મોટી ઉમરે પણ યુવાન બનીને સર્જકતાને વધુ ને વધુ ખીલવોKanti Bhatt <a href='http:/ તાજેતરમાં અખબારમાં એક સમાચાર આવેલા કે જયપુર નજીકના નાના ગામ પુફલી બોરના ખેડૂત કેશર રાણાએ ૮૦ વર્ષની ઉમરે એક પુત્રના પિતા બનવાનું માન ખાટયું છે. તેની ૪૫ વર્ષની પત્નીને તેણે તંદુરસ્ત બાળક આપ્યું છે. તેણે ચોથા લગ્ન કર્યા છે અને ૧૩ બાળકોનો પિતા બન્યો છે. જોકે, તે કહે છે કે તે ઊટડીનું તાજું શેડકઢું દૂધ પીતા તેનો આ પ્રતાપ છે અને હજી ૧૦૦ની ઉમર થતાં સુધી વધુ સંતાન પેદા કરશે! આપણે વિખ્યાત નવંશશાસ્ત્રી ડો.એશલી મોન્ટેગુની વાત જાણી કે માણસ કદી વૃદ્ધ થતો નથી. ઊલટાનું માનસિક સર્જકતા ઉમર સાથે ખીલે છે. માઇકલ એન્જેલો અને લીઓનાર્ડોદ વીન્ચીની કલા મોટી ઉમરે ખીલી હતી. વિકટર હ્યુગો, કવિ ટેનિસન, થોમસ હાર્ડી, એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, બેન્જામીન ફ્રેન્કલીન અને બટ્રાર્ન્ડ રસેલ એ તમામની સર્જકતા મોટી ઉમર પછી-૭૦ પછી વધુ ખીલી હતી. ગાર્થ વિલિયમ બાળકો માટેનાં પુસ્તકો મર્યા ત્યાં સુધી ૮૪ની ઉમરે લખતા. પોતે બાળક જેવા થઈ જઈને લખી શકતા કવિ ટેનિસને 'ક્રોસિંગ ધ બાર' નામનો કાવ્યસંગ્રહ પાકટ ઉમરે પ્રગટ કરેલો. માઇકલ એન્જેલોએ ૮૯ની ઉમરે ગ્રેટેસ્ટ માસ્ટરપીસ ગણાય તેવું ચિત્ર દોરેલું. અમેરિકન બેન્કો વૃદ્ધોની બચત ઉપર ઊચામાં ઊચું ૯ ટકા વ્યાજ આપે છે. આપણી બેન્કો એ હિસાબે કોંગ્રેસના રાજમાં અમારા 'વયસ્કો' પ્રત્યે ઊલટાની ક્રૂર થઈ ગઈ છે. પ્રોફેસર સિગામણી ૮૦ વર્ષની ઉમરે ૨૦ વર્ષના યુવાન જેવો જુસ્સો અને સર્જકતા ધરાવે છે. તે આ ઉમરે બાળકોનું અંગ્રેજી સારું બને તે માટેનાં પુસ્તકો લખે છે. પ્રોફેસર સિગામણી ભારતની યુવતીઓને કહે છે કે બીજું કાંઈ નહીં પણ તમે સુંદર હસ્તાક્ષરે લખતાં શીખો. અંગ્રેજી શીખવે છે છતાં તે તમિળ ભાષાને ભૂલતા નથી. તેમણે કહ્યું છે કે તમારે ગુજરાત, તેલુગુ કે તમિળનું બહુમાન કરવું હોય તો અંગ્રેજી જાણવું અનિવાર્ય છે. તેઓ કવિતા તમિળમાં લખે છે. તેઓ ૮૦ની ઉમરે મદ્રાસ યુનિવર્સિટી અને ચન્નામલાઈ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર હતા. ચેન્નઈમાં જાનકી રમણ કોલોનીમાં અરુમ્બક્કમ વિસ્તારમાં આ પ્રોફેસરને ઘરે જાઓ તો તે તમારા કરતાં તમારા બાળક સાથે વધુ વાત કરશે. એટલા જીવંત છે. અમેરિકામાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એઇજિંગ ૧૯૭૪માં સ્થપાઈ. તેનો સર્વે કહે છે કે ૭૦ ટકા વૃદ્ધો ફેમિલી સાથે રહે છે, તેથી તે લાંબું જીવે છે. કુટુંબીઓનો પ્રેમ તેમને જીવાડે છે. ૧૦માંથી ૭ વૃદ્ધો સગા સાથે રહે છે. માત્ર ૫ ટકા જ વૃદ્ધાશ્રમમાં રહે છે. ભારતમાં વૃદ્ધાશ્રમો