[Gujarati Club] વિસરાતી વાર્તાઓ-૩.દુકાનદાર અને ભરવાડ,વિસ્તરતી વાર્તાઓ-૩.ઘાસચારો

 

વિસરાતી વાર્તાઓ-.દુકાનદાર અને ભરવાડ.
 
એક વખતે મેળામાં કોઇ ભરવાડ એક મીઠાઇવાળાની દુકાન આગળ ઉભો રહ્યો અને તાજી મીઠાઇની સુગંધથી ખુશ થતો હોય એવો દેખાયો.
મીઠાઇવાળો લુચ્ચો અને લોભી હતો,તેથી તેણે ભરવાડ પાસેથી પૈસા કઢાવવાનો વિચાર કર્યો.
તે બોલ્યો,"કેમ ભાઇ મીઠાઇની સુગંધથી ખૂબ મઝા પડે છે?"
ભરવાડે જવાબ આપ્યો,"હા,ખૂબ મઝા પડે છે."
પેલો દુકાનદાર બીજા ગ્રાહકોને આંખ મારીને બોલ્યો,"ત્યારે લાવ પૈસા."
ભરવાડ ગભરાઇને બોલ્યો,"શાના પૈસા?"
દુકાનદારે કહ્યું,"મીઠાઇની સુગંધ લીધી તેના."
ભરવાડ બોલ્યો,"મેં કાંઇ તમારી મીઠાઇ ખાધી છે?"
પેલો લુચ્ચો કહે,"તું તો ગાંડો છે.સુંઘવું અને ખાવું સૌ એકનું એક; લાવ પૈસા."
ભરવાડ બિચારો મુંઝાયો,કંઇ ખરીદ્યા વગર સુગંધના પૈસા આપવા પડશે કે શું?
એટલામાં એક બ્રાહ્મણ,જે તકરાર સાંભળતો હતો.તેણે કહ્યું,"લે તારા પૈસા."
એમ કહીને તેણે ચારપાંચ સિક્કા પોતાના હાથમાં ખખડાવ્યા.
પેલો દુકાનદાર કહે,"ક્યાં છે પૈસા?પૈસા તો તું તારા હાથમાં ખખડાવે છે?"
બ્રાહ્મણ બોલ્યો,"જો મીઠાઇની સુંગંધ લેવી અને ખાવી બરાબર છે,તો પૈસા ખખડતા સાંભળવા ને પૈસા લેવા સૌ એકનું એક છે."
લોકો તાળી પાડી મોટેથી બોલ્યા,"શાબાશ,મહારાજ,શાબાશ,એનું નામ તે જેવા સાથે તેવા થવું."
બ્રાહ્મણનો ઉપકાર માની ભરવાડ પોતાના રસ્તે ચાલતો થયો.
 
ઉપસંહારઃ-જેવા સાથે તેવા થવામાં કોઇજ પાપ નથી.
--------------------------------------------------
વિસ્તરતી વાર્તાઓ-.ઘાસચારો
 
નોંધઃ- લેખનાં તમામ પાત્ર કાલ્પનિક છે,કોઇએ બંધબેસતી પાધડી પહેરવી નહીં. કેવળ કટાક્ષ છે,એનો એજ અર્થમાં હળવાશે અનુભવ કરવો. લેખને ગંભીરતાથી લેવો નહીં,લાગણી દુઃભાયાના નામે મને પજવવો નહીં
--------------------------------------------------
 
એકવાર બિહારની મૂખ્યમંત્રીશ્રીમતીબરાબરીદેવી એમના કેન્દ્રીય મંત્રીશ્રીલુલાજીને કહ્યું,"..જી સુનતે હો.......!! ...રા સુનીએજી,
જબસે આપને દીલ્હીકી સરકાર જોઇનવા કીયે હૈં,બિહારકી જનતા આપકો ભૂલન ચલી હૈ..!! કરીયે.....કુછ કરીયે..... વરના પબલીક આપકો ભૂલ ગઇવા તો ઓકે બીના આપ સચમૂચ લુલાજી-લંગરાજી હો જાયેંગેં."
 
