[F4AG] Aral Sea - GLOBAL WARMING - Once the world's fourth largest lake, the mighty Aral Sea is now in it's death -

=

 
અદૃશ્ય થઇ રહેલા એરલ સમુદ્રનું ભયાનક તાંડવ
 
૧૯૧૮નું એ વર્ષ. તત્કાલીન સોવિયેત સરકારને સફેદ સોનારૂપે કપાસ અને ચોખાનું મબલખ ઉત્પાદન મેળવવું હતું. ચોખા અને કપાસની સાથોસાથ બીજા પાકને પણ પિયતનો લાભ મળે એ માટે હિલોળા લેતો જળસ્રોત તેમની નજર સામે હતો- આમુ દરિયા અને સીર દરિયા. આ બંને નદીઓ એરલ સમુદ્રને મળતી હતી. ફેંસલો લેવાઇ ગયો અને આ બંને નદીઓનું પાણી વાળી દેવાયું.

ઉઝબેકિસ્તાનમાં આવેલા આ સરોવરની પછી તો માઠી બેઠી. ૧૯૪૦માં મોટી કેનાલો બાંધીને તેનું પાણી બીજી દિશામાં વાળી દેવાતું. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે આમાંની મોટા ભાગની કેનાલોનું બાંધકામ અત્યંત નબળું હતું. મઘ્ય એશિયાની સૌથી મોટી ગણાતી કારાકમ કેનાલમાંથી તો ૩૦થી ૭૫ ટકા પાણી વેડફાટ સામે સરોવરને મળતો પૂરવઠો બંધ થવા લાગ્યો તેની પહેલી અસર ૧૯૬૦ના દાયકામાં દેખાઇ. ૧૯૬૦થી ૧૯૭૦ દરમિયાન એરલ સરોવરની સપાટીએ વર્ષે ૨૦ સે.મી. લેખે ઘટવા લાગી, તેમ છતાં સરકારની આંખો ન ઉઘડી.
આખરે ૧૯૮૦ના અરસામાં એરલ સમુદ્રના બે ફાડિયા થઇ ગયા! નાનો એરલ સમુદ્ર (ઉત્તર) અને મોટો એરલ સમુદ્ર (દક્ષિણ). મોટો એરલ સમુદ્ર ઉઝબેકિસ્તાન ઉપરાંત કઝાખસ્તાનમાં પણ પડતો હતો. ૨૦૦૦ના સાલમાં મોટા એરલ સમુદ્રના પણ બે ટુકડા થઇ ગયા. પૂર્વ એરલ અને પિશ્ચમ એરલ! ૨૦૦૬થી ૨૦૦૯ સુધીમાં તો પૂર્વ એટલે બાષ્પીભવનની એટલી સ્પીડ પકડી કે તેના કુલ જળજથ્થાનું ૮૦ ટકા પાણી વરાળ બનીને ઊડી ગયું. સમુદ્રનો ધેરાવો લંબાઇમાં માત્ર ૧૫૦ કિલોમીટર અને પહોળાઇમાં ૭૦ કિલોમીટર! ૨૦૨૦ સુધીમાં દક્ષિણ એરલ સમુદ્રનું નામું નખાઇ ગયું હશે.
સતત સૂકાતા જતા આ સરોવરના કુલ ૬૮ હજાર ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાંથી ૪૦ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં મીઠાનું રણ પથરાઇ ગયું! પછી તો દર વર્ષે ત્યાંથી આંધી ફૂંકાવી શરૂ થઇ. આ આંધીની સાથે જ એરલ કારાકુમ રણમાંથી દોઢ લાખ ટન મીઠું પણ વાવઝોડાંની પેઠે વરસવા લાગ્યું. સાથે રેતીનો વરસાદ તો બોનસમાં! ઋતુચક્ર ખોરંભાયું એ સાથે જ શિયાળો વધુ દાંત કડકડાવતો અને ઉનાળો વધુગરમ બનતા ચાલ્યાં. આ બધું જ સરકારના નાક નીચે થઇ રહ્યું હોવા છતાં કોઇ ચૂં કે ચાં કરી શકતું નહોતું.
હાઇડ્રો પ્રોજેકટ ઇન્સ્ટિટયૂટના વડા એલેકઝાન્ડર એસેરીને તો નફફટાઇથી કહી પણ દીધું કે આ તો બહુ વહેલું થવાની આશા હતી! સોવિયેત લોકો એરલની ઘટનાને વળી કુદરતી ગણાવતા થઇ ગયા! આટલું ઓછું હોય તેમ, ઓગસ્ટ ૩૦, ૨૦૦૬ના રોજ ઉઝબેકિસ્તાનના નાયબ વડાપ્રધાન એરગાશ શેઇશ્માતોવે એવી જાહેરાત કરી કે ઉઝબેકિસ્તાન, ચીન અને કોરિયાની તેલ કંપનીઓ સાથે ખુદ ઉઝબેક સરકાર ભાગીદારીમાં તેલ અને કુદરતી ગેસભંડારોની શોધખોળ ચલાવશે અને આ આખોય પ્રોજેકટ એરલ સમુદ્રમાં કરાશે! એરલમાં આ ઊર્જા ભંડારો હોવાની વિપુલ શકયતાઓ અમે જોઇ રાાં છીએ! પત્યું?
જગતને સારું લગાડવા કઝાખસ્તાને વલ્ર્ડ બેન્કની સહાયતાથી ધ કોક-એરલ ડાઇક નામે સંયુકત પ્રોજેકટ હાથ ધર્યો. આ પ્રોજેકટ અંતર્ગત ઉત્તર એરલમાંથી પાણી દક્ષિણ એરલમાં વહી જતું અટકાવવા આડબંધ બાંધવામાં આવ્યો. તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તર એરલની સપાટીમાં ચાર મીટરનો વધારો થયો. ફળ સારું મળ્યું એટલે વધુ લોન લઇને બીજો બંધ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. જો આ પ્રયત્નો ચાલુ નહીં રહે તો એક દિવસ આ સ્થળે મીઠાંના રણ સિવાય કશું જ જોવા નહીં મળે. મૃતસમુદ્રના જે હાલહવાલ થયાં છે, બિલકુલ તેના જેવા જ ઘટનાક્રમે એરલના પણ બૂરા હાલ કરી નાખ્યા છે. કેમ કે ધૃતરાષ્ટ્રના અંધાપાનો ઇલાજ થઇ શકે, ગાંધારીની પટ્ટીઓનો કોઇ ઇલાજ નથી!
Once the world's fourth largest lake,
the mighty Aral Sea is now in it's death throws. Starved of it's lifeblood of the waters of the Syr Darya and the Amu Darya rivers, the sea has been shrinking for the last 40 years.
 
