શરદપૂનમ : માનવીના જીવનમાં સતત ચાંદની જ ફેલાતી રહોKanti Bhatt શરદપૂનમની રાતડીને મારા વાલે રમાડ્યા રાસરે આવેલ આશા ભર્યા રે... આ ગીતને ગાવાની મજા માત્ર આસો સુદ પૂનમ અગર શરદપૂનમને દિવસે જ આવે છે. ચંદ્રયાન-૧ અને ચંદ્રને ગમે તેટલો નિકટથી જોયો તેમાં ભલે જળ જોયું, પરંતુ પૃથ્વી પર બેઠી બેઠી ગુજરાતણ એ ચંદ્રયાન-૧ની વાતને પૂનમે નજર અંદાજ કરશે. શરદપૂનમને દિવસે આખા વાસમાં ચાંદો પૃથ્વીથી નિકટમાં નિકટ હોય છે. ગોપીઓ અને રાધા સાથે કૃષ્ણ આ દિવસે રાસલીલા કરે છે. ૨૧મી સદીની રાધાઓ અને ગોરીઓ કાં મુસા પાઈક કે ફાલ્ગુનીના ગીત સાથે શરદપૂનમ ઊજવશે કે ગામડામાં ખેડૂતની પત્નીઓ ઢોલ શરણાઈને તાલે ગરબે ઘૂમશે. ચાંદાથી કવિઓ સતત ઘાયલ થયા છે ભાવનગર નજીક ગોપનાથનાં દરિયા કાંઠે કવિ કાંતે 'આજ મહાજન જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનાં હૃદયમાં હર્ષ પામે'થી માંડીને ૧૪૨૫ની સાલમાં મૈથીલી કવિ વિધાપતિએ ચંદ્રથી પ્રભાવિત થઈ ઘણા કાવ્યો લખ્યાં છે. કવિ વિધાપતિનાં મૈથીલી ભાષાનાં કાવ્યને અંગ્રેજ કવિ એડવર્ડ ડિમોકે તેની ભાષામાં ભાવાનુવાદ કર્યો છે. શરદપૂનમે કવિ વિધાપતિએ તેની પ્રેમિકાનાં મૂળને પૂર્ણ ચંદ્રિકા સાથે સરખાવીને લખ્યું છે. વિધાપતિજી શરદપૂનમના ચાંદને જોઈને અભિભૂત થઈ જાય છે. વિહ્વળ બનવા સાથે આનંદિત થાય છે. જ્યારે ચંદ્રનો પ્રકાશ ઉર્ફે પ્રેમીપાત્રનો સુંદર ચહેરો તમારા ઘરમાં શીતળ કિરણો બની પ્રવેશે છે ત્યારે જ ઘર એક ઘર બને છે નહીંતર ઘર એક જંગલ છે. ચંદ્ર સોળે કળાએ ખીલે ત્યારે કોયલોનાં કુંજન થવા દો. એક નહીં હજારો-કરોડો ચંદ્રમાઓ ઊગવા દો અને ચંદ્રકિરણો દ્વારા કામદેવતા પાંચ નહીં ભલે ૫૦૦૦ જેટલા કામને ઉશ્કેરનારા તીર ફેંકે! જીવનમાં ચાંદની અને ચાંદની જ જોઈએ. કવિ ઉમર ખૈયામે પણ ૧૧મી સદીમાં ચંદ્ર અંગેનું ફિલોસોફિકલ કાવ્ય લખેલું. તેના ફારસી કાવ્યનો ભાવાનુવાદ કવિ એડવર્ડ ફિટઝિરાલ્ડે કરેલો. ઉમર ખૈયામને શરદપૂર્ણિમાને દિવસે ચંદ્રને ઉદેશીને ફિલોસોફી સૂઝે છે. ચંદ્ર શું છે?-ફુલનેસ ઓફ વાઇટાલિટી અદ્ભુત શાંતિનો દેવ અને અતિ આહ્લાદનો સર્જક. માનવીના જીવનમાં સતત ચાંદની જ ફેલાતી રહો. તેના મનના અંધારાને પણ શરદપૂિર્ણમાથી માંડીને આખું વરસ આ ચાંદની દૂર કરે. ખૈયામ કહે છે કે હે ચંદ્રમા! તારા આ શીતળ શીતળ પ્રકાશની સામે હું કાંઈ નથી. તું આજે મારા અહમ્ને ઓગાળી નાખે છે તું કહે તે પ્રેમીપાત્રમાં હું આત્મસાત્ થઈ જવા માગું છું. પ્રેમીપાત્ર આવું છે કે તેવું છે તેની પીજણમાં નહીં પડું માત્ર મારું પ્રેમીપાત્ર મારા હૃદયને શીતળ પ્રકાશ આપે તો પછી તે ગમે તેવું હોય હું મારા અહમ્ને તડકે મૂકીને તેની અંદર બળી જઈશ. કવિ નઝરુલ ઇસ્લામે બંગાળીમાં તેનાથી રીસાઈ ગયેલી પ્રેમિકાને ઉદ્દેશીને શરદપૂર્ણિમાને દિવસે કાવ્ય લખેલું. પ્રેમિકાને કહે છે કે તું જ્યારે પાછી આવ ત્યારે ધડામ દઈને આવજે પૂર્ણિમાને દિવસે ચોરી ચોરી ચંદ્રકિરણો આવે છે તે રીતે ચૂપચાપ આવજે અને આવીને ચાલી જજે. નઝરુલ ઇસ્લામ પણ ફિલોસોફિકલ બની જાય છે. જિંદગીનું દરેક સુખ કે દરેક શરદ પૂર્ણિમા-ચાર દિવસની ચાંદની જેવું હોય છે. છતાં નઝરુલ ઇસ્લામ કહે છે કે પૂર્ણ ચંદ્રવાળી શરદપૂર્ણિમા શીતળતા આપવા આવે છે સાથે પીડા પણ આપવા આવે છે. ભલે પીડા તો પીડા સહી! પ્રેમ અને ચાંદનીની ઝંખના એ અનંત પીડા આપનારી ચીજ છે પણ આપણે પ્રેમ અને શરદપૂર્ણિમાને આવકારીને અનંત પીડાનું ભાથું બાંધીને જીવવામાં મજા લઈએ છીએ. તાઓવાદીઓ અને બૌદ્ધ કવિઓએ ચંદ્ર વિશે લખ્યું છે. The full moon, is the individual consciousness that shines only by reflecting the constant light of the sun. આપણા ઘણા ધર્મગુરુઓ કે હિન્દુ દેવતા કે સંતોનાં કપાળમાં આપણે ચંદ્રકાર ચીતરેલો જોઈએ છીએ. સૂર્યની ધગધગતી જવાળાને કોણ ચંદ્ર જેવી શીતળ કરે છે? જ્યારે માનવીની ચેતના જાગી જાય છે ત્યારે જ તેનાં જીવનમાં શરદપૂર્ણિમા જેવો પ્રકાશ આવે છે. ઇંગ્લિશ કવિ યીટ્સ ખૂબ બીમાર પડે છે શારીરિક અને સ્પિરિચ્યુઅલ દ્દષ્ટિએ સાવ મુડદાલ થઈ જાય છે. આખરે તે વાંદરાની ગ્રંથિઓ શરીરમાં ઇમ્પ્લાંટ કરીને સાજા થાય છે. ત્યારપછી કવિની સર્જકતા ખીલી ઊઠે છે. એ સર્જરી ક્યારે થાય છે? શરદપૂર્ણિમાને દિવસે અને તે પછી કવિ યીટ્સ વધુ રોમેન્ટિક કવિતાઓ લખતા થયા છે. ઘણા લોકોને ચંદ્રની ચર્ચા થાય છે ત્યારે લગ્ન પછી