શ્રીલુલાજીએ કાન ઉપરના લાંબા વાળ તોડતાં કહ્યું,"..,ધત..કુછભી બકતી રહતી હૈ? કરદી ના ઔંરતો વાલી,ઘટીયા બાત?...ધત..તુમકો કા લગત હૈં?હમ દીલ્હીમેં બેઇઠ કે ઝખ મારત હૈ કા......?"
 
શ્રીમતીબરાબરીદેવીએ સાડલો માથે બરાબર કરતાં કહ્યું,"આપકો કછુ પતા નહીં હૈં ના? યીહાઁ ઊપોઝીશનવાલે,સરકારીબાબુ લોગ ઔર તો ઔર? સભી અખબારવાલે ફટ-ફટ કે ધૂંઆડે હુઇ ગવાઁ હૈ?,"
 
શ્રીલુલાજી (ગુસ્સામાં)," કા બાત કરતી હો? કોઉન સસુરકા નાતી હમરી ખિલાફ આવાઝ ઉઠાતા હૈ?"
 
શ્રીમતીબરાબરીદેવી," અબ હમ આપકો કા બતાવેં? યીહાઁ કે,સારે સસુરકે નાતી આપ ઔર હમરી પીછું પર ગયેં હૈ.બોલત હૈ..! શ્રીમતીબરાબરીદેવી કા લુલાજી કે ઉપર અબ કછુ કન્ટરોલ નાંહી હૈ."
 
શ્રીલુલાજી,"અરે...બડે લોંગનવા કે સાથ અકસર અઇસા હોવત હૈં.!! તો કા મૈં હઝાર બાર કહત રહા,જબતક મીડીયામેં કછુ છપતા નાહીં,તબતક ચિંતા કાહે કરત હૌ?"
 
શ્રીમતીબરાબરીદેવી,"હમ ઐસે થોરે હી ના કહત હૈ? યીહાઁ કે અખબારમેં આપકે બિરુધ્ધ બહુત કુછ લીખ્ખેં હૈં,અબ હમ આપકો કા બતાયેં..!! આપ ખૂદઈ ક્યું નહી પઢ લેંતેં?"
 
કેન્દ્રીયમંત્રીશ્રીલુલાજી પોતાની વિરુધ્ધ છપાયેલા સમાચાર વાંચવા અખબાર ઉઠાવે છે,અને વાંચ્યા વગર ગુસ્સે થઈ અખબારનો ઘા કરી દે છે.
 
શ્રીમતીબરાબરીદેવી,"ક્યું અપના ચશ્મા નહીં પહેના હૈં કા.....? ઉતો ચૌબીસો ઘંટા આપકે ગલેમેં લટક રહત હૈં ના?"
 
શ્રીલુલાજી," એઈ .........તોકા કૌન લલ્લુકા પઠ્ઠાને ચીફમિનિસ્ટર બનાયા? હેં.. ચશ્મા...ચશ્મા કરત હો,હમ કોઇ સુરદાસ હૈ કા....?"
 
શ્રીમતીબરાબરીદેવી,"તો ફીર કા હુવા?પેપરવા ક્યું ફેંઇક દીયા?"
શ્રીલુલાજી,"અરી બેવકૂફ પેપરવા તો ગુજરાતીમેં હૈં..!! હમ થોરી ના ગુજરાતી પઢન જાતન હૈ?"
 
શ્રીમતીબરાબરીદેવી,"અબ હમ કો કા પતા ગુજરાતી-ફુજરાતી? હમ થોરે હી પઢે લીખ્ખે હૈં?હમ કા તો સરકારી બાબુને બતાયા,"
 
શ્રીલુલાજી(પી..સામે ગુસ્સે થઇને))," ક્યું બે? કોઉન હમરે સસુરકા નાતી હૈ,જીસને હમરી ખિલાફ લીખ્ખા હૈ?"
 
