તે સમયે દર છ મહિને રત્નો, માણેક અને ઝવેરાતનું લિલામ થતું. હવે દર પંદર દિવસે જુદા જુદા દેશનાં શહેરોમાં કીમતી રત્નોના ઝવેરાતનું લિલામ થાય છે. આ લિલામના હોલમાં પ્રવેશવાની ફી પણ રૂ.૧ લાખથી વધુ હોય છે. એ જમાનામાં મૈસૂરના રાજા કે હૈદરાબાદના નિઝામ તેના ઝવેરાત ભારતમાં વેચવાને બદલે જીનિવા જતા.

લિલામ પહેલાં જે ઝવેરાત કે કીમતી નંગો વેચવાના હોય તેનો ફોટો,અપેક્ષિત મૂલ્ય વગેરેની માહિતી રૂ.૨૦૦૦ની બુકલેટમાં છપાય છે. વેચનારાનું નામ ગુપ્ત રખાય છે પણ હોલિવૂડની અભિનેત્રી ખુશીથી પોતાનાં નામ છપાવે છે. ઝવેરાતની બુકલેટમાં ઘણી વખત ભારતની એક મોટી મહારાણી કે હૈદરાબાદના એક નિઝામ કુટુંબના નબીરા એવા વર્ણન જોશો. ચોરી કે લૂંટનો માલ નથી તે ચકાસાય છે.


જીનિવામાં આજે ૪૦ વર્ષમાં ગુજરાતીના પંદરમાંથી ૫૦૦ કુટુંબો થયાં છે, તે પણ લિલામનાં રત્નો ખરીદવા જાય છે. યાદ રહે કે સફેદ હીરાની રિસેલ વેલ્યૂ લગભગ કંઈ નથી પણ કીમતી રત્નોનું જ અહીં રિસેલ મૂલ્ય મળે છે.



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...