[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] વિદેશવાસીની વાત પછી પહેલા ઘરઆંગણેના દલિતનું વિચારો.



વિદેશવાસીની વાત પછી પહેલા ઘરઆંગણેના દલિતનું વિચારો

સ્વામી આનંદે આ હિન્દુસ્તાનમાં ગરીબો કે દલિતો કે અસ્પૃશ્યો ઉપર જુલમ થતા હતા ત્યારે રોષભર્યા ઉદ્ગાર કાઢેલા: 'એક વખત મહાકાલે સૃષ્ટિના સર્જકને પૂછયું 'મારે મહાપ્રલપ કરવો છે તો કયાં કરું?' તો નિયંતાએ કહ્યું 'એવા દેશ કે એવા લોકમાં પ્રલય કરો જયાંના માનવને દૂરનું મધુર,મોહક અને નશો ચઢે તેવું સંગીત સંભળાતું હોય પણ તેની આજુબાજુના પીડિત લોકોની વેદના સંભળાતી નહીં હોય કે તેના પ્રત્યે તે બિલકુલ ઉપેક્ષા કરતો હોય તેવા નિષ્ઠુર લોકોની ધરતી પર તું પ્રલપ કરજે.' ઓસ્ટ્રેલિયામાં હુમલા થયા ત્યાં અહીં સૌ નિવેદનો કરવા માંડે છે.

dalit

ગામડાંના હિમાલયથી બાવાઓ આવતા તે જાતજાતની હિન્દી કહેવતો કહેતા. એક કહેવત હતી'જા લકડી કુત્તે કો માર.' લાકડીને ફરમાન કરે છે કે તે જીવતી થઈ કૂતરાને મારે. દિલ્હીમાં બેઠેલી સરકાર એવી લાકડી છે કે તે બીજી લાકડીને કહેશે કે'જા લકડી ઓસ્ટ્રેલિયન સરકાર કો માર.' કોઈ કંઈ કરી શકવાના નથી. કારણ ઘરઆંગણે જ આ સરકારો દલિત પરના અન્યાય સહન કરે છે.


આજે મહારાષ્ટ્ર કે ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા કરતા આપણા જ દેશના ગામડાઓમાં હરિજનો કે દલિતો ઉપર સવર્ણવર્ગ જે અન્યાય કરે છે તેની ચીસ શાસનના બહેરા કાને સંભળાતી નથી. એક જમાનામાં અન્યાય સામે બળવો કરવા માટે તલવાર પછી બંદૂક ઉપાડાતી હતી. આજે અન્યાય સામે સત્તા ઉપર બેઠેલા તમામ લોકો ધડાધડ શબ્દોની નપુંસક ગોળીઓ છોડે છે અને ખરેખર જેનો ઉપાય હાથવગો છે તે ઉપાય કરવો જોઈએ તે કરતા નથી.


અગાઉ ગામડાના દલિતો પ્રત્યે અન્યાય થતો હતો તે આજેય ચાલુ છે-ફૂલ પાવરમાં ચાલુ છે. હેન્રી આડમ્સે લખેલું કે ઉજળો સમાજ અનૈતિક છે અને એ સમાજ નબળા સમાજને હિસાબે અને જોખમે ધીંગો અને દોંગોં થતો જાય છે. એ ઉચ્ચ સમાજને મૂર્ખાઈ કરવાની છૂટ છે. કોઈ પણ ખરાબ આદતમાં પડવાની તેની જન્મજાત આદત છે. સમાજ એક મહોરું પહેરીને રાખે છે.


ઓસ્ટ્રેલિયામાં ૬૦૦૦ માઈલ દૂરની સાવ ફાલતુ ફરિયાદ છેક ગાંધીનગરમાં સંભળાય છે પણ સૌરાષ્ટ્રમાં દલિતોને જે જમીન ખેડવા માટે અપાય છે તે જમીનમાં તે વાડ બાંધે તો વાડ તોડીને ગામડાના માલેતુજાર લોકો ખેતર ખેડી નાખીને ઉપભોગ કરે છે અને દલિતોના હાથમાં માત્ર ગાંધીનગરનું કાનૂનીનું કાગળિયું રહે છે. કેટલાક ગરીબ ખેડૂતોની જમીનો શોપિંગ મોલ અને ઔધોગિક વિકાસને નામે ઝૂંટવાઈ છે. તે જમીનો ઉધોગ માટે નહીં પણ પ્રોપર્ટી-ઇન્વેસ્ટમેન્ટ માટે હતી.


માયાવતી અને બીજી દલિત નારીઓ ઊચી આવે તો માયાવતીની મજાક કરવામાં જ એકેએક-અપવાદ વગર-એકેએક પત્રકાર રરયોપરયો રહે છે. આ પ્રકારે દલિતોની પીડા પ્રત્યે કે ગરીબ-કચડાયેલા વર્ગ પ્રત્યે આપણે એકદમ ઉપેક્ષિત રહીશું તો એક નવું યુદ્ધ ભારતમાં લડાશે. તે સંદર્ભે માર્સેલ પ્રાઉસ્ટે લખેલી વાત વાંચો, પીડિત માણસ તમામ દરવાજા ખટખટાવે છે.


તે સવર્ણ હોય કે મઘ્યમવર્ગનો હોય તેની પીડા કોઈ સાંભળતું નથી ત્યારે તે ચીસો પાડીને દરવાજા ઉપર દરવાજા ખટખટાવે છે. ઈશ્વરને આરદા કરે છે.એ ઈશ્વર પણ જાણે ધનિકોને ત્યાં ખંડાઈ ગયો છે તેથી એ પીડિત માણસ પછી શું કરશે?... શું કરશે? હાથમાં કોદાળી કે બંદૂક પકડશે તો? આ પીડિત માનવે એક નવી જાતનું ગરીબીનું યુદ્ધ લડવું પડશે. કવિ પાશે લખ્યું છે:


તીસરા મહાયુદ્ધ
જો નહીં લડા ગયા અબતક
જર્મની ઔર આરબ કા યુદ્ધ તો ભાડેકે
ટટ્ટુઓ કે બીચ લડા ગયા...
અબ તીસરા મહાયુદ્ધ સીનો મેં ખુરં રહી
જીને કી બાદશાહત લડેગી
તીસરા મહાયુદ્ધ ગોબર સે લિપી
છતોં કી સાદગી લડેગી
તીસરા મહાયુદ્ધ
પેશાબ સે ભરી રુઈમેં લિપટી હૂઈ ઉગલી લડેગી
તીસરા મહાયુદ્ધ
કભી ન ખુલને વાલી મુઠ્ઠી કે ખિલાફ લડા જાએગા
કીસી ફટીસી જેબ મેં મસલ દિએ ગએ
એક છોટે સે સંસાર કે લિએ લડા જાએગા...


આ ત્રીજા યુદ્ધના લડવૈયામાં માત્ર દલિત જ નહીં તમામ કચડાયેલા જીવ આવી જાય છે. તેમાં મહિલાઓ આવી જાય છે. મહિલાને રાષ્ટ્રપતિ નીમી દેવાથી કે મીરાં કુમારને સ્પીકર નીમી દેવાથી કંઈ પતી જતું નથી. તેનાથી નારીઓને સદીઓથી થતો અન્યાય ઉવળતો નથી. એકાદ દલિતને રાષ્ટ્રપતિ બનાવી દેવાથી આપણે દલિતો પર અન્યાય કર્યોછે, તેના પાપ ઉવળી જવાના નથી.


થોડી જૂની વાતો યાદ કરવી પડશે. નાટકકાર અને ફિલ્મકાર કેતન મહેતાએ અમદાવાદની ફૂટપાથ ઉપર પસ્તીમાં વેચાતી ભવાઈની એક ચોપડી ચારઆનામાં લીધી. તેમાંથી તેને પીડા થઈ એટલે તેણે જૂના રજવાડામાં હરિજનો (મેઘવાળો) ઉપર જે અન્યાય થતા તેમ જ બજારમાં ચાલવું હોય તો હરિજને પુંઠે સાવરણો બાંધીને અને થૂંકવા માટે ડોકે કુલડી ભરાવીને ચાલવું પડતું જેથી શેરી અભડાઈ ન જાય-એ ગામડાની હકીકતલક્ષી વાત નાટકમાં છે. પણ મુંબઈમાં આજેય હરિજનો કે મેઘવાળોને ઘણા ઉજળિયાત વર્ગ ઘરકામમાં રાખતા નથી. અરે મુંબઈની દાતણ વેચનારી બાઈઓ પણ દલિતને અડતી નહીં.


હજી થોડાક જ આઘા જઈને વાત કરીએ તો મુંબઈમાં ગટરો નહોતી કે પૂરતા આધુનિક ગટરવ્યવસ્થાવાળા સંડાસ નહોતા ત્યારની વાત છે. પંડિત નેહરુ ભારતના વડા પ્રધાન બન્યા ત્યારની હરિજનોની કઠણાઈની વાત છે. નેહરુએ દિલ્હીનાં સમૃદ્ધ રહેણાકમાં કહેલું કે પોવર્ટી એની વ્હેર ઈઝ એ ડેન્જર ટુ પ્રોસ્પેરિટી એવરીવ્હેર. અર્થાત્ કોઈ પણ જગ્યાએ ગરીબી હોય તે દરેક વ્યકિત માટે કે દરેક દેશ માટે એક જબ્બર ભય છે. કોંગ્રેસીઓએ નેહરુના સંદેશનો મનફાવતો અર્થ કર્યો.