પી.. ગભરાતાં-ગભરાતાં અખબાર અને પત્રકારનું નામ આપે છે.શ્રી લુલાજી તરત પત્રકારને બોલાવવાનો હુકમ કરે છે.
(થોડીવાર પછી,બિહારની ખાસ ઍડિસનના,ગુજરાતી અખબારના તંત્રી સાથે પત્રકાર-ફોટોગ્રાફર ઑફીસમાં દાખલ થાય છે?)
 
શ્રીલુલાજી(પત્રકારને દાટી આપતાં)," ક્યું બે ,હમરે બારેમેં અનાપ-સનાપ લીખત હો? પેપરવા બંદ કરવાના હૈ કા....?
હમ કા તોહરી ખટીયા ખડી કરન મેં દેર નાંહી લગત હાઁ,સમજે..કા....? હમરી સસુરકે નાતી,બહુત ફટ ગવાઁ હૈં કા?"
 
ગુજરાતી અખબારના તંત્રી(સમસમી જઇને,લુલાજીને)," લુક સર,વી હેડ નોટ એની ઇંન્ટેનશન ટુ હર્ટ યુ,બટ આઇ એમ `સોરી` ટુ સે ધેટ,
વી હેવ કૉન્સ્ટીસ્ટુશનલ રાઇટ ટુ રાઇટ એની થીન્ગ અબાઉટ યોર ગવર્નમેન્ટ."
 
શ્રીમતીબરાબરીદેવી(`સોરી`શબ્દ સાંભળી,તંત્રી ઉપર ખુશ થઈને)," અરી કોઇ હૈ? જરા ઇન અખબારીબાબુન લોગ કે વાસતે,રસોઇમેં સે દલીયા,ફલ ઔર દૂધ મંગવાઓ ના?"
 
શ્રીલુલાજી (શ્રીમતીબરાબરીદેવી પર ગુસ્સે થઇને)," અબ તુ બીચમે ટાંય-ટાંય કાહે કરત હૈ?હમ બાત કરત હૈં,દેખત નહીં કા....?"
 
શ્રીમતીબરાબરીદેવી,"દેખા, અખબારી બાબુલોગનને અંગરેજીમાઁ `સોરી` બોલ કા,માંફી માંગ લીયા હૈ ના,અબ કા ઉકા તોહરે પેઇર પરવાઓગે કા?
હમ પર કાહે કો બીગરતે હો?"
 
શ્રીલુલાજી,"ચલ..જા..અભી કા અભી રસોઇમેં જાત હો કી નાહીં?ચીફમિનિસ્ટર નાંહી, તું ચૂલ્હાચક્કી કા લાયક હો.સમજે કા....,ચલ જા..જા..યીહાઁ સે.!!"
 
શ્રીમતીબરાબરીદેવી મોંઢું ફૂલાવી ચૂપ થઇ ત્યાં બેસી રહે છે,પેલો પી..તંત્રીને અને પત્રકારને બાજુમાં લઇ જઇ,આવતી કાલના ગુજરાતી અખબારમાં છાપવા સરકારી જાહેરાતો ફાળવી આપવાનું કહીને સમજાવી લે છે.
 
તંત્રીશ્રી (એકદમ પાટલી બદલતાં),"સા`,આપ તો કેંન્દ્રમેંભી બડા અચ્છા કામ કર રહે હો,હમ તો યહાઁ આજ આપકા ઍસ્ક્લ્યુસિવ ઇંન્ટરવ્યુ કરને આયે હૈં?"
 
પી.. હવે શ્રીલુલાજીને પણ કાનમાં કંઇક સમજાવે છે.શ્રીલુલાજી એકદમ હેપ્પી મૂડમાં આવી જઈને શ્રીમતીબરાબરીદેવીને દલીયા,ફળ અને દૂધ લાવવા જણાવે છે.
 
હવે શ્રીલુલાજી શાંતિથી પત્રકારને સમજાવે છે," દેખ્ખા,કલમવાલે ભઇયા,અઇસા હૈં, યી ઊપોઝિશન વાલે કુછ ભી કહે,સબ છાપને કી જરુરત નાંહીં,સમજે કા....? હમરી બિહાર હૈ..!! કા..હૈ.?..લુલાજીકી બિહાર..હૈ.તોહરા ગુજરાત નાંહી,યીહાઁ,લુલાજી ઔર બરાબરીદેવી કા રાજ ચલત હૈં,સમજે...કા.....? અબ મેરા મૂંહ કા દેખત હૈ.!! સસુરકે નાતી,ચલ મેરા થોરા ફોટૂ નીકાલ ઔર કલ ફ્રંટ પેજ પર છપના ચાહીએ.સમજે કા....? બાત કરતા હૈ?"
 
તંત્રીશ્રી,પત્રકારને હમણાં અપમાનને સહન કરી લેવા ઇશારો કરે છે,પત્રકાર મૌન રહી,સમસમીને અપમાન સહન કરી લે છે.પી..ફોન કરીને અખબારને વધુમાં વધુ સરકારી જાહેરાત ફાળવવા માટે જે તે વિભાગમાં,સૂચના આપે છે.
 
પેલો પત્રકાર,અણગમા સાથે,શ્રીમતીબરાબરીદેવીના ઘરના ખાટલાથી માંડીને અલમસ્ત ભેંસોના વાડા સુધીના ભાગમાં,કેન્દ્રીયમંત્રીશ્રીલુલાજીના ફોટા ફટાફટ લે છે.(શ્રીલુલાજી ,પોતે,ઉપરથી સાવ ઉઘાડા હોય તેવા,રીછ જેવા કાળાવાળવાળા ડીલ સાથેના,એકલી ધોતી પહેરીને ફોટા પડાવે છે.) તંત્રી અને પત્રકાર અખબારની ઑફીસે જવા રવાના થાય છે.
 
સરકારી જાહેરાતોની તગડી આવકથી ખૂશ થયેલા તંત્રી,ઑફીસ પહોંચીને તરત,શ્રીલુલાજીના ફોટા પહેલા પાના ઉપર છાપવા સ્ટાફને ઑર્ડર આપે છે.
 
કેન્દ્રીયમંત્રીશ્રીલુલાજીના શબ્દોથી,અપમાનીત થયેલો પત્રકાર બીજા દિવસે શ્રીલુલાજીનો,અલમસ્ત ત્રણ ભેંસો સાથે વાડામાં પડાવેલો ફોટો છાપે છે.
 
પણ અપમાન નો બદલો લેવા પહેલા પાને છાપેલા, ત્રણ અલમસ્ત ભેંસોને ઘાસચારો ખવડાવતા,કેન્દ્રીયમંત્રીશ્રીલુલાજીના ફોટાની નીચે દાઝમાં શુધ્ધ ગુજરાતીમાં લખે છે કે,
 
"આદરણીય કેન્દ્રીયમંત્રી શ્રીલુલાજી કાદવ.....!!!
(ડાબેથી ચોથા??? હાથમાં ઘાસચારા સાથે?)"(કંઇ સમજ્યા??)
 
ઉપસંહારઃ-જેવા સાથે તેવા થવામાં કોઇજ પાપ નથી.
 
માર્કંડ દવે.તા.૨૯-૧૦-૨૦૦૯.
mdave42@gmail.com
 
 
 

__._,_.___
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Cat Zone

Connect w/ others

who love cats.

Yahoo! Groups

Mom Power

Just for moms

Join the discussion

Yahoo! Groups

Auto Enthusiast Zone

Auto Enthusiast Zone

Discover auto groups

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...