વધે છે તે ભારતીય સંસ્કતિને લાંછન લગાવનારી વાત છે. અમેરિકામાં દરેક ૧૦૦૦માંથી બાર વૃદ્ધો જ નિસર્ગ હોમમાં રહે છે. સેરા લોરેન્સ નામની હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રોફેસરને તેના પુત્રે કહ્યું કે હવે નિવૃત્ત થાઓ પણ પછી તેણે અને મેકાર્થર ફાઉન્ડેશનની ચેરમેનશિપ લીધી અને તેને સ્ફૂરણા થઈ કે ૬૦ કે ૬૫ની ઉમર પછી સ્ત્રી-પુરુષને જીવન જીવવાનો કે કંઈક નવું પેદા કરવાનો પેશન જાગે છે તેવા લોકોને મળીને પુસ્તક લખવું જોઈએ. તેમણે ઘણા સ્ત્રી-પુરુષોના ઇન્ટરવ્યૂ લીધા. ૫૦ની ઉમર પછી આ લોકો ૭૫ના થયા ત્યારે તેમણે જિંદગીનો કેવો નવો રાહ પકડીને સર્જકતા ખીલવી તેનો હકીકતલક્ષી અહેવાલ લખ્યો. તેને પુસ્તક રૂપે પ્રગટ કર્યો છે, તેનું મથાળું છે 'ધ થર્ડ ચેપ્ટર-પેશન, રિસ્ક એન્ડ એડવેન્ચર ઇન ધ ટ્વેન્ટી ફાઇવ યર્સ આફ્ટર ફિફ્ટી.' પચાસની ઉમર પછી જેણે નવાં સાહસો કે કંપની ઊભી કર્યા હોય તેના જીવંત દાખલા આપ્યા છે. મેડમ સેરા લોરેન્સ કહે છે કે પચાસ ઉપરની વયના લોકો કુદરતને જાણવા વધુ કુતૂહલ વૃત્તિ રાખે છે. યુવાનો કરતાં તે પોતાની જાતને વધુ જોમમય પુશ કરે છે. નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જીવનમાં નવા પ્રયોગો કરે છે. તે બધું જ પચાસ પછીની વયે કરે છે. આ પચીસ વર્ષના ગાળાને તે બોનસ યર્સ કહે છે. હા, ૬૦ની ઉમર પછી જીવો તો તેને બોનસ ગણો. એ બોનસ-વર્ષોને સાર્થક કરો. શકિત સામંત ૮૦ની વય આસપાસ ગુજરી ગયા પણ મરતાં સુધી તે કોઈ નવી જાતની સંદેશ આપતી ફિલ્મ બનાવવા માગતા હતા. ભારતમાં હવે ઘણા લોકો છે જે બર્નઆઉટ થઈ જવા માગતા નથી-ઓલવાઈ જવા માગતા નથી. એક અમેરિકન વૃદ્ધા ૮૦ વર્ષની થઈ. તેને રિવાજ પ્રમાણે કંઈક ઉપર માત્ર ૮ મીણબત્તી પેટાવીને અપાઈ. તેને ફૂંક મારીને ઓલવવાની હતી. દરેક મીણબત્તી ૧ દસકો સૂચવતી હતી. વૃદ્ધાને ઓછું આવ્યું તે કહે કે હજી મારામાં દમ છે. ૮૦ મીણબત્તી રાખવી જોઈતી હતી હું તમામને ફૂંક મારીને ઓલવી શકું છું. અરે, મારા પતિને કબજે કરી શકું તો મીણબત્તી શા વિસાતમાં! પણ મને એક જરૂર છે. શેની? પ્રેમની, સ્વીકતિની, માન્યતાની અને મારામાં હજી નવું કરવાની શકિત છે તેવા મારી ઉપરના ભરોસાની. મોટી ઉમરે કેટલીક વાસ્તવિકતા સ્વીકારવી પડે છે. પીઠ નીચેનો મણકો દુ:ખે છે. વેરીકોઝ વેઇન્સ જેવી પગની ગાંઠો થઈ જાય છે. પગ જાણે ગંઠાઈ ગયા હોય તેવા લાગે છે. પુરુષોને માથે ટાલ પડે છે. ઊઘ આવતી નથી વગેરે. પણ આ બધું છતાં અને ખાટલે પડયા પડયા પણ માણસને જીવવું છે. ખાટલે પડીને કે બીમારીમાંય સર્જકતા જાળવી શકાય છે. મને પોતાને ૭૮ની ઉમરે આમાંની કોઈ તકલીફ નથી પણ ઉપર લખેલી કે ન લખેલી તમામ તકલીફો નિસર્ગોપચારથી કે આધુનિક વિજ્ઞાનથી હવે મટાડી શકાય છે. સૌપ્રથમ તો આવાં લક્ષણો કે પીડાની ફરિયાદ કરી કરીને સંતાનોને કે બીજાને પોતાના દુ:ખનાં ગાણાં ગાવાને બદલે તેનો ઇલાજ કરી શકાય છે. લેખિકા સેરા લોરેન્સ ન્યૂ જર્સીના એક પીએચડી થયેલા ૭૫ વર્ષના પત્રકારને મળી હતી. તેણે તેનો સ્પિરિટ ગુમાવવાને બદલે ભારતમાં આવીને યોગનો અભ્યાસ અને મેડિટેશન દ્વારા તેની તમામ ફેકલ્ટીને નવજાગૃત કરેલી. રોમા નામની વયસ્ક સ્ત્રી લેબોરેટરીમાં કેમિસ્ટ હતી. તેને એ ઉમરે નોકરી છોડવી પડી પણ તે હારી નહીં. અમેરિકામાં કાળા લોકો રહે છે તે બ્રોકસ વિસ્તારમાં જઈને કાળાં બાળકોને ભણાવવાં માંડી. આના કરતા પણ વિશિષ્ટ એવા દાખલા ગુજરાતમાં મળી આવશે. આપણે 'ગ્રોઇંગ ઓલ્ડ' નામના ડો.એશલી મોન્ટેગુએ લખેલા પુસ્તકને ફરીથી જોઈએ. પુસ્તકના કેટલાંક બ્રહ્મવાકયો ગણાય તે અહીં ઉજાગર કયાô છે. (૧) આપણે માનવ તરીકે જન્મ્યા છીએ તેથી આપણો જન્મસિદ્ધ હક્ક છે કે આપણે મરતા સુધી વિકસીએ અને આપણી અંદર જે જે સુષુપ્ત શકિત કે પોટેન્શ્યલ છે તેને જગાડીએ. (૨) માનવીએ પ્રવૃત્તિ, પ્રવૃત્તિ અને બસ પ્રવૃત્તિમાં જ આનંદ લેવો જોઈએ. સતત કામઢાપણું જ તમને સુખ આપે છે. યુવાનીમાં તમે સખત કામ કરવા ટેવાઈ ગયા હો તો પાછલી વયમાં તેવું જ કામ સખત લાગતું નથી. (૩) આજના યુગમાં માનવની એકલતાને વધારનારું વિલન હોય તો ટેલિવિઝન છે. આ ટેલિવિઝન એવો દાનવ છે જે કુટુંબને સાથે સાથે છતાં એકલા રાખે છે. (ફેમિલી ગેટ્સ ટુગેધર-એલોન.). (૪) આપણે પોતે જ પોતાને વૃદ્ધ થવાની લાગણી તરફ ધકેલીએ છીએ. તેને હું સાઇકોસ્કલેરોસીસ કહું છું. એટલે કે આપણે બુદ્ધમત થઈ જઈએ છીએ ખરેખર તો આ જિંદગીનું મકસદ છે કે સતત આપણે આપણી પર્સનાલિટી વધારતા જવી. (૫) એશલી મોન્ટેગુ વિદ્વાન લેખક કોનરાડ લોરેન્જના મતને મળતા થાય છે. કોનરાડ લોરેન્જ ઓસ્ટ્રિયાના પક્ષીશાસ્ત્રી અને મેડિકલ સાયન્સના ખાં હતા. તેમને ભાગીદારીમાં નોબેલ પારિતોષક મળેલું. તે કહેતા કે માનવ પોતે જ પોતાને મર્યાદિત ન બનાવે તો તે વિરાટતાને પામે છે. તે ૮૩ વર્ષ જીવ્યા હતા. ડો.મોન્ટેગુની માફક તે કહેતા કે માનવીનું જીવન એક અન-એન્ડિગ ડેવલપમેન્ટ છે. સતત સતત અને સતત વિકાસલક્ષી છે અને બન્ને જણે એક સમાન સૂત્ર કહેલું-લાઇફ ઇઝ એન અન ફિનિશ્ડ બિઝનેસ. તમારા જીવનનું ત્રીજું કે ચોથું ચેપ્ટર અધૂરું જ રહે તે પહેલાં જીવનને 'લખતાં' જવું જોઈએ. ડેથ ઇઝ ઓન્લી સિઝેશન ઓફ ગ્રોથ. મૃત્યુ માત્ર વિકાસનો વિરામ છે. સદાકાળ યુવાન રહેવા નેચરોપથી વાંચો. |
Looking for local information? Find it on Yahoo! Local
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment