શાકભાજી ભલે મોંઘા હોય પણ આરોગ્ય માટે મૂલ્યવાન છેKanti Bhatt
મહુવામાંથી થોડાં સસ્તાં શાક લઈ જઈશ. તો મહુવાવાળી બહેને કહ્યું 'અહીં તો શાક ઔર મોંઘું છે.' એ વખતે મને થયું કે અહીં સંસ્કૃત કથાને બદલે શાકકથા ચાલે છે! ગુજરાતમાં દૈનિકો ખૂબ વઘ્યાં છે. અંદરોઅંદર હરીફાઈ કરે છે પણ જો કોઈ 'શાકભાજી ટાઇમ્સ' પ્રગટ થાય તો સો ટકા મહિલા વાચકો મળી રહે! લંડન અને યુરોપમાં ૨૫ વર્ષ પહેલાં વેજિટેબલ માર્કેટ કયાં છે, તેવું કોઈ પૂછે તો ત્યાંના લોકો બાઘા બનીને જોઈ રહેતા. ત્યાં શાકબજારને ગ્રીનગ્રોસરી માર્કેટ કહે છે. તે માર્કેટમાં ફળ, લીલાં શાકભાજી મળે, પરંતુ આપણી ગુજરાતી ભાષા જેટલી અંગ્રેજી સમૃદ્ધ નથી. ત્યાંનો શાકભાજી-ફ્રુટનો વેપારી ગ્રીનગ્રોસર તરીકે ઓળખાય છે પણ આપણે ત્યાં કાછિયો, બકાલી અને શાકપીડિયો કે મુંબઈમાં ભૈયા તરીકે ઓળખાય છે. ૧૯૪૬ સુધી અમે ગામડાંમાં રહેતા ત્યારે ગામડાંના તમામ લોકો લીલોતરી શાકને લક્ઝરી ગણતા. ત્યારે ગ્રામજન માટે અડદનું શાક અને મગનું શાક એમ કહેવાતું. એ પછી શાકનો શોખ વઘ્યો ત્યારે શરૂમાં રીંગણું પાટે બેઠેલું. રીંગણું ખરેખર આંતરરાષ્ટ્રીય શાક છે. હિન્દીમાં બેંગન, મરાઠીમાં વાંગી, બંગાળી બેગુન, કન્નડમાં બઈનેકાઈ, તામિલમાં કટ્ટારી અને અંગ્રેજીમાં બ્રિંજલ તરીકે સરખો ઉચ્ચાર જણાઈ આવે છે તેથી તે કેલિફોર્નિયાથી કોલંબો સુધીમાં બધાને ભાવતું શાક છે. શોખીન ગુજરાતી કાંટાવાળા રીંગણાં પસંદ કરે છે. મુંબઈનાં પરાંઓની શાકમાર્કેટમાં ૩૦ વર્ષ પહેલાં કંટોલાનું શાક ખૂબ દેખાય ત્યારે સમજાતું કે ડોંગરેજીની કથા હોય ત્યારે ડોંગરેજી મહારાજને પોતાને કંટોલા બહુ ભાવતા એટલે કંટોલાના વખાણ કરે તેથી ભક્તો પણ ઘરે કંટોલા (કંટોડા કે કંટોડી)નું શાક કરાવે છે. બંગાળમાં કંટોલાને કોઈ ઓળખે નહીં. ત્યાં કાકરોલ કહેવું પડે. ચોમાસા દરમિયાન જ આરોગ્યપ્રેમીઓનું આ શાક મળે. કંટોલા અગ્નિદીપક-ભૂખ લગાડનારું શાક ગણાય છે. ન ભાવે તોય કંટોલાનું શાક ખાઓ તો પછીનું ભોજન વધુ ભાવે છે. તે વાયુ, પિત્ત અને કફનો નાશ કરે છે. છગન ભુજબળ એક જમાનામાં ક્રાફર્ડ માર્કેટમાં મોટા શાકભાજીના બકાલી હતા. તેમાંથી મેયર થઈ હવે સત્તાધીશ બન્યા છે. રાજકોટના ઘણા કાછિયા રાજકારણમાં રસ લે છે. ભાવનગરના કેટલાક કાછિયા કવિ પણ છે. ભાવનગરની શાક માર્કેટમાં ૬૦ વર્ષ પહેલાં માત્ર પુરુષો શાક લેવા આવતા, આવું જ દરેક શહેરમાં હતું. શાકભાજી ખરીદવાનો પોર્ટફોલિયો આજે ૧૦૦ ટકા બહેનો પાસે છે. સૌરાષ્ટ્રની વિધાનસભાના સભ્ય અને ભાવનગરની લોખંડ બજારના એક સમયના ગણમાન્ય વેપારી સી. પ્રભુદાસ ભાવનગરની શાક માર્કેટમાં જાતે શાક ખરીદવા આવતા. એક જમાનામાં આખી મુંબઈના ભરથારોએ ઘરે જતાં પહેલાં શાક ખરીદવાનું રહેતું. લંડનની કોવેન્ટ ગાર્ડન્સમાં બકિંગહામ પેલેસનો