[F4AG] સબળી વ્યક્તિ, નબળી પળ

 

 સબળી વ્યક્તિ, નબળી પળ

Dipak Soliya


પ્રતિભાશાળી માણસના લાંછનરૂપ કૃત્યના કેસમાં એક જજ તરીકે તમે શું કરો?



અમુક અંશે આ કિસ્સો અભિનેતા શાઈની શાહુજાને મળતો આવે છે. ઘટના બનેલી અમેરિકામાં, ૧૯૭૭માં. છોકરી ફક્ત ૧૩ જ વર્ષની હતી. જગતના મહાન ફિલ્મસર્જક એવા એક 'મહારથી'એ આ છોકરી સાથે દેહસંબંધ બાંઘ્યો. પછી તો 'મહારથી' પકડાયા. એમણે 'પ્લી બાર્ગેન'નો લાભ લીધો. એટલે કે કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી અને સામે પક્ષે કોર્ટે થોડી ઉદારતા દાખવી.



'મહારથી'ને ૪૨ દિવસ મનોચિકિત્સક મૂલ્યાંકન માટે જેલમાં રખાયા. પછી છૂટેલા 'મહારથી'ને ગંધ આવી કે જજસાહેબ હવે પછીની સુનાવણીમાં એમને કેદ ફટકારવાનું વિચારી રહ્યા છે. અને 'મહારથી' અમેરિકાથી ભાગ્યા... અને પહોંચ્યા ફ્રાન્સ, કારણ કે ફ્રાન્સ ગુનેગારનો કબજો અમેરિકાને સોંપવા બંધાયેલું નથી. એ ઘડી ને આજનો દિવસ, છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી એ 'મહારથી' મુખ્યત્વે ફ્રાંસમાં જ ભરાઈ રહ્યા, ફિલ્મો બનાવતા રહ્યા અને ખ્યાતિ રળતા રહ્યા.



એમણે બનાવેલી ફિલ્મોને કુલ મળીને ૨૮ ઓસ્કાર નોમિનેશન્સ તથા ૮ ઓસ્કાર મળી ચૂક્યા છે. 'મહારથી'નું નામ છે રોમન પોલાન્સ્કી. એમની ખૂબી એ છે કે એમની ફિલ્મો સૂક્ષ્મ હોવા ઉપરાંત બોક્સઓફિસ પર પણ ખાસ્સી સફળ હોય છે. એકદમ કાચી સરખામણી કરવી હોય તો આપણા બિમલ રોય સાથે કરી શકાય: સંવેદનશીલ છતાં સફળ એવી ફિલ્મોના સર્જક.



હાલમાં આ સર્જકને સ્વિટ્ઝર્લેન્ડે ઝ્યુરિક ફિલ્મ ફેસ્ટિવલમાં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી નવાજવા માટે પ્રેમથી નોતર્યા, પણ પોલાન્સ્કીએ ગઈ ૨૬ સપ્ટેમ્બરે જેવો ઝયુરિક એરપોર્ટ પર પગ મૂક્યો કે તરત સ્વિસ પોલીસે તેમની ધરપકડ કરી. ક્યા કરેં? અમેરિકા કા હુકુમ હૈ! છેવટે, ઊટ આયા પહાડ કે નીચે... મામલો હવે જબરો ગૂંચવાયો છે. આખી દુનિયામાં પોલાન્સ્કીની તરફેણ અને વિરોધમાં જબ્બર દલીલબાજી ચાલી રહી છે. આવો, એ દલીલો જાણીએ. જરા કલ્પના કરો કે તમે જજની ખુરશીમાં બેઠા છો અને સરકારી વકીલ બોલી રહ્યો છે...



સરકારી વકીલ: યોર ઓનર, ૧૩ વર્ષની છોકરીને ૪૪ વર્ષનો પુરુષ નશો કરાવે... પછી દેહસંબંધ બાંધે... તો આખી વાતમાં વિચારવા જેવું શું છે? સાવ સીધી ને સટ વાત છે. પોલાન્સ્કી જિનિયસ ફિલ્મમેકર હોય તો એના ઘરે. સગીર બાળા સાથે જાતીયતા આચરનારો માણસ અમેરિકાનો પ્રમુખ હોય તો એને પણ જેલમાં જ ખોસવો રહ્યો.



તો જ સમાજમાં દાખલો બેસે. સગીરા સાથે સમાગમનો ગુનો કરવા ઉપરાંત રીઢા ગુનેગારની જેમ, દેશ છોડીને એણે બીજો ગુનો કર્યો. આવા બબ્બે ગુનાવાળાને ઝબ્બે કરીને સજા ન કરાય તો શું એની આરતી ઉતારાય? મારે વધુ કશું નથી કહેવું.



બચાવ પક્ષનો વકીલ: યોર ઓનર, આરોપીનાં માતા મૂળ રશિયન કેથલિક હતાં, પણ યહૂદીને પરણવાને કારણે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોએ એમને પકડીને ઓશવિઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાં ભારે યાતના આપીને મારી નાખ્યાં. આરોપીના પિતાએ પણ અન્ય કોન્સન્ટ્રેશન કેમ્પમાં અસહ્ય ક્રૂરતા વેઠી. પંદરની ઉમરે પિતા સાથે પુનર્મિલન થયું ત્યાં સુધી અસ્તિત્વ ખાતર ચુસ્ત કેથલિક ધર્મ પળ્યો.



આરોપીએ ૧૯૬૮માં અભિનેત્રી શેરોન સાથે લગ્ન કર્યાં એના એકાદ વર્ષ બાદ, શેરોનના પેટમાં સાડા આઠ મહિનાનો ગર્ભ હતો ત્યારે, ચાર્લ્સ મેન્સનના ગૂઢ સંપ્રદાયના અનુયાયીઓએ શેરોનની અને ગર્ભની ઘાતકી ઢબે હત્યા કરી. આરોપીએ પોતાની આત્મકથામાં નોંઘ્યું છે: 'શેરોન સાથે ગાળેલા દિવસો મારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો.' એ ઘટનાના નવ વર્ષ બાદ, આરોપીએ ૧૩ વર્ષની સામંથા સાથે એક વાર દેહસંબંધ બાંઘ્યો.



એ સામંથા આજે પરણીને ઠરીઠામ છે. ગયા વર્ષે એક મુલાકાતમાં સામંથાએ કહેલું- 'એ (પોલાન્સ્કી) સમાજ માટે ખતરારૂપ નથી. આજ સુધીમાં કોઈએ- મારા સિવાય- એમની સામે કોઈ પણ પ્રકારના આરોપ મૂક્યા નથી. જે બન્યું એ ૩૦ વર્ષ પહેલાં બનેલું. એ એક દુ:સ્વપ્ન હતું. હું એને વેઠી લઈશ.' સાતેક મહિના પહેલાં સામંથાએ કોર્ટને લેખિતમાં બયાન આપ્યું- 'પોલાન્સ્કી સામેના આરોપો પડતાં મૂકો... દાયકાઓથી જે રીતે આ કેસ ચગી રહ્યો છે અને પબ્લિક પ્રોસિક્યૂટર આ કેસમાં જે રીતે ગંદી વિગતો પર ઘ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે એ મારા માટે તેમ જ મારા પરિવાર માટે ત્રાસજનક છે.'



યોર ઓનર, મારે ત્રણ જ મુદ્દા કહેવા છે. પહેલો : અમેરિકા જગતનો દાદો હોવાને નાતે આ રીતે, એવોર્ડ લેવા આવેલા પોલાન્સ્કીને પકડાવે એ યોગ્ય નથી. બીજો મુદ્દો: આખી વાતમાં જે ભોગ બની છે એ વ્યક્તિ (સામંથા) પોતે જ લાંબા સમયથી પોલાન્સ્કીનો કેડો છોડવા કહી રહી છે. ત્રીજો મુદ્દો: એક જમાનામાં છોકરી રજસ્વલા થાય એટલે પુખ્ત ગણાતી. હા, હવે નથી ગણાતી. પણ જે રીતે છોકરી સાથે જાતીય સમાગમ બાબતે સમાજે એક નૈતિક અને માનવીય અભિગમ નક્કી કર્યો છે એ જ રીતે એક વૃદ્ધ સાથે કઈ રીતે વર્તવું એ વિશે પણ નૈતિક અને માનવીય અભિગમ હોવો જોઈએ કે નહીં? રોમન પોલાન્સ્કી ૩૨ વર્ષ પહેલાંના એક કૃત્ય બાબતે ખાસ્સી મુસીબતો, અપમાન, અગવડ અને આડકતરી સજા વેઠી જ ચૂક્યા છે. એટલે હવે ૭૬ વર્ષના આ વૃદ્ધને કનડવાનું આપણે બંધ કરવું જોઈએ. બસ, ડિફેન્સ રેસ્ટ્સ.



તો, જજ તરીકે તમે શો ચુકાદો આપો? ઓકે, મારો ચુકાદો આ છે: 'મિસ્ટર પોલાન્સ્કી, તમારી ફિલ્મોનો હું પ્રખર ચાહક છું અને તમે ભૂતકાળમાં વેઠેલી અસહ્ય પીડા બદલ હું તમારા પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ ધરાવું છું, પરંતુ કોઈ પણ નાગરિક સમાજમાં, કાયદાનું શાસન સૌથી મહત્વનું છે. ન્યાયનાં કાટલાં અમીર-ગરીબ, બહુમતી-લઘુમતી, વગદાર-પછાત માટે અલગ ન હોઈ શકે. તેર વર્ષની છોકરી સાથે હવે પછી આવું કૃત્ય કરતાં કોઈ બે વાર વિચારે એટલા માટે હું તમને પાંચ વર્ષની કેદની સજા આપું છું.



અમારા, સોરી, ગાંધીજીએ કહેલું તેમ, ગુનેગારને નહીં, ગુનાને ધિક્કારવાની આ વાત છે. મારી પ્રભુને પ્રાર્થના કે તમારી તબીયત સારી રહે અને પાંચ વર્ષ પછી જ્યારે જેલમાંથી તમે બહાર આવશો ત્યારે એ પ્રસંગ ઊજવવા, તમને શ્રેષ્ઠ નિર્દેશકનો ઓસ્કાર અપાવનાર ફિલ્મ 'ધ પિયાનિસ્ટ' ફરી જોઈશ અને નજીકના લોકોનું મોં મીઠું કરાવીશ.'




Add whatever you love to the Yahoo! India homepage. Try now!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...