તમામ કોંગ્રેસી પછી ભાજપીઓ કે ઉ. પ્ર.ના સિંહો કે મુંબઈના સેનાના સિંહોએ યુરીપીડઝની કહેવતને યાદ રાખી. ધેર ઈઝ નોટ એની ક્રાઇમ સો શેઇમફુલ એઝ પોવર્ટી. ગરીબી જેવી કોઈ શરમની વાત નથી. કોંગ્રેસીઓ અને તમામ રાજકારણીઓએ આ કહેવત સાંભળીને પોતે તો પોતાની શરમ દૂર કરવા પોતાની ગરીબી દૂર કરી.


દરેક રાજકારણી સત્તા મળે એટલે કરોડપતિ થવામાં લાગી ગયો. પોતાની ગરીબી દૂર કરી. ગુજરાતમાં તમે આંકડા કાઢશો તો રાજય સરકારના અમુક પ્રધાનોની પ્રોપર્ટીનો સાચો આંકડો મેળવજો. તેમણે નેહરુ અને યુરીપીડઝની શિખામણ બરાબર માની છે. ઘણા પ્રોપર્ટીના સોદામાં પડી ગયા છે. વાહ કેટલી સુંદર રીતે 'ગરીબી' નાબૂદ થઈ છે!


મુંબઈમાં ૩૫ વર્ષ પહેલાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં મારે હરિજનોની હાલત પર વાર્તાલાપ આપવા જવાનું થયું. ત્યાં મેં સ્ક્રિપ્ટ વંચાવી તો તેમાંથી સંડાસ શબ્દ કાઢાવી નાખ્યો. 'સંડાસ એ સુગાળવો શબ્દ છે.' કેટલીક સાચી હકીકતો દાદર નજીકના હરિજનવાસમાં જઈને મેળવેલી. મુંબઈમાં ત્યારે હજી જૂની ઢબના જાજરૂ હતા. તેમાં હાજતે જનારાનું મેલું ઉપાડવા ડબા રખાતા. તે માટે ૧૨૦૦ દલિતોની બાઈઓ મોટે ભાગે કામ કરતી.


સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હરિજન યુવાનો મેટ્રિક ભણે તોય નોકરી ન મળે તે મુંબઈમાં દાદર-પરેલ આજુબાજુના વિસ્તારમાં સગાંવહાલાં હોય ત્યાં આવીને રહેતા. તેમને ઘણી કોશિશ પછી શું કામ મળતું? મેલું ઉપાડવાની સુધરાઈની નોકરી મળતી અને એ નોકરી પણ સુધરાઈવાળાને લાંચ આપીને મેળવાતી. તેમને ત્યારે મહિને રૂ.૬૦નો પગાર અને મોંઘવારી મળતા. સવારે ટાઢા બાજરાના રોટલા સાથે પાવળુંક દૂધની બનાવેલી ચા પીને મેલું ઉપાડવા નીકળી પડતા.


મહારાષ્ટ્રમાંથી મહાર કોમના યુવાનો આવતા. કચરો ઉપાડવો તો ફેન્સી કામ હતું પણ મેલું ઉપાડવામાં ઘણાને સૂગ ચઢતી તે સૂગ અને દુર્ગધ ભૂલવા સ્ત્રીઓ બીડી પીતી થઈ. યુવાનો બેવડો પીતા થયા. ઘણાને માત્ર ટેમ્પરરી રીતે મહિનામાં ચૌદ દિવસ કામ મળે.


પછી આવકની પૂર્તિ કરવા પઠાણી વ્યાજે પૈસા ઉછીના લે. રૂ.૫૦નું રૂ.૨૫ વ્યાજ આપે. ફેંકેલા કચરાને ઉપાડવા જતાં કાચ વાગે તેની સારવારમાં પૈસા ખર્ચાય. ચીમનભાઈ બોરીચા નામના એક બુઝુર્ગને મેં ૧૯૭૮માં પૂછેલું તમે મેલું ઉપાડતા તેમાં કેવો અનુભવ થતો.'એક વખત એક શેઠનો મૂલ્યવાન હીરો (વીંટીમાં જડેલો) સંડાસના ડબામાં પડી ગયો. શેઠે આ હીરો શોધી આપનાર માટે રૂ.૧૦૧નું ઇનામ રાખ્યું.


એ ઇનામ લેવા સુધરાઈના કામદારે આખો દિવસ ડબાનું મેલું ચંૂથ્યું અને હીરો મળ્યો. શેઠની દાનત બગડી. શેઠે કહ્યું 'હું હીરો સાચો છે કે ખોટો તેની પરખ કરીને પછી ઇનામ આપીશ!! આજે ભારતની વસતિમાં આવા ૩૦ ટકા શેડિયાઓ છે. ગાંધીનગર અને દિલ્હીમાં શેડિયા જ શેડિયા છે આ સમાજ આપણા ગંધાતા મોં જેવો છે. તેમાં રોગિષ્ટ દાંતો છે.ઘણાં દાંત હાડકાં સુધી સડેલા છે. આ સડેલા દાંતને ઉર્ફે સડેલા લોકોને સાફ કરવા કષ્ણ ભગવાને ગીતાની ગેરંટી પ્રમાણે જન્મ લેવો જ પડશે.



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...