રસોઇયો શાક ખરીદવા આવતો ત્યારે ભાવનગરના ભાવસિંહજી મહારાજનો રસોઇયો ભાવનગરની કાછિયા બજારમાં આવતો. વડોદરાના મહારાજા પ્રતાપસિંહનો રસોઇયો વડોદરાની ખંડેરાવ માર્કેટમાં શાક ખરીદવા આવતો. આવા જબરજસ્ત મહારાજાના નામ સાથે શાક માર્કેટનું નામ જોડાયેલું તેની નવાઈ લાગતી, પરંતુ ૧૯૫૦માં ખંડેરાવ માર્કેટ જોઈને કોઈ પણ દંગ રહી જતું. કારણ કે એ માર્કેટ ખૂબ જ વ્યવસ્થિત અને ચોખ્ખી રહેતી. પિનાંગ-મલેશિયામાં ચીનાઓ રેંકડી લઈને કે કાવડ લઈને ઘરે ઘરે શાક વેચવા નીકળતા. આજકાલ જેમના મૃત્યુના શોકના ડંકા વાગે છે તે આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન રેડ્ડીના દાદા શાકભાજી અને કાંદાના વેપારી હતા. કાંદા અને શાકભાજીના વેપારમાંથી બી. એન. કોન્ડા રેડ્ડીના મોટા દીકરા નેગી રેડ્ડીએ વિજયા અને વાહિની સ્ટુડિયો ઊભો કરેલો અને તેમણે તમિળ, તેલુગુ અને 'રામ ઔર શ્યામ' જેવી હિન્દી ફિલ્મો ઉતારીને કરોડપતિ થયેલા. કેરી, કેળાં ને કાંદા એ ત્રણના વેપારી માંદા એ કહેવતને ૨૦મી અને ૨૧મી સદીએ ખોટી પાડી છે. ચેન્નઈના મોટા ભાગના બકાલા કે કાંદાના વેપારી કાં રેડ્ડી હોય કે મુસ્લિમ હોય એ બધા જ કાંદા અને કેળાંના વેપારમાંથી માલદાર થયા છે. રાજકોટમાં કરોડપતિ કાછિયાઓ ચારેકોર દેખાશે. આજે જે રીતે ધંધાદારી રીતે ખેડૂતો ખાસ શાકભાજી પકવે છે, તેવું ૭૦ વર્ષ પહેલાં નહોતું. ખેડૂતો માટે ઘઉ, બાજરો, ચણા, જુવાર એ પાક જ ખોળે બેઠેલા. એના વાવેતરમાંથી જમીનના ક્યારા બચે તેમાં 'શેડિયાઓ' કે ગામના 'ભામણ-વાણિયા' માટે થોડાક રીંગણીના છોડ, ટામેટાંના છોડ, દૂધીના વેલા કે તુરિયાં (ઘીલોડા)ના વેલા ક્યારામાં ઉગાડતા. અમુક ખેડૂત શાકભાજી ઉગાડી પછી પ્રથમ રામજીમંદિરમાં શાક ભેટ ધરીને પછી જ પોતે વાપરે. એને કારણે હોય કે શાકભાજીના છોડ કંઈક સ્પેશિયલ હોય તેમ બૂટચંપલ પહેરીને કોઈ પણ ખેડૂત શાકભાજીના ક્યારામાં જવા ન દેતા. ૧૯૪૨માં અમે ગામડાંની વાડીઓમાં કોસ ચાલતા હોય ત્યાં નહાવાધોવા જતાં ત્યારે અમારી બા જરૂર કહેતી 'સીદીભાઈની વાડીએ જા તો રીંગણા તોડી લાવજે', 'પ્રાણુદાદાની વાડીએ જા તો મેથીની ભાજી વીણતો આવજે.' આ રીંગણા કે ભાજી કે દૂધીના પૈસા ખેડૂતો લેતા નહીં. શાક વેચવું તે નાનમ ગણાતી. અરે અમારા ગામના ગરાસિયાના ગરાસણી-ભાભુ તો દૂધ પણ વેચે નહીં. અમને ગાયનું દૂધ રાયસિંહજી ફત્તેસિંહજી વાજાને ઘરેથી મફત મળતું. લંડનના કોવેન્ટ ગાર્ડનમાં ૧૯૯૮માં દૂધીના ભાવ કિલોના રૂ.૧૫૦ હતા. તો આજે શું હશે? ૧૯૫૬માં ચેન્નઈમાં મિન્ટ રોડ ઉપર એક કાડિયાવાડીએ વાધેશ્વરી લોજ ખોલેલી. ત્યાં દેશપરદેશથી ગુજરાતી જમવા આવતા. દૂધીનું શાક તે નાછૂટકે બનાવતા અને દૂધીને બદલે તેને લોજના માલિક 'માંદું શાક' કહેતા.આ પ્રકારે ઘણા લોકો બિચારી ગુણદાયી અને આરોગ્યના લાભકર્તા દૂધીનું અપમાન કરે છે. હૈદરાબાદના ડો.અમ્માને 'મેડિસનિલ સિક્રેટ્સ ઓફ યોર ફૂડ' નામના પુસ્તકમાં તમામ શાકભાજીના ગુણો લખ્યા છે. તેમાં દૂધીનાં ગુણગાન ગાયાં છે. દૂધીનું શાક આજે ઉરુલીકાંચનનાં નિસર્ગોપચાર આશ્રમના રસોડે પાટે બેઠું છે પણ દૂધીના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ગાજર, તુરિયાં, ગલકાં ને ટિંડોરાનું શાક ઉમેરીને તેમાં થોડું ટમાટું ભેળવીને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. બંગાળના ટીબી સેનેટોરિયમમાં ડો.સી.ડી. મહેતા ટીબીના દર્દીને માત્ર દૂધીનું શાક આપતા. ડો.મહેતાએ સંશોધન કરી લખ્યું છે કે દૂધીમાં રોગ પ્રતિકારશક્તિ છે. તેને સ્વાદિષ્ટ બનાવવા મહેરબાની કરીને વધુ તેલ નહીં નાખો. કમળા અને ડાયાબિટીસના દર્દીએ માત્ર દૂધીનું શાક ખાવું. આ લખાય છે ત્યારે આખું મુંબઈ ભેજવાળું છે ત્યારે દૂધીનું શાક નિર્દોષ બની રહેશે. પેશાબમાં બળતરા થતી હોય તો દૂધીનો સૂપ અને લીંબુંના રસનાં ટીપાં નાખીને પીવાથી બળતરા મટે છે. અરે ડો.અમ્માન તો ત્યાં સુધી કહે છે કે હાઈપર-ટેન્સિવ દર્દીની મનોવેદના ટાળવા દૂધીનો રસ પીવડાવવો. ડાયાબિટીસવાળાએ વધુપડતી તરસ લાગે તો દૂધીના રસમાં લીંબું નીચોવીને પીવો. આર્યભિષેક કહે છે કે સગર્ભા સ્ત્રીએ બટાટા બિલકુલ ન ખાવા અને ગોરું બાળક જન્માવવા દૂધીનું ઓછા તેલવાળું શાક ખાવું. શાકભાજીને વાડીએથી વીણી લાવવાથી માંડીને શાકભાજી રાંધવા સાથેનો નાતો ગામડામાં ઉછરેલા બાળકોને બચપણથી હોય છે. વડોદરાની હોસ્ટેલની મેસ માટે ખંડેરાવ માર્કેટમાંથી શાકભાજી ખરીદીને પછી નોકરને શાકભાજી સમારવામાં મદદ કરવી પડતી. પાટીદાર વિધાર્થીઓ ખાવાપીવાના શોખીન. ચીમનભાઈ પટેલ મુખ્ય પ્રધાન બનતા પહેલાં સયાજીરાવ યુનિવર્સિટીમાં સોશિયલ સાયન્સ ફેકલ્ટીમાં હતા પણ તેનો ખાવાનો શોખ પરવળને તળીને ખાવા સુધી પહોંચતો. આજથી ૪૨ વર્ષ પહેલાં કોંગ્રેસની કેન્દ્ર સરકાર હતી ત્યારે કોઈ કોંગ્રેસીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા થઈ એટલે વિશ્વજિત ચૌધરી નામના કૃષિવિદ્ પાસે 'વેજિટેબલ્સ' નામનું પુસ્તક લખાવેલું. તે સમયે વિશ્વની સરેરાશમાં ભારતીય લોકો ઓછામાં ઓછું શાકભાજી ખાતાં હોવાનું બહાર આવેલું. જોકે, શાકભાજીની મહત્તા અમુક ધર્મમાં ઓછી જણાય છે. આ ધર્મ પાળતા લોકો જિંદગીભર લીલાં શાકભાજી ખાધા વગર જ ૯૦-૯૫ વર્ષ સુધી અડદની દાળ અને બાજરાનો રોટલો ખાધા કરે છે. અમદાવાદી બહેનોએ મુંબઈની લોકલ ટ્રેનની મહિલાનો ડબ્બો જોયો નથી. ૧૩ વર્ષ પહેલાં પરામાં રહેતી મુંબઈગરી બહેન ભાયખલા માર્કેટમાંથી મેથીની ભાજીની ઝૂડી ખરીદે અને પછી ટ્રેનમાં ગીત ગાતી ગાતી બહેનપણીઓ પાસે ભાજી વીણાવે ત્યાં તેનું સ્ટેશન આવી જતું. |
Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment