[F4AG] ફાસ્ટ-પ્રોસેસ્ડ ફૂડ ખાઓ, મેડિકલ ઇન્ડસ્ટ્રીને ધીકતી રાખો!

 

ફાસ્ટ-પ્રોસેસ્ડ ફૂડ ખાઓ, મેડિકલ ઇન્ડસ્ટ્રીને ધીકતી રાખો!

Kanti Bhatt
<a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'><img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a' border='0' alt='' /></a>
fast_junk_foodડો. પીલ્ઝર કહે છે કે દવા ઉધોગ અને હેલ્થ ઉધોગને વેલનેસ ઇન્ડસ્ટ્રી નહિ, પણ ખરેખર તો 'સિકનેસ ઇન્ડસ્ટ્રી' ગણવી જોઈએ

હેન્રી ફોર્ડે મોટરકારને મોટે પાયે પેદા કરવાની રીત શોધી કાઢી ત્યારે ઘણા લોકોએ તેને હસી કાઢેલા. તે સમયે બહુ ઓછા પાક્કા રસ્તા હતા છતાંય નાના માણસનેય ગામડેથી શહેરમાં જવા વાહનની જરૂર હતી. બધાની જ નિષ્ફળતાની આગાહી છતાં તેમણે સસ્તું 'મોડલ-ટી' પેદા કર્યું અને તે પછી ૧૦૦ વર્ષમાં મોટરકારનો ઉધોગ એક ટ્રિલિયન ડોલરનો થયો. (રૂ.૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) જગતભરના રસ્તા પર ૫૦ કરોડ કાર આવી ગઈ.

એ પછી ૧૯૮૧માં એક નવી મેગા ઇન્ડસ્ટ્રી (જબ્બર મોટી) પર્સનલ કમ્પ્યૂટરની ઇન્ડસ્ટ્રી આવી. આઈબીએમે તેના પર્સનલ કમ્પ્યૂટર પેદા કર્યા તેને પગલે પગલે બીજી કમ્પ્યૂટર કંપનીઓ આવી અને દસ વર્ષમાં તો ઓટામોબાઇલ ઉધોગને આંટી દે તેવી આ નવી ઇન્ડસ્ટ્રી થઈ અને એમાંથી બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ), માઇકલ ડેલ (ડેલ કમ્પ્યૂટર), જેફ બેઝોસ (એમેઝોન) વગેરે કમ્પ્યૂટરના સોદાગરો સવાઈ અબજપતિ બન્યા. તે ઇન્ડસ્ટ્રી તો એક ટ્રિલિયન ડોલરને ટપી ગઈ છે..

અને હવે? હવે નહીં, ક્યારની એક જબ્બર વેલનેસ ઇન્ડસ્ટ્રી જગતમા પેદા થઈ ચૂકી છે. ૧૦ વર્ષમાં જ તે ૨.૫ ટ્રિલિયન ડોલરની થઈ છે. અર્થાત્ ૧ અબજ-અબજ ડોલરનાં આરોગ્યને લગતાં પુસ્તકો, સાધનો, કહેવાતાં હેલ્થ ફૂડ અને જંકફૂડ વગેરેનો ઉધોગ વત્તા ૧.૫ ટ્રિલિયન ડોલરનો દવાઉધોગ ઉર્ફે ફાર્માસ્યુટિકલ ઉધોગ જગત માથે આવ્યો છે. ડો.પોલ ઝેન પીલ્ઝર નામના પ્રબુદ્ધ લેખક એક અર્થશાસ્ત્રી છે. પાર્ટ ટાઇમ ધર્મ વિવેચક છે.

અમેરિકન પ્રમુખના હેલ્થની બાબતના સલાહકાર છે અને કોલેજના પ્રોફેસર છે. આ ડો. પીલ્ઝરે 'ધ વેલનેસ રિવોલ્યુશન-હાઉ ટુ મેઇક એ ફોરચ્યુન ઇન ધ ટ્રિલિયન ડોલર ઇન્ડસ્ટ્રી' નામનું પુસ્તક લખ્યું છે, તે જગતમાં બહુ વંચાય છે. અત્યારે જ અમેરિકામાં તદ્દન નક્કામા અને કંઈ જ ફાયદો ન કરનારા વિટામિન્સ અને 'હેલ્થ કલબની મેમ્બરશિપ' ઉપર અમેરિકનો ૨૦૦ અબજ ડોલર ખર્ચે છે. એ ખર્ચ ભારતના લોકો ૨૦૨૫ની સાલમાં કરતા થઈ જશે. કારણ કે આપણે હેલ્થ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં અમેરિકાને ખતરનાક પંથે ચાલીએ છીએ. ડો. પોલ ઝેન પીલ્ઝર કહે છે કે ખરેખર તો દવાઉધોગ અને હેલ્થ ફૂડ ઉધોગને વેલનેસ ઇન્ડસ્ટ્રી નહીં પણ 'સિકનેસ ઇન્ડસ્ટ્રી' ગણવી જોઈએ.

