[Gujarati Club] "ખૂલીજો આંખ તો"શ્રીમહેંદીહસન,રાગ-ભંખાર

 

 
"ખૂલીજો આંખ તો"શ્રીમહેંદીહસન,રાગ-ભંખાર
 
પ્રિય મિત્રો,
 
મને જાણ છે કે જ્યારે શાસ્ત્રીય સંગીતની વાત આવે ત્યારે
,આ સંગીતના ચાહક વર્ગને તે માણવાનું ગમતું હોવા છતાં,તેના બંધારણ માં સમજ ન પડવાથી રસ ઉડી જાય છે.દા..ગઝલમાં આવતા ઉર્દુ શબ્દ
 
પરંતુ આ લેખ
-શ્રેણી શરુ કરવા પાછળ મારો આશય માત્ર એટલો જ છેકે,જો આપ રાગના બંધારણની વિગતોમાં સમજ ન પડવાથી તેમાં,ઉંડા ઉતરવા ન માંગતા હોય તો પણ તેનો રસાસ્વાદ સંગીતના ચાહક તરીકે જરુર માણી શકો.દા..આપણા ઘરમાં કે હૉટલમાં બનેલી બધીજ વાનગીની રૅસીપીની આપણને ક્યાં જાણકારી હોય છે,ફક્ત સ્વાદ આપણ ને ગમવો જોઇએ,બસ..!!
 
સુપસિધ્ધ ગઝલસમ્રાટ
,આદરણીય શ્રીમહેંદી હસન સાહેબે,રાગ-ભંખારમાં ગાયેલી આ ગઝલ જેના શબ્દ સાવ સરળ સમજી શકાય તેવા છે.આપની સમક્ષ રજૂ કરું છું.સંગીતમાં બિલકુલ સમજ ન પડતી હોય,તો પણ જો આપ,ફરીથી મારા અગાઉ જણાવ્યા પ્રમાણે, ગઝલ રિલેક્સ મૂડમાં સાંભળશો,તો દિવસભરનો થાક ઓગળી જશે.થોડી વઘારે અસલી મઝા લેવી હોય અને આપ સવારે પાંચ થી છની વચ્ચે જાગી જતા હોયતો આ રાગને સવારે પરોઢીયે માણવાથી રાગની તાકાત જણાઇ આવશે.
 
ગઝલના શબ્દો સુંદર
છે.
 
"ખૂલીજો આંખ તો,ના વોહ થા, ના ઝમાના થા,દહેકતી આગ થી,તન્હાઇ થી,ફસાના થા.
યે ક્યા કી જલ્દ હી
,કદમોં પે થક કે બૈઠ ગયે,તુમ્હેં તો સાથ મેરા દૂર તક નિભાના થા."
 
 
મિત્રો
,હજી એક વાત..!! શ્રીમહેંદીહસન સાહેબે આ ગઝલની શરુઆતમાં સ્વરકારીમાં સંવાદી સ્વર `સા`ને મંન્દ્ર સપ્તકમાં લગાવ્યો છે,ત્યારે જો આપનાં રુંવાડાં રોમાંચથી ઉભાં થઇ જાય ત્યારે,આપના આ નમ્ર સેવકે એ સ્વર આપ બરાબર માણી શકો તે માટે
 
આ ગઝલને નવેસરથી BOOST-REVERB-NORMALIZE
 
જેવા સદગુણોથી સજાવી છે
,તે યાદ રાખી શક્ય હોયતો,આપનો અનુભવ મારી સાથે વહેંચીને મને પ્રોત્સાહિત જરુર કરશો તેવી અપેક્ષા.
 
ભંખાર રાગ મારવા ઠાઠ થી ઉત્પન્ન થયેલો રાગ છે
.
કેટલાક ગુણીજનોના મતાનુસાર આ રાગ આધુનિક છે
.
 
"जब बसंत के मेल में पंचम हूँ लग जाय।
-स वादी-संवादी तं राग भंखार कहाय॥"
राग चंद्रिकासार॥११५॥
 
રાગ
-ભંખાર.
 
ઠાઠ
-મારવા.
 
જાતિ
-સંપૂર્ણ
 
વાદી સ્વર
-પંચમ.
 
ગાયન સમય
-રાત્રીના અંતિમ પ્રહર(પરોઢીયે)
 
વિશેષતાઓ
-
.બંન્ને મધ્યમ ના પ્રયોગ થાય છે.
.રિષભ કૉમળ પ્રયોગ થાય છે.
 
સ્વર
-સંગતિ-"પંચમ અને ગાંધાર"તથા"તીવ્ર મધ્યમ અને ધૈવત"
 
માર્કંડ દવે
.તા.૩૦-૧૦-૨૦૦૯.

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Groups blog

The place to go

to stay informed

on Groups news!

Group Charity

Give a laptop

Get a laptop: One

laptop per child

Weight Loss Group

on Yahoo! Groups

Get support and

make friends online.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...