The name "Aral Sea" originates from the word "aral" which means island. The sea's name reflected the fact that it was a vast lake lying as an island amongst the surrounding waterless deserts. The destruction of the Aral began in Moscow in the 1950s, when Soviet economic planners decided, with the confidence of people wielding absolute power, to order the transformation of Central Asia's dry lands into the world's largest cotton belt.
The development of irrigation in the Soviet part of the Aral Sea basin was spectacular: from about 4.5 million hectares in 1960, it rose to almost 7 million in 1980. The population increased from 14 million inhabitants in 1960 to about 27 million inhabitants in 1980. The total water withdrawal through canals increased from 64.7 km³ in 1960 to 120 km³ in 1980, of which more than 90% for agricultural purposes. It resulted in the disruption of the prevailing water balance in the basin and naturally enough, the shoreline began to recede.
It wasn't just the water for cotton and rice that was draining the inland sea but the irrigation canals themselves were poorly built. This let water leak out or evaporate and from the Qaraqum Canal, the largest in Central Asia, perhaps 30–70% of the water went to waste. The mean sea level dropped 20cm (8") per year for 10 years, then the drop rate accelerated to 60cm/year in the 70s, then to almost a metre per year in the 80s.
By 1990, as a result of the continuing water diversion and evaporation, the shrinking Aral divided in two and it's salinity increased from 10 grams per litre to 45. In some parts of the south Aral, salinity tops out at 98 g/litre (2001). Average seawater salinity is 33 g/litre. The once thriving fishing industry employing roughly 60,000 people in the early 1960s has been destroyed along with the fish and most of the flora and fauna. Salt pans and contaminated runoff lakes have appeared, and winters have become harsher and longer, summers hotter and shorter.
 
In a desperate attempt to keep their vessels in the shrinking Aral, channels were dredged to the open sea. it was a futile exercise, as the sea receded faster than the channels could be built. The fishing industry was effectively gone by 1982, and the canning plant processing frozen fish brought in from other areas to keep fishermen employed, folded in 1991. Of the region's 73 species of birds, 70 of mammals and 24 of fish, most have either perished or moved on.
An effect of the reduction in the Aral Sea's size is the exposure of the lake bed. Today, strong winds blow the exposed land picking up and depositing tens of thousands of tons soil every year. This process has not only contributed to significant reduction in breathable air quality for nearby residents, but has also appreciably affected crop yields due to those heavily salt-laden particles falling on arable land.

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...