[F4AG] હાજી કાસમની વીજળી -

 

હાજી કાસમની વીજળી

nanabhai_jebaliya'વીજળી'નું લંગર ઊપડયું. દરિયો હવે રાજાપાઠમાં હતો. પાણીના પર્વતો સામ સામે કૂદીને બાથોબાથ આવતા હતા. કપ્તાને વીજળીનો વેગ વધાર્યોઅને સમંદર ગાંડપણે ચડયો
વિક્રમ સંવત ૧૯૪૫નો કારતક એની અજવાળી પાંચમ અને ગુરુવારને લઇને કરછના માંડવી બંદરે વિસ્મયભરી આંખે ઊભો હતો. કારતકને આમ તો દરિયા સાથે નાતેય નૈડો નહીં. શું કે એવાં બધાં કામ જેઠ-અષાઢને હોય. દરિયા સાથે લેતી દેતી, વાદવિવાદ, આવરો-જાવરો અને તર-તોફાન જેઠ અષાઢને જણા જ સંભાળે પણ આજ તો કરછ અને કાડિયાવાડ બેય મુલક અચંબે ઊભરાતા હતા. આજના માંડવી બંદરે મોટું જોણું હતું.
'બોમ્બે નેવીગેશન' કંપનીએ ખરીદીને પડીકાબંધ આગબોટ વિલાયતના ડંડી બંદરેથી રવાના કરાવી હતી. મુંબઇના હાજી કાસમ જુસબ આ બોટના ભાગીદાર હતા. નવી નોખી દીવાએ ઝળહળતી આગબોટ કરાંચી બંદરે થઇને આજ માંડવી બંદરે આવવાની હતી. નવી નવાઇ સમી આગબોટમાં મુસાફરી કરવાનો લહાવો લેવા સેંકડો મુસાફરો માંડવી બંદરે ટોળે વળ્યાં હતાં. બરાબર બપોરના બારના ડંકા પડયા કે ગજવાઢના પડછંદાથી કિનારા ધ્રુજાવતી 'વહીસલ'વાળી બોટ 'વેંટરના' માંડવી બંદરે આવી પહોંચી.
૨૬૯ ફૂટ લાંબી અને ૨૫ કેબિનો ધરાવતી 'બોટ' દરિયામાં આવીને ખડી થઇ ગઇ. 'વેટરના' વીજળીના દીવાને ઝળહળતા જોઇને લોકસમૂહે એનું હુલામણું નામ 'વીજળી' પાડી દીધું. 'વીજળી'નો વહીવટ શેઠ હાજી કાસમ સંભાળતા એટલે હાજી કાસમની વીજળી કહેવાઇ ગઇ. બોટના માલિક હાજી કાસમ તો શાણા, સમજુ અને પ્રબુદ્ધ માણસ હતા પણ વીજળીનું સૂકાન સંભાળનારો કપ્તાન ઇબ્રાહીમ ફાટેલ ખોપરીનો, તોછડો, અતડો, વાયડો અને અનેરો હતો. સૂરજ આથમણે ઊગે તોય એકનો બે ન થાય અને કોઇની સલાહ શીખામણ કાને ન ધરે.
આવો ઇબ્રાહીમ નવી આગબોટ માટે જોખમકારક હતો. પણ આજ આગબોટનો કરાચીથી મુંબઇનો પ્રથમ ફેરો હતો એટલે અન્ય વ્યવસ્થા માટે શેઠ પાસે સમય નહોતો. આગબોટમાં પ્રવાસના કરછના ખૂણે ખૂણેથી કરછી માડુઓ ઊમટયાં હતાં.આગબોટ દૂરના દરિયામાં ખડી થઇ એટલે મછવા વછૂટયા. મછવામાં ટોળાબંધ મુસાફરો આગબોટ બાજુ ઉપડવા લાગ્યા : વેપારીઓ, અમલદારો, ખેડૂતો, મજૂરો સાથે તેર જાન પણ હતી. તેર તેર જાનની સંખ્યાબંધ જાનડીઓના મીઠા મધુરા કંઠે આલાપાતાં લગ્ન ગીતોથી માંડવી બંદર ઓપી રહ્યું હતું. આખો પરિસર જાણે લગ્નાઇ ગયો.
