[Gujarati Club] 01 October Freshener news

 


01 October Freshener news

અંતે શાઇની આહન્જાના જામીન મંજૂર

 

મુંબઇ હાઇ કોટર્માં સુનાવણી બાદ શાઇનીને જામીન મળ્યાઃ ત્રણ માસ સુધી છૂટકારો પરંતુ મુંબઇમાં રહી શકશે નહીં અને વિદેશ પણ જઇ શકશે નહીં

 

 

હોટલ-મોલ બનાવતા પહેલાં સુરક્ષા એજન્સીની મંજૂરી જરૂરી

વર્લ્ડ કપ જીતવો હોય તો 'ટીમ ઈન્ડિયા'માં ધરમૂળથી ફેરફાર કરોઃ રવિ શાસ્ત્રી

ઈશાંતને ટેસ્ટમાં અને પ્રવીણકુમારને વન-ડેમાં વધુ તક આપો

રાષ્ટ્રપતિ સૌરાષ્ટ્રના પ્રવાસેઃ પોરબંદરમાં રાષ્ટ્રપિતાને શ્રધ્ધાસુમન અર્પણ કરશે

દ્વારકા, સોમનાથ, દીવ, સાસણ અને રાજકોટની પણ મુલાકાત લેશેઃ મુખ્યપ્રધાન મોદી, ગવર્નર એસ.સી.ઝમીર, પ્રધાનમંડળના સભ્યોની ઉપસ્થિતિઃ પોરબંદર કિર્તી મંદિરમાં કાલે પ્રાર્થનાસભા, કસ્તુરબા સ્મારકની અને આર્યકન્યા ગુરૂકુળની મુલાકાત લેશેઃ અમદાવાદ એરપોર્ટ પર શાનદાર સ્વાગતઃ ગાંધીનગરમાં નાગરિક સન્માન સમારોહ યોજાયો

મુંબઈમાં બ્રિટીશ એરવેઝનાં  વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ

મુંબઈના વિમાની મથકે નાની-મોટી વિમાની દુર્ઘટનાઓ જાણે કે રોજીંદી બની ગઈ છે. આજે સવારે બ્રિટીશ એરવેઝના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવતા તેમાં બેઠેલા ૨૭૦ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

 

 ભારતી અને એમટીએન વચ્ચેના અબજોના સોદા આડે બિલાડી ઉતરી

ભારતી એરટેલ અને એમટીએન ગ્રુપ વચ્ચે ૨૪ અબજની સોદાબાજી માટે વ્યાપક મંત્રણા માટેની મહેતલ પૂર્ણ

ગિફટ ટેકસનો આજથી અમલ : તહેવારોમાં બોજઃ ભેટસોગાદ મોંઘી પડશે  

 

રાજકોટ :પાણીકાપમાં ઈન્ટરવલ; લાભપાંચમ સુધી રોજેરોજ વિતરણ

* આજી ડેમમાંથી રોજ પાણી ઉપાડાય તો ફેબ્રુઆરીમાં તળિયા ઝાટક !

* પાણીકાપના મામલે શાસકો-અધિકારીઓ આમને સામનેઃ શીતયુધ્ધ

* પાણી વિતરણ નિયમિત થઇ શકે તેવી સ્થિતિ જ નહીં હોવાનો અંતે ખુલ્લો એકરાર

* મહાપાલિકામાં મહત્વના નિર્ણયોની જાહેરાત  શાસકો સાથે સંકલન સાધી કરવાની રહેશે

આજથી ત્રણ દિવસે એક દિવસનો પાણીકાપ મહાનગરપાલિકાના ઈજનેરો દ્વારા ગઈકાલે સતાવાર અખબારી યાદી મારફતે જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે  અધિકારીઓ અને ઈજનેરો સાથે બેઠક યોજી લાભ પાંચમ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે પાણી વિતરણ કરવા શાસકો દ્વારા નિર્ણય લેવાયો હતો. હવે નર્મદા નીર મળે કે ન મળે આજી ડેમમાંથી વધુ પાણી ઉપાડી આવતી કાલથી લાભ પાંચમ સુધી નિયમીત પાણી વિતરણ કરાશે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં પાણીના ધાંધીયા નહિ સર્જાય તેવી ખાતરી પણ પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

મેયર સંધ્યા વ્યાસ, ડે.મેયર નરેન્દ્ર સોલંકી, સ્ટેન્ડીંગ ચેરમેન કમલેશ મીરાણી, પૂર્વ મેયર ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભારદ્વાજ, દંડક અનિલ રાઠોડ અને વોટર વર્કસ કમીટીના ચેરમેન જયેન્દ્ર મહેતા સહીતના પદાધિકારીઓ દ્વારા કમીશ્નર દિનેશ બ્રહ્મભટ્ટ તેમજ ટેકનીકલ સલાહકાર એન.એચ. વાઘેલાની ઉપસ્થિતિમાં પાણીકાપ હટાવી લેવાની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. પત્રકારોને સંબોધતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટને પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ મુજબ સમગ્ર વર્ષ દરમિયાન પાણી વિતરણ નિયમીત રીતે કરી શકાય તેવી સ્થિતિ નથી. મુખ્ય જળસ્ત્રોત આજીમાંથી પણ રોજ પાણી ઉપાડાય તો તળીયાઝાટક થઈ જાય તેમ છે. બીજી બાજુ ફકત ન્યારી અને ભાદરના આધારે સમગ્ર શહેરને પાણી પુરૂ પાડી શકાય તેમ  નથી. નર્મદા કેનાલમાંથી થતી પાણીચોરીના લીધે પુરતુ પાણી મળી શક્તુ નથી વળી નર્મદા  નીર રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છને પણ આપવામાં આવતું હોઈ અનેક  વાર પાણીનો જથ્થો ખૂબ  જ ઓછો મળે છે. નર્મદા નીરના મામલે સરકારમાં અવાર-નવાર રજૂઆતો કરાતી હોવાનું પદાધિકારીઓએ ઉમેર્યુ હતું. ખેડૂતો દ્વારા થતી પાણીચોરીનું પ્રમાણ ઓછા વરસાદના લીધે વધતા હાલત વધુ કફોડી બની છે. આવા સંજોગોમાં પાણીકાપ મુકવા ફરજ પડી રહ્યાનું શાસકોએ જણાવ્યું હતું.

શાપર, મેટોડા, કોઠારીયા, મુંજકા, વાવડી, મોટામવા માટે અલાયદી પાણી યોજના બનાવવા નિર્ણય

શહેરની ભાગોળે આવેલા અને વિસ્તાર તથા વસ્તીની દ્રષ્ટિએ છેલ્લા કેટલાક વર્ષોથી કૂદકે ને ભૂસકે વધી રહેલા કોઠારીયા, મુંજકા, મોટામવા, વાવડી, મેટોડા અને શાપર માટે પીવાના પાણીની અલાયદી વ્યવસ્થા કરવાનો નિર્ણય રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (રૂડા), પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના પ્રતિનિધિઓની રાજકોટના ધારાસભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને હોદ્દાની રૂએ રૂડાના ચેરમેન દિનેશ બ્રહ્મભટ્ટ, રૂડાના એકઝીકયુટીવ ઓફિસર મેમો, ટાઉન પ્લાનીંગ ઓફીસર દોશી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને ભાનુબેન બાબરીયાની હાજરીમાં આજે બપોરે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અલાયદી પાણી પુરવઠા યોજનાના ઘડતરની જવાબદારી પાણી પુરવઠા બોર્ડને અને વિતરણ વ્યવસ્થાનું આંતરીક માળખુ ગોઠવી આપવાની જવાબદારી વાસ્મોને સોંપવામાં આવી છે.

મેટોડા, શાપર સહિતના વિસ્તારોનો વિકાસ ઔદ્યોગીકરણના કારણે જેટની ઝડપે થયો છે પરંતુ આ બન્ને સહિત કોઠારીયા, મુંજકા, મોટામવા, વાવડી સહિતના ગામો માટે પીવાના પાણી, રસ્તા, ગટર જેવી પ્રાથમીક સુવિધાઓ પુરતા પ્રમાણમાં ન હોવાથી આ દિશામાં આગામી દિવસોમાં ઝડપભેર કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. આ તમામ ગામો રાજકોટની ભાગોળે આવેલા હોવા છતાં તેમને પાણી આપવાની જવાબદારી કોઈ એક ચોકકસ તંત્રની ન હોવાથી આ વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે. પાણી માટે અલાયદી યોજના કરી કરોડો રૂપિયાનો ખર્ચ ક કરવાની આર્થિક ક્ષમતા આ ગામની પંચાયતોમાં ન હોવાથી તમામ પ્રોજેકટ સ્વ  જલધારા યોજના અંતર્ગત હાથ ધરવાનો નિર્ણય પણ આજની બેઠકમાં લેવાયો હતો.

ગઇ  કાલે એકાએક પાણી  કાપની જાહેરાત સેન્ટ્રલ ઝોનના એડીશ્નલ સિટી ઇજનેર દ્વારા  કરી દેવાના પગલે લોકો તરફથી આવેલા પ્રત્યાઘાતો અને ભયંકર રોષની લાગણીનો સામનો કરવા ફરજ પડતા રાજકીય વર્તુળોમાં ભૂકંપ સર્જાયો હતો અને ગઇ  કાલે સાંજથી જ પાણીકાપના મામલે રાજકીય વર્તુળોમાં આગ લાગી ગઇ હતી.

પાલિકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગઇ કાલે પાણીકાપની જાહેરાત કરાયા બાદ રાજકીય વર્તુળોમાં ફેલાયેલા રોષાગ્નિથી અનેક ઇજનેરો દાઝી ગયા હતા અને અધિકારીઓ સાથે પણ તણખા ઝયિ હતા. પાણી કાપની જાહેરાત અને તેના રાજકીય વર્તુળોમાં પડેલા પ્રત્યાઘાત બાદ એવા સત્તાવાર પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો કે, પાણી  કાપ સહિતની કોઇપણ પ્રકારની મહત્વની જાહેરાત અધિકારીઓ કે ઇજનેરો દ્વારા શાસકો-પદાધીકારીઓ સાથે સંકલન સાધીને કરવાની રહેશે.

 

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોના મુલતવી રખાયેલા ઈન્ટરવ્યુ એકાદ સપ્તાહ બાદ લેવાશેઃ કુલપતિ

યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા માટે ગત તા.૨૯ના રોજ યોજાયેલા ઈન્ટરવ્યુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના પ્રતિનિધિઓની ગેરહાજરીના કારણે મુલતવી રખાયા બાદ આ ઈન્ટરવ્યુ આગામી સપ્તાહમાં યોજાશે તેવી જાહેરાત કુલપતિ ડો. કમલેશ જોશીપુરાએ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેગ્યુલર પ્રોફેસરો, રેગ્યુલર રીડરોની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે. આવી જ રીતે કેરીયર એડવાન્સમેન્ટ અંતર્ગત રીડરોને આપવાના થતા પ્રમોશનની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ છે.

દરમિયાનમાં હિન્દી ભવનના લેકચરર માટે ગઈકાલે યોજાયેલા ઈન્ટરવ્યુમાં બે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ બે માંથી એકપણ પુરતી લાયકાત ધરાવતા ન હોવાથી કોઈની પસંદગી થઈ ન હોવાનું જાણવા મળે છે. શેડયુલ કાસ્ટના ઉમેદવારો માટેની અનામત આ જગ્યા ભરવા હવે શું કરવંુ ? તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીના સત્તાવાળાઓને રહે છે.

 

જસદણ-ધોરાજીની પેટા ચૂંટણી તંત્રને એક કરોડમાં પડી !!

જસદણ અને ધોરાજી વિધાનસભાની થોડા સમય પહેલા યોજાયેલી પેટા ચૂંટણી સરકારી તંત્રને એક કરોડ રૂપિયામાં પડી છે. આ ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્રને સૌ પહેલા ૫૮ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને હવે તંત્ર દ્વારા વધારાના ૪૦ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીમાં ખર્ચ વધવાનું  કારણ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું છે. આ વખતે મતદાન મથકો ઉપર સતત મોનીટરીંગ માટે કલેકટર કચેરીમાં ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો હતો. મતદાન મથકોએથી દર પાંચ મીનીટે ફોટો ગ્રાફ આ કંટ્રોલ રૂમમાં પહોંચતા હતા.

 

ગેસ રીફીલીંગ કરતા બે શખસો ઝડપાયાઃ ૨૫ બાટલા કબજે

શહેરના પોશ વિસ્તાર પંચવટી હોલ પાછળ ચાલુ છકડો  રિક્ષામાં ગેસ રીફીલીંગ કરતા અતુલ ગેસ એજન્સીના બે કર્મચારીઓને પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.  જાણવા મળતી વિગતો મુજબ પંચવટી હોલ પાછળ છકડો રિક્ષામાં ગેસના બાટલાનું રીફીલીંગ ચાલતુ હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ હર્ષદસિંહ ચુડાસમા અને ઘનશ્યામસિંહ ચૌહાણને બાતમી મળી હતી. જેના આધારે પીઆઈ એમ.એફ. જેઠવા અને સ્ટાફે દરોડો પાડી રીફીલીંગ કરતા દિનેશ ચના રાઠોડ (રે. મેઘમાયાનગર-૪) અને નરેન્દ્ર ગોવિંદ ચાવડા (રે. ભીમરાવ સોસાયટી, નાનામવા મેઈન રોડ)ને ઝડપી લીધા હતા અને ૨૫ બાટલા તથા છકડો રિક્ષા સહિતનો મુદમાલ કબ્જે કર્યો હતો.

 

 

જાહેરમાં ઘોડી-પાસા રમતાં બે ઝડપાયાઃ  ચાર શખસો ફરાર*

ટ્રાફીકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં પોલીસની જરાપણ શેહ શરમ ભયિ વગર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા બે શખસોની પ્ર.નગર પોલીસ સ્ટાફે ધરપકડ કરી હતી જો કે, ચાર શખસો પોલીસને જોઇ નાસી છુટયા હતા. ત્રણ ઓટોરિક્ષા અને હોન્ડા મળી ૧./૬૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ, હોસ્પીટલ ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની માહિતી પરથી પ્ર.નગર પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમ્યાન બજરંગવાડીમાં રહેતો આસીફ  હન્સેન ખોખર અને રૈયા ગામ રહેતો આમદ મીયા હન્સેન  મીયા સૈયદની ધરપકડ કરી હતી અને ૭૨૦ની રોકડ તેમજ ત્રણ ઓટોરિક્ષા અને એક હોન્ડા મળી ૧.૬૦.૭૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.. ફીરોઝ સંધી, હાથીખાનામાં રહેતો બાબુભાઇ ઉર્ફે બાબો લોહાણા, આરએમસી ક્વાટર્રમાં રહેતા ભીંડીભાઇ લોહાણા અને બેડીપરામાં રહેતો જીતુ ભરવાડ નાસી છુટયા હતા

 

યુ.કે.ના વિઝા મેળવવા ગુજરાતના ૧૦૦૦ વિદ્યાર્થીઓ અરજી કરવા પૂના પહોંચ્યા

યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા માટે  ઓક્ટોબરથી નવા નિયમો અમલી બનવાના હોઈ જૂના નિયમો મુજબ વિઝા અરજી કરવા માટે ગઈકાલે જબરદસ્ત ધસારો થતાં અમદાવાદ, મુંબઈ સહિત દેશના કેટલાય વિઝા અરજી સેન્ટરોને બંધ કરી દેવાયા હતા. જ્યારે પુનાનું વીએફએસ સેન્ટર ચાલુ હતું. આથી ગુજરાતના અંદાજે એક હજાર વિદ્યાર્થીઓ ગઈકાલે જ પૂના જવા રવાના થઈ ગયા હતા. જ્યાં પણ જબરદસ્ત ધસારાને પગલે વિઝા અરજી સેન્ટર બંધ કરાતા વિદ્યાર્થીઓને ધક્કો થયો છે. 

ભારે ધસારો થવાથી સેન્ટર બંધ કરાતા જૂના નિયમો મુજબ વિઝા અરજી પણ ન કરી શક્યા

 

અભૂતપૂર્વ ધસારાને પગલે મુંબઈના વિલે પાર્લે વીએફએસ સેન્ટર ખાતે મારામારી થઈ હતી. જ્યાં સ્ટાફના કર્મચારીઓને પણ ધોલધપાટ થઈ હતી. આથી સલામતીના કારણોસર મુંબઈના બન્ને ઉપરાંત અમદાવાદનું વિઝા સેન્ટર બંધ કરી દેવાયું હતું. જૂના નિયમો પ્રમાણે વિઝા મેળવવા માગતા ગુજરાતના લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ગઈકાલે જ પૂના જવા રવાના થઈ ગયા હતા.પુનાના વીએફએસ સેન્ટર ખાતે પણ આજે સવારે જબરજસ્ત ધસારો થતાં સત્તાવાળાઓએ આ સેન્ટરને પણ બંધ કરી દેવાની ફરજપડી હતી. આથી વિદ્યાર્થીઓને બસ કે ટ્રેનનું ભાડું પણ માથે પડ્યું છે. નિરાશ થયેલા વિદ્યાર્થીઓ પુનાથી ગુજરાતમાં આવવા રવાના થઈ ગયા હતા. હવે આવતીકાલે યુ.કે. બોર્ડર એજન્સી દ્વારા સ્ટુડન્ટ વિઝામાં નવા નિયમો અમલી બનવાના હોઈ, તમામ વીએફએસ સેન્ટરો રાબેતા મુજબ ચાલુ કરાશે.

 

લઠ્ઠા  કાંડ પછી ૩૯ વહીવટદારોની બદલીમાં  કમિશનર કચેરીના બે વિવાદી વહીવટદારોની બદલી

અમદાવાદમાં બે મહિના અગાઉ સર્જાયેલા લઠ્ઠાકાંડના પગલે પોલીસ તંત્રમાં સર્જાયેલો વિવાદ હજૂ સાવ શમ્યો નથી. લઠ્ઠાકાંડ પછી ૩૯ વહીવટદારોની બદલીમાં વિવાદનું કેન્દ્ર બનેલા પોલીસ કમિશનર કચેરીમાં કાર્યરત એવા બે વહીવટદારોની અન્ય જિલ્લામાં બદલી કરાઈ છે.

 

એર ઇન્ડિયા પાઇલોટ હડતાળનો અંત : ભથ્થામાં કાપ મોકૂફ

એર ઇન્ડિયાના પાઇલોટોની હડતાળને કારણે સર્જાયેલી કટોકટીનો આજે સુખદ અંત આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલે યથાસ્થિતિ જાળવી રાખવાની ખાતરી આપ્યા બાદ રાષ્ટ્રીય એરલાઇન્સના પાઇલોટોએ તેમની હડતાળ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે પાઇલોટોની ચાર દિવસની હડતાળને કારણે એર ઇન્ડિયાને રૂ.૧૦૦ કરોડથી વઘુનું નુકસાન થયું હતું તથા સેંકડો પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળ પરત ખેંચાયા બાદ આજે મધરાતથી અથવા આવતીકાલ સુધીમાં એરલાઇન્સની તમામ ફ્લાઇટો સામાન્ય થવાની શક્યતા છે.

 

શેરબજાર માટે સપ્ટેંબર મહિનો શુકનિયાળ

સેન્સેક્સે ૭મીએ ૧૬,૦૦૦ની અને ૩૦મીએ ૧૭,૦૦૦ની સપાટી કૂદાવી

હું વંશવાદની તરફેણમાં નથી, તેને બદલવાનો પ્રયાસ કરુ છું : રાહુલ

પાર્શ્વગાયક મન્ના ડેને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

ભારત અકુશળ કામદારોની વિઝા અરજીઓ નહિ સ્વીકારે

 

પાસિફિક મહાસાગરના પેટાળમાં ૮.૩ની તીવ્રતાનો આંચકો અમેરિકન સમોઆ ટાપુ પર સુનામીઃ ૧૧૩નાં મોત

લશ્કર-એ-તોઇબા ભારત પર ફરી ત્રાટકવા માટે કટિબઘ્ધ

મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા દક્ષિણ આફ્રિકામાં ઘૂળ ખાય છે

ચીનના ૬૦મા જન્મદિને બેઇજિંગમાં ઉજવણી

આતંકવાદીઓ દ્વારા હત્યાના ભયે બિલ ક્લિન્ટને પાકિસ્તાનનો પ્રવાસ ગુપ્તપણે કર્યો  

અભિષેક નાયરને કારકિર્દીની પ્રથમ વન ડેની તક  તેંડુલકરને ફૂડ પોઇઝનિંગના થતા વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ ગુમાવી

ઈંગ્લેન્ડ જાણી જોઇને હાર્યું
ચેમ્પિયન્સ ટ્રોફીની આખરી ત્રણ મેચોમાં ફોરમેટની નબળાઇ ખુલ્લી પડી: ઓસ્ટ્રેલિયા જીતતા ભારત-વે.ઈ. મેચ અર્થહીન બની

 

ગુજરાતના વિકાસ માટેના સુચનો બદલ રાજ્ય સરકારની ઇનામી યોજનાઃ ત્રણ કરોડનું બજેટ

 

સરદાર પટેલ વડા  પ્રધાન હોત તો કાશ્મીરમાં આતંકવાદ ન હોતઃ નરેન્દ્ર મોદી

ખાંડનાં વિતરણ સમયે પુરવઠા ઈન્સ્પેકટરો 'હાજર' રહેશે

તહેવારો ઉપર ગરીબ લોકોને સરકાર દ્વારા સસ્તા ભાવે ફાળવવામાં આવતી ખાંડ તેમના ઘર સુધી પહોંચે અને બારોબાર પગ ન કરી જાય તે માટે પુરવઠા તંત્ર ખાંડની વિતરણ વ્યવસ્થા ઉપર પુરેપુરી વોચ રાખશે.

જેહાદીઓનું નવું હથિયાર લવ બોમ્બઃ સંઘ રિવાર 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને એવો આરોપ લગાવ્યો છે કે, જેહાદીઓ હવે લવ બોમ્બ જેવા નવા હથિયારનો ઉપયોગ કરે છે. આતંકવાદીઓ હિન્દુ છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમનું ધર્માંન્તરણ કરાવે છે અને ત્યારબાદ આ છોકરીઓનો ઉપયોગ માનવ બોમ્બ તરીકે કરવામાં આવે છે.

અભિષેક્-ઐશ્વર્યાએ જાહેરાત માટે રપ ક્રોડ રૂપિયા લીધા

બોલીવુડ બ્યુટીકવીન ઐશ્વર્યારાય અને અભિષેક્ બચ્ચન સૌ પ્રથમ વખત એક્ સાબુની જાહેરાતમાં સાથે દેખાશે. લગ્ન બાદ ઐશ્વર્યા અને અભિષેક્ મોટાભાગે સાથે જ હોય છે. ફિલ્મી ઇવેન્ટ હોય ક્ે પછી કન્સ ફેસ્ટીવલ ક્ે પછી 'સરકર રાજ ક્ે પછી આગામી સમયમાં પ્રદર્શિત થનારી 'રાવણ અને 'કેકડમાં પણ તેઓ સાથે જ છે. વિશ્વ પ્રસિદ્ધ 'ઓપ્રાવિન્ફ્રે શોમાં પણ જુનીયર બચ્ચન દંપત્તિ સાથે જ હતું. ફોટોગ્રાફરોને પોઝ આપતી વખતે તો બંને હાથમાં હાથ નાંખીને હસ્તા જ હોય છે. હવે યુગલ બચ્ચન બ્રાન્ડ બનાવવાની સાથે સાબુની એક્ વ્યવસાયિક્ જાહેરાતમાં સાથે ચમક્શે. બોલીવુડમાં ચાલતી ગોસીપ મુજબ જાહેરાત માટે જુનીયર બચ્ચન દંપત્તિને રપ ક્રોડ રૂપિયા આપવામાં આવ્યાં છે. સોદાને ચાર દિવસ પહેલાં જ અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

 

 

 ''ગુજરાતની જનતા ભાગ્યશાળી છે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનુભાવોનો વારસો મળ્યો છે. ગુજરાતની પ્રજાને સુખ-સમૃઘ્ધિ અને વિકાસમય મંગલજીવનની શુભેચ્છાઓ પાઠવું છું. આવનારા દિવાળી પર્વની શુભકામના ઇચ્છુ છું.''

ગુજરાતીમાં આ વાકયો ઉરચારી રાષ્ટ્રપતિએ ગુજરાત અને ગુજરાતીઓના દિલ જીતી લીધા હતા.

અમદાવાદ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ મેમોરિયલ સોસાયટી નિર્મિત ''સરદાર પટેલ કોમ્યુનિટી હોલ''ને ખુલ્લો મુકતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ એક મહાન વિભૂતિ હતા. તેમનામાં ત્યાગ, સેવાભાવ, સર્વ પ્રત્યે સદ્ભાવ, કુશળ સંગઠન શકિત, અદમ્ય સાહસ જેવી અનેક વિશેષતાઓ હતી. આપણે આ ગુણોને આત્મસાત્ કરી રાષ્ટ્રના વિકાસમાં આપણું અમુલ્ય યોગદાન આપી શકીશું.

 

રાજકોટના કોલેજિયને એસટી ડ્રાઇવરનું ઢીમ ઢાળી દીધું

લીમડીમાં એસટી ડ્રાઇવર ગરાસિયા આધેડની ઘાતકી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. રાજકોટની કોલેજના વિધાર્થી પાસે સૃષ્ટિ વિરુઘ્ધનું કત્ય કરાવ્યા બાદ ડ્રાઇવરે પોતે કત્ય આચરવા બળજબરી કરતાં ઉશ્કેરાયેલા યુવાને પથ્થરના ઘા ઝીંકી ગરાસિયા આધેડને રહેંસી નાખ્યા હતા.

 

વૈશ્વિક અર્થંતંત્ર ગંભીર મંદીમાંથી બહાર નીકળી ચૂક્યું છે અને આવનારા વર્ષોમાં ફરી એક વખત વિકાસના રસ્તા પર આવી ચઢશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) ગુરૂવારે બહાર પાડેલા એક આર્થિક રિપોર્ટમાં કહ્યું છે અને આઇએમએફે ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થંતંત્રને મંદીમાંથી ઉગારવા માટે સરકારી ખર્ચની મોટી ભૂમિકા રહેશે.

આ વર્ષે વૈશ્વિક અર્થતંત્ર 1.1 ટકાના દરે રહેશે અને 2010માં 3.1 ટકાએ વૃદ્ધિ કરશે.

 

આઇએમએફનું કહેવું છે કે વૈશ્વિક અર્થતંત્ર 2010 થી 2014ની વચ્ચે અંદજે 4 ટકાના દરે વૃદ્ધિ કરશે. મંદી શરૂ થઇ તે પહેલાં વૈશ્વિક અર્થતંત્ર 5 ટકાના દરે વૃદ્ધિ કરતું હતું.

 

આઇએમએફે વધુમાં કહ્યું કે આવનારા દિવસોમાં ઝડપથી વિક્સી રહેલ ચીન અને ભારત જેવી ઉભરતી આર્થિક તાકાતોના લીધે વૈશ્વિક અર્થંતંત્રને મંદીમાંથી બહાર લાવવામાં સફળ રહેશે. બીજી બાજુ અમેરિકા,યુરોપ અને જાપાનની અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર નીકળવાની શરૂઆતમાં છે.

* ચુંટણી હારનાર ઉમેદવાર એસ રાજા કન્નપ્પનની અરજી સ્વીકારતાં મદ્રાસ હાઈ કોર્ટે  પી ચિદંબરમ તથા ચુંટણી પંચને નોટીસ પાઠવી

 

રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ તા.૨ના રોજ સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. તા.૪ના રોજ દિલ્હી પરત ફરતી વખતે તેઓ રાજકોટ ખાતે પંદર મિનિટ રોકાશે તે દરમિયાન તેમના માટે ખાસ પસંદગીના તૈયાર કરાયેલા મેનુ મુજબ ઓછી કેલરીવાળી એક સ્વીટ આઈટમ, પાઈનેપલ જયૂસ, ઓછું ઘી, તેલ અને ઓછા મીઠાવાળી રસોઈ બનાવી તેમના એરક્રાફટમાં મૂકી દેવાશે જે દિલ્હી જતાં રસ્તામાં જ પ્લેનમાં રાજકોટમાં તૈયાર કરાયેલા ભોજનનો તેઓ સ્વાદ માણશે.

* સૌથી ઓછો વરસાદ વાંકાનેર, માળિયા, જસદણમાં નોંધાયો : જળાશયો પણ ખાલી

ગત વર્ષે ઓકટોબરમાં માળિયા, જસદણ, ધોરાજી, કોટડા અને રાજકોટમાં પોણાથી ત્રણ ઈચ વરસાદ પડયો હતો : જિલ્લાના અડધો ડઝનથી વધુ તાલુકાઓમાં ૪૦ ટકા વરસાદ ઓછો પડતાં પીવાના પાણીની મુશ્કેલી 

સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયા બાદ ચોમાસાની સીઝન પૂર્ણ થઈ ગયાનું મનાય છે. પરંતુ કયારેક ઓકટોબરમાં વરસાદ આવે છે. ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં સીઝનનો ચાલીસ ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કેટલાક તાલુકાઓમાં ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૪૦ ઈચ ઉપર વરસાદ પડી ગયો હતો. તેની સરખામણીમાં આ વખતે ગોંડલ, જસદણ, જામકંડોરણા, કોટડા સાંગાણી, લોધીકા, વાંકાનેરમાં વરસાદ પ૦ ટકા જેટલો માંડ નોંધાયો છે. જેતપુર તાલુકામાં ગત વર્ષે ૧૦૪પ મીમી વરસાદ પડયો હતો. જયારે સપ્ટેમ્બર-૦૯ સુધીમાં ફકત પ૪૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં અમુક તાલુકાઓમાં સીઝનનો માંડ ૧૬ ઈચ વરસાદ જ પડયો છે. વરસાદ ઓછો પડતા પાકનું ચિત્ર પણ બદલાયું છે. ગત વર્ષે ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં રાજકોટ જિલ્લાના તમામ જળાશયોમાં ૯૦ ટકા ઉપર પાણી ભરાઈ ગયા હતા. જયારે ઓછો વરસાદ પડતાં આજી ડેમ હજુ ખાલી છે.

રાજકોટની પ્રજાને દિવાળી બાદ નર્મદા ઉર જ આધાર રાખવો પડશે. બીજી તરફ ન્યારી ડેમ ઓવરફલો થઈ ગયો પરંતુ તે ડેમ નાનો હોવાથી ઉનાળો આવતા તેમાં ડેમના તળિયા દેખાય તો નવાઈ નહીં. ભાદર ડેમ પચાસ ટકા ઉપર ભરાયો પરંતુ સિંચાઈ માટે પાણી અનામત રાખવામાં આવે તો રાજકોટને જે પાણી હાલ મળે તેનું પ્રમાણ જરૂર ઘટે.

ગત વર્ષે ઓકટોબરમાં આઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ વખતે દિવાળીના તહેવારો ઓકટોબરના બીજા પખવાડિયામાં આવે છે ત્યારે સંભવત: દિવાળીમાં પણ વરસાદ આવે તો નવાઈ નહીં.

ઓકટોબર-૦૮માં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૯ મીમી. જસદણમાં ૨૯ મી.મી., કોટડા સાંગાણીમાં ૨૧ મી.મી., માળિયા મિયાણામાં ૭૭ મી.મી., રાજકોટમાં ૧૨ અને ઉપલેટા તેમજ જેતપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓકટોબરમાં વરસાદ પડવાથી ડેમ કંઈ છલકાય નહીં કે ખેતીમાં પાકને કોઈ ફાયદો થાય. શિવાળુ પાકને થોડો ઘણો ફાયદો થાય. સરકારના ચોપડે ૩૧ ઓકટોબરે ડિઝાસ્ટરના કન્ટ્રોલરૂમ પણ બંધ થઈ જાય છે એટલે કે ચોમાસાની સીઝન પૂર્ણ દેખાડાય છે.

બાદશાહ ખાન પોતાની બેગમ ગૌરી ખાનનો ગુલામ

ફિલ્મ ઈન્‍ડસ્ટ્રીઝના કિંગ ખાન પોતાના વાસ્તવિક જીવનમાં કોઈને ગુલામ છે, હા બાદશાહ ખાન પોતાની બેગમ એટલે કે ગૌરી ખાનનો ગુલામ છે. શાહરૂખ પત્નીની દરેક વાત નીચી મુંડીએ સાંભળે છે.   આ વાતનો ખુલાસો કિંગ ખાનનો નિકટની મિત્ર ફરાહ ખાને કર્યો છે. ફરાહે પોતાના મિત્રની અત્યંત ખાનગી વાત કહી દીધી હતી. હવે શાહરૂખ પોતાની જ મિત્રની વાતને કઈ રીતે ખોટી ઠેરવે. જો કે ફરાહે કહ્યું હતું કે, તે પત્નીની દરેક વાત માને છે પરંતુ કરે છે તો પોતાના મનનું.

પોપ સંગીતનાં સરતાજ માઈકલ જેક્સન અને તેની બહેન જેનેટ જેક્સનને એકબીજા માટે નાનપણમાં ખુબ લગાવ હતો. તેમનાં આ સ્નેહનું કારણ બંનેને તેમનાં પિતા જોસેફ પ્રત્યેનો દ્વેશભાવ હતો જે તાજેતરમાં બાહર આવેલી ટેપ્સ દ્વારા જાણવા મળ્યું છે.

આ જૂન મહિનામાં અવસાન પામેલા પોપ સંગીતનાં બાદશાહે તેનાં કષ્ટદાયક બાળપણ અને તેનાં પિતા તરફથી થયેલા અત્યાચારો વિશે ખુલીને વાત કરી છે. આ સુપરસ્ટારે તેની મિત્ર રબ્બી શ્મુલી બોટેકને સાથેની મુલાકાતની ટેપમાં સ્વીકાર્યું હતું કે જેનેટ પણ તેની જેમજ પિતા માટે ઘૃણાનો ભાવ રાખતી હતી. અને તેથી ભાઈ બહેનની આ જોડીએ એકબીજાને કહ્યું કે જો તેનાં પિતા મૃત્યુ પામે તો પણ તેમને દુખ નહીં થાય.

