[F4AG] તમારો ડર પણ તમારો મિત્ર બની શકે છે...

 


તમારો ડર પણ તમારો મિત્ર બની શકે છે...


લેખનું શીર્ષક વાંચી ચોંકી જવાય એવું છે. 'ડર' અને એ પણ આપણો મિત્ર? એવું લાગે જાણે ભારત - પાકિસ્તાનની ક્રિકેટ મેચ ચાલતી હોય અને શાહિદ આફ્રિદી હરભજનની ઓવરમાં સિક્સર મારે અને ભારતીય પ્રેક્ષકો ઊભા થઈ આફ્રિદીને વધાવી લે..! આપણું મન એવું પરંપરાગત રીતે ગોઠવાઈ ગયું છે કે નવીન વિચાર અથવા તો જૂની બાબત વિશે નવીન વિચાર આપણે સ્વીકારવા તૈયાર જ નથી. ડરની બાબતમાં પણ કંઈક આવું જ છે. ઓકે, 'ડરથી ડરવાની જરૃર નથી' એ તમને આ લેખ પૂરો થશે ત્યાં સુધીમાં વિશ્વાસ થઈ જ જશે... કેરી ઓન.

પ્રશ્ન : ડરથી આપણે આટલા બધા ડરેલા કેમ છીએ? ડર શબ્દ કાને પડે અને આંખ સમક્ષ જીવનમાં ક્યારેય ન જોયા હોય એવાં ચિત્રો ખડાં થવા માંડે. આગળ કહ્યું ને કે આપણું મન અમુક રીતે વિચારવાને ટેવાઈ ગયું છે અને મન અમુક રીતે જ વિચારે છે એનું કારણ છે આપણા મનમાં આપણે અથવા શિક્ષણપદ્ધતિએ અથવા આપણા વાતાવરણે અથવા આપણા ધર્મએ અથવા આપણા ઉછેરે બાંધી રાખેલા વિચારો અને મંતવ્યો. માનવ ઈતિહાસમાં કેટલાક 'મહાન' ચિંતકોએ ડર વિશે જે વિધાનો કર્યા છે એ જોવા જેવાં છે. કદાચ આપણે ડરથી ડરીએ છીએ કારણ કે આપણા વારસામાં, આપણી સ્મૃતિમાં ડર અંગે આવા ખ્યાલો ભરેલા છે.

* ''ડર જેટલી તાકાતથી માણસની બુદ્ધિ અને કાર્યક્ષમતાને હણી લે છે એટલી તાકાતથી બીજી કોઈ શક્તિ માણસના મનને હણી શકતી નથી.''

- એડમન્ડ બેક

* ''હું જે બાબતથી ખૂબ જ ડરું છું એ છે ડર.''

- મોન્ટેઈન

* ''જ્યાં ડર હોય ત્યાં સુખ ક્યાંથી હોય?'' - સેનેકા

* ''સમય જતાં આપણે જેનાથી ડરતા હોઈએ છીએ એને ધિક્કારવા માંડીએ છીએ.''

- શેક્સપિયર

અને ઉપર ટાંકેલાં અવતરણો તો ઉદાહરણ માત્ર છે. મૂળ વાત : આપણો ઉછેર જ એવી રીતે થયો છે કે આપણને ડર ક્યારેય મિત્ર લાગે જ નહીં.

