ટેઈક ઇટ ઇઝી પોલિસી
આવું થોડું હોય? હોય તો નહીં... પણ છે. પૂછો ભાજપને. ચૂંટણીની હાર પછી ભાજપમાં એવી વાતો ચાલી છે કે એમણે મનમોહન વિરુદ્ધ કરેલા પ્રચારનો લાભ મનમોહનને મળ્યો. ભાજપે અડવાણીની સરખામણીમાં મનમોહનને જેટલા 'અનિરછનીય' અને ઢીલા ચિતર્યા એટલા મનમોહન વધુ મજબૂત બનીને ઊભર્યા. બીજી તરફ, કોંગ્રેસને પણ એ જ સમજાયું કે નરેન્દ્ર મોદીનો જેટલો વિરોધ કરવામાં આવે છે એટલા મોદી મજબૂત બને છે. અગાઉ, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સોનિયાએ પ્રચારના અંતિમ તબક્કામાં મોદીનો અને એન્કાઉન્ટરનો વિરોધ કર્યો. એનો ભાજપને ફાયદો થયો. એટલે પછી લોકસભાની ચૂંટણી વખતે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં ખાસ રસ ન દાખવ્યો. વિરોધ કરવાથી વિરોધી બળવાન બને તો પછી વિરોધ શા માટે કરવો? ખેર, રાજકારણ તો બહુ પેચીદું હોય છે. આપણે સીધીસાદી વાત કરીએ કે આખી દુનિયા દુ:ખથી દૂર ભાગવા શકય તેટલી મથામણ કરે છે. છતાં, દુ:ખ હૈ કિ હારતા નહીં. માણસ સુખ મેળવવા (અને દુ:ખ ટાળવા) જેટલું ઝઝૂમે એટલો વધુ દુ:ખી થાય એવું સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે. અહીં આપણે ભૂખ અને શારીરિક પીડાની વાત નથી કરી રહ્યા. આ બે નક્કર દુ:ખ છે. બાકીના તમામ દુ:ખો માનસકિ હોય છે. માનસકિ દુ:ખનો જન્મ સુખની ઝંખનામાંથી થાય છે. સુખની ઝંખના જેટલી તીવ્ર, એટલું દુ:ખ વધુ આકરું. સફળતાની ઇરછા જેટલી તીવ્ર એટલી જ નિષ્ફળતા વધુ પીડાદાયક. અગાઉના લેખના અંતે આપણે એ જ વાત કરી રહ્યા હતા કે બે અંતિમો છે, બે ધ્રુવો છે એટલે જગત છે. સુખ છે, તો દુ:ખ છે (એ જ રીતે દુ:ખ છે, તો સુખ છે), શુભ છે, તો અશુભ છે (અશુભ છે, તો શુભ છે). મતલબ, સુખ-દુ:ખ, શુભ-અશુભ એકમેક પર આધારિત છે. એક નથી તો બીજું નથી. એ હિસાબે, સમૃદ્ધિનો આધાર ગરીબી પર છે. દુનિયામાં બધા જ સમૃદ્ધ હોય તો સમૃદ્ધિ જેવું કશું રહે જ નહીં. બધા પાસે મર્સિડિઝ હોય તો મર્સિડિઝની વેલ્યુ શી? મર્સિડિઝની બોલબાલા છે, કારણ કે સામે છેડે ગરીબી છે, વંચિતતા છે. એવું જ સફળતાનું છે. સફળતાની ઇમારત નિષ્ફળતાના પાયા પર રચાય છે. બોર્ડમાં એકથી દસમાં સ્થાન મેળવવું એ બહુ મોટી સફળતા ગણાય છે, કારણ મોટા ભાગના વિધાર્થીઓ એકથી દસમાં તો નથી જ આવતા, ઊલટાના નાપાસ થાય છે. ટી૨૦ના વલ્ર્ડ કપનું વજન પડે છે, કારણ કે એમાં કુલ બાર ટીમ હોય છે. એમાં ૧૧ હારે, ૧ જીતે. સામે પક્ષે ૧૧ નિષ્ફળતા છે એટલે ૧ સફળતાનું વજન ઘણું વધી જાય છે. આ લોજિક મુજબ, બહુ દુ:ખી ન થવું હોય તો બહુ સુખી થવાની ઇરછાથી બચવું રહ્યું. ગૌતમ બુદ્ધે એ જ તો કહ્યું છે કે મઘ્યમમાર્ગે ચાલો. છેડાઓ ઝંઝાવાતી હોય છે. અને એક છેડા સુધી પહોંચનાર જયારે ફંગોળાય છે ત્યારે વચ્ચે નથી અટકતો, સીધો સામે છેડે પહોંચે છે. અતિ સફળ લોકોની પ્રેરણાત્મક વાતો ઠેર ઠેર ટાંકવામાં આવે છે, પણ સફળતમ લોકોના હૃદયની વેદના પર ફોકસ કરવામાં આવે તો હેબતાઈ જવાય. ગાંધીજીની વેદના કંઈ ઓછી હતી? જીવનના છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન નહેરુ તેમ જ સરદારે પણ તેમની વાતો માનવાનું ઠીક ઠીક હદે ઘટાડી નાખેલું. ગાંધીજીની હજાર કોશિશો છતાં ભાગલા થઈને જ રહ્યા.