વીજળીને ઉપડવાને હવે થોડી જ વાર હતી અને કરછ કપાયાનું એક વણિક કુટુંબ મુંબઇ જવા આવી પહોંરયું. પરિવારમાં એક ચાર વરસનો છોકરો પણ હતો. છોકરાના બાપે આગબોટ દેખાડવા આંગળી ચીંધી. દરિયામાં ધુમાડાના વાદળાં ચડાવતી આગબોટને જોઇને છોકરો થથરી ગયો. એના પંડયમાં કોઇ અદ્દશ્ય પ્રવેશ થયો હોય એમ ધ્રૂજવાટે ચડી ગયો. પળ બે પળ આમ ચાલ્યા પણ છોકરાનો અવાજ તરડાયો. 'બાપા, વાંકે નાય હલણું. બાપા, આપણે એમાં નથી જવું.'
બાપ ચિડાયો 'ગાંડો થામાં, છોકરા! એમાં જવા માટે તો આપણે આવ્યા છઇં. મોડું કર્યમાં. બોટ જતી રહેશે.'
'જવા દો બાપા! આપણે એમાં નથી જાવું. નથી જાવું બસ ના' છોકરો ઝંઝે ચડયો. બાપ ઉકળી ગયો. 'નથી જવું! શું કામે? બોલ્ય તો ખરો? કેમ નથી જવું?'
'બસ નથી જવું. બાપા, રહેવા દો. નથી જવું.'
'પણ.' 'બાપા! ઇ આગબોટ ડૂબી જવાની છે.'
'મૂરખા! નવી નકોર આગબોટ કોઇ દિ ન ડૂબે.'
'પાછા હાલો બાપા! આગબોટ ડૂબી જ જવાની.'
બાપે છોકરાને પટાવ્યો. ફોસલાવ્યો. પણ છોકરો વધારે કજિયે ચડયો. જમીન પર આળોટીને કાળી ચીસો દેતો દેતો, હાથ પગ પછાડવા માંડયો અને દરેક વખતે બોલતો રહ્યો 'ડૂબી જશે ડૂબી જશે.'
'બાપા! આગબોટ બૂડી વેંધી, પાકે નાવ હુલણું.'
vijli'રાખો હવે. આ તો બાળ હઠ. નૈ સમજે' બીજા માણસોએ વણિક પરિવારને સમજાવ્યો. છેવટે એમણે મુસાફરી માટે બીજી આગબોટમાં જવાનું નક્કી કર્યું. અને 'વીજળી'નું લંગર ઊપડયું. દરિયો હવે રાજાપાઠમાં હતો. પાણીના પર્વતો સામ સામે કૂદીને બાથોબાથ આવતા હતા. કપ્તાને વીજળીનો વેગ વધાર્યોઅને સમંદર ગાંડપણે ચડયો. વીજળી દેખાતી બંધ થઇ ત્યાં સુધી વહાલાંને વળાવવા આવેલાં સગાંસાઇ રૂમાલ ફરકાવીને, ધ્રૂજતાં કાળજે વિદાય આપી રહ્યાં હતાં.
દરિયો આજ દરિયામાં રહેવા માગતો નહોતો. તેત્રીસ કરોડ દેવતાઓ શેષનાગનાં નેતરાં કરીને મેરુપર્વતનો રવાયો ઘૂમાવતાં હતાં. પણ કપ્તાન ઇબ્રાહીમનું રુંવાડુંય ફરકતું નહોતું. કાડિયાવાડના રૂપેણ બંદરે થઇને 'વીજળી' દ્વારકા બંદરે આવી. દ્વારકા થોડાં પેસેન્જરો ઊતર્યા અને ૧૮૫ નવા ચડયા. વીજળી વળી દોટે ચડી. હવે તો દરિયા સાથે આકાશે પણ ભાગીદારી કરી હતી. કાળા ડીબાંગ વાદળાંની ભયાનક ચાદર પહોળી કરીને એણે વીજળીને ઢાંકવા માંડી. અંધકારની ભયાવહ વિભિષીકા જોઇને ઉતારુંઓનાં કલેજા થથરી ગયા.
'જનાબ!' કપ્તાન ઇબ્રાહીમના સાથીદારો વિનવણી કરતાં હતાં. 'આજનો દરિયો જુઓ.'
'જોઇ લીધો.' ઇબ્રાહીમે ડાચી નાખી. 'દરિયો ગાંડો છે. ઉછળે છે, પછડાય છે, ગાજે છે, બીજું કાંઇ?'
'પણ આજની વાત અલાયદી લાગે છે માલિક! આ તો હોનારત છે.''હોનારત માણવા જ જન્મ્યા છીએ. હાળા મવાલીઓ! મોતની બીક લાગતી હતી તો પછી રેલગાડીમાં નોકરીએ રહેવુંતું ને!'
'પણ.' 'ચૂઉઉપ!' ઇબ્રાહીમની આંખમાં ઘાસની કાતરો સળગી. 'ગોદડાં ઓઢીને સૂઇ જાવ નામર્દો.'
