[F4AG] સ્વાઇન ફલૂથી બચવું હોય તો

 

સ્વાઇન ફલૂથી બચવું હોય તો

Jagdish Trivedi

hasyalekhજેમ નવી ફિલ્મ રિલિઝ થાય તેમ નવો ફલૂ રિલિઝ થાય છે. થોડા સમય પહેલા બર્ડ ફલૂએ બઘડાટી બોલાવી હતી અને અત્યારે સ્વાઇન ફલૂ સપાટો બોલાવી રહ્યો છે. ગઇકાલે મારા પાડોશી રળિયાતમા મને સામા મળ્યાં. મને ઊભો રાખીને કહે જો દીકરા રામ રાખે એને કોણ ચાખે?



મારાથી માડીની વાતનું કવરેજ પકડાયું નહીં એટલે મેં પ્રતિપ્રશ્ન કર્યોકે માડી તમે શાની વાત કરો છો? કોઇ પણ વાતનો અડધેથી ઉપાડ કરનારા માજીએ ખુલાસો કર્યોકે મારા નાના દીકરા નરભેરામને નાનપણથી ફુલુ છે પણ માતાજીએ એનો વાળ વાંકો થવા દીધો નથી અને અત્યારે છાપાંવાળા લખે છે કે ફુલુ થાય એટલે માણસ ફટાકડાની જેમ ફુટી જાય છે.



મેં કહ્યું કે માડી તમે ફુલુ અને ફલૂને જુદા પાડો તો સારું. તમારા નભુડાને આંખમાં ફુલુ છે અને અત્યારે સળગે છે તે સ્વાઇન ફલૂની હોળી સળગે છે ત્યારે માડી નવ મણનો નિસાસો નાખીને બોલ્યા કે મેં છેલ્લા પાંચ વરસમાં નવા દરદ જોયા એટલા પહેલાં પંચોતેર વરસમાં જોયા નહોતા.



આજથી દસ વરસ પહેલા સ્વાઇન ફલૂ, બર્ડ ફલૂ, ચિકનગુનિયા કે એઇડ્સ જેવી બીમારીના નામ પણ સાંભળ્યા નહોતા. અમારો દૂધવાળો મેરૂ રબારી સમજણો થયો ત્યારથી મારા ઘરે દૂધ આપવા આવે છે. એક દિવસ અચાનક મેરૂની ઘરવાળી દૂધ આપવા આવી એટલે મેં તરત જ પૂછ્યું કે મેરૂ કેમ ન આવ્યો? ત્યારે અભણ રબારણ બોલી કે તમારા ભાઇને ચિકનગલૂડિયા થયા છે. જે લોકોને દરદનું નામ પણ બોલતાં આવડતું નથી એવા લોકોને પણ દરદ છોડતું નથી.



ચિકનગુનિયા પ્રગટ થયો ત્યારે મને એમ હતું કે જે ચિકન ખાય એને થતો હશે પણ પછી ખબર પડી કે આ રોગ તો સંતની પણ શરમ ભરતો નથી. એક સંતને ચિકનગુનિયા થયો એટલે સંતે ચિકનગુનિયાને પૂછ્યું કે તેં મને પણ ન છોડયો? ત્યાર ચિકનગુનિયાએ બે હાથ જોડીને સંતને પૂછ્યું કે તમે કોઇને છોડયા છે? આ સાંભળી સંત જીવનમાં પ્રથમ વાર શરમાઇ ગયા.



સ્વાઇન ફલૂથી બચવા માટે પહેલી શરત છે કે ટોળામાં જવું નહીં. અત્યારે મેળાની મૌસમ ખીલી છે અને ધેર બેઠા મેળો કેવી રીતે કરવો? કારણ મેળામાં માણસ ખીસ્સામાં ફૂટી કોડી પણ લીધા વગર ફરે છતાં એને લાખ રૂપિયાનો આનંદ મળે કારણ મેળામાં માણસની સંપતિ કરતાં માણસનો સમુહ વધારે રાજી કરે છે. મેળો સામૂહિક આનંદનું પર્વ છે અને એ મજા કરોડનાં બંગલાનાં એ.સી. ઓરડામાં રહેલા સવા લાખના ટેલિવિઝનમાં ગમે તેવો કાર્યક્રમ જોઇએ છતાં ન આવે કારણ આપણો આનંદ જેટલો એકાકી એટલો ઓછો અસરકારક હોય છે.



આરોગ્યખાતાની બીજી સૂચના એવી છે કે જો સ્વાઇન ફલૂથી બચવું હોય તો સામાજિક પ્રસંગે હાથ મિલાવશો નહીં અને ભૂલથી પણ કોઇને ભેટશો નહીં. આપણા ઘરે લગ્નનો પ્રસંગ હોય, વરરાજા ખેતર વેચીને મોટા ઉપાડે જાન જોડીને આવ્યો હોય, ભાડાની બસમાંથી દીકરાનો બાપ ઉતરે અને દીકરીનાં બાપને ભેટવા બે હાથ પહોળા કરે ત્યારે દીકરીનાં બાપે પાંચ ડગલા પાછા પડીને વેવાઇને છાપું વંચાવવું કે જુઓ, આરોગ્યખાતાએ ભેટવાની ના પાડી છે, બે વેવાઇ વચ્ચે આવો સંવાદ થાય ત્યાં સુધી વાંધો નથી પણ માંડવા નીચે કન્યા હસ્તમેળાપ વખતે છાપું કાઢે તો વરરાજાનું શું થાય?



See the Web's breaking stories, chosen by people like you. Check out Yahoo! Buzz.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New business?

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

Group get-together

Host a free online

conference on IM.

Yahoo! Groups

Auto Enthusiast Zone

Auto Enthusiast Zone

Discover auto groups

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...