ડો. પીલ્ઝર જે માહિતી અને આંકડા આપે છે તે અમેરિકાને લગતા છે પણ આપણે આંગણે તે અમેરિકન કલ્ચર જોશબંધ આવી ચૂકયું છે. ડો. પીલ્ઝર કહે છે કે અમેરિકા મોટી આર્થિક સમૃદ્ધિ ભોગવે છે પણ ૬૧ ટકા અમેરિકનો અદોદળા છે-ઓબેસિટીથી પીડાય છે. આ ઓબેસિટી નામનો રોગ પછી ડાયાબિટીસ અને હૃદયરોગને આમંત્રે છે. ૧૦ વર્ષમાં ૮૦ ટકા અમેરિકનો ઓબેસિટીથી પીડાશે. અમેરિકાનું જે રૂ. ૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ની ફૂડ ઇન્ડસ્ટ્રીનું એક જબ્બર છૂપું કાવતરું છે -દા.ત. જનરલ ફૂડઝ અને પ્રોકટર એન્ડ ગેમ્બલ તેમ જ મેકડોનાલ્ડ્ઝ વગેરે કંપનીઓ અમેરિકાના શ્રેષ્ઠ મનોવિજ્ઞાનીઓને ભાડે રાખે છે. આ નિષ્ણાતો જીભના ચટકાવાળા અમેરિકનોની અને ભારત જેવા વિકસતા દેશોના લોકોની સાઇકોલોજીનો અભ્યાસ કરે છે.

એ નિષ્ણાતોનો મત છે કે તમે તમારા પોટેટો ચીપ્સ માટે કે બીજા તૈયાર નાસ્તા માટે નવા ઘરાક ગોતવાને બદલે જૂનો ઘરાક ૧ પોટેટો ચીપ્સનું પેકેટ ખરીદવાને બદલે ચાર ખરીદે, તેમ જ મોટું પેકેટ ખરીદે તેના જ માર્કેટિંગ ઉપર ઘ્યાન આપો. અદોદળા લોકો અને પેટ ભરાઈ ગયું હોય તેવા લોકો સ્વાદિષ્ટ નાસ્તા વધુ ખરીદશે. ભૂખ નહીં લાગી હોય તોય આ લોકો ભેલપૂરી કે પૂરીપકોડી કે સ્વાદિષ્ટ પિત્ઝા કે વડાપાંઉ ખાશે. ભરપૂર ખાશે. અકરાંતિયા થઈને ખાશે. એટલે જાહેરખબરના ખર્ચ ઉપરાંત તમામ જંકફૂડ કંપનીઓ વર્ષે રૂ.૧ કરોડના પગારવાળા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ રાખે છે.

જંકફૂડ કંપનીઓનું સૌથી મોટું કૌભાંડ એ છે કે પોતે જે નાસ્તા કે જંકફૂડનો પ્રચાર કરે છે, તેના ઓફિસરો પોતે આ ખાધો ખાતાં જ નથી, તેવી હેરત પમાડનારી વાત ડો. પીલ્ઝર લખે છે. ઉપરાંત આ ખાધ કંપનીઓના કેમિસ્ટો એક લુરચી ટ્રીક કરે છે. તેની તો આપણને જાણ જ નથી. કંપનીના મેનેજરો કેમિસ્ટ પાસે એવા જંડફૂડ-નાસ્તા તૈયાર કરાવે છે કે તમે એક પેપ્સીનો ઘૂંટડો કે બોટલ એક વડાપાંઉ કે એક બટાટાની કાતરીના પેકેટથી સંતોષાતા નથી. બીજો કોળિયો કે બીજી બોટલ કે બીજું બટકું ભૂખ ન હોય તોય ખાવાનું મન થાય છે. આ સ્વાદુ ચીજો થકી તેમને ઓડકાર આવતો નથી આવે તો ઓડકાર ઉપર ઓડકાર ખાઈને પાછા નાસ્તો ખાઓ છો.

તમે સંતરું ખાઓ, એપલ ખાઓ, કેળું ખાઓ તો તમને એ ફળનું અમુક પ્રમાણ ખાઓ પછી ધરાઈ જવાની લાગણી થાય છે. ફળનો ઓડકાર આવ્યા પછી ખાતાં નથી, પરંતુ... ચોકલેટનો એક બાર ખાઓ ધરપત થતી નથી. તુરંત તમને બીજી અને ત્રીજી ચોકલેટ ખાવાનું મન થશે જ થશે. કેડબરી કે માર્સ કે બીજી ચોકલેટ કંપનીના કેમિસ્ટોને આ વાતની ખાતરી છે. મેકડોનાલ્ડ્ઝના ફ્રેન્ચ ફ્રાયઝ (બટાટાની કાતરી) તમે એક પેકેટ ખાઓ તો ધરપત થતી નથી. એક બાટલી કોકાકોલાથી તૃપ્તિ થતી નથી. એવું જ તમામ પ્રોસેસ્ડ ફૂડનું છે. ફૂડ કંપનીનું આ છૂપું કાવતરું છે.

તમે એકઝેકટ અંગ્રેજી વાંચજો અને પ્રોસેસ્ડ ફૂડના આ કાવતરાની વાત તમારા યંગ જનરેશન જેને આવાં ખાધોનું વ્યસન છે તેને અંગ્રેજીમાં આ કાવતરું સંભળાવજો:-
You almost always crave more and more of the same item of processed food because of the chemical flavoring... સમજ્યા? એ તમામ ચોકલેટ, કોલા અને તૈયાર નાસ્તામાં એવાં રસાયણો હોય છે, જે તમને અકરાંતિયા થઈને-ઓવર કન્ઝમ્પશન તરફ ખાવાપીવા પ્રેરે છે. આપણા સ્વાદુ પિંડની જે પ્રાકતિક રચના છે તેની આ પ્રોસેસ્ડ ખાધો પત્તર ખાંડે છે અને તમને સતત વેરાયટી અને વેરાયટીની ભૂખ લાગે છે.

આપણા શરીરની કુદરતે રચના કરી છે, તે મુજબ આપણને ૧૩ જેટલા કુદરતી વિટામિનો અને ખનીજોની જરૂર છે. આ તમામ આપણને શાકભાજી અને ફળ રોટલા, રોટલી, દાળ, શાક તેમ જ થૂલવાળા ઘઉના આટા વગેરેમાંથી મળી રહે છે, પરંતુ મોટે ભાગે જે પ્રોસેસ્ડ ફૂડ કે ફાસ્ટ ફૂડ છે, તેમાં આ કુદરતી વિટામિન્સ કે ખનીજો હોતાં જ નથી. એટલે દવાઉધોગ અને ખાધઉધોગ વચ્ચે ખાનગીમાં મોટું કનેકશન છે. ફાસ્ટ ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ- વિટામિનની ખામી રાખો. બીમાર પડો... જેથી વિટામિન અને દવાઉધોગ કમાય!

આ બધા ખનીજો કે વિટામિનો શરીર માટે આવશ્યક છે. તેની ખામી આવતાં અને અદોદળાપણું પણ આવતાં તમારો મૂડ ખરાબ થાય છે. થાક લાગે છે, સાંધાનો દુખાવો થાય છે, આંખે ઝાંખપ આવે છે, ઓછું સંભળાય છે. અંતે આપણે કેન્સર અને હાર્ટ ટ્રબલમાં સપડાઈએ છીએ. એટલે ટૂંકમાં પ્રોસેસ્ડ ફૂડે પેદા કરેલા રોગમાંથી દવાઉધોગ કમાય છે. સિગારેટ-તમાકુ વિરુદ્ધમાં ઝુંબેશ ઉપાડાય છે. પણ કઠણાઈ જુઓ? અમેરિકાની તમામ સિગારેટની કંપનીઓએ શું કર્યું છે? આમ તો સિગારેટમાં એવા કેમિકલ્સ ભેળવેલી તમાકુ હોય છે કે તેના વગર ન ચાલે. એ તમામ પ્રોસેસ્ડ-ટોબેકો છે, પરંતુ ખાસ વાત એ છે કે ચૂપચાપ એ ટોબેકો કંપનીઓ જંકફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનો ઉધોગ ધરાવતી કંપનીઓ ખરીદતી જાય છે. દા.ત ફ્રિલિપ મોરિસ નામની સિગારેટ કંપનીએ કેન્ડી, ક્રેકર્સ અને કુકીઝ તેમ જ જંકફૂડની કંપનીઓ ખરીદી લીધી છે. બેવડે ધાગે બેહાલ કરવાનું કામ ચાલે છે.

આખરે શું થયું છે? સિન્થેટિક વિટામિન્સ, ન્યુટ્રિશન સપ્લીમેન્ટ્સ, ફીટનેસ ક્લબો, વાયગ્રા, ટાલમાં વાળ ઉગાડવા અને કોસ્મેટિક ઉધોગ તેમ જ મેડિસિન ઉધોગ ખીલ્યો છે. તમારા દીકરાને ૨૧મી સદીમાં ડોક્ટર બનાવો. ઘરે ટંકશાળ ખૂલશે! ડો. પીલ્ઝર આવી વાત કટાક્ષમાં કહે છે. કારણ કે મેડિકલ ઇન્ડસ્ટ્રીના દોઢ ટ્રિલિયન ડોલરમાંથી તમારો ડોક્ટર દીકરો કે દીકરી રૂપિયાનો અબજપતિ ૧૦ વર્ષમાં બની જશે.


Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Y! Groups blog

The place to go

to stay informed

on Groups news!

Group Charity

Citizen Schools

Best after school

program in the US

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...