એમાં પાંચેક લાખ હણાયા. આ બધી 'હાર' પચાવીને પણ ગાંધીજીએ સ્વસ્થતા જાળવી એ એમની મહાનતા હતી. બાકી, એમના હૃદયની વેદના કેટલી પ્રચંડ હશે એ તો આપણે ગાંધીજી હોઈએ તો જ અનુભવી શકીએ. એ જ રીતે, સફળતમ ઉધોગપતિની કંપનીના ર્ટનઓવરના આંકડા ભલે સાચા હોય, પરંતુ સામેની તરફ જફાઓ, ટીકાઓ, વેદનાઓ, પારિવારિક સંઘર્ષો પણ એટલાં જ આકરાં હોય છે. તો ફરી એ જ સવાલ જાગે કે સફળતા જોખમી હોય તો શું હાથ જોડીને બેસી રહેવું? જવાબ એ જ છે: હા, હાથ જોડીને બેસી જુઓ. નહીં બેસી શકો. પ્રવૃત્તિ વિના કોઈનો છૂટકો નથી. પ્રવૃત્તિ તો સૌ કરે જ છે. મુદ્દો ફકત એ છે કે જીવનમાં પ્રવૃત્તિના પરિણામે (કે આપમેળે) આવી પડતાં દુ:ખો-નિષ્ફળતાનો વિરોધ કરવા જેવો નથી. રાધર, નિષ્ફળતાનો સ્વીકાર કરીને આગળ વધવું એ વધુ સ્વસ્થ અભિગમ છે. નિષ્ફળતા મળી? તો ભલે મળી. એકસેપ્ટેડ. સ્વીકારી લીધી. વાત ખતમ કરો અને આગળ વધો. પણ જો નિષ્ફળતાનો પ્રતિકાર કરીએ, તો જૂની નિષ્ફળતામાંથી બહાર આવવામાં વાર લાગે. મનોમન નિષ્ફળતાનો પ્રતિકાર જયાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ભૂતકાળના ભોરિંગમાં જ ભેરવાયેલાં રહીશું. દુ:ખથી બચવાનો સૌથી સીધો માર્ગ એ છે દુ:ખનો વિરોધ ન કરવો. આમ તો એ સૌથી અઘરું લાગી શકે એવું કામ છે, પણ જો એક વાર ખરેખર કોશિશ કરી જોઈએ તો લાગી શકે, ઓહ, આ તો એકદમ સહેલું છે. ટ્રાય કરી જુઓ. ઝાઝું કંઈ નથી કરવાનું. લેખની શરૂઆતમાં ટાંકેલું વિધાન બરાબર સમજી લો: 'જેનો વિરોધ કરીએ, એ ટકે.' દુ:ખનો વિરોધ કરીએ તો દુ:ખ ટકે. નિષ્ફળતાનો વિરોધ કરીએ તો નિષ્ફળતા ટકે. માટે, ટેઈક ઇટ ઇઝી. બોલો, શું આ ઇઝી નથી? |
Looking for local information? Find it on Yahoo! Local
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment