[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] સજાવો મનનાં ઓજાર



સજાવો મનનાં ઓજાર

Man Ane Jivanઓજાર વગર ખેતી કેવી રીતે થઇ શકે? ઓજાર વગર બાગકામ કેવી રીતે થઇ શકે? જિંદગીને મહેકતું ઉપવન બનાવવું હોય તો ઓજારોની જરૂર પડવાની જ. જો ઓજારો ન હોય તો તપાસી લેજો અને હોય તો એની બરાબર ધાર કાઢી લેજો. આપણાં ઓજાર એટલે આપણો અભિગમ. બાગકામ માટે જેમ ઘણાં ઓજાર જોઇએ એ જ રીતે જીવનને ઉપવનમાં બદલવા માટે પણ ઘણા અભિગમ કેળવવા પડે અને જો હોય જ તો એની ધાર કાઢવી પડે. જોઇએ, કેટલાક મહત્ત્વના અભિગમ કેવી રીતે કેળવવા.


ખોલો દરવાજા

આપણી જિંદગીમાં નવી તાજગી ત્યારે જ આવી શકે છે જયારે આપણે મનના દરવાજા ખોલીએ. તમે ઘણાં લોકોમાં 'એમ.બી.એ.' એટિટયૂડ જોયો હશે. એટલે કે 'મને બધું આવડે છે'નો અભિગમ. આવો અભિગમ હોય ત્યારે નવું સ્વીકારવાની વાત તો બાજુ પર રહી, નવું સાંભળવા પણ મન તૈયાર નથી થતું.


જો આપણામાં આ એટિટયૂડ હોય તો દુનિયા ગમે એટલી આગળ વધી જાય, આપણે ત્યાં ને ત્યાં જ રહેવાના.તમારું જ્ઞાન અને કૌશલ્ય એ તમારાં ઓજારો જ છે. જો આપણે ગઇ કાલે ગ્રેજયુએટ થયા હોઇએ અને આજથી નવું શીખવાનું બંધ કરી દઇએ તો સમજી લેવું જોઇએ કે આવતી કાલે આપણી ગણના 'અભણ'માં થશે. જે માણસ પોતાનાં જ્ઞાન અને કૌશલ્ય નામના ઓજારની નિયમિત ધાર કાઢતો રહે એ માણસ સૌથી વધુ લણે છે, સૌથી વધુ પાક લે છે.


સનસનાટીભર્યા સમાચારો, રાજખટપટ અને કાવાદાવાની મસાલેદાર માહિતીઓ વાંચવાના બદલે જિંદગી પ્રત્યેનો દ્દષ્ટિકોણ બદલી નાખે તેવાં પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાથી જ્ઞાન નામના ઓજારની ધાર નીકળે છે જે જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય છે.


માણસ તરીકેનો અવતાર બીજી વાર મળવાનો છે કે નહીં તેની આપણને ખાતરી નથી તો પછી સમય શા માટે વેડફવો? ટીવી પર બીજાના પરિવારની દર્દ અને નફરતભરી દાસ્તાનોથી ભરપૂર સિરિયલો જોઇને આપણને શું ફાયદો?


આનંદની વાત એ છે કે ટીવી પરની નકારાત્મક સિરિયલો અને ગુનાખોરીનાં સમાચારોનાં દર્શક વર્ગમાં પણ ખાસ્સો ઘટાડો થઇ રહ્યો છે એ વ્યકિતગત પ્રગતિની નિશાની છે

(ડૉ. જિતેન્દ્ર અઢિયા અને રાજીવ ભલાણી લિખિત પુસ્તક'મન અને જીવન' માંથી )



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Need traffic?

Drive customers

With search ads

on Yahoo!

Group Charity

Loans that

change lives

Kiva.org

Y! Groups blog

The place to go

to stay informed

on Groups news!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...