પરંતુ ડર આપણો મિત્ર બની શકે છે જો આપણે ડરને સમજવા તૈયાર હોઈએ. મિત્રની સાદી સરળ વ્યાખ્યા એવી છે કે એવી વ્યક્તિ કે જે આપણને સારા- નરસા સંજોગોમાં સાથ આપે. ગેવિન ડે બેકર નામના અમેરિકને એક પુસ્તક લખ્યું અને એનું શીર્ષક રાખ્યું : ્રી ય્ૈકં ર્ક હ્લીટ્વિ. ગુજરાતીમાં શીર્ષકનો અનુવાદ કરવો હોય તો કરી શકાય. ''ડરની સોગાદ''. બેકર આ પુસ્તકમાં જે ધ્વનિ રજૂ કરે છે એ છે કે કુદરતે માણસને અંતઃસ્કુરણા નામની એક અદ્ભુત ભેટ આપી છે જે દ્વારા માનવી સ્વના વાસ્તવિક ડરને બરાબર જાણી, પીછાણી શકે અને એ રીતે આવી રહેલા ખતરાને ટાળી શકે. ડર વિશે આવા ખતરનાક વિચારો રજૂ કરનાર બેકર મનોવિજ્ઞાની નથી પરંતુ તમારી- મારી જેમ બેકર એવી વ્યક્તિ છે કે જેણે ભયજનક બાબતો રોજબરોજના જીવનમાં અનુભવી છે. બેકરનું બાળપણ ભયજનક પરિસ્થિતિઓમાં વીત્યું. મોટા ભાગના અમેરિકન લગ્નજીવનમાં બને છે એમ બેકરનો ઉછેર એનાં માતા-પિતાને લડતાઝઘડતા જોઈને થયો. ક્રમશ : બાળપણમાં જ બેકરને ખ્યાલ આવતો ગયો કે નાનકડી વાતચીતમાં શરૃ થયેલો કંકાસ હમણા શારીરિક હુમલાઓમાં પરિવર્તન પામશે. પોતાના પિતા જે રીતે અને જે સમયે અને જે સંજોગોમાં પોતાની માતાને આંખ સમક્ષ મારતા એ બેકર નાનપણથી જોતો અને બેકર એક શસ્ત્ર વિકસાવે છે : આ શારીરિક હુમલાઓથી જાતને કેમ બચાવવી.

બસ ત્યારથી જ 'ડર'એ બેકરને ગમતો વિષય થઈ ગયો અને મોટા થઈ પોતાનું કરિયર પણ ડર અને ડરના મેનેજમેન્ટમાં જ બનાવે છે. 'ગિફ્ટ ઓફ ફીયર'માં બેકર ડર શા માટે એક કીમતી સોગાદ હોઈ શકે છે એનાં કારણો આપે છે. આપણે બેકરની વાત સંક્ષિપ્તમાં મુદ્દાસર જોઈશું તો થશે વાતમાં દમ તો છે જ.

* આપણી પાસે અમુક સંજોગોમાં અંતઃસ્ફૂરણા નામનું સાધન હોય જ છે. બસમાં ભીડ છે અને આપણને સ્ફૂરી આવે છે કે પાછળના ગજવામાંથી પાકિટ કાઢી લઈ સલામત જગ્યાએ મૂકી દેવું જોઈએ. બેકર કહે છે એમ 'આ ડર નથી' પરંતુ આ 'અંતઃ સ્ફૂરણા' છે અને એનો ઉપયોગ થવો જ જોઈએ.

* આપણે સ્વને એટલી તો સક્ષમ બનાવવી જ જોઈએ કે જે વાસ્તવિક ડર અને અવાસ્તવિક ડર વચ્ચે ભેદરેખા ઊભી કરી શકે.

* વાસ્તવિક ડર આપણને જે સુઝાડે છે એ પ્રમાણે પગલાં ભરવાથી આપણે આવી રહેલા ખતરાને ટાળી શકીએ છીએ.

* એટલે કે વાસ્તવિક ડર તો આપણને બચાવવા નિર્માણ થયો છે.

* ખાસ કરીને જો સ્ત્રીઓ કે જે ઘરેલું હિંસાનો મહત્તમ ભોગ બનતી હોય છે તેમને ડર વિશે શિક્ષિત કરવામાં આવે તો તેઓ સ્વબચાવ સારી રીતે કરી શકે. એટલે જ સ્તો ઓપ્રા વિન્ફ્રેએ આ પુસ્તક માટે કહ્યું : 'દરેક અમેરિકન સ્ત્રીએ આ પુસ્તક વાંચવું જ રહ્યું.'




Yahoo! recommends that you upgrade to the new and safer Internet Explorer 8.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...