જેક્સને બોટેકને કહ્યું: હુ કહેતો "જેનેટ, તારી આંખો બંધ કર"."જોસેફ (તેમનાં પિતા) કોફીનમાં હોય તેવી કલ્પના કર. તે મૃત્યુ પામ્યો છે". પછી હું તેને પુછતો, "તને આ વાતનું દુખ છે?"તો તે કહેતી, "ના." જેક્સને ઉમેર્યું કે અમે બાળપણમાં આવી રમત રમતાં હતાં. હું તેને કહેતો કે આપણો બાપ મૃત્યુ પામ્યો છે. તું દુખી છે? અને તે ના કહેતી. બસ આ જ રીતે અમે તેનાં તરફનો તિરસ્કાર દર્શાવતાં. અને આજે મને જોસેફ માટે લાગણી છે, પણ તે ઘણો કઠોર હતો.

રાજકોટ એરપોર્ટ પર ૧૦ વર્ષથી પાર્ક થયેલું વિમાન આખરે ટ્રકમાં મુંબઇ જશે

યુપી એરવેઝના ખરાબ થયેલા વિમાને દાયકાથી અડિંગો જમાવેલો હવે રવાના થશે

 

માન ન માન મેં તેરા મહેમાન... આ ઉક્તિને અનુસરીને એક વિમાન રાજકોટ એરપોર્ટમાં ધરાર અતિથી બનેલું. એક દાયકાથી વધારે સમય મહેમાનગતિ ભોગવીને એ વિદાય લઇ રહ્યું છે.. જો કે રાજકોટથી એ ઉડવાનું નથી, આ મોંધેરા અતિથિને ટ્રકમાં ખડકીને મહાનગરી મુંબઇ લઇ જવાશે!    જાણવા મળતી વિગતો અનુસાર ૧૯૯૮ની સાલમાં યુપી એરવેઝનું વિમાન નિયમિત સર્વિસ અનુસાર રાજકોટ આવેલું, અહીંથી મુસાફરોને લઇને પરત વિમાનને ઉડાડવાનો પ્રયાસ કર્યો, પણ એ વિમાન ઉડ્યું જ નહીં.. નિષ્ણાતોએ નિદાન કરીને કહ્યું કે, આ વિમાનનુ એન્જિન ફેઇલ થઇ ગયું છે. તે ઉડવા માટે સક્ષમ નથી.   આ વિમાનને એરપોર્ટના એક ખૂણામાં મૂકી દીધુ. વિમાનને રાજકોટના હવા પાણી માફક આવી ગયા અને તેનું કોઇ ધણી ધોરી ન રહ્યું. બસ, એ પ્લેન ત્યારથી જ રાજકોટના એરપોર્ટને અણમાનીતુ મહેમાન બની ગયું હતું. ધરાર અતિથિને રાજકોટની જગ્યા ખાલી કરવા ખૂબ કહેવામાં આવ્યું, પરંતુ હટે તે બીજા! આ અંગે એરપોર્ટ ઓથોરીટી સાથે વિવાદ થયેલો.   બાદમાં હાઇકોર્ટમાં પણ કાનૂની જંગ ચાલેલો. આ વિમાન એટીઆર પ્રકારનું છે, ૫૦ વ્યકિત હવાઇ સફર તેમાં કરી શકતી પરંતુ એવી માહિતી મળએ છે કે , વિમાન એટલી હદે ખરાબ હતું કે તેની કિંમત કરતા તેને લઇ જવાનો ખર્ચ વધારે થાય તેમ હતો. આ કારણે વિમાનનું ધણી થવા કોઇ તૈયાર ન થયું.

યુપી એરવેઝનું આ વિમાન હતું, પરંતુ એ કંપની અર્ધા દાયકાથી અનેય કંપનીમાં મર્ઝ થઇ ગઇ છે. છેલ્લા ૨૦-૨૫ દિવસથી વિમાન વિવાદના સેટલમેન્ટ મુજબ મુંબઇની શાહ-શીબ ફ્લાઇંગ

એકેડમીના નિષ્ણાંતો-ઇજનેરો રાજકોટ આવ્યા છે. ધરાર અતિથી બનેલા વિમાનનો તેઓએ ઉદ્ધાર કર્યો  છે. પડતર પ્લેનના સ્પેરપાર્ટસ છૂટા પાડી દીધા છે અને તેનો કાટમાળ તથા મશીનરી મુંબઇ લઇ જવાશે.  આ વિમાનને હેવી ટ્રક મારફત મુંબઇ લઇ જવામાં આવશે. બે એક દિવસમાં ટ્રક ઉપડશે. પડતર ભંગાર વિમાનને રાજકોટથી મુંબઇ લઇ જવું સહેલું નથી અને સસ્તુ પણ નથી. મળતી વિગતો મુજબ વિમાનના પ્રવાસનો ખર્ચ સવા પાંચલાખ રુપિયા થશે! વિમાનની મહાસવારી રાજકોટથી બે એક દિવસમાં ઉપડશે... ધરાર અતિથિને આવજો કહીને આપણે રાજી થવાનું તેમ રાજકોટવાસીઓ વિચારી રહ્યા છે.

માતાએ પોતાના બાળકની સ્કૂલની ફી ભરવા માટે દસ હજાર ડોલરમાં પોતાના માથા પર એક ગેમ્બલિંગ સંસ્થાની વેબસાઇટ લખાવી

ભારતના 'ખાંડ વર્ષ'ની શરૂઆત થઇ રહી છે. ત્યારે, કોમોડિટીક્ષેત્રની બ્રોકરેજ પેઢી, રેલિગેરના અહેવાલ પ્રમાણે ત્રણ મહિના સુધી ચાલે તેટલો જ ખાંડનો સ્ટોક આપણી પાસે છે. આયાત કરવા છતા ખાંડના ભાવોમાં ઘટાડો થાય તેવી શક્યતા નહિવત્ છે. કારણકે, આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખાંડના ભાવો ઊંચા છે. જેથી આયાત માટે પણ ઊંચી કિંમત ચૂકવવી પડે તેવી સ્થિતી છે.

19મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહનો ફૂગાવાનો દર બહાર પાડવામાં આવ્યો છે. જે ગત વખતના 0.37 ટકાના દરથી વધીને 0.83 ટકા ઉપર પહોંચી ગયો છે. રિઝર્વ બેન્કના અંદાજ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના અંતસુધીમાં આ આંક વધીને છ ટકા આસપાસ રહેશે. જોકે, અર્થશાસ્ત્રીઓના મતે આ આંક વધીને નવ ટકા સુધી પહોંચી જશે. ખાદ્યપદાર્થોના ભાવોમાં થયેલા વધારાના કારણે ફૂગાવો વધી રહ્યો છે.

 

 

સંબંધ તૂટે તો હિંમત ન હારો. પ્રેમ ખૂટે તો કોઇને દોષ ન દો. કોઇ પ્રેમ ધરાર મળતો નથી. પ્રેમ અને સંબંધમાં કયારેક અતિરેક ન કરવો જોઇએ. પ્રેમ કરીએ એટલે પ્રેમ મળે એ જરૂરી નથી. પ્રેમને જો ન સમજીએ તો પ્રેમ માણસને હિંસક બનાવી દે છે. મેં તેને પ્રેમ કર્યો એટલે એણે પણ પ્રેમ કરવો જ જોઇએ એવી લાગણી વધુ પડતી છે.

 

પ્રેમમાં પ્રેમની વધુ પડતી અપેક્ષાઓ પણ ફળતી નથી. પ્રેમ અને સંબંધમાં રિસ્ક ફેકટરની ગણતરી બાંધીને જ રાખવી. દરેક સંબંધ રિસ્ક જ હોય એ જરૂરી નથી પણ જો ગણતરી રાખી હશે તો સંબંધ તૂટે ત્યારે આઘાત નહીં લાગે.

 

તમારે શું જોઇએ છે? જે કંઇ જોઇતું હોય એ સ્મિતની શકિતથી પ્રાપ્ત કરો, તલવારથી નહિ. -

 

 

 

ઈશ્ર્વર ઊંચે બેસી ગયા છે કે ઊંચે બેસાડી દેવાયા છે?

ચખૅ પર બૈઠ ગયા જાન બચા કર ઈસ!   હોશકા જબ ન મુદાવા તેરે બીમારો કા.

    - ઝૌક

તારા બીમારોનો ઈલાજ થઈ ન શકયો ત્યારે ઈસુ જીવ બચાવીને આકાશમાં બેસી ગયા.  

 


-

Visit Us @ www.MumbaiHangOut.Org




Some great tips on love and relationships by kids between the age of 5 and 10...




WHAT IS THE PROPER AGE TO GET MARRIED?

"Once I'm done with kindergarten, I'm going to find me a wife." (Tom, 5)



WHAT DO MOST PEOPLE DO ON A DATE?

"On the first date, they just tell each other lies, and that usually gets them interested enough to go for a second date." (Mike, 9)



WHEN IS IT OKAY TO KISS SOMEONE?

"You should never kiss a girl unless you have enough bucks to buy her a big ring and her own VCR, cause she'll want to have videos of the wedding." (Jim, 10)



CONCERNING WHY LOVE HAPPENS BETWEEN TWO PARTICULAR PEOPLE:

"No one is sure why it happens, but I heard it has something to do with how you smell. That's why perfume and deodorant are so popular." (Jan, 9)




ON WHAT FALLING IN LOVE IS LIKE:

"Like an avalanche where you have to run for your life."
(Roger, 9)

"If falling in love is anything like learning how to spell, I don't want to do it. It takes too long." (Leo, 7)




ON THE ROLE OF GOOD LOOKS IN LOVE:

"If you want to be loved by somebody who isn't already in your family, it doesn't hurt to be beautiful." (Jeanne, 8)

"It isn't always just how you look. Look at me, I'm handsome like anything and I haven't got anybody to marry me yet." (Gary, 7)

"Beauty is skin deep. But how rich you are can last a long time." (Christine, 9)




CONCERNING WHY LOVERS OFTEN HOLD HANDS:

"They want to make sure their rings don't fall off because they paid good money for them." (Dave, 8)




CONFIDENTIAL OPINIONS ABOUT LOVE:

"I'm in favor of love as long as it doesn't happen when 'The Simpsons' is on television." (Anita, 6)

"Love will find you, even if you are trying to hide from it. I have been trying to hide from it since I was five, but the girls keep finding me." (Bobby, 8)

"I'm not rushing into being in love. I'm finding fourth grade hard enough." (Regina, 10)




THE PERSONAL QUALITIES NECESSARY TO BE A GOOD LOVER:

"One of you should know how to write a check. Because even if you have tons of love, there is still going to be a lot of bills." (Ava, 8)




SOME SUREFIRE WAYS TO MAKE A PERSON FALL IN LOVE WITH YOU:

"Don't do things like have smelly, green sneakers. You might get attention, but attention ain't the same thing as love." (Alonzo, 9)

"One way is to take the girl out to eat. Make sure it's something she likes to eat. French fries usually work for me." (Bart, 9)




WHAT MOST PEOPLE ARE THINKING WHEN THEY SAY "I LOVE YOU":

"The person is thinking, Yeah, I really do love him. But I hope he showers at least once a day." (michelle,9)




HOW TO MAKE LOVE ENDURE:

"Spend most of your time loving instead of going to work." (Tom, 7)

"Be a good kisser. It might make your wife forget that you never take out the trash." (Randy,8)






















    


"  He is most powerful  who has power over himself."





Now, send attachments up to 25MB with Yahoo! India Mail. Learn how.

__._,_.___
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Auto Enthusiast Zone

Love cars? Check out the

Auto Enthusiast Zone

Support Group

Lose lbs together

Share your weight-

loss successes.

Yahoo! Groups

Small Business Group

A community for

small business owners

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...