જિદ્દી, જડરું કપ્તાને વીજળીને દોડાવી મૂકી. 'વીજળી' દ્વારકાથી માર માર કરતી પછડાટ ખાતી, ડેડકા લેતી અને હડદોવા ખાતી પોરબંદર આવી. પોરબંદરથી વીજળીમાં બેસવા માટે થનગનતા થનગનતા સેંકડો મુસાફરો વાટ જોઇને ઊભા હતા. એ જ વખતે રાજયના એડમિનિસ્ટ્રેટર અંગ્રેજ અમલદાર લેલીએ ભભૂકતા દરિયાને જોઇને હુકમ છોડયો. 'આ આગબોટમાં અહીંથી એક પણ મુસાફરને જવા નહીં દેવાય. દરિયો ભયંકર છે.'પ્રવાસીઓએ ડોળા તાણ્યા. હથેળીઓ મસળી પણ અમલદાર ન પીગળ્યો.
'સાહેબ! અમારી મેટિ્રકની પરીક્ષા મુંબઇમાં શરૂ થઇ રહી છે. આજે ન જઇએ તો અમારું વરસ બગડે.' અધિકારી અડગ હતો.' છોકરાંઓ! તમારી જિંદગી બગાડવા નહીં જવા દઉ, વરસ ભલે બગડે.' લેલીને કાળા શાપ આપતા આપતા પ્રવાસીઓ ધેર જતા રહ્યા. લેલીએ કાળો વાવટો ફરકાવીને સ્ટીમરને આગળ નહીં વધવાનો આદેશ કર્યો. 'રૂક જાઓ.'
'કોણ રૂક જાય?' કાળા વાવટા સામે થૂંક ઉડાડતો વીજળીનો કપ્તાન વરવું હસ્યો. 'સ્ટીમર પોરબંદરના રાજાની નથી અને તમારી પણ નથી જનાબ લેલી! અત્યારે વીજળીનો માલિક આ ઇબ્રાહીમ પોતે છે ઉફ!' અને ઇબ્રાહીમ ચાડેથી બમણા જોરે વ્હીસલ મારીને વીજળીને ઉપાડી મૂકી.સાગરના મોજાં હવે આકાશને આંબતા હતા. ચારે બાજુ ફીણના ડુંગરા આથડતા હતા. સાગરની ભયાનકતા દેખીને પ્રવાસીઓ થરથર કાંપતા હતા. જાનોના લગ્ન ગીતોને સ્થાને હવે વિલાપ શરૂ થઇ ગયા હતા. 'બચાઓ ભાઇ! કોઇ બચાઓ!' દરિયો મોજાં, વીજળી પ્રવાસીઓ જીવન હવે કશું નહોતું, હતો માત્ર હાહાકાર. વિકરાળ કાળ -મહાકાળ.'
ઇબ્રાહીમ વધારે ભૂરાંટો થયો. કકળાટ, આંસુપાત, કંપન અને કિકિયારીઓને ગણકાર્યા વગર જિદ્દી કપ્તાન આંધળો ભીંત બનીને સ્ટીમરનો વેગ વધારી રહ્યો હતો અને વીજળીને ભરખવા ભયાનક કાળનો પંજો, ઊંચકાયો અને ધુબાકા સાથે વીજળીને લપેટી લીધી. વીજળીની લાઇટો ઊધેકાંધ થઇ. પેટાળ ઊચે ચડયું અને દરિયાએ વીજળીને દફનાવવા પાણી વચ્ચે કબર ગાળી નાખી. વેરાવળ અને માંગરોળના દરિયા વચ્ચે હાજી કાસમની વીજળી કાયમને માટે બુઝાઇ ગઇ! સાતસો તેર માનવદેહોને જળદાહ અપાઇ ગયો.
આકાશે મરણિયા ગાયા, કિનારાએ ડૂસકા ભર્યા. ગાંડો બનેલો દરિયો પણ એકવાર લળી પડયો. 'અરરર!' વળતા દિવસે વીજળી ડૂબ્યાની કાળોતરીઓ કરછ કાડિયાવાડના ગોંદરે પહોંચી. રાજિયા છાજિયા ધડસલા અને મરસયિાથી ગોંદરા રોયા! કૂટાયા! લોક કવિએ વીજળીનો રાસડો રરયો.
'હાજી કાસમ તારી વીજળી રે ભર દરિયે વેરણ થઇ.
કથા આધાર : દુલેરાય કારાણી (કરછ)


Natwar Charania.


Connect more, do more and share more with Yahoo! India Mail. Learn more.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...