નવયુગલ 'હનીમૂન' ઊજવે છે એ શું છે? તે જાણવું છે. લગ્નની એ પ્રથમ મધુરજનીને ચંદ્ર સાથે જોડી છે પણ તેમાં લગ્નજીવનની ફિલસૂફી પણ વણાઈ છે. આમ તો ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના કહેવા પ્રમાણે ૧૬મી સદીમાં આ શબ્દ પ્રચલિત થયો. યુરોપમાં સાગમટે નવ યુગલો રોમ, વેરોનો અને પેરીસ તેમ જ ફ્રેંચ રિવેરાયામાં મધુરજની ગાળવા જતા. મધુરજનીનો સંદેશ એ છે કે લગ્નનો પ્રથમ માસ સ્વીટેસ્ટ હોય છે. હનીમૂન શબ્દ એટલા માટે કે લગ્નજીવન એ હંમેશાં બારે માસ ચંદ્રની શીતળતા નહીં આપે. ચંદ્રની જેમ લગ્નજીવનમાં અંધારા- અજવાળા આવશે. જો માણસે પૂર્ણિમાની શીતળતાનો લાભ લેવો હોય તો ૨૯ દિવસ તેણે લગ્નજીવનમાં આવતી કટુતાને નિભાવવી જોઈએ. તો જ લગ્નજીવન સાર્થક બને છે. શરદપૂર્ણિમાનું મહાત્મ્ય ભાગવત પુરાણમાં પણ છે તે દિવસે ચંદ્ર પૃથ્વીથી નજીકમાં નજીક હોય છે તેના કિરણો ક્યુરેટિવ હોય છે. તમારા ઘણા મનના રોગ હોય છે તે ચંદ્ર સારા કરે છે. તે દિવસે જ કૃષ્ણ, ગોપીઓ-રાધા સાથે રાસલીલા રમે છે તે તમામ લીલાથી અલગ હોય છે. મહર્ષિ વેદવ્યાસે ભાગવતના ૧૦મા અઘ્યાયમાં શરદપૂર્ણિમાના રાસોત્સવનું વર્ણન કર્યું છે. આમાંય ફિલસૂફી તારવાઈ છે. ગોપીઓને અગર આજના પ્રેમીઓએ જીવનમાં એક વખત મધુરસ ભોગવીને કે શરદપૂર્ણિમા ભોગવીને પછી ગોપીઓએ કૃષ્ણનો વિરહ ભોગવવો પડે છે તેમ માનવે તેના જીવનમાં સતત સુખની અપેક્ષા ન રાખવી. નિરાશ પણ ન થવું. બીજી ચંદ્ર પૂર્ણિમાની રાહ જોવી. પણ તે દિવસે તો ખીર કે દૂધ પૌંવા કે કેસરિયા દૂધ પી લેવા એમ કહેવાય છે કે જેમ કવિ યીટ્સનું પૂર્ણિમાને દિવસે થયેલું ઓપરેશન સફળ ગયું તેમ આ દિવસે ઔષધ લેવાનું શરૂ કરાય તો જલદી રોગ સારો થાય છે. છેક ઇંગ્લેંડમાં રિડિંગ પ્રાંતના ગામે મિડવે સ્પોર્ટ્સ કલબમાં શરદપૂર્ણિમાને દિવસે ૩૦૦ ભારતીઓ ભેગા થઈને દાંડિયા રાસ લઈને તેના મનની કલુષિતતા દૂર કરે છે. આયુર્વેદની દ્દષ્ટિએ શરદપૂર્ણિમાને દિવસે ખીર કે દૂધપૌંવા ખવાય છે તેની પાછળ લોજિક છે. ભાદરવાનો તડકો ઓછો થાય છે (થયો છે?) દિવસ ભલે ગરમ હોય પણ રાત શીતળ હોય છે. આ ઋતુમાં પિત્તપ્રકોપ થાય છે. પિત્તને નિવારવા ભલે બીજી ઔષધ લો પણ દૂધપૌંવા કે ખીર ખાઈને રાસગરબામાં ખોવાઈ જાઓ તો પિત્ત અને બીજા દોષો ઓછા થશે. ઓરિસ્સામાં શરદપૂર્ણિમાને કુમાર પૂર્ણિમા કહે છે. કારણ કે શરદપૂનમને દિવસે શિવના અતિ સુંદર પુત્ર કાર્તિકેય જન્મે છે. ઓરિસ્સાની યુવતી માને છે કે કાર્તિક દેવને ભજવાથી તેમને કાર્તિકેય જેવો સુંદર પતિ મળશે. પ્રમુખસ્વામી મહારાજ મોટે ભાગે શરદપૂર્ણિમાને દિવસે ગોંડળ મંદિરમાં જઈને ઉજવણી કરતા. ત્યારે ભગવાનને પ્રસાદી પણ દૂધપૌંવાની અપાતી. યોગી મહારાજે આ શરદોત્સવ દાખલ કરીને તે દિવસે પંચ આરતીનો રિવાજ શરૂ કરેલો. શરદપૂર્ણિમા કે પર્ણકળાના ચંદ્રની શરીર-મન પરની અસર અંગે પિશ્ચમના મનોવિજ્ઞાનીઓને કાડિયાવાડી ભાષામાં સાવ ડોબા ગણવા જોઈએ. ઠંડા પ્રદેશમાં રહેલા આ યુરોપિયનોને ચાંદનીની કમિંત નથી. ચંદ્ર અને ચાંદનીની કમિંત આરબોને છે તેથી ચંદ્ર ઉપરથી વર્ષ નક્કી થાય છે. રમજાન ઈદનો ચાંદ જોઈ રોજા તોડાય છે. 'નેશનલ જ્યોગ્રાફિક' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનના લેખક જહોન રોશ ધડામ દઈને કહી નાખે છે કે ફૂ્લમૂન ઇફેકટોન બિહેવિયર ઈઝ મિનિમમ. અર્થાત્ પૂર્ણ ચંદ્રની માનવીની વર્તણૂક પર નહીંવત અસર છે. ખોટી વાત વિજ્ઞાની-અજ્ઞાન અને અધૂરા ભૌગોલિક અનુભવથી કહે છે કે ચાંદનીની કાંઈ અસર થતી નથી. તેમણે સોરઠની ને ગોહિલવાડની કે કોઈ પણ દેશે વસતી ગુજરાતણ નવરાત્ર અને પછી શરદપૂર્ણિમાને દિવસે ઊછળી ઊછળીને રાસ લેતી અમદાવાદની યુવતીને જોઈ નથી. જોકે જહોન રોશ પૂર્ણ ચંદ્રની અસર હોય છે તે વાતને સ્વીકારે છે. માનવી તે દિવસે વધુ ગાંડપણ બતાવે છે. વધુ ઝનૂન બતાવે છે. પૂનમને દિવસે ટ્રાફિક એક્સિડન્ટ વધુ થાય છે. તે દિવસે વધુ રોમેન્ટિક મૂડ આવે છે તે વાત વિજ્ઞાની જહોન રોશ કબૂલ કરે છે. એક નર્સ કહે છે કે વિજ્ઞાનીઓએ ચંદ્રની અસર જાણવા ભારત-પાકિસ્તાનની માનસિક હોસ્પિટલમાં જવું જોઈએ. જે સ્ત્રીને માસિક સ્રાવની તકલીફ હોય તે શરદપૂનમે વધે છે. પૂનમે માનસિક દર્દીને કંટ્રોલમાં રાખવા મુશ્કેલ પડે છે. |
Keep up with people you care about with Yahoo! India